One unique biodata - 45 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૫

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૫

રાતભરના સફર બાદ બીજા દિવસે પઠાણકોટ પહોંચી બધાએ ચા-નાસ્તો કર્યો અને ફ્રેશ થઈને પોતપોતાની બેગ્સ વોલ્વોમાં મૂકી.હવે બધા જેની રાહ જોઈ રહ્યા હતા ત્યાં જવાની બસ થોડી જ વાર હતી.પઠાણકોટ પંજાબનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર છે.પઠાણકોટમાં બજારમાં ફરતા ફરતા બધા ટ્રેકર્સ ત્યાંની ફેમસ બિલ્લા લસ્સીવાળાની દુકાને પહોંચ્યા.ત્યાં લસ્સી પીધા પછી કોઈના પેટમાં લન્ચ કે ડિનર માટે જગ્યા જ ન રહી.પઠાણકોટથી રાત્રે ૮ વાગે વોલ્વોમાં મનાલી જવા માટે નીકળ્યા.જેમ જેમ રસ્તો આગળ વધતો જતો તેમ તેમ ઠંડીનું પ્રમાણ વધતું જતું હતું.નિત્યાના મનમાં ઠંડીને લઈને થોડો ડર હતો એટલે એ કશું જ બોલ્યા વગર ચૂપચાપ દેવની બાજુમાં બેસી રહી હતી.

"શું થયું?"નિત્યાને ચૂપ જોઈ દેવે પૂછ્યું.

નિત્યાએ બારી બાજુ જોઈને જ કઈ નહીં એમ કહ્યું.

"મમ્મી-પપ્પાની યાદ આવે છે?"

આ સાંભળતા જ નિત્યાની આંખો ભીની થઇ ગઇ.દેવે નિત્યાનો હાથ પકડ્યો અને કહ્યું,"આપણે ત્યાં પહોંચીને એમને કોલ કરીશું.અત્યારે અહીંયા નેટવર્ક નથી આવતું"

"હમમ"નિત્યા બસ આટલું જ બોલી શકી.

"ઠંડી લાગે છે?"

"હા,થોડી થોડી"

દેવે બેગમાંથી ઉનની બનાવેલી શોલ કાઢી અને નિત્યાને ઓઢાડી.

"તને ઠંડી નથી લાગતી?"નિત્યાએ દેવને પૂછ્યું.

"ના"

રાત્રે બધા થોડીવાર માટે સુઈ ગયા.સવારે છ વાગ્યા હતા.હજી મનાલી આવવાની થોડી વાર હતી.રાતના સુયેલા બધા બોર થઈ ગયા હતા.નકુલ અને માનુજે અંતાક્ષરી રમવાનું સજેસ્ટ કર્યું.બે કલાક અંતાક્ષરી રમ્યા બાદ એ ત્રીજા દિવસે સવારના ૯:૩૦ કલાકે મનાલી કેમ્પસાઇટ પર પહોંચ્યા.ત્યાં પહોંચી બધાએ પોતાનો સામાન પોતપોતાના ટેન્ટમાં ગોઠવ્યો.નિત્યા અને દિપાલી એક ટેન્ટમાં રહ્યા.નકુલ,માનુજ અને દેવ એકમાં અને સલોની અને એની ફ્રેન્ડ શ્રેયા એક ટેન્ટમાં રહ્યા.ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરી બધા કેમ્પસાઈટથી દસ કદમ દૂર બ્રેકફાસ્ટ માટે ગયા.ત્યારબાદ કેમ્પ ઇન્સ્ટરક્તર અને વોલેન્ટીયરના કહ્યા મુજબ ટ્રેકિંગ માટેનો સામાન અને એક દિવસના કપડાં લઈને બધા જ ટ્રેકર્સ ૪-૫ કલાકની ટ્રેકિંગ કરી ત્યાં ગુલાબા એડવાન્સ કેમ્પસાઈટ પર પહોંચ્યા.ત્યાં એ લોકોને રાત રોકાવાનું હતું.ત્યાં પણ કોઈના ફોનમાં નેટવર્ક આવતું ન હતું એટલે એ દિવસે આખા દિવસે કોઈને પોતાની ફેમિલી સાથે વાત થઈ ન હતી.

નિત્યાની મમ્મી નિત્યાની ચિંતા કરી રહી હતી પણ એના પપ્પાએ સમજાવ્યું કે દેવ સાથે છે એટલે કઈ પણ વાતની ચિંતા ન કરે.કામિનીબેને રાતના ૯ વાગે કહ્યું,"ચાલોને મોટીબેનના ઘરે આંટો મારવા જઈએ,હું ઘરમાં એકલી એકલી કંટાળી ગઈ છું"

"હા ચાલ,ત્યાં સ્મિતા અને કાવ્યા પણ છે તો મન ફ્રેશ થઈ જશે"

કામિનીબેન અને જીતુભાઇ બંને દેવના ઘરે પહોંચ્યા.સ્મિતા અને જશોદાબેન બહાર લોનમાં જ બેઠા હતા.કાવ્યા દોડી દોડીને રમી રહી હતી.જીતુભાઈને જોતા જ કાવ્યા દોડીને સ્મિતા પાસે આવી અને જીતુભાઇ તરફ આંગળી કરીને બોલી,"મમ્મા,દાદુ........દા...દુ"

"અરે કાકા-કાકી તમે,આવો આવો.હમણાં જ મમ્મી કહેતી હતી કે કામિની આંટીને નિત્યા વગર સૂનું લાગતું હશે"

"સાચી વાત,ઘરમાં છોકરાઓ ના હોય એટલે સૂનું તો લાગે જ ને"

"નિત્યાનો ફોન આવ્યો હતો?"સ્મિતાએ કામિનીબેને પૂછ્યું.

"ના,હું એના ફોનની જ રાહ જોવું છું.તમારે દેવનો આવ્યો હતો"

"ના,નથી આવ્યો.દેવે કહ્યું હતું કે ફોન ના કરી શકીએ તો ચિંતા ના કરતા.ત્યાં નેટવર્ક નથી મળતા"

"અચ્છા એવું,હું તો ક્યાંરની ચિંતા કરું છું"

"ચિંતા ન કરો કાકી,દેવ છે ને સાથે"

"હા,એટલે જ શાંત છું નઈ તો ક્યારના ફોન પર ફોન કરી બેસી હોત"

બધાએ બેસીને વાત કરી.
*
આ બાજુ મનાલીની કડકડતી ઠંડીમાં બધા જ ટ્રેકર્સ માટે ડિનર રેડી થઈ ગયું હતું.બધા જ ડિનર માટે બેસ કેમ્પથી થોડે દુર જઈ રહ્યા હતા પણ નિત્યા બે જેકેટ અને સ્ટોલ ઓઢીને એના ટેન્ટમાં બુક વાંચી રહી હતી.દેવ એને ડિનર માટે બોલાવવા જ જતો હતો એટલામાં સલોની અને શ્રેયા એમના ટેન્ટમાંથી નીકળ્યા.

"શું થયું?"સલોનીએ દેવને જોઈને પૂછ્યું.

"કઈ જ નહીં,ડિનર માટે નિત્યાને બોલાવવા આવ્યો હતો"

"એ હજી ગઈ નથી,અમને લાગ્યું કે એ દિપાલી દીદી જોડે ગઈ"શ્રેયાએ જવાબ આપ્યો.

"દિપાલી તો માનુજ સાથે ત્યાં ફોટોસ ક્લિક કરે છે"

"અચ્છા,તું જા હું નિત્યાને બોલાવી લઉં છું"સલોની બોલી.

"સ્યોર?"

"અરે હા,બાપા સ્યોર.હું એને સાથે લઈને જ આવીશ"

આટલું સાંભળતા દેવ મનમાં મલકાતો-મલકાતો આગળ વધ્યો.સલોની અને શ્રેયા નિત્યાના ટેન્ટમાં ગયા.

"શું કરે છે તું નિત્યા?"શ્રેયાએ પૂછ્યું.

"બસ આ બુક"

"તને ખરેખર આટલી બધી ઠંડી લાગે છે,મને એમ કે તું બહાનું બનાવતી હોઈશ અહીંયા ના આવવા માટેનું"

"ના ના,મને સાચે જ ઠંડી લાગે છે"

"ઓહહ,તો ડિનર કરવા નઈ આવે તું?"

"ના,મેં હમણાં નાસ્તો કર્યો છે એટલે નથી આવવું"

"અમે તારું ડિનર અહીંયા લઈને આવીએ"શ્રેયાએ આગ્રહ કર્યો.

"અરે ના,એની કોઈ જરૂર નથી"

"સાચે?"

"હા"

"ઓકે તો અમે જઈએ"

"ઓકે"

સલોનીનું પોતાના પ્રત્યે આટલું સારું બીહેવીયર જોઈને નિત્યા હેરાન થઈ ગઈ અને શ્રેયાનું નેચર પણ નિત્યાને સારું લાગ્યું.સલોની અને શ્રેયાને એકલા આવતા જોઈ દેવે પૂછ્યું,"નિત્યા ક્યાં છે?"

"એને ઠંડી લાગે છે એટલે એ નથી આવી"

"તો એનું ડિનર......."

"ડોન્ટ વરી,અમે લઈ જઈએ છીએ"શ્રેયાએ દેવના ખભે હાથ મુકતા કહ્યું.

ત્યારબાદ શ્રેયા,સલોની,નકુલ અને દેવ સાથે જમ્યા.દિપાલી અને માનુજ બંનેને ભૂખ નઈ હતી એટલે એ બંને કેમ્પસાઇટ પર એકલા બેસીને વાતો કરી.શ્રેયા અને સલોની ડિનર કરીને કેમ્પસાઈટ પર જતાં હતાં ત્યાં સલોનીએ શ્રેયાને પૂછ્યું,"તારે તારી ફ્રેન્ડ માટે જમવાનું નથી લઈ જવાનું?"

"કઈ ફ્રેન્ડ"

"હમણાં,જેની સાથે તું બઉ સ્વીટલી બીહેવ કરી રહી હતી"

"ઓહહ,નિત્યાની વાત કરે છે"

"હા,પણ મને એક વાત ખબર ના પડી કે નિત્યાએ ના કહ્યું છતાં પણ તે દેવને એમ કેમ કહ્યું કે હું એના માટે જમવાનું ટેન્ટમાં લઈ જઈશ.તું ખરેખર એવું કરીશ"

"હુહ,એ તો ખાલી દેવને સારું લગાડવા કહ્યું હતું.જોયું નઈ એ કેટલું ટેનશન લઈ રહ્યો હતો"

"ઓહહ,તને એની બહુ ચિંતા થવા લાગી છે નઈ"

"હાસ્તો યાર,કેટલો હેન્ડસમ છે દેવ.એકદમ મારા ટાઇપનો છે"

"અચ્છા,એટલે એને ઈમ્પ્રેસ કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે એમ ને"

"હા"શ્રેયાએ સલોનીને આંખ મારતા કહ્યું.

"એ જલ્દી પટે એવો નથી"

"એ નઈ એનો ભાઈ પણ પટી જશે,તું આગળ આગળ જો શું થાય છે"

"ઓકે,જોઈએ એતો હવે"

*

"ડિનર કર્યું?"દેવે નિત્યા પાસે જઈને પૂછ્યું.

"ના,કેમ?"

"શ્રેયા અને સલોની લઈને આવ્યા નથી તારા માટે ડિનર?"

"ના,એ મને પૂછવા આવ્યા હતા પણ મને મેં ના કહ્યું હતું"

"ઓહહ"

"કેમ,એમને તને શું કહ્યું?"

"કઈ જ નહીં.ચાલ તૈયાર થઈ જા,બહાર કેમ્પ ફાયર છે"

"હું નથી આવતી યાર.બહાર બહુ જ ઠંડી હશે"

"અરે કેમ્પ ફાયર છે તું પ્રહલાદની જેમ ફાયરમાં જ બેસી જજે"

"હા,તને તો એવું જોઈએ છે ને"

"અરે મજાક કરું છું.ચાલ બહાર સાચું કહું છું બઉ જ મજા આવશે"

"ઓકે,વિચારું"

"વિચારું નહીં આવવાનું જ છે.જો તું નહીં આવે તો......"

"તો શું,તું પણ નહીં જાય?"

"હું તો જઈશ અને તને પણ ઊંચી કરીને લઈ જઈશ.એના કરતાં બેટર છે તું ખુશી ખુશી આવી જજે"

"ઓકે,તું જા હું આવું છું"

"પાકું ને?"

"એક વાર કહ્યું ને આવીશ તો હું આવીશ જ"

"ઓકે,મળીએ પછી"

*

કેમ્પ ફાયરની બધી જ તૈયારી થઈ ગઈ હતી.બધા કેમ્પ ફાયરની ગોળ ફરતે ગોઠવાઈ ગયા હતા.બધા ઠંડીમાં કોકડું વળીને બેસ્યા હતા.પણ આગના લીધે ઠંડીમાં થોડી રાહત મળી રહી હતી.બધાએ થોડી વાર દમ શરાદ રમ્યા.ત્યારબાદ વોલેન્ટીયર ભાઈએ અંતાક્ષરી રમવાની શરૂઆત કરી.બે ટીમ પાડી.એક બાજુ બધા બોયસ અને બીજી બાજુ ગલર્સની ટીમ.બોયસની ટીમે પહેલું સોન્ગ ગાયું.

મુસ્કુરાને કી વજહ તુમ હો........
ગુનગુનાને કી વજહ તુમ હો.........
જિયા જાયે ના,જાયે ના,જાયે ના....ઓ રે પિયા રે......
રે લમ્હે તું કહી મત જા..આ...આ..
હો શકે તો ઉમરભર થમ જા..........
જિયા જાયે ના....જાયે ના....જાયે ના......ઓ રે પિયા રે....
મુસ્કુરાને કી વજહ તુમ હો........
ગુનગુનાને કી વજહ તુમ હો........
જિયા જાયે ના,જાયે ના,જાયે ના.....ઓ રે પિયા રે......

હવે ગલર્સનો ટર્ન હતો.બધી જ ગલ્સ એકબીજાની સામે જોઇને એક-બીજાને સોન્ગ સજેસ્ટ કરી રહી હતી.એટલા માં પાછળથી એક મધુર અવાજ સંભળાયો અને સાથે એક પડછાયો દેખાયો.

રઘુપતિ રાઘવ રાજા રામ,પતિતપાવન સીતા રામ....
રઘુપતિ રાઘવ રાજા રામ,પતિતપાવન સીતા રામ.....
ઈશ્વર-અલ્લા તેરો નામ,સબકો સંમતિ દે ભગવાન.....

આટલું ભજન સ્લો ગાઈને રિમિક્સ શરૂ કર્યું.

રઘુપતિ રાઘવ રાજારામ,રઘુપતિ રાઘવ રાજારામ.....
નોનસ્ટોપ પાર્ટી,આજ કી પાર્ટી,સેલિબ્રેશન તેરે નામ.....
રઘુપતિ રાઘવ રાજારામ,રઘુપતિ રાઘવ રાજારામ......

બધા પડછાયો ક્લીઅર થવાની રાહ જોઈ રહ્યા હતા અને એ સુરીલો અવાજ કોનો હતો એ જાણવા આતુર હતા.