akalpaniy in Gujarati Short Stories by Sonu dholiya books and stories PDF | અકલ્પનીય

Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

અકલ્પનીય

રમતી તેના ખેતરેથી માથે ખળની મોટલી લઈને તેના ઘરે જવા નીકળી . સીમનો રસ્તો ખાડા ખાબોસિયા વાળો હતો. પણ ગાડાના પૈડાંથી રસ્તો બન્ને બાજુથી ગાડાના પૈડાથી ટીપણી થઈ ગયો હતો . અને રસ્તા ની બન્ને કિનારે નાનું - નાનું ઘાસ રમણીય વાતાવરણ બનાવતું હતું અને એમાં પણ સાંજનો ટેએમ હતો . અને કુંજલડીઓ વાદળમાં વાદળને ઢાંકતી આગળ વધતી જતી હતી જેમકે વાદળને એક સાદર કેમ ન ઓઢાડતી હોય. ઉનાળાની ઋતુમાં ભલે આખો દિવસ સુરજ તપમાં બળતો હોય પરંતુ સાંજના વખતમાં એકદમ ઠંડો થઈ ને જાણે ઠંડી ઠંડી હવા કેમ ના ફેંકતો હોય એવી રીતે વાતાવરણને રમણીય બનાવે છે. રમતી ધીરે ધીરે તેના ઘર તરફ રસ્તો કાપતી આગળ વધતી જાય છે અને તેની પાછળથી એક પુરુષનો અવાજ તેના કાનમાં અથડાય છે .

એય રમતી કેમ આટલી જડપ કરે છે, આજ મારી વાટ નથી જોવી શું ? ક્યારનો તને જોઉં છું કે હમણાં અંબાઈ જશે પણ તું તો રોકાવાનું નામ જ નથી લેતી . શું મારા વગર જ રસ્તો કાપી લેવો છે તને ? .

અરે હું ક્યાં વધારે ઝડપથી ચાલું છું , હું તો સાવ ધીમે ધીમે તમારી રાહ જોતી ચાલું છું પણ તમે આજે મોડું કરી દીધું .શું કોઈ કામમાં રોકાઈ ગયા હતા કે પછી હવે કોઈ રસ નથી રહ્યો મારામાં ?.

અરે રમતી એવું કંઈ હોય કે મને રસ ના હોય એ પણ તારામાં.આજે મોડું તો થઈ ગયું છે કારણ કે ખેતરમાં પાણી વારી લવ પછી જ આવી શકું ને.

પાણીના વરાયું હોત તો તમે ના આવેત ?

અરે ના ના આવવાનું જ હોય ને આ મોકો થોડો હું કંઈ જવા દઉં, તારાથી વધારે બીજું કંઈ હોય મને ?

હાં હો મારાથી વધારે તમને ક્યાં કંઈ છે. પણ આજે વધારે હું રોકાઈ શકી નહીં. આજે મોડું થઈ ગયું છે અને સાંજનું રાંધવાનુંને ભેંસોને દોવાનું ઘણું કામ કરવાનું છે .

પણ આ કામ તો તને દરરોજ કરવાનું હોય છે. તારા માટે હું સમય કાઢું તો તારી પણ ફરજ નથી મારા માટે સમય કાઢવાની.મારા પ્રેમને તું સમજતી જ નથી, કે હું કેટલો તારા માટે જંખું છું તને તો બસ તારા પરિવારની જ પડી છે મારા માટે તો તું કંઈ કરવા જ નથી માંગતી.છેલ્લા બે વર્ષથી હું તારા માટે પથ્થરમાંથી પાણી કાઢું છું તોય તારે તારા મનમાં મારા માટે કોઈ હેત આવતો નથી. સંસારમાં કેવા કેવા ઇતિહાસ પ્રેમીઓએ બનાવી નાખ્યા અને કેવા કેવા શુરમાઓને પણ પ્રેમીઓએ પોતાની પ્રેમની શક્તિથી પરાજિત કરી નાખ્યાં અને એક તું છે જે મારા માટે થોડો સમય પણ કાઢી શક્તિ નથી .

રમતી થોડું મુખ મલકાવીને બસ હવે તમારી મીઠી મીઠી વાતો બહુ સાંભળી હો આજે મને ખરેખર ઘણું મોડું થઈ ગયું છે કેટલું કામ બાકી છે કાલે હું તમને મળીશ મારી વાટ તમે તમારા ખેતરે જો જો તેમ કહી રમતી પોતાના ઘર તરફ જાય છે.

રમતી ભેંસોને દોઈ વ્યારું પાણી કરી અને પોતાના ઓરડામાં તેનું બાળક ઘોડિયામાં સુતું હોય ત્યાં તેને ઘોડિયામાંથી બહાર કાઢી અને તેના બાળકને દૂધ પીવડાવે છે . એટલામાં તેનો પતિ રાઘવ આવે છે કે જે બહારગામ મરચા વેચવા ગયો હતો . રમતીનો પતિ રાઘવ આવીને રમતી ને જમવાનું આપવાનું કહે છે અને થાકેલો હોય તેવા સ્વરમાં બોલે છે બાપુજી ને જમવાનું આપી દીધુ છે ? ત્યારે તેના જવાબમાં રમતી તેનું મોઢું હા માં હલાવે છે. રમતી એના ઘરવાળા ને જમવાનું પીરસી તેની બાજુમાં બેસી જાય છે. અને એકદમ ધીમા સ્વર માં આંગણામાં તેના સસરા સુતા હોય છે તે સાંભળી ના જાય એવી રીતે તે રાઘવને કહે છે કે આજે તમને બહું મોડું થયું .

આજે મરચા તો વહેલા ટાણાના વહેંચાઈ ગયા હતા પણ કોઈ બીજાનું ગાડું હોય તો તેના સમય અનુસાર રેવું પડે એટલે મોડું થઈ ગયું . હવે આપણે પણ ધીરે ધીરે આપણું ગાડુ વસાવવું જોશે કોઈના ભેગા જવામાં આપણે આપણા ટાણે આવી નથી શકતા એટલા માટે થોડી ઘણી લોન લઈને ઘરનું ગાડું કરી લેવું છે.

સવારે રમતી ભેંસોને દોઈ એને સારો પૂરો કરી ઘરનું બધું કામ કરી અને તેના છોકરાને તેના સસરાને આપી હાથમાં દાતરડુ લઈ અને ખેતર તરફ રવાના થાય છે , કે જ્યાં તેનો પ્રેમી લક્ષ્મણ તેની રાહ જોતો હોય છે .લક્ષ્મણ કુવારો છે અને તે રમતી ને અનહદ પ્રેમ કરે છે અને રમતી પણ તેને એટલો જ પ્રેમ કરે છે. જીવનમાં માણસ માંગતો હોય તે મળતું નથી અને જે નથી માંગતો તે માંગ્યા વગર જ મળી જાય છે. કુદરતના નિયમો અલગ હોય છે કે માણસ તેને સમજી શકતો નથી . પણ માણસ પોતાની બુદ્ધિથી પોતાની આવડતથી ઈશ્વરને છેતરવાનું કોઈપણ રીતે અને કોઈ પણ ભોગે ગોતી લેય છે. રમતી લક્ષ્મણ તરફ આંધળી રીતે ઝૂકેલી હોય છે અને તેટલો જ લક્ષ્મણ રમતીથી ખુબ જ પરાજિત હોય છે , તે બંને સમાજથી ચૂપીને પોતાની પ્રેમલીલા ને સાર્થક કરતા હોય છે. દિવસ દરમિયાન બન્ને મળવાનો એક મૌકો નથી છોડતા . રમતી પણ તેનાં અસ્તિત્વને લક્ષમણ સામે ઢોળવાનો એક મૌકો ના મુક્તિ. રમતી લક્ષમણથી વિશેષ કંઈ જાણતી નથી તેવું કહેવું પણ ખોટું નથી.આજે પણ બન્ને પંખીડા મકાઈના ચેઢે એક બીજામાં મંત્ર મુગ્ધ બની ગયા હતા.આમ તો સમાજ ની દ્રષ્ટિએ આ સબંધ કલંક ભર્યો હતો પરંતુ એ સમજવાની બંનેને ક્યાં પરવાહ હતી એતો બસ એક બીજામાં જ મગ્ન હતા .

સાંજ થતાં રમતી ભેંસો નું ખળ લઈ ગામ તરફ રવાના થાય છે અને લક્ષમણ પણ પોતના ખેતર તરફ જાય છે પરંતુ આ બધું નાટક ગામનો માણસ કાનો જોઈ ગયો અને રમતી પહેલા ગામમાં પહોંચી અને રમતીના સસરા ને બધી રાસલીલા કહી દે છે . રમતી ધીમા ધીમા પગે ગામમાં પહોંચી જાય છે અને ગામનો માહોલ જોઈ તે એક દમ હેબતાઈ જાય છે ગામના વિશેક પુરષો હાથમાં બળા લઇને એની જ વાટ કેમ નાં જોતા હોય તેમ ઊભા હોય છે. રમતીની નજર બીજી તરફ ગઈ તો ત્યાં લક્ષમણ અધમુઓ થઈ ને જમીન પર પડ્યો હતો . ડોસાની ( રમતી નો સસરો) નજર રમતી તરફ ગઈ અને ગુસ્સા માં બોલ્યો આવી ગઈ ખાનદાનની ઈજ્જતનો ધજાગરો કરી ને તેમ બોલી રમતીની પાસે જઈ અને રમતીનેં એક તમાંસ મારી તેના વાળ પકડી તેને જમીન પર ફેંકી દે છે . ગામનો એક જણ બળો લઈને રમતી પાસે આવી અને બોલ્યો ગામની આબરુ લુંટાવતા તને તારા દીકરાની દયા પણ ના આવી તારા જેવી કમજાતને જીવવાનો કોઈ હક જ નથી , તારી તો અહીં સમાધિ બનાવવી છે.

એટલામાં રાઘવ આવી જાય છે અને રમતી ને આવી રીતે પડેલી જોય એક દમ ચોંકી ગયો તે તરત જ રમતી પાસે ગયો અને તેનો હાથ પકડી તેને ઊભી કરવા પ્રયત્ન કરે છે ત્યાં તેનો બાપ તેને રોકી અને બોલ્યો એલા રાઘવા તને ખબર છે આ અભાગીણીએ શું કર્યું છે ?

બાપુજી જે કર્યું હોય તે આ મારી ઘરવાળી છે અને જે કંઈ પણ સમસ્યા હોય તે આપણા ઘરની છે . આમ આપણા ઘરની ઈજ્જત પાડતા પહેલાં તમને મારો જરા પણ વિચાર ના આવ્યો કે મને આવવા દેવો જોઈએ. જે થયું હોય તે , જે વાક હોય તે રમતીનો આમ આવી રીતે જુંડ બની એક અબળાને મારતાં તમને જરા પણ વિચાર નથી આવતો . મારા ઘરની વાત છે હું જાતે તેનો નિર્ણય કરી લેય. મારા ઘરના પ્રશ્ન મા તમને પડવાની જરૂર નથી તેમ ગામના લોકો તરફ જોઈ બોલ્યો

અરે ભાઈ અમે તો તારા ભલા માટે આવ્યા છે અમને પણ કામ ધંધા છે તેમ કહી ગામના લોકો એક પછી એક ત્યાંથી રવાના થયા.

ગામનો એક બીજો વ્યક્તિ બોલ્યો એલા ભાઈ આ બન્નેને આ ' કાના ' એ રંગે હાથે પકડ્યા છે.

ભાઈ જે હોય તે એ મારા ઘરનો પ્રશ્ન છે તમે બધા તમારા ઘરે જાવ અને રાઘવ તેના બાપને ક્રોધમા બોલ્યો બાપુજી ગમે એવી પણ છે આપણી આબરૂ છે તેને બાંધચોડ કરવાને બદલે ઢાંકવાને બદલે આવી રીતે જાહેરમાં કરવામાં તમને રસ કેમ જાગે છે ? રાઘવને સાંભળી ડોસો ગામ તરફ જાય છે.

રાઘવે રમતીને અને લક્ષ્મણને ઉભા કરી ઘરના ઓટા પર બેસાડ્યા અને બન્નેને કહ્યું તમે બન્ને એક બીજાને પ્રેમ કરતા હોય તો તમને બન્નેને હું રોકીશ નહિ. હું ને મારો દીકરો અમે બન્ને અમારી મેળે જીવી લઈશું. રમતી રાઘવનું આટલું બદલેલું રૂપ જોઈને હેરાન હતી અને બીજી તરફ લક્ષ્મણ ડરમા હતો કે ક્યાંક રાઘવ તેને જાનથી મારી ના નાખે પણ રાઘવ કદાચ સમજી ગયો હશે , કે જે મારી ક્યારેય થઈ જ નથી તે ક્યારેય નહી થાય અને તેને મારી ને આ પાપ માંથે લેવા કરતાં તે બંને ભલે ભેગા જીવી લે . પણ તેના મન માં ખુબજ દુઃખ હતું. તે તેની પત્ની રમતીને કોઈ એવો પ્રેમ ના દેય શક્યો કે જે તે દેવા માંગતો હતો લગ્ન થતાં જ ઘરની બધી જ જવાબદારી રાઘવ ઉપર આવી ગઈ હતી એનાં કારણે તે ઘરમાં જે ધ્યાન દેવું જોઈએ તે દેય ના શક્યો.અને પોતાની કિસ્મત પર હસતો હસતો તેના દીકરાને લઈને ઘરની અંદર ગયો

રાઘવ ઘરની અંદરથી રમતીનો બધો સામાન લઈ આવ્યો અને બન્નેને ત્યાંથી રવાના કરી દીધા.

- સોનુ ધોળિયા.( એડવોકેટ ચેતન વી. ધોળિયા)
મોં - ૯૧૦૬૮ ૨૯૧૯૮