Daityaadhipati II - 4 in Gujarati Mythological Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યાધિપતિ II - ૪

Featured Books
  • આંખની વાતો

      પુષ્ટિ  બગીચામાં ફરતી હતી અને પોતાના ભૂતકાળની વાતો યાદ કરત...

  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

Categories
Share

દૈત્યાધિપતિ II - ૪

અમૃતા પણ આધિપત્યમાં આવી હતી. પણ આધિપત્યમાં તે તો કોઈક બીજા કારણોસર પોહંચી હતી. આધિપત્યમાં અમૃતાને થોડીક જામી ખરીદવી હતી, અને એક નાનું ઘર બનાવવું હતું. એક નાનું ઘર, દરિયા કાંઠે. વેકેશન વખતે, કે વિકેન્ડ પર પાછું આવાય, તે માટે. કે પછી કોઈ.. મર્ડર. ના. અમૃતાતો ખાલી એક ઘર માટે- મર્ડર. ઓહ લોર્ડ. આ શબ્દે તો અમૃતાના મગજમાં એક જગ્યા બનાવી લીધી હતી. 

છેલ્લા કેટલાય મહિનાઓથી અમૃતા સાથે આ થઈ રહ્યું હતું. તેને કોઈ પ્રેમ પત્ર લખી રહ્યું હતું. હા! સાચું વાંચ્યું! એક પ્રેમ પત્ર. દર મહિનાની છઠ્ઠી તારીખ એ એક પ્રેમ પત્ર તેની આજુ બાજુ ક્યાંકથી નીકળતો. તે દર મહિનાની છઠ્ઠી તારીખે એટલી ડરી, ડરીને રહેતી. તેનું હ્રદય.. ડરી જતું હતું. કેમકે આા પત્ર ક્યાંય પણ હોય શકે. ક્યાંય પણ. એ વિચાર, કે કોઈ તેની નજીક હતું, આજુ બાજુ હતું- તએ માત્ર વિચાર આવતા, અમૃતા ડરી જતી હતી. 

તે દિલ્લીમાં હતી. અમૃતાને ખબર હતી, કે નજીકના મેટ્રો સ્ટેશન પર કોઈ હોતું નથી.. એકદમ સુમસાન. અમૃતાની જગ્યાએ કોઈ પણ હોત તો તેને પણ, ડર ન લાગેત. ખુશી હોત. કારણકે આા પ્રેમ પત્ર નો પત્રકાર હંમેશા ભીડ ભાડ  વાળી જગ્યાઓ માંજ તેની આજુ બાજુ આવી તેનો પત્ર આપી જતો-

અમૃતાને હજુ યાદ છે. 

.. પહેલી વાર.. 

.. છઠ્ઠી તારીખ.. 

.. આસામના એ માર્કેટની મસલત વચ્ચે.. 

.. કોઈએ તેના વાળમાં તે પત્ર લગાવી દીધો હતો.. 

એ વખતે પણ તે આવ્યો.  દિલ્લીના મેટ્રોમાં બેઠી બેઠી અમૃતા વિચારી રહી હતી. કલમકારી ભરતની સાડી ક્યાં સર્વશ્રેષ્ઠ મળશે? આ પ્રશ્ન મનમાં ગણગણતી હતી. અમૃતાના પ્રોફેસર રિટાયર થવાના હતા. તેમણે ગિફ્ટ આપવી હતી.. 

ત્યાં જ તે આવ્યો. કોઈ કુપોષિત, મોટી નથણી પહેરેલી બાઈ તેના મોટા મોટા નખ વાળા હાથમાં એક પત્ર લાવી. અને એ પ્રેમ પત્ર હતો તે અમૃતાને જોતાંજ ખબર પડી ગઈ. તે ડરી ગઈ. તે સ્ત્રીને લાગ્યું, કે અમૃતા તેને જોઈને ગભરાઈ ગઈ હતી. પોતાનો રોષ ઓળખાવવા તે કોઈક મગધી ભાષામાં અમૃતાને ગાળો દઈ નીચે ઉતરી ગઈ. 

અમૃતાએ પત્ર ખોલીને વાંચ્યો. 

એક આંઠ વર્ષની નાની બાળકીનું વિકૃત રીતે મૃત્યુ કેવી રીતે થયું. કોને કર્યું. શું કામ કર્યું. ક્યાં થયું. બધ્ધુંજ વિસ્તૃતમાં લખ્યું હતું. મુખ્યત્વે તો અમૃતાનું ધ્યાન તે એક શબ્દએજ ઘેરી રાખ્યું હતું- આધિપત્ય. આ મૃત્યુ આધિપત્યમાં થઈ હતી. 

શું આ માણસે તે હત્યા કરી?

શું તેનો પ્રેમ પત્રકાર સાચ્ચે માં કોઈ પત્રકાર હતો?

આા શું થઈ રહ્યું હતું અમૃતા સાથે?

હજુ છ મહિના હતા. અમૃતા થીરુવનંતપૂરમના ઍરપોર્ટની ‘ઈન્ડિયા સેગમેન્ટ’ માટે ફોટા પાડી રહી હતી. ઈન્ડિયાના બધાંજ કોર્નર્સના ફોટા પાડવાના હતા. વિચાર્યુ હતું કે કચ્છ, અને સૌરાષ્ટ્રના ફોટા તે છેલ્લે પાડશે, પણ હવે આ પત્ર વાંચી તે નીકળી પડી હતી આધિપત્યમાં. 

આધિપત્યની જમીન જોવા અમૃતા કોઈ ઘર બાંધવા નહીં, પણ ખાલી અલક - મલકની વાતો કરતાં તે બાળકી વિષે જાણવા આવી હતી. કઈક કરતાં તેને ખબર પડે કે.. કે આ પ્રેમ પત્રો લખનાર છે કોણ. 

પણ કઈ ખબર પડી ન હતી. આધિપત્યની થોડીક દૂર જે ગામઠી શહેર હતું ત્યાં અમૃતા બે દિવસ માટે રોકાઈ હતી- પછી ઓખા જવાનું હતું, અને પછી સામખિયાલી. ફોટા પણ પાડવાના હતા. કદાચ થોડાક વિસ્તારોમાં અમૃતાએ ફરી પણ જઉ પડે.. અને એક તો આા નવો આશિક. 

એ વખતે અમૃતાના મગજમાં થેઓએ ન આવ્યો- કેવી રીતે આવે? થેઓએથી કઇ ના’તો અમૃતાએ રાખ્યો ન હતો. પણ તેની મૃત્યુ વિષે પણ ક્યાં અમૃતાને ખબર હતી?