The decoration of understanding in Gujarati Philosophy by Hemant pandya books and stories PDF | સમજણ ની સજાવટ

Featured Books
  • बड़े दिल वाला - भाग - 5

    अभी तक आपने पढ़ा कि अनन्या वीर के पत्र को पढ़कर भावुक हो गई औ...

  • Age Doesn't Matter in Love - 24

    आन्या कमरे में थी ।   आन्या ने रेड कलर का लहंगा पहना हुआ था...

  • मझधार

      प्रेमी युगल अपने-अपने घरों में करवटें बदल रहे थे, नींद किस...

  • The Book of the Secrets of Enoch.... - 5

    अध्याय 22, XXII1 दसवें स्वर्ग पर, {जिसे अरावोथ (Aravoth) कहा...

  • रामेसर की दादी

    रामेसर अब गाँव का भोला-सा लड़का नहीं रहा। समय ने उसे माँजा,...

Categories
Share

સમજણ ની સજાવટ

જય ગુરુદેવ
કોઈને મારા કારણ સ્વમાન હણાય હોય તો ક્ષમા કરશો,
પણ આપણે બધાયની સમાન માણસ છીએ, કોઈ ઉંચ કે નીચું નહીં તેવું જાણી
આ ભાવના રાખી આ કથન સાંભળો
આત્માનું કલ્યાણ કરો.
અભીમાન આવે આપણાથી અધીક શક્તિ શાળી ધનીક કે સુદર ને જોવા,અભીમાન તુટી જશે, અને એમ લાગે કે મારી પાસે કશું નથી તો આપણાથી ગરીબ કે જરૂરીયાત વાળા લોકો સામે જોવું ..અને સમજવું કે લોકો વધું દુઃખી તકલીફ મા છે આપણા કરતાં.
બસ જીવો અને જીવવા દો..
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, એના દીન રે દેખી ને દુખીયા આવે રે આવકારો મીઠો આપજે રે.
કવી કાગબાપુ ની આ રચના..
કોઈ નાનું મોટું અમીર ગરીબ નથી હોતું..બસ સમય સમય ની વાત છે, જેવો સમય..તેવી પરિસ્થિતિ,
બસ આટલું સમજાય અને બધાને સમભાવથી જોઈએ તો , જન્મનો આ ફેરો ફળી જાય, માથે ન પડે,
જય સોમનાથ🙏🕉️💐❤️
રચના છે..
સમજણ જીવનમાંથી જાય..તો તો જોને જોયા જેવી થાય..હલકું નામ હવાલદાર નું , ઘરનું ખાઈ ગધાડીનું થાવું કહેવત છે આવી,
સમય બહું બારીક છે, ઘરનો‌ગોળ ચોરીને ખાવાના સમયમાં આપણે છાપરે ચડી દેખાવ કરીએ, તો નામ સામા આવે?
સંસ્કારી અને સારા ધરના વ્યક્તિ કયારેય ભપકા દેખાવમાં ન આવે,
પણ અધુરા ખાલી ઘડા છલકાય જગ જાહેર દેખાવ કરે,
અરે દોસ્ત કંચનના ગુણધર્મ તેની ચાડી ખાતા હોય કે તે સોનું છે, સાવ માટીમાં ગડેલ હોય તો પણ, અને કથીર કળાઈ આવે.
વીકાર કામ ક્રોધ લાલચ લોભ અહંકાર, સર્વનાસ ના કારક છે, કયારેય હાવી ન થવા દેવા..
કામવાસના ન જોઈએ શુધ્ધ પ્રેમ જોઈએ,
અને અહંકાર અભીમાન ન હોવું જોઈએ પણ સ્વમાન કે સ્વાભીમાન હોવું જોઈએ,
અને લાલચ અને લોભ કયારેય ન કરવો અતી ઝેર સમાન છે, બધુજ માપમાં સારૂ , આ અમૃત પાન જેવી સમજ છે..
સદાય અમર થવાય.. માટે આ સીધ્ધાત હંમેશા યાદ રાખો, અને આ મૃત્યુ લોકમાં કશુંજ કાયમ નથી, ક્ષણીક અને નાશવંત છે, ક્ષણભંગુર છે..
ફક્ત પ્રેમ ની મહેક અને યાદો જીવંત રહે છે.
રૂપ રંગ અક્કલ હોંશિયારી સાન સહમત બધાયને ભગવાને આપ્યું છે કોઈને વધારે કોઈને થોડું, એનું અભીમાન અહંકાર ન હોય દેખાવ ન હોય, અને જીવવા ભોગવવા આપ્યું છે ભોગવો વાંધો નહીં , પણ દરેકની મર્યાદા અને લીમીટ હોય.
ખુશામત થી ફુલાઈ જાય અને હવામાં ઉડવા લાગે તે વજનમાં ફોરા કે હલકા‌ હોય તે, અને તે વેચાય , અનમોલ હોય તેની કીંમત જ ન થાય,
અનમોલ બનો , જે લુટવા માગે ત્યા ન લુટાઓ, પણ જે લુટાવા તૈયાર થાય ત્યા કયારેય નહીં લુટાઓ,
જીવના ભુખ્યાને જીવ ન અપાય, પણ જીવ આપવા તૈયાર હોય‌ તેની પાછળ બધું ન્યોછાવર કરાય..
મારૂ તારૂ કરે ત્યા વેપાર થાય, પોતાનું સમજે ત્યા વહેવાર અને સદાચાર થાય..
હલકટ નહીં સમજદાર અને શાણા બનો,
સમય આપો આપ સુંદર આવશે
મારે મન પાપ પુન્યની વ્યાખ્યા અલગ છે
કોઈનું છીનવી ન લેવું, અકારણ શાંત પ્રાણીને પરેસાન ન કરવું,
કોઈ ની મજબુરીનો ફાયદો ન ઉઠાવવો,
અને કયારેય સ્વનું અભીમાન ન કરવું,
બસ આનું પાલન પુન્ય આનું ઉલંઘન પાપ છે,
બાકી દરેકને જીવવાનો હક છે, કોઈ ખરાબ નથી હોતું બસ જીવવાની પધ્ધતિ અલગ હોય છે.
જીવો અને જીવવા દો
જીવ ભક્ષું ના બનો, માસાઆહાર સેતાનનો, અને તામ્ર ખોરાક પણ ન ખાઓ ડુંગળી લસણ હિંગ, જે વીકાર જગાવે છે, આ શરીર માં એક આત્મા પરમાત્માનો અંશ વશે છે, ત્યા ભગવાનનો વાસ ક્યારે હોય જયારે પવીત્રતા હોય સતો ગુણ હોય..
કામ ક્રોધ લોભ અહંકાર લાલચ તો તમો ગુણ છે, તે ભય દુઃખ હીંસા ઈર્ષયા ઉત્પનન કરી જીવને દુભાવનાર દુઃખી કરનાર છે ખુદને અને બીજાને પણ..
આજ છે મારા ભાવો જે સત્ય છે ઈશ્વર શાક્ષી,
હા પ્રેમાળ છું, જયા પ્રેમ દયા કરૂણા શાંતી દેખું પ્રેમ મય બની જાઉં છું, જીવનને માણી પણ લઉં છું , જીવવા મળે જીવી પણ લઉં છું, પણ ભાવના વહેવાર ફક્ત પ્રેમ
કારણ પ્રેમથી મોટો મહાન કોઈ શબ્દ કે વહેવાર નથી, અને પ્રેમનો કોઈ પ્રયાય નથી,
પ્રેમ પ્રેમ સબ કરે પ્રેમ ન જાણે કોઈ જો જિણે પ્રમકો તો બેરી કોઈ ના હોય,
પ્રેમ ના કેટલાય રૂપ છે, બધોજ પ્રેમ છે, પણ શુધ્ધ પ્રેમ સમભાવ છે, કોણ પોતાનું કોણ પારકું, કોણ સગું કોણ સ્નેહી સંબંધી ને કોણ અજાણ,ના કોઈ અધીક વ્હાલું ના કોઈ વેરી, આત્મા સર્વનો શુધ્ધ અને નીર્દોષ દીઠે, વહી હે સાચો પ્રેમ , જો કર્તા દીઠે વો સમજો નીમીત માત્ર ઈશ્વરની ઈચ્છા આગળ ચાલો ના કોઈ ઝોર,
ગીતા મે શ્રી કૃષ્ણ ઉવાચ ,પાર્થ તુમ કર્તા નહીં નીમીત માત્ર હો, બસ કર્તવ્ય નું પાલન તારો ધર્મ છે,
જયા લાગે બુરૂ થતા તું કોશીશ કર સુધાર, તારૂ કાર્ય ત્યાં પૃર્ણ જાણ છોડ ફળ ઈશ્વર પર આધાર.
ના સમજ છે કારણ પૃર્વ જન્મના કર્મ ફળ રૂપે આ માનવ શરીર રૂપી વાહન માં બેસેલ છે , અને કર્મ ના બંધન તેને શારૂ ન સારૂ સમજવા નહીં દે જો સતકર્મ રૂપી ફળ નો અભાવ હશે, માટે તું એને સતર્ક કરી નીમીત માત્ર બન..બાકી ઈશ્વર પર છોડ,

દાખલા ઘણા એક મા ની કોખે એક બાપની સંતાન રાવણ અને વીભીષણ જન્મે,
રાક્ષસ કુળમાં ભક્ત પ્રહલાદ,
એક જન્મના નહીં હજારો જન્મના સંસ્કાર લઈ ને આત્મા જન્મ ધારણ કરે છે, માટે ના કુળ જાત ધર્મ જવાબદાર,
એક કુળને તારે એક ડુબાડે,
સહું અધુરા હીસાબ પુનઃ જન્મના પુરા કરવા અવતાર ધરે, લીયો વે દે જાય, દે ગયો વો લે જાય,
વીકારી તમો ગુણી આત્મા ન શુખ દે પાવે ના શુખી હોય,
રજો ગુણી બસ માંગત જાય આશ રખે હર કોઈ પાસ
સતો ગુણી શુખી હોય શુખી કરે જેની પાસે હોય,
રજો તમો સતો થી બાધત નહીં હો વો સુધ્ધ આત્મા તું તત પુરૂષ જાણ..

ક્ષમા પરમો ધર્મ, દરેક ને શુધ્ધ આત્મા જાણો, પણ માયાના આવરણમાં આવેલ પુનઃ જન્મના કર્મા આધીન જીવન જીવે છે, અને નવા કર્મ બંધનમાં બંધાય છે, કર્મ જે તમારા હાથે જાણે અજાણે થાય છે તે નથી, કર્મ તમે જે મનમાં ભાવ બાંધો છો તે કર્મ ફળ બાંધે છે, સદ ભાવ થી સદકર્મ, દુરભાવથી પાપકર્મ, માટે હંમેશા મનમાં ભાવના શારી કલ્યાણ કારી રાખો, બધાયને શુધ્ધ આત્મા જુઓ,
હરી ઓમ તત્સત્ ગુરૂ દત..
જય હંસ સાહીબ..
પંચ અવતાર શીવના પ્રથમ સદોજાત કુમાર સૌમ્ય રૂપ , બીજો રક્ત વર્ણ વામ રૂપ, ત્રીજો તત પુરૂષ , ચોથો અધોર રૂપ , અને પાંચમો ઈસાન રૂપ તુ જાણ ,
જો આ સત્ય જાણી સમભાવ રખે વો સુધ્ધ સત્વને ધારણ કરે..
જય હંસ સાહેબ