Chakravyuh - 48 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 48

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ચક્રવ્યુહ... - 48

પ્રકરણ-48

“હા......હા.....હા............ મે જ માર્યો હતો ધરમશી ને અને તેની પત્નીને. મે કાલી સાથે મળી તેમની હત્યા કરી અને હીરાલાલ બાપાની તમામ સંપતિ લઇ હું દિલ્લી આવી ગયો. ધરમશી અને હીરાલાલ બાપા બેય માટે પૈસો ગૌણ હતો જ્યારે મારા માટે પૈસો જ સર્વસ્વ હતો અને હીરાલાલ બાપાની જેમ ધરમશી પૈસાને પાણીની જેમ ગરીબો પાછળ વહાવે એ મને ક્યારેય મંજુર ન હતુ. મે જ્યારે ભાગની વાત કરી ત્યારે એ માન્યો નહી અને હીરાલાલ બાપાની સંપતિ પર મારો પણ હક્ક હતો એટલે જ્યારે ધરમશીએ મારો હક ન આપ્યો ત્યારે મારે હક તેની પાસેથી છીનવી લેવો પડ્યો.”   “એટલે તમે ધરમશી અને તેના પરિવારને મારી નાખ્યો, બરોબર ને???”   “ધરમશી અને તેની ગંવાર પત્નીને તો મારી નજર સામે મે મારી જ નાખ્યા હતા પણ હજુ તુ બાકી છે.” કહેતા સુરેશ ખન્નાએ ખીસ્સામાંથી બંદૂક કાઢી રોહનના માથા પર ધરી દીધી.   “હીરાલાલ બાપાની વાત આવી ત્યાં જ હું સમજી ગયો હતો કે તુ એ જ ધરમશીનો દિકરો છે, બાકી કોઇને ખબર નથી કે હું હીરાલાલ બાપાનું સંતાન છું. આજે હવે એ કામ પણ પુરૂ કરી જ દઉ, તે દિવસે તો તુ મર્યો કે નહી તેની ખાત્રી એ કાલીયા એ મને કરવા ન દીધી પણ આજે આ બંદૂકની બધી ગોળીઓ તારા શરિરમાં ભોંકતા મને ખાત્રી થઇ જશે કે ધરમશીનો આખો પરિવાર નામશેષ થઇ ગયો.”

“આઇ વીલ કીલ યુ રોહન ઉર્ફ રોનક ધરમશી દેસાઇ.”

“આખા હોલમાં નિરવ શાંતિ છવાઇ ગઇ, એક તરફ રોહન નિઃશસ્ત્ર ઊભો હતો છતા તેની આંખોમાં ભયનું નામોનિશાન ન હત્તુ જ્યારે સામે સુરેશ ખન્ના બંદૂક હાથમાં લઇ ઊભા હતા છતા તેના હાથ ધૃજી રહ્યા હતા અને પરસેવે લથબથ ખન્નાની આંખમાં ભયના લીસોટા દેખાઇ રહ્યા હતા.

“મારા ભૂતકાળનો એક અધ્યાય કે જે અધુરો રહી ગયો હતો એ આજે પૂરો કરવાનો સમય આવી ગયો છે રોનક, આજે તને મારીને ધરમશી અને હીરાલાલ બાપાના મારા સિવાયના બધા વારસદારોને ખતમ કરી નાખીશ હું. તે દિવસે તને કાંટાની વાળમાં ફેંકી દીધો હતો પણ મને વિશ્વાસ ન હતો કે તુ મરી ગયો છે કે જીવીત અને પેલો બે કોડીનો કાલીયો પોતાની તાકાતના અભિમાનમાં એવો તે છકી ગયો હતો કે મને ખાત્રી કરવા જ ન દીધી કે તુ જીવે છે કે મરી ગયો, પણ ચાલો આજે તારા શરિરમાં બંદૂકની બધી ગોળીઓ ધરબી હું મારા હાથે તને મારી નાખીશ.” કહેતા સુરેશ ખન્નાએ બંદૂક રોહન સામે તાકી દીધી અને આ બાજુ રોહને આંખ બંધ કરી લીધી.

થોડી જ ક્ષણમાં ગોળી છુટવાનો અવાજ આવ્યો, આખો હોલ બંદૂકની ગોળીના અવાજથી ગુંઝી ઉઠ્યો.   રોહને જોયુ તો ઇન્સ્પેક્ટર રાજવીરે હવામાં ફાયરીંગ કરી સુરેશ ખન્નાને બંદૂક ચલાવતા અટકાવી દીધા હતા. ઇન્સ્પેક્ટર રાજવીરે બંદૂક ખન્ના સાહેબ સામે તાકી દીધી હતી.   “ખન્ના સાહેબ, તમે જે કર્યુ તે યોગ્ય તો નથી જ અને વળી તમે આજે પણ રોહન પર વાર કરવાની કોશીષ કરી તે એક ગુનો છે. આઇ એમ ગોઇંગ ટુ અરેસ્ટ યુ.” પાછળથી રાજવીર બોલ્યો.

“એક મિનિટ સર, હજુ અમૂક પ્રશ્નોના જવાબ આપવાના બાકી છે ખન્ના સાહેબને ઉર્ફ દેસાઇ સાહેબને.” ખન્ના સાહેબે પાછળ વળીને જોયુ તો કાશ્મીરા ઊભી હતી. કાશ્મીરાને જોઇને ખન્ના સાહેબ દંગ રહી ગયા. આટલા વર્ષોથી પોતાના મનમાં દફનાવેલા રાઝ પરથી આ રીતે રોહન બધાની સામે લઇ આવશે તેનો સ્વપ્નેય ખ્યાલ ન હતો. કાશ્મીરાની આંખમાં આંસુ હતા. પોતાના પિતાજીની આવી કરતૂત તેના જ મોઢે જાણી કાશ્મીરા સમજી શકતી ન હતી કે તે દુઃખ વ્યક્ત કરે કે પછી તેના પિતાજી પર ગુસ્સો કરે. આ બાજુ સુરેશ ખન્ના પણ શરમના માર્યા કાશ્મીરાની આંખમાં આંખ મીલાવી શકતા ન હતા.

“પાપા, તમે આટલુ હિન કૃત્ય કરશો તે મને આશા ન હતી. જ્યારે હું કીડનેપ થઇ અને મને ખબર પડી કે આપણી સાથે ઘટેલી તમામ ઘટનાઓ પાછળ રોહન જવાબદાર છે ત્યારે હું તેની સાથે બહુ લડી હતી. તેણે મને આ બધી વાત કહી પણ મારી આંખ પર તો તમારા પ્રેમની પટ્ટી બાંધેલી હતી એટલે મે તેની એક પણ વાત ન માની, પણ અત્યારે રોહને જે કહ્યુ તે બધુ અક્ષરશઃ તમારા મોઢે સાંભળી મને નવાઇ લાગે છે કે એક ભાઇ તેના સગા ભાઇને અને તેના પરિવારને મોતને ઘાટ ઉતારી દે અને એ પણ પૈસા ખાતર????”   “સોરી કાશ્મીરા, આ બધુ મે કર્યુ તે તમારા માટે જ કર્યુ હતુ. તારા અને ઇશાનના બહેતર ભવિષ્ય માટે મે આ બધુ કર્યુ પણ રોહનથી આ જોઇ ન શકાયુ અને તેણે પણ મારી જેમ તેના પિતરાઇ ભાઇને મરાવી નાખ્યો.”   “પાપા, અઢળક સંપતિ હતી છતા પણ તમે ઇશાનને બચાવી શક્યા??? આટલી સંપતિ હતી છતા તમે મને કીડનેપ થતા બચાવી શક્યા? તમે આપણી મુંબઇ બ્રાન્ચનો ક્લેઇમ પાસ કરાવી શક્યા? મને ખબર છે કે આ બધા પ્રશ્નોના જવાબ ના છે. તો શું કામનો આ પૈસો? મને ધનવાન બનવાની તિવ્ર લાલસા છે પણ કોઇના હકનું છીનવીને નહી, આપણી પોતાની રીતે મહેનત કરીને પણ તમે શું કર્યુ? પૈસાદાર થવા માટે તમે શોર્ટકટ અપનાવ્યો, ધેટ’સ નોટ ફેર પાપા. મારી નાનપણથી તમારી જેમ બનવાની મહેચ્છા હતી પણ આજે હું કહુ છું કે ભગવાન મને સ્વપ્નેય પણ તમારા જેવી ન બનાવે. આઇ હેટ યુ પાપા આઇ હેટ યુ.”   “બેટા, પ્લીઝ ફરગીવ મી. હું મારી ભૂલ કબુલુ છું. આઇ એમ સોરી. હું રોનકને મારી સંપતિનો અડધો ભાગ આપવા તૈયાર છું, અરે તુ કહે તો હું મારી તમામ સંપતિ તેના નામે કરવા તૈયાર છું પણ તુ આ રીતે ન બોલ પ્લીઝ.” સુરેશ ખન્ના ગળગળા થઇ ગયા.

To be continued……………