Ek Poonamni Raat - 103 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | એક પૂનમની રાત - પ્રકરણ-103

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

એક પૂનમની રાત - પ્રકરણ-103

એક પૂનમની રાત

પ્રકરણ-103

 

       સિધ્ધાર્થ ફોન કરીને પોલીસ સ્ટેશનથી પોલીસની કુમક બોલાવી લીધી. પોલીસ હોટલમાં પ્રવેશી અને ભંવરનાં રૂમમાંથી રૂબી અને ભંવરને પકડી હાથકડી પહેરાવી અને નીચે લાવ્યાં. હોટલમાંથી વાત લીક થઇ અને મીડીયાવાળા પણ પહોચી ગયાં. પ્રિન્ટ અને ડીજીટલ મીડીયાનાં બધાં પત્રકારોએ પોલીસે પકડેલાં ભંવરસિહ અને રૂબીનાં ફોટાં લીધાં વીડીયો ઉતાર્યો અને સિધ્ધાર્થ અને કમીશ્નરને પ્રશ્નોની ઝડી વરસાવી કે સર તમે ક્યા ગુના હેઠળ આ લોકોને પક્ડયાં છે ? આતો ભંવરસિહ મીલીંદનાં પિતા છે એમને ખૂન કેસમાં કેમ એરેસ્ટ કર્યા છે ? આ સાથે લેડી કોણ છે ?

       સિધ્ધાર્થે કહ્યું વડોદરામાં અગાઉ થયેલા ખૂન કેસમાં એરેસ્ટ કરેલાં છે અને પછી પત્રકાર પરીષદ બોલાવી પછી જાણ કરીશું હમણાં તપાસ ચાલુ છે પણ વડોદરાનાં માથે બેઠેલી પનોતી હવે ઉતરી ગઇ છે બીજી ઘરપકડો હવે શરૂ થશે એ ચોક્કસ છે કે તમને ચોકાવનારી માહિતી મળી રહેશે એમ કહી ટોળાને વીંધીને એમની જીપમાં બેસી ગયાં કમીશ્નર સર નો કોમેન્ટસ.. બીજી માહીતી પછી મળશે એમ કહી જીપમાં બેઠાં. બંન્ને ગુનેગારોને પોલીસવાનમાં બેસાડીને કમીશ્નર ઓફીસે લઇ ગયાં.

       આખા વડોદરા શહેરમાં વાત લોક જીભે ચઢી ગઇ કે ઘણાં સમયથી અલકાપુરીનાં મીલીંદનાં ખૂનનો કેસ ખૂલ્યો અને અપરાધી પકડાઇ ગયાં છે અને આષ્ચર્ય અને ગંભીરવાત એ છે કે એમાં એનો બાપજ સંડોવાયેલો છે.

************

            પોલીસ સ્ટેશન પહોંચીને રૂબી અને ભંવરને સળીયા પાછળ નાંખ્યા અને વધુ પૂછપરછ માટે કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ મેળવવાનું નક્કી કર્યું.

       સિધ્ધાર્થે કહ્યું સર તમે ઘરે જાવ આ સમાચાર સાંભળી દેવાંશ દોડી આવશે હમણાં અહીં કોઇને બોલાવવા નથી હું અહીં આગળની કાર્યવાહી કરુ છું અને પહેલાંજ કાર્તિક અને ભેસોસિંહ ત્થા પેલાં મૌલવીની ઘરપકડ કરી સળીયા પાછળ નાંખુ છું હું તમને રીપોર્ટ કરતો રહીશ. અને કમિશ્નર સર બધુ કામ સમજાવી ઘરે જવા નીકળ્યાં.

*********

           પોલીસની કુમકને મનિષ કાંબલે સાથે મોકલી કાર્તિક-ભેરોસિંહને અને મૌલવીને ઊંઘતાંજ ઝડપીને લઇ આવ્યાં હૂકમ કર્યો અને સિધ્ધાર્થ એની ચેમ્બરમાં આવીને બેઠો.

       સિધ્ધાર્થે જોયુ ઝંખના પણ પાછળજ આવી છે એણે ઝંખના સાથે મજાક કરતાં કહ્યું રાત્રી પડી ગઇ હવે તો તારું બળ વધુ વધી જશે. હે ને ? પણ તે આજે કમાલ કરી પેલી રૂબી પાસેથી બધુ ઓકાવી દીધું. હજી મારાં મનમાં ઘણાં પ્રશ્નો છે પણ એ રીમાન્ડ મેળવીને પુરુ કરી લઇશું. હજી ઘણા પ્રશ્નો નિરુત્તર છે એ બધાં મેળવવા પડશે.

       ઝંખના સિધ્ધાર્થની સામે બેઠી એણે કહ્યું અહીં મને તારાં સિવાય કોઇ જોઇ નહીં શકે હવે તો બધાને આષ્ચર્ય થશે તું કોની સાથે વાતો કરે છે ? બબડે છે કેમ ? એમ કહી હસી પડી.

       સિધ્ધાર્થે કહ્યું પણ કમીશ્નર સર તો તને જોઇ શકતાં હતાં. ઝંખનાએ કહ્યું એ જોઇ શકે એવુંજ રાખેલું બધું મારાંજ હાથમાં છે પણ એમને પ્રશ્ન ના થયો કે હું તને કેવી રીતે મળી ? તને મદદ કેમ કરું છું ? આપણી વચ્ચે.....

       સિધ્ધાર્થે ઝંખનાને હાથ પકડતાં કહ્યું એય મારી રાણી એ જમાનાનાં ખાઘેલાં છે ખૂબ હુંશિયાર છે થોડીવારમાં બધુ સમજી જાય એમની નજરમાંથી કોઇ છટકી ના શકે. એ ભલે ઓછું બોલે છે પણ બધુ ધ્યાનમાં હોય છે.

       ઝંખનાએ કહ્યું તને ખબર છે ? તારાં ઉપર એમને ખૂબ વિશ્વાસ છે એમનો જમણો હાથ છે ખાસ માનીતો છે તું કામ પણ એવાં કરે છે. તું છેજ એવો ગમી જાય એવો.

       સિધ્ધાર્થે કહ્યું વાહ હવે મને ચણાંનાં ઝાડ પર ના ચઢાવીશ તારી મદદથી તો બધી સફળતા મળી છે કેટલાં કેસ તેં સોલ્વ કરી દીધો.  

       ઝંખનાએ કહ્યું હજી ખેલ જોવાનો તારે બાકી છે પેલાં કાર્તિક અને ભેરોસિંહને આવવા દે એમનો ખેલ કેવો કરું છું તું જોજે એ બંન્ને જણાં.. સાલા પાપીઓ તને ખબર છે એ બંન્ને વચ્ચે જાતીય સંબંધ છે બંન્ને ગે છે.. એલોકોએ રામુ જોડે પહેલાં હીંચકારું કૃત્ય કરેલું એમાં પેલો મૌલવી તાંત્રિક પણ જોડાયેલો છે.. કહેતાં શરમ આવે છે.

       સિધ્ધાર્થ સાંભળીને આષ્ચર્ય પામી ગયો એણે કહ્યું શું વાત કરે છે ? તને કેવી રીતે ખબર ? ઝંખનાએ હસતાં કહ્યું તમારાં પોલીસવાળાં કરતાં અમારાં ખબરી ખૂબ શાર્પ છે. મને બધી માહિતી મળી ગઇ છે. બલ્કે મેં જાણી લીધું છે. સિધ્ધાર્થ કહે પહોચેલી માયા છે મારી જાન એમ કહીને ઝંખનાને પોતાની તરફ ખેંચીને હોઠ પર હોઠ મૂકી દીધાં.

       ઝંખના અને સિધ્ધાર્થ બંન્ને પોલીસ સ્ટેશનની એકાંતમાં મધુરસ પી રહેલાં.. ત્યાં ઝંખનાએ વ્હાલ કરતાં કહ્યું કોઇ મને જોઇજ ના શકે એટલે ખબરજ ના પડે. આપણે શું કરીએ છીએ એમ કહી હસી પડી.

       ત્યાં જીપ આવીને ઉભી રહી એમાંથી મનીષ કાંબલેએ ભેરોસિંહ અને કાર્તિક ઉતાર્યા અને પાછળથી પેલાં તાંત્રિકને ઉતાર્યો સિદ્ધાર્થે બહાર આવીને કહ્યું તાંત્રિકને અંદર નાંખી દો અને આ બે જણને મારી ચેમ્બરમાં લાવો પછી તમે બહાર ઉભો રહેજો.

       ઝંખના હસી પડી અને બોલી હવે ખેલ શરૂ થશે. કાર્તિક ભેરોસિંહ અંદર આવ્યા અને પાટલી પર બેઠાં. બંન્ને ગભરાયેલાં હતાં. ત્યાં મનીષે આવીને સિધ્ધાર્થનાં કાનમાં કંઇક કહ્યું અને સિધ્ધાર્થ હસી પડ્યો અને બોલ્યો ઓકે ઓકે બધુ હવે હું ઓકાવીશ. તમારેય ખેલ જોવો હોય તો પછી આવજો.

       સિધ્ધાર્થ ચેમ્બરમાં આવી એની ચેર પર બેઠો અને કાર્તિક ભેરોસિંહને પૂછ્યું તમને ખબર પડી ગઇ હશે કે તમને અહીં કેમ તેડાવ્યા છે ? અલ્યા જોબ સાથે કરો છો પણ રહો છો પણ સાથે ? આખો વખત સાથે શું કરો છો ?

       કાર્તિકને બોલતાં તત ફક થઇ રહેલું  એ બોલી ના શક્યો. ભેરોસિંહ તરફ જોઇ સિધ્ધાર્થે કહ્યું તું બોલ.. તું પુરુષ છે ને ? બોલ.. અને કાર્તિક તારી શું થાય ?

       આવો પ્રશ્ન કરી સિધ્ધાર્થ હસી પડ્યો. કાર્તિક ભેરોસિંહને ખબર નહોતી પડી રહી કે કેમ આવું પૂછે છે ? એમને એ પણ નહોતી ખબર કે આ ચેમ્બરમાં ઝંખના અઘોરી પ્રેત પણ હાજર છે. કાર્તિકે કહ્યું સર અમને કેમ અહીં અડધી રાત્રે બોલાવ્યાં ?

       સિધ્ધાર્થે કહ્યું તમારાં કર્મજ એવાં છે કે તમને લાવવા પડ્યાં. કેમ રંગમાં ભંગ પડ્યો ? તમે બે શું કરતા હતાં ઘરે અત્યારે ? મનીષ આવ્યો ત્યારે તમને કઇ હાલતમાં પકડ્યાં ? મનીષે મને કીધું બોલ બોલાવુ મનીષને કે તમે શું કરતાં હતાં ? જણાવું ? બોલાવું ? કાર્તિક સંકોચ પામી ગયો એણે કહ્યું કંઇ નહીં સર એતો.. ત્યાં સિધ્ધાર્થે કહ્યું તમારાં બંન્નેમાં કરણ જોહર કોણ છે અને ફીલ્મી હીરો કોણ છે ? કોણ ઉપર અને કોણ નીચે ? આવો પ્રશ્ન સાંભળી ચેમ્બરનાં ખડખડાટ હસવાનો અવાજ આવ્યો.

       સિધ્ધાર્થે કહ્યું જોયું આ દિવાલો પણ હસે છે. તમારે અંદર અંદર જે સંબંધ હોય તમે તમારી પ્યાસી તૃષા કોઇ પણ રીતે સંતોષતા હોવ મારે કોઇ સંબંધ નથી પણ તમે પેલાં રામુને ચાલાકિથી અને ભ્રમમાં નાંખી વાવ પર લઇ ગયાં પછી એની સાથે શું કરેલું ?

       કાર્તિક અને ભેરોસિંહ પ્રશ્ન સાંભળીને ભડક્યા એમણે કહ્યું સર કોણ રામુ ? અને કોઇ રામુને નથી જણતાં અમે શું કરવાનાં ? સિધ્ધાર્થે કહ્યું પુરાવો જોઇએ છે ? બોલ વતાવુ કે પછી ડંડાથી ચમત્કાર બતાવું પછી બોલીશ ? મારી પાસે બધાં પુરાવા છે અને જો બૈરાં માટે કામ કરતાં હતાં એ રૂબી અમારાં ત્યા મહેમાન છે મળવું છે ?

       કાર્તિક અને ભેરોસિંહનાં ચહેરાં કાળાં પડી ગયાં. એમણે કહ્યું સર અમને માફ કરો અને પૈસાની લાલચમાં ખોટું કામ કરી બેઠાં એમ કહીને સિધ્ધાર્થનાં પગે પડ્યાં.

       સિધ્ધાર્થે લાત મારી બંન્નેને કહ્યું ત્યાં પાટલી પર બેસો પહેલાં બધી કબૂલાત કરો અને જે કંઇ કર્યું હતું બધુજ મારી સામે ભસી મરો પછી આગળ વાત.

       ભેરોસિંહ કહ્યું સર એ રામુ રૂબી મેડમને આંખનાં કણાંની જેમ ખૂંચતો હતો અને એને બનાવટ કરી અમારી સાથે વાવ પર લઇ ગયાં હતાં મીલીંદનાં ખૂનમાં પુરાવા મળશે કહીને એ પણ પહોચેલી માયા હતો એણે ત્યાં જઇને કહ્યું ક્યાં છે પુરાવા ?

       પણ કાર્તિકની નજર પડે પહેલાંજ મેં એને માથામાં મારીને એનાં કપડાં ઉતાર્યા અને...

વધુ આવતા અંકે - પ્રકરણ - 104