Question mark in Gujarati Moral Stories by Piyusha books and stories PDF | પ્રશ્નાર્થ ચિન્હ

The Author
Featured Books
Categories
Share

પ્રશ્નાર્થ ચિન્હ

રૂપલી હેન્ડ ને ઉતાવળે પગ ઉપાડ ની આજ મારી છોડીયુંનું પરીક્ષા નું પરિણામ આવવવાનું હે. મને તો ખબર જ હે કે બેય નો પેલ્લો નંબર જ આવહે. જીવ પરોવી દે હે ભણવા માં તો . હા , હા હુકામ નય  આવે ? આવહે જ ને પણ શાંતાભાભી તે આપણા ગામ માં તો આગળ  ના ધોરણ ની નીહાળ જ નથી તો હવે પછી હું કરહો . આ છોડિયું ને આગળ કેમ ના ભણાવહો મારા ભાઈ માન હે ? પણ હું આશા નય  મેલું રૂપલી મારે મારી છોડિયું ને ભણાવી- ગણાવી ને ઈમના પગ પર  ઉભી કરવી હે તને યાદ હે બે વરહ પે’લા ...   

હા ઈ તો ચીમનું ભુલાઈ ભાભી ..! ઈ ગોઝારા અકસમાતે તો ગંગા ને નોધારી કરી મેલી . ઈ તો હારું કે ગંગા બાર ચોપડી ભણેલી તે ઈ આ આંગળવાડી માં ગામ ના છોકરાવ ને હાચવે છે ને ઈનું ગુજરાન હાલે છે. તો એટલે જ કવ કે મારેય  મારી છોડિયું ને ઈમના પગભર કરવી . પણ શાંતાભાભી તમને તો ઈ પણ ખબર હે ને કે ગંગા ઘણી વાર ગામ બાર જાઈ સાયબો હારે ઈને મીટીંગુ હોઈ તો ગામ આખું એને કેવું – કેવું બોલે હે તમારા થી હમ્ભળાહે તમારી છોડિયું ને કોઈ આવું બોલ્હે તો . ઈ તો ઈમનું નસીબ રૂપલી પણ ભણેલી ઓહે ને તો ઇના જવાબ ઈ જ આપી દેહે. મને ઈમની ચૈન્ત્યા નય કોરી ખાય .

હવે ઈ હન્ધુઈ મેલ ને ઝપાટા પગ માંડ ને તો વેલી આવે વાડી. પાણી નીય તાણ છે આ ગામ માં તો. એટલે તમે એમ કો છો કે ગામના જણો માં પાણી નથી ઈમ ?

હા તો એય ક્યાં ખોટું કીધું. બસ ખાલી મૂછો ને તાવ દઈ ને બેઠા રે છે ગામ નું કાઈ હારું થાય ગામ આગળ આવે એવું તો ક્યાં કોઈ કરે જ હે. ઈમ તો તમે બીડું ઉપાડો ને. ઈ તો હું ઉપાડીસ વખત આયવે હમણાં તો આ બેડું ઉપાડ તોય ઘણું.  .હાહાહા.... હાહાહા ....

એય ઉભી રે તો રૂપલી ... લે હવે હું થ્યું ? હમણાં તો ખીજાતા’તા કે ઝટ પગ ઉપાડ.

હા તો ઉભી રે ને હવે ખોટી લવારી કરતી ..રૂપલી આ તો એજ જયગા કે નય  ?

ભાભી હાલો તો ઝટ મને બીક લાગે છે આયા તો. બીક તો મનેય લાગે પણ મને જોવા તો દે કે આવું તો શું છે આયા કે બધા બી મરે છે … ઈ અતારે નય રાતે ખબર પડે આ ભૂત-પલીત ને તો તારે જ દી ઉગે ને. હવે હાલો ઝટ આય થી રૂપલી જો તો આ હું છે હે ? લો બસ ને આપી દીધા ને એન્ધાળ હવે તો હાલો જ ઝટ પણ ઉભી તો મર થોડી વાર તે આ છે હું ઈ તો જોવા દે તમેય હું ભાભી ઝાંઝરી છે દેખાઈ તો છે તોય હું પૂછો છો હા પણ તે આયા કોની છે ? જીગલી ની જ હશે ને બીજા કોઈ ની ત્રેવડ છે અહી આવે આ તો તમે છો તે હું આટલી ઘડી ઉભી છું ને તોય મારા મોતિયા મરેલા છે આ જીગલી જો તમને કે મને વળગ હે ને તો કોઈ રે હે ની ઘર ને છોકરાઓને હાચવનારુ. રૂપલી હાચું કવ ને તો મને તો જીગલી પર  બવ દયા આવે ઈ બચારી નો હું ગનો હતો ? હું કો છો ભાભી તમને ભોન તો હે ને આમ કોઈ પારકા પુરુષ હાટુ ધણી ને મેલી ને કઈ જવાતું ઓહે પાપ લાગે , આયખું એળે જાય . ને આ  ખોળિયું અભળાય. મૂંગી મર ને મારી વાત હાંભળ પેલા .....

         આમ તો પેલા મનેય એવું જ લાગતું કે જીગલી એ એવું નો કરવું જોય પણ એનો ધણી એને અધમુવી ન થાય ત્યાં લગી મારે બચારી ને . પાછું ઇના બાપા આગર થી કઈ ને કઈ માગ્યા કરે ને પેલા બચારા માંડ બે ટક નાં રોટલા રળતા હોઈ એમાં આનું ક્યાંથી પૂરું કરી હગે ? પાંચ બેનો માં બીજા નંબરે હતી જીગલી થોડી જમીન હતી તે વેચીને આનું આણું કયરુતું હજુ ત્રણ બેનો બાકી હતી પાછી બાપાનાં ઘરેય કેમ ની જાય ? ત્રણ વરહ માં તો હાડકાં દેખાવા માંડ્યા તા બચારી ને ને તોય આ મુવાઓ ને ઈની દયા ન આવતી હયખે કોળીયો ભરવા નથી દીધો . ઇના બાપા માયગા પૈસા ન આપે તો ઈની હાહુ પણ ઢોર માર મારે ને નણંદ મેંણા મારે એ નોખા . નરક જેવી જિંદગી કરી મેલી તી હંધાયે થઇ ને. તો બચારી કાં તો મોત વ્હાલું કરે ને કાં જીવ બચાવી ને બીજું ઘર કરે પણ આ હંધાય ને ખબર પડી ગઈ તે ઓરડા માં પૂરી દીધી ને ત્યાંથી મગના એ છોડાવી. મગના ને તો ભગાવી દીધો મારી-મારી ને ને જીગલી ને બચારી ને આ જ ઝાડવા હારે બાંધી ને જીવતી હળગાવી દીધી. એની ચિચિયારી થી આખું ગામ ધ્રુજી ગ્યુતું . હવે તું જ કે જીગલી એ હું ખોટું કઈરું તું. આ અવતાર મયળો હે તો અનાય અભરખા તો હોઈ ને જીવવાનાં ?

      એય લે તારી આંયખુ માં તો ઝળઝળીયાં આવી ગ્યા. હાલ હવે ઝટ હાલ ને આ જીગલી થી આપણે બીવાની જરૂર નહિ. ઈ આપણું દખ હમજે આપણે તો સમદુખિયા કહેવાઈ આટલું બોલતા તો હવા નું ઝોર વધ્યું ને ઝાડવા પર થી પાંદડાઓ ખરવા લાગ્યાં. જાણે જીગલી ને એવું થયું હોઈ કે કોઈ તો એને હમજે છે ને ઈની આતમા ને શાંતિ થઇ હોઈ. ઈ જોઈ ને બન્ને એ એક બીજા હામું જોયું ને બેડું ઉપાડી ને હાલી આગળ.

      કુવા પાસે જઈ ગાગર ને ગાળિયો વાર્યો ને નાખી કુવામાં. પાણી ભરેલી ગાગર ગરગડી એ થી કાઢી ને હાંડા માં પાણી રેડ્યું ફરી ગાગર ને નાખી બાર કાઢતી વેળાએ રૂપલી ની ગાગર દીવાલે અથડાઈ ને ઘોબો પડ્યો. ને રૂપલી કૈક વિચારે ચડી ને મનમાં બબડી. શાંતાભાભી હમજી ગ્યા પણ કઈ બોલ્યા નય. બેડું માથે લઇ ને ઘરભણી પગ માંડ્યા. રૂપલી એ મોઢામાં માગ ભરી લીધા તા ઈ જોઈ શાંતા ભાભી બોલ્યા રૂપલી આપણી ઔરત જાત જ એવી આ ગાગર જેવી જીવ જોખમ માં નાખી કુવા માં ઉતરે જે કઈ લાવે ઈ હાંડા માં નાખે અમુક ઉમર પછી ઘોબો પડે ને તો આ બેડા ની જેમ કઢંગુ બની જાય. રૂપલી એ એક કાને હાંભળી બીજા થી કાઢી નાખ્યું. ગામ માં જોયું તો હંધાય પાદર માં મેળાવડો જમાવી ને બેઠાતા. બેય ને અચરજ થઇ ને કઈ બોલ્યા વગર ઘરે પોચ્યા તો શાંતા ની હાહુ એ કીધું કે આપણા ગામ માં નવી નીહાળ ખુલવાની છે તે આ ગામ ના છોરાઓ ને શેર ની જાવું પડે હવે ભણવા. આટલું હામ્ભળ્યું ત્યાં તો જાણે શાંતાને એક ઊંડો હાશકારો થયો .