The Author Dipkunvarba Solanki Follow Current Read બસ સ્ટેન્ડ ની યાદ By Dipkunvarba Solanki Gujarati Short Stories Share Facebook Twitter Whatsapp Featured Books ધ ગ્રેટ રોબરી - 4 વિશ્વની એ લુંટ જેના લુંટારા ઝડપાયા નથી.... હીરા અને ઝવેરાતની... સંઘર્ષ જિંદગીનો - 3 ( ગયા અંકથી આગળ )સવાર પડે છે. અને અજય પથારીમાંથી ઉઠે છે.... મારા અનુભવો - ભાગ 25 ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 25શિર્ષક:- હતાશાલેખક:- શ્રી સ્વ... લવ રિવેન્જ-2 Spin Off - Season - 2 - પ્રકરણ-35 લવ રિવેન્જ-2 Spin off Season-2 પ્રકરણ-35 “કૂઉઉઉઉ....!” “પ્... પાવર ઓફ યોર સબકોન્શીયસ માઈન્ડ અચેતનમન ખુબ સમજદાર છે. એ તમારા બધા પ્રશ્નોના જવાબો જાણે છે.... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share બસ સ્ટેન્ડ ની યાદ (8) 1.5k 3.8k ઘડિયાળ માં સાડા પાંચ થઈ રહ્યા હતા.બધું કામ પતાવીને હવે ઘરે જવાની ઉતાવળ માં ફટાફટ કોમ્પ્યુટર ના કીબોર્ડ પર ઠકા ઠક થઈ રહી હતી.કામ પતાવવાની ઉતાવળ એટલી હતી કે.... વારંવાર બૂમો પાડી રેહલો ફોન પણ ચાર્જીંગ માં મૂકવાનો સમય ન હતો.સમય તો હતો કદાચ પણ એટલી તસ્દી લેવાતી ન હતી. જીંદગી કામ અને ઘર વચ્ચે અટવાઈ ગઈ હતી.જેમ તેમ કરીને કામ પતાવી બસ હજુ ઓફિસ ની બહાર આવી જ હતી કે ફોન બંધ થઈ ગયો.પહેલા તો ગુસ્સો આવ્યો પણ પછી પોતાનો જ વાંક હતો કરવું શું.કાંડા પર પરસેવે ભીની થયેલી ઘડિયાળ માં જોયું છ વાગવા માં પાંચ મિનિટ ની વાર હતી.અને બસ સ્ટેન્ડ સુધી ઝડપી જતા પણ બાર થી તેર મિનિટ નો સમય લાગતો હતો. ક્ષણિક વિચાર કર્યા બાદ રિસ્ક લેવાનું નક્કી કર્યું ને દોડ લગાવી તેમ છતાં છ વાળી બસ છૂટી ગઈ.બસ સ્ટેન્ડ જઈ હું ઊભી રહી મારા જેવું કોઈ બીજું પણ ત્યાં દોડતું હાફતું આવી પોહચ્યું અને પૂછ્યું છ વાળી બસ ગઈ...??? મે માથું હલાવી જવાબ આપ્યો... હા... નિઃસાસો નાખતો એ બસ સ્ટેન્ડ માં જઈ બેસી ગયો.હું એને જોઈ રહી હતી.તેની બેગ માં એ કંઈક શોધી રહ્યો હતો. બેગ માંથી ઇયરફોન કાઢ્યા ને એક કાન માં નાખી આંખો બંધ કરી બેસી ગયો.હું હજુ પણ તેને જોઈ રહી હતી.અચાનક આંખ ખોલીને એને મારી બાજુ જોયું અને બોલ્યો.આવીને બેસી જાવ આગલી બસ આવવામાં અડધો કલાક છે ઊભા રેહવાથી બસ વેહલી નઈ આવે. હું બેન્ચ ના છેડે જઈને બેસી ગઈ .ફોન માં બેટરી હતી નઈ આમતેમ જોવા સિવાય મારે કરવા કઈ જ ન હતું.તેને બેગ માંથી વેફર કાઢી મને ઓફર કરી મે ના પાડી.પછી તેને કહ્યું રોજ નું છે મારે એટલે હું તૈયાર જ રહું તમને જોયા નથી ક્યારેય.મે કીધુ હું રોજ ગાડી માં આવું છું આજે ગાડી સર્વિસ માં ગઈ છે તો વિચાર્યું બસ ની સફર કરી જોવું ,પણ જે વિચાર્યું એ પ્રમાણે થયું નઈ હંમેશા ની જેમ હું આજે પણ બસ પકડવામાં નિષ્ફળ રહી.એમ કહી ને હું હસી મારા પર....અચરજ સાથે મારી સામે જોઇને બોલ્યો બસ ની સફર માં મુશ્કેલ શું છે.? મે કહ્યું મારે ક્યારેય આ રીતે ફરવાનું રેહવાનું આવ્યું જ નથી.ક્યારેક તરસી જવાય છે બિન્દાસ ફરવા માટે અને હવે કોઈ સાથી પણ રહ્યું નથી નિસાસો નાખતા હું બોલી....મારી વાત સાંભળી તેને પૂછયું. સાચે માં બિન્દાસ ફરવું છે...?તેને મને ઓફર કરતાં પૂછ્યું...અચાનક આવા સવાલ થી હું અસમંજસ માં પડી ગઈ.અજાણ્યો માણસ આવી રીતે પૂછે શું જવાબ આપવો.ખબર નઈ એ દિવસે શું માનસિક પરિસ્થિતિ રહી હતી મારી જે મે હા પાડી.એટલા માં જ એ ઉભો થઈને બોલ્યો ચાલો.... મે કીધું ક્યાં ...એને કહ્યું જિંદગી જીવવા આજની સાંજ.એક અજાણ્યા માણસ જોડે હું આખી સાંજ વિતાવવાની હતી.મારા સ્વભાવ થી અલગ થઈને આજે હું કંઇક કરવા જઈ રહી હતી.જેમાં મને કઈ ખોટું લાગતું ન હતું.કેમકે એને જોતા અજાણ્યું જણાતું ન હતું.બસ બધા સવાલો ને વિરામ આપી હું એની પાછળ પાછળ ચાલવા લાગી.એને ફોન બંધ કરી ખિસ્સા માં મૂકી દીધો.અને અમે ચાલતા ચાલતા થોડી દૂર એક ગલી માં જૂની રિક્ષા પાસે ગયા ત્યાં રિક્ષામાં ભેળ વાળાએ મસ્ત રેંકડી બનાવી હતી.અમે ભેળ લીધી અને ખાતા ખાતા સિટી બસ માં બેસવા પાછા બસ સ્ટેન્ડ આવ્યા.ભૂખ તો મને પણ લાગી જ હતી અને ભેળ ની મજા લેતા લેતા વાતો જ કરી રહ્યા હતા અને ક્યાં સાડા છ વાળી બસ આવી ખ્યાલ જ ના રહ્યો. ખાતા ખાતા જ અમે બંને બસ માં ચડ્યા અને તેને મને બારી વાળી સીટ ઓફર કરી હું બેસી ગઈ એ પણ મારી સામેની સીટ માં બેસી ગયો અને ટિકિટ પણ લઈ લીધી .અને ખૂબ જ રસપ્રદ રીતે મને જાણ કરી કે આજ ની સાંજ તમારા જીવન ની યાદગાર સાંજ માંથી એક હશે.મને પણ તેની વાતો સાંભળીને દિલચસ્પી વધતી જતી હતી.વાતો વાતો માં એને મને પૂછ્યું નવા છો અહીં મે કહ્યુ ના નવી તો નથી પણ નોકરી સિવાય અહી મે કઈ જોયું નથી કે કર્યું પણ નથી.નોકરી માટે જ હું અહી આવી હતી તો તેમાં જ વ્યસ્ત રહી છું.આ સાંભળી તે હસ્યો અને બોલ્યો પૈસા એ બધા ને રોબોટ બનાવી દીધા છે.મે વળતા પૂછી લીધું શું તમ એમાં નથી આવતા.એ બોલ્યો ના મારો હિસાબ કઈક અલગ છે નોકરી હું શોખ માટે કરું છું બાકી મારા પિતાજી નો પોતાનો કારોબાર છે.કઈક અલગ થવા હું નોકરી કરી રહ્યો છું.એમ કહી તે બોલ્યો છોડો મારી વાત.આપડે હવે આગળ સ્ટોપ પર ઉતારવાનું છે .ત્યાં થી ચાલતા આપડે લોકલ માર્કેટ માં જઈસુ અને ત્યાં હું તમને અહીંની લોકલ વસ્તુઓ બતાવીશ જે મોસ્ટલી છોકરીઓ ને આકર્ષીત કરતી હોય.હજુ અમારી વાત પૂરી જ થઈ હતી કે એ ઊભો થઈ બોલ્યો ચાલો મંજિલ આવી ગઈ.હું પણ મારો સમાન લઈ ઊભી થઈ.ક્યાં શાંત વિસ્તાર મ રહેતી હું એટલી ભીડભાડ વાળા રસ્તા માં વચોવચ ઊભી છું.એક પળ માટે તો મને થયું એની અંદર જવાય???? અને જવાય તો આવી ભીડ માં ખબર કેવી રીતે પડશે કરવું છે શું..?? હજુ હું તો વિચાર માં જ હતી કે તેને મારી પરવાનગી વિના મારો હાથ કસીને પકડી મને લઈને ચાલવા લાગ્યો હું ઘડી ભર તો જોઈ જ રહી પણ ભીડ મ પ્રવેશતા ની સાથે જ બધી જ જીજક મુકાઈ ગઈ અને હું માહોલ ને માણવા લાગી.સૌથી પહેલા અમે એક હસ્તકલા ના નાના એવા ગલ્લા પર ગયા ત્યાં જગ્યા ઘણી નાની હતી પણ અંદર ની વસ્તુ એક થી એક શોખ તો મને પણ હતો એક બે વસ્તુ મે પણ મારા ઘર માટે લઈ લીધી.ત્યાર બાદ આગળ જતાં રસ્તા ની બાજુ પર જ રમકડાં વાળા ફુગ્ગા વાળા મહેંદી વાળા ચાટ પાણીપુરી વાળા નાના મોટા કરતબ દેખાડવા વાળા માણસો જ માણસો હતા.એવું નથી કે મે આ બધું પહેલી વાર જ જોયું હતું નાના હતા ત્યારે પપ્પા જ્યારે શહેર આવતા ખરીદી માટે ત્યારે એમને બધું ફેરવતા જેમ જેમ મોટા થતાં ગયાં તેમ તેમ કામ અને જવાબદારી માં આ જીંદગી ક્યાંક દૂર છૂટી ગઈ.આજે આ બધું જોઇને અનુભવી ને જાણે મને મારું બચપણ પાછું મળતું હોય તેવો આહલાદક અનુભવ થઈ રહ્યો હતો.હું મૌન રહી માત્ર વિતી રહેલા પ્રત્યેક પળ ને માણી રહી હતી.ભીડ નો અવાજ જાણે મધુર સંગીત પ્રતીત થતો હતો.તેને મને અચાનક પૂછ્યું વેણી ગમે.... મે કીધું હા.... અને એને મને બેસાડી દીધી એક ઘરડા માજી ની સામે તેમની બાજુમાં તાજા મોગરા ના ફૂલ ભરેલી ટોપલી હતી જેની મંદ મંદ મહેક માં મોહી રહી હતી.એને માજીને કહ્યું આ મેહમાન છે યાદગાર ગૂંથણી કરજો માજી એ સ્મિત સાથે કામ ચાલુ કર્યું. જોતાં જોતાં માં મારા ખુલ્લા વાળ ને મોગરાની સુંદર વેણી થી ભરી દીધા.ત્યારબાદ ખુશી થી બક્ષિશ આપી અમે આગળ ચાલ્યા ત્યાં એક પાણીપુરી વાળા ના ત્યાં જોરદાર ભીડ લાગેલી હતી.એમાં ઘૂસીને પાણીપુરી ની જાયફત ઉડાવી.અને ચાલતા આગળ આવ્યા ત્યાં બસ સ્ટેન્ડ આવ્યું .અને ત્યાં જઈને બેસી ગયા.મે ખૂબ આશ્ચર્યજનક રીતે પૂછ્યું બસ ખતમ આજની સાંજ તો એને કહ્યું ના આતો એક જલક હતી મુડ તાજા કરવાની મૂળ મજેદાર જગ્યા તો હવે હું લઈ જઈશ .એના કેહવા કે કરવા પર ન જાણે મને કોઈ સંશય ન હતો.રાત ના સાડા દસ થાયા હતા.તેમ છતાં થાક અનુભવાતો ન હતો.આમ તો મારો સૂવાનો સમય દસ નો પણ આજે હજુ મન ભરીને કંઈક અલગ અનુભવવાની લાલસા હતી.ત્યાં જ બસ આવી અને અમે બેસી ગયા અને એને આગળ ડ્રાઇવર ને જઈને કંઈક કહ્યું બસ માં.ગણી ને માંડ પંદર વીસ જણ હતા.ધીરે ધીરે બધા ઉતરતા જતાં હતાં અને હવે હું એ અને ડ્રાઇવર જ રહ્યાં હતા.ડ્રાઇવર એ બસ એક ઓછી વસ્તીવાળા રસ્તા પર ઊભી રાખી મુશ્કિલ થી ભેગા કરીએ તો બધા નાના મોટા થઈ ને પાંચ સાત લોકો હસે.ત્યાં એક અવાવરૂ તૂટી હાલત વાળું બસ્ટેન્ડ અને એમાં પડેલી જૂની પુરાણી બસ હતી બહુ જૂની તેના પર ધૂળ ન હતી જામેલી સાફ સુથરી હાલત માં હતી જાણે રોજ કોઈ ત્યાં આવતું જતું હોય તેને મારો.હાથ પકડી મને બસ ની છત પર ચડાવી અને ઉપર ચડતાં ની સાથે નો નજારો જોતાં જ હું દંગ રહી ગઈ.અંધારી કાળી રાત માં તારા આકાશ માં સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા.ચાંદ તેની ચાંદની ની શીતળતા ચારે કોર પાથરી રહ્યો હતો.જાણે ઉંમર ભર ના થાક માં જીંદગી ને વિરામ અને આરામ નો મોકો આજે મળ્યો હોય તેમ મારું આખું તન મન આ શીતળતા માં પીગળી રહ્યું હતું અને હું જાણે એક દુનિયા માંથી બીજી દુનિયા માં જઈ રહી હતી.બધું જ ભૂલી હું આ નયનરમ્ય દ્રશ્ય માં લીન થઈ ગઈ.એ પણ મૌન હતો હું પણ મૌન હતી અમે બંને પોતા પોતાની અલગ દુનિયા માં પહોચી ગયા હતા.આ બધી શાંતિ વચ્ચે મને અચાનક યાદ આવ્યું મે એનું નામ જ નથી પૂછ્યું જેની સાથે હું છેલ્લા ચારેક કલાક થી ફરી રહી છું ના એને મારું નામ જાણવાની તસ્દી લીધી.આ વિચાર માંથી હું બહાર આવીને કઈક બોલવા જતી જ હતી ત્યાં એક અવાજ સંભળાયો એક મહિલા લગભગ મારી જેટલી વય ની હશે. મેડમ પેલા સર તમારી માટે આ ટેક્સી બુક કરાવી ને ગયા છે તમે જ્યારે ચાહો હું તમને સુરક્ષિત તમારા ઘર સુધી મૂકી જઈશ.હું આ વાત સાંભળીને થોડી વાર અચંભિત થઈ ગઈ.મારી ઇન્દ્રિયો થોડી વાર માટે તેના કાબુમાં ના રહી.અને હું આકરા સ્વર માં બોલી એમ કેમ કોઈ અજાણ્યા વિસ્તાર માં મૂકીને ચાલ્યું જાય.પેલી મહિલા બોલી આ અજાણ્યો વિસ્તાર નથી મેડમ આગળ જતાં જ આ શહેર ના ધનિક વ્યક્તિ ના બંગલા આવે છે એટલું સાંભળતા મારી આખો ફાટી ને ફાટી રહી ગઈ.મારું ઘર બસ ત્યાં થી થોડે આગળ જ હતુ.બસ પંદર મિનિટ ની દુરી પર.હું એ મહિલા ને સરનામું આપી ઘરે જવા એની ટેક્સી માં બેસી ગઈ થોડુ આજે અજીબ મને પણ લાગ્યું કે મારા ઘર પાસે આવી પણ જગ્યા છે જેની મને જાણ નથી.અને એનું પણ કે એ લીધા વગર જ મને સૌંદર્ય માં ઘોળવીને આવી સુનસાન રાત્રે એક ટેક્સી વાળી ના ભરોસે મૂકીને ચાલ્યો ગયો.ઘર આવી ગયું હું પૈસા ચૂકવી અંદર ચાલી ગઈ.અને અરીસા સામે ઊભી રહી ને વેણી નીકળતા એક જ વિચાર કેવી યાદગાર હતી આ સાંજ અને જેના લીધે બની એનું નામ પણ મને નથી ખ્યાલ.બીજા દિવસે મારી ગાડી આવી ગઈ હતી હું એમાં જ નોકરી પર ગઈ તેમ છતાં બસ સ્ટેન્ડ પર મે કાલના સમય પ્રમાણે થોડી રાહ જોવાનું વિચાર્યું અને હું ઊભી રહી પણ કોઈ આવ્યું નહિ.અને હું ઘરે આવી ગઈ લગભગ એક અઠવાડિયું હું રોજ રાહ જોતી રહી એ ચેહરો ફરી જોવા મળ્યો નહિ.આજે મારે રવિવાર ની રજામાં મે લોકલ માર્કેટ માં જવાનું નક્કી કર્યું એટલી ભીડ માં પણ મારી આંખો જાણે એને જ તલાશી રહી હતી. અને આખરે આજે હું પણ એ બસ પર ફરી આવી ને એ જ સમય પર બેસી ગઈ જોવા કે કોઈ આવે છે કે ની પણ ત્યાં પણ કોઈ આવ્યું નહિ.બસ જ્યારે હું પછી જતી હતી ત્યારે મારા ગાડી ના આગળ ના કાચ પર એક ચિઠ્ઠી મળી તેમાં લખ્યું હતું જીંદગી આપણ થી યાદગાર છે એની માટે કોઈ ને કોઈ ની જરૂર નથી બસ જરૂર છે એક યાદ બનવાની....................હું હલકા સ્મિત સાથે હસી અને મારી આ બસ સ્ટેન્ડ ની યાદ બસ સ્ટેન્ડ થી બસ સ્ટેન્ડ સુધી...હંમેશા મારા દિલ માં સલામત રેહસે....જે સમય મે એ સાંજે વિતાવ્યો હતો એ આજ સુધી ક્યારેય મારા જીવન માં મળ્યો ન હતો.હજુ પણ સુકાયેલા એ મોગરા ની વેણી મારા અરીસા સામે પડી છે જેની સુવાસ તો ઓછી થઈ ગઈ છે પણ યાદ એવી ને એવી તાજી છે. એક મુલાકાત એકાદ જીવનભર ની સૌગાત આપી ગઈ...બસ હવે એક વાર એ મુલાકાત ફરી થાય અને એનો આભાર પ્રગટ કરી શકું..જીંદગી થી રૂબરૂ કરવવા માટે.....આજે પણ હળવાશ ની પળો માં બસ સ્ટેન્ડ ની યાદ મને યાદ છે. સમાપ્ત Download Our App