Chakravyuh - 49 - Last Part in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 49 - છેલ્લો ભાગ

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ચક્રવ્યુહ... - 49 - છેલ્લો ભાગ

પ્રકરણ-49

“એક મિનિટ, કોણ રોનક? રોનક તો તે દિવસે જ મરી ગયો હતો ખન્ના સાહેબ. તમે બધાએ જે રીતે તેનું ગળુ દબાવી પછી કાંટાની વાળમાં જ્યારે ફેંક્યો ત્યારે તો રોનક જીવતો હતો. અરે રોનકને તમે એવી હાલતમાં મૂકીને ગયા હતા કે તેનાથી નર્કની યાતના પણ ઓછી પીડાદાયક રહે. ભલે તે ભાનમાં ન હતો પણ તમે તેને કાંટાની વાળમાં ફેંક્યો તેની પીડા તે મહેસુસ કરતો જ હતો. તેને ત્યાંથી બહાર નીકળવુ હતુ પણ તે લાચાર હતો. કઇ રીતે નીકળી શકવાનો હતો તે નાનકડો રોનક? કોઇ માણસ ઢોરને પણ માર ન મારે એટલી બેરહેમીથી તમે રોનકને માર્યો હતો. માણસને કદાચ અજાણતા પણ શુળ ભોંકાઇ જાય તો પણ તેની પીડા બે દિવસ સુધી પીછો છોડતી નથી જ્યારે તમે એ નાનકડા જીવતા જીવને કાંટાઓની વચ્ચે છોડી નીકળી ગયા હતા તેના કરતા તો તમે રોનકને જાનથી મારી નાખ્યો હોત તો સારૂ હતુ.” બોલતા બોલતા રોહન દર્દથી કરાહી ઉઠ્યો.

“ભૂતકાળમાં કરેલી મારી ભૂલ બદલ હું માંફી માંગુ છું, તેની જે સજા મને થાય તે ભોગવવા પણ હું તૈયાર છું પણ રોહન મારા એક પ્રશ્નનો જવાબ આપશે તુ?”

“સજા તો તમને મળવાની જ છે કારણ કે તમે મારી સામે હોલમાં જે કબુલ્યુ તે બધુ એક રૂમમાં બેસીને કાશ્મીરા જોઇ રહી હતી, એક રૂમમાં મિસ્ટર સુબ્રતો આ બધુ જોઇ રહ્યા હતા અને ત્રીજા રૂમમાં બેસી આ બધુ ઇન્સ્પેક્ટર રાજવીર જોઇ રહ્યા હતા અને એ બધુ વીડીયો રેકર્ડ થયેલુ છે જે તમને સજા અપાવવા માટે પુરતુ છે પણ તમારા મનનું સમાધાન કરવુ તે મારી ફરજ છે, માટે તમારા મનમાં જેટલા પ્રશ્નો છે તે પૂછી લો બાકી હવે પછીની આખી જીંદગી તમારે જેલના સળીયા જ ગણવાના છે.”

“તે જ્યારે હીરાલાલ બાપા અને ધરમશી ભાઇની વાત કરી ત્યારે મને પાક્કો વિશ્વાસ હતો કે તુ રોનક જ છે અને આટલા વર્ષો બાદ તુ મારી કરેલી ભૂલોનો બદલો લેવા આવ્યો છે પણ તુ તો કહે છે કે રોનકનું તે દિવસે કાંટાની વાળમાં જ મૃત્યુ થઇ ગયુ હતુ અને બીજી વાત કે ધરમશી અને તેના પરિવાર સાથે જે બન્યુ તે મને અને કાલીયા ગુંડા અને તેના સાગરીતોને જ ખબર હતી અને મારુ કામ પુરૂ થયા બાદ જ જેવો હું દિલ્લી આવ્યો ત્યાર બાદ સૌ પ્રથમ કામ મે એ બધાને પતાવી દેવાનુ કર્યુ જેથી મારો પ્લાન ફુલપૃફ થઇ જાય તો પછી તુ કોણ છે જેને આ તમામ ઘટના અક્ષરશઃ ખબર છે?”   “હું કોણ છું તેનો તમને એક જ શબ્દ માં જવાબ આપી દઉ છું “ભાઇજી”.....” રોહનના મોઢેથી ભાઇજી શબ્દ સાંભળતા જ સુરેશ ખન્ના હતપ્રભ બની ગયો કારણ કે તેને ભાઇજી કહીને એકમાત્ર રોનક કે જે ધરમશીભાઇ નો પૂત્ર હતો તે જ બોલાવતો.   “ભાઇજી???? ભાઇજી તો મને......”   “હા ભાઇજી, તમને રોનક ભાઇજી કહીને બોલાવતો અને તેને તો તમે તડપાવી તડપાવીને મારી નાખ્યો હતો અને રોનકના મૃત્યુ બાદ તેનો બીજો જન્મ ઉપાધ્યાય પરિવારમાં થયો અને કુદરતની કરામત તો જુવો નામ પણ હળતુ મળતુ જ આવ્યુ રોહન ઉપાધ્યાય. જી.... હા.... ભાઇજી આ મારો પુનર્જન્મ છે. જન્મ થયો ત્યારે તો કાંઇ ખબર ન હતી પણ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ બધુ યાદ આવવા લાગ્યુ અને જ્યારે દિલ્લી તમારી કંપનીમાં જોઇન થયો ત્યારે તે બધુ ફિલ્મની જેમ મને સ્વપ્નમાં દેખાવા લાગ્યુ. ત્યાર બાદ સ્વપ્નના માધ્યમથી મે આપણા જુના ખાનપુર ગામ જઇ તપાસ કરી અને હીરાલાલ બાપાના પરિવાર વિષે બધી તપાસ કરી ત્યાં ગામના તે સમયના મુખી રાજાભા કે જે હજુ હયાત છે તેના ઘરે મને આપણા પરિવારનો ફોટો મળ્યો જેમા હું લગભગ ત્રણેક વર્ષનો દેખાતો હતો અને તે ચહેરો હુબહુ મારા રોહન તરીકેના જન્મના ફોટા જેવો દેખાતો હતો, આ બધી કળીઓ જોડાતા મને વિશ્વાસ આવી ગયો કે હું જ રોનકનો પુનર્જન્મ છું અને મારો જન્મ તમને સજા આપવા માટે જ થયો છે ભાઇજી.”   “પુનર્જન્મ???? બકવાસ છે આ બધુ. આઇ કાન્ટ બીલીવ ધેટ. નક્કી દાળમાં કાંઇક કાણુ છે.”   “દાળમાં કાંઇ કાણુ નથી, હું પોતે જ રોનકનો જન્મ છું તેનો પુરાવો તમને બતાવુ છું ભાઇજી. તમને યાદ જ હશે કે આપણા ગામમાં તે સમયમાં ગીઝર હીટર જેવા ઉપકરણો હતા નહી અને કચ્છનો શિયાળો બહુ ખતરનાક હોય છે, તે સમયે આપણા ઘરમાં ચુલા પર પાણી ગરમ થતુ. એક સમયની વાત છે જ્યારે હું આઇ મીન રોનક એક વર્ષનો હતો અને કાકીમા ચુલા પરથી ગરમાગરમ ઉકળતુ પાણી લઇ આવી રહ્યા હતા અને બદનસીબે તે ઉકળતુ પાણી મારી પીઠ પર પડ્યુ અને મે પહેરેલો રેશમી શર્ટ પીઠ પર ચોટી જ ગયો. દોડતા દોડતા તમે બધા ગામના વેદ્ય રામજીકાકા પાસે મને લઇ ગયા. રામજીકાકાએ મારો ઇલાજ તો કરી દીધો પણ એ દાઝ્યાના ડામ મારી પીઠ પર જ રહી ગયા અને આજે પણ એ ડામ મારી પીઠ પર છે.” કહેતા રોહને પોતાનો શર્ટ ઉતાર્યો અને પીઠ સુરેશ ખન્ના સામે ફેરવી કે તે ડામ જોઇ સુધીર દેસાઇ દંગ રહી ગયા.”   “આ તો એ જ નિશાન છે જે રોહનની પીઠ પર હતુ અને એ સિવાય પણ આ દાગ એ જ છે જે અમે બધાએ રોહનને માર્યો તેના...........” બોલતા બોલતા સુધીર દેસાઇ અટકી ગયા.   “ભાઇજી, તમારી નજર બહુ પારખુ છે, મારી પીઠ પર દાઝ્યાના ડામ ની સાથે સાથે તમે મને માર માર્યો હતો એ ડાગ પણ પારખી ગયા.”   “રોહન બેટા, મારી ભૂલનો આજે મને પારાવાર પસ્તાવો છે. મે જે કર્યુ તેની સજા ભોગવવા હું તૈયાર છું અને મારી ચલ અચલ તમામ સંપતિ હું તારા નામે કરઆ ઇચ્છુ છું કે જેનો ખરેખરો હકદાર તુ છે પણ મારી એક વિનંતી તારે માનવી પડશે કે તુ કાશ્મીરા અને જયવંતીની દેખભાળ રાખજે. આ જે કંઇ બન્યુ તેમા દોષ મારો જ છે, મારો પરિવાર સંપૂર્ણ બેકસુર છે માટે બની શકે તો પ્લીઝ મારા કરેલા ખોટા કામની સજા તુ તેને ના આપજે.” બોલતા બોલતા સુધીર દેસાઇ ઉર્ફ સુરેશ ખન્નાની આંખમાં આંસુ આવી ગયા અને તે બે હાથ જોડી રોહનના પગે પડી ગયા.

“ભાઇજી, હું એટલો પણ બદનિયતી નથી કે બેગુનાહને હું દંડી નાખુ. તમારા પૂત્ર ઇશાનને પણ મારવામાં મારો હાથ ન હતો. આ તો ઇશાન પોતાની બેવકુફીના કારણે જ તે મોતને વર્યો. તમે બેફીકર રહેજો હું કાશ્મીરા અને કાકીમા સાથે કોઇ જાતનો દુર્વ્યવહાર નહી કરુ.”

“થેંક્સ રોનક.... હવે મને કદાચ ફાંસીની સજા થાય તો પણ તેની મને પરવા નથી. ઇન્સ્પેક્ટર રાજવીર, હું મારી જાતને પોલીસના હવાલે કરુ છું અને મે કરેલા તમામ ખોટા કામની બાહેંધરી સ્વિકારું છું.” કહેતા સુરેશ ખન્ના ઉર્ફ સુધીર દેસાઇએ પોતાની જાતને પોલીસના હવાલે કરી દીધી. 

********સંપૂર્ણ********

ચક્રવ્યુહ વાર્તા અંત તરફ વણાંક લઇ રહી છે, સુરેશ ખન્નાના જીવનના ભૂતકાળના તમામ રહસ્યને જાણવા માટે જરૂર વાંચો ચક્રવ્યુહ વાર્તા અને આપના પ્રતિભાવ જરૂરથી જણાવજો