Love and affection in Gujarati Short Stories by Disha books and stories PDF | પ્રેમ અને વાત્સલ્ય

The Author
Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

પ્રેમ અને વાત્સલ્ય

સમી સાંજે અમદાવાદ ના પોશ એરિયા ના એક ઘર ની ડોર બેલ વાગતાં જ ઘર નો નોકર દરવાજો ખોલે છે.સામે થી એક આધેડ કપલ તેમની ઓળખાણ આપી ને ઘર ના માલિક વિશે પૂછે છે.નોકર તેમને સોફા પર બેસવાનું કહી ને માલિક ને બોલાવા જાય છે પણ તે કપલ સોફા પર ના બેસતા ત્યાં બાજુ માં જ ઉભા રહી જાય છે.

થોડી વાર રહી ને એક 26/28 વર્ષ નો યુવાન પગથિયાં ઉતરતો આવી રહ્યો હોય છે. કપલ ને જોતા જ તે યુવાન ખીજાય જાય છે.

યુવાન - અરે માધવ કાકા...તમે જેને મળવા આવ્યા છો એ તો અહીંયા નથી...પણ હું આ શું જોવું છું?? એક પ્રેમી તેની પ્રેમિકા ને મળવા પત્ની ને સાથે લઈને આવ્યા છે. વાઉ!!!

માધવ કાકા ની આંખો માં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.એ કઈ બોલવા જાય તે પહેલાં જ તેમના પત્ની માધવી યુવાન ને એક થપ્પડ મારી દે છે.

થપ્પડ ના લીધે યુવાન આશ્ચર્ય અને ગુસ્સા ના મિશ્ર હાવભાવ થી માધવી ની સામે જોવે છે.

યુવાન - માધવીકાકી (ગુસ્સા માં ઊંચાં અવાજે)
માધવી કાકી - શું બોલે છે એનું ભાન છે તને કહાન??શરમ નથી આવતી તને?
કહાન - હા...કઈ જ ખોટું નથી કહ્યું મે.આ ઉંમર માં તમારા પતિ ને આવા કામ કરતા શરમ નથી આવતી તો મને બોલવા મા શેની શરમ આવે?
માધવ કાકા - અવાજ નીચે કહાન...( વધુ ઊંચાં અવાજે અને વધુ ગુસ્સા થી )
કહાન - મારા જ ઘરે આવી ને મને જ થપ્પડ મારો છો અને મને જ અવાજ નીચે એમ કહી રહ્યા છો.
માધવ કાકા - પહેલી વાત તો આ ઘર તારું નથી.અને બીજી વાત તારા કામ તો એવા છે કે એની સામે આ થપ્પડ કઈ જ નથી.તું એના થી પણ મોટી સજા ને લાયક છે.
કહાન - મારા કામ?? હાહાહા....ને તમારા કામ આ ઉંમરે શોભે એવા છે એમ?આ ઉંમરે શું કોઈ પણ ઉંમરે શોભે આ??
આટલું કહેતા ની સાથે કહાન માધવી કાકી તરફ જોઇને કહે છે.
કહાન - ને કાકી તમે એમની માટે મને થપ્પડ મારી?તમને જાણ નથી તમારા પતિ ના કામ કેવા છે?તમારા પતિ એમના મૃત દોસ્ત ની પત્ની સાથે આડા સંબંધ રાખે છે તો પણ તમને એ દેખાતું નથી?કે પછી તમારી આંખો પર "મેરા પતિ મેરા દેવતા હૈ" ના સંસ્કાર ની પટ્ટી બંધાયેલી છે?

માધવી કાકી - જીભ ને કાબુ માં રાખ કહાન...હા મારા પતિ મારા માટે દેવતા જ છે. એટલા માટે નહિ કે મારા પર એવાં સંસ્કાર ની પટ્ટી છે પણ એટલા માટે કે એમના કાર્યો.. એમનો મારા માટે નો પ્રેમ એવો છે.એટલા માટે કે અમારા સંબંધ માં એક અતૂટ વિશ્વાસ છે. મને મારા પતિ પર પણ વિશ્વાસ છે અને એમના મૃત દોસ્ત ની પત્ની એટલે કે તારી માં પર પણ એટલો જ વિશ્વાસ છે.પણ તને તારી માં પર રત્તી ભાર પણ વિશ્વાસ નથી... તારા માં જેના આપેલા સંસ્કાર છે એના પર જ વિશ્વાસ નથી તને.
કહાન - માં? હુહ...મને તો એમને માં કહેતા પણ શરમ આવે છે.
માધવી કાકી - એમ પણ તું એને માં કહેવા ને લાયક પણ નથી. તને ખબર પણ છે અમે અહીંયા કેમ આવ્યા હતા?
કહાન - તમારા પતિ ને મળવું હશે એમની પ્રેમિકા ને એટલે આવ્યા હશો અથવા તમને જાણ થઈ હશે એ ક્યાં છે એટલે મને 2 4 પ્રવચન ના શબ્દો કહેવા આવ્યા હશો.
માધવ કાકા - મે કહ્યું હતુ ને માધવી ..અહીંયા આવવાનો કોઈ મતલબ નથી.
માધવી કાકી - હા..મારી જ ભૂલ થઈ કે હું તમને લઈને અહીંયા આવી એમ વિચારી ને કે છોકરો છે થોડો માં પર ગુસ્સો આવ્યો હશે....હકીકત ની જાણ થશે એટલે મન શાંત થઈ જશે...પણ આના શબ્દો તો જુવો...
કહાન - કઈ હકીકત ??? અને કેવા શબ્દો સાંભળવા તમારે?
માધવી કાકી - તે એક વાર પણ તારી મમ્મી ને કઈ પૂછ્યું કે બસ એમ જ તારી પત્ની એ કઈ કહ્યું એને માની લીધું? તને એક વાર પણ એમ ના થયું કે મારી મમ્મી આવી નથી?
કહાન - હા પૂછ્યું હતું મે ...પણ એને મને કોઈ જવાબ નથી આપ્યો...
માધવી કાકી - શું પૂછ્યું હતું તે?
કહાન - પ્રિશા એ મને કહ્યું હતું કે એને મમ્મી અને કાકા ને એક રૂમ માં જોયા..કાકા મમ્મી ને કહેતા હતા કે આ વખતે તો માંડ બચ્યા..નહિ તો પકડાય જ જવાના હતા.અને મમ્મી એ કાકા ને કહ્યું કે હા..આ વખતે બચી ગયા પણ હવે આપડે ધ્યાન રાખવું પડશે...આ વાત ક્યારેય પ્રિશા કે કહાન ને ક્યારેય ખબર ના પડવી જોઈએ....તમે જલ્દી જાવ હવે....
એટલે મે મમ્મી ને પૂછ્યું હતું કે તું કંઇક મારા થી છૂપાવે છે..શું વાત છે એ કે મને...પણ એને મને કઈ જ કહ્યું નથી...બસ ચૂપચાપ બેસી રહી...ને બસ તું વિચારે છે એવું કંઈ જ નથી બસ એનું જ રટણ કરતી રહી.

માધવી કાકી - તારી મમ્મી નું સહનશક્તિ ને સલામ છે. તારા શબ્દો ના બાણ સહન કરી લીધા...આ ઘર છોડી દીધું પણ તને દુઃખ પહોંચે એવું કંઈ જ ન કર્યું કે ના તને કઈ કહ્યું.

કહાન - મતલબ? કહેવા શું માંગો છો તમે?

માધવ કાકા - માધવી ... જવાદે...આ એ લાયક પણ નથી કે એને કઈ સાચું કહેવા માં આવે. તું તારા આ આલીશાન ઘર માં તારી પત્ની સાથે ખુશ રહે બસ....
માધવી કાકી - હા સાચું કહ્યું તમે..પણ એક વાત છે કે અત્યારે તો સગા છોકરા પણ માં બાપ ને સાચવતા નથી.એમની ઈજ્જત કરતાં નથી..તો આ તો અનાથ ...આપડે આને શો દોષ આપવો...કદાચ આપડી જ અપેક્ષા વધુ પડતી હતી.

આટલું કહેતા માધવ ભાઈ અને માધવી બેન ઘર ની બહાર જવા નીકળે છે.

કહાન - શું કહ્યું તમે??અનાથ?? કોણ હું??

માધવ ભાઈ અને માધવી બેન એની સામે જોવે છે પણ કઈ પણ કહ્યા વગર બાર નીકળે છે.

કહાન એમની પાછળ પાછળ બાર જાય છે..એમને ઊભા રહેવાનું કહે છે પણ બન્ને માંથી કોઈ ઊભા નથી રહેતું ના પાછળ વળી ને જોવે છે. ...ગાર્ડન સુધી પહોંચતા કહાન જોર થી બોલે છે તમને તમારી દોસ્ત અને મારી મમ્મી ના સમ છે.

માધવ ભાઈ અને માધવી બેન ના પગ અટકી જાય છે.માધવી બેન પાછળ ફરી ને કહે છે.કઈ માં ના સમ આપે છે તું? જેને માં કહેતા પણ તને શરમ આવે છે એના?

કહાન - તમે હમણાં શું બોલ્યા...અનાથ? હું અનાથ છું? આ મારા સગા માં બાપ નથી એમ કહેવા માંગો છો તમે?
માધવી કાકી - હા અનાથ .... નથી એ તારા સગા માં બાપ...તો પણ તને સગા છોકરા કરતાં પણ ગણું વધુ રાખ્યું છે.તારા આ શબ્દો ના તીર સહ્યા તારી મા એ... એ પણ વગર કોઈ ગુના એ.

કહાન - તો હું કોણ છું? તમે મજાક કરો છો ને? મારા એવા વર્તાવ ના લીધે તમે મને હેરાન કરવા એવું કહો છો ને?

માધવ કાકા - જવા દે ને માધવી..કોની સામે આ બધું કહી રહી છે તું...ચાલ મોડું થઈ રહ્યું છે...વરસાદ પડવાની તૈયારી છે.
કહાન - પ્લીઝ!!! મને પૂરી વાત કરો .. કેમ આવું કહ્યું તમે??
માધવી કાકી - હા કહું છું....કેમ કે તું ફક્ત બરખા અને કિઆન માટે જ નહિ..અમારા માટે પણ અમારા પુત્ર જેવો જ છે...પણ બરખા પણ મારી બહેન જેવી છે...એટલે જ એના ના પાડવા છતાં આજે તને હકીકત કહીશ....જેથી તારા મન માં એના માટે કોઈ ગલતફહેમી ના રહે...આશા રાખું છું...તું એની લાગણી સમજીશ....

એટલા માં વરસાદ શરૂ થઈ જાય છે...કહાન એમને અંદર આવવાનું કહે છે પણ એ લોકો હવે અંદર જવાની ના પાડી દે છે...ત્રણેય ગાર્ડન માં રાખેલી ચેર પર બેસે છે.
માધવી કાકી - યાદ છે કહાન...તું હમેશા પૂછતો હતો કે તારા જન્મ સમય ના તારા ફોટા કેમ નથી? તારા બધા દોસ્ત પાસે તો છે...તારો તારા પિતા સાથે પણ એક પણ ફોટો કેમ નથી?
કહાન - હા...મમ્મી કહેતી હતી કે ત્યારે આપડી પાસે કેમેરો નહતો...માં એવો ફોન...માં ક્યારેય બાર જઈને ફોટા પડાવવાના ખર્ચા કરવાના પૈસા....અને પપ્પા તો મારા જન્મ પછી થોડા સમય માં જ જતા રહ્યા ભગવાન પાસે...
માધવી કાકી - ના...કેમ કે તને દત્તક લીધો ત્યારે તું એક વર્ષ નો હતો...એટલે તારા જન્મ સમય ના ફોટા નથી...

આ સાંભળી ને કહાન ત્યાં જ ફસડાય પડે છે...એને એમ હતું કે આ લોકો બસ એને ગિલ્ટી ફીલ કરાવા એવું કહી રહ્યા છે.
માધવ કાકા 28 વર્ષ પહેલાં ની વાત ની શરુઆત કરે છે.

********
હું,માધવી,બરખા અને કિઆન...અમે ચારેય કોલેજ માં સાથે જ હતા...અમે ગણી વાર અનાથ આશ્રમ.. વૃદ્ધાશ્રમ કે સ્લમ એરિયા માં જતા...જરૂરત ની વસ્તુ પૂરી પાડતા ... એમની સાથે થોડો સમય પસાર કરતા...કોલેજ પછી મારા અને માધવી ના લગ્ન થઈ ગયાં હતા.બરખા અને કિઆન ના ઘરે થી પણ એમના લગ્ન માટે બધા રાજી હતા.

એવા માં એક વાર અમે એક સ્લમ એરિયા માં ભોજન અને કપડાં નું વિતરણ કરી ને પરત ફરી રહ્યા હતા. ત્યાં એ સ્લમ એરિયા ના ખૂણા માં જ અમને એક બાળક ના રડવાનો અવાજ આવ્યો...અમે એ તરફ ગયા તો એવું લાગતું હતું કે કોઈ હમણાં જ આ સાઇડ બાળક ને મૂકી ને ગયું હશે... અમે આસ પાસ શોધવાની ટ્રાય કરી પણ ક્યાંય થી પણ કઈ જાણવા ના મળ્યું...અમે એ બાળક ને પોલીસ સ્ટેશન લઈ ગયા...એમને પણ પ્રયત્ન કર્યા પણ સફળતા ના મળી ત્યાં સુધી એ બાળક ને એક અનાથ આશ્રમ માં રાખવામાં આવ્યો હતો...અમે રોજ પોલીસ સ્ટેશન માં જઈને એના માતા પિતા વિશે કઈ જાણવા મળ્યું કે નહિ એની પૂછતાછ કરતાં...અને ક્યારેક ત્યાં થી અનાથ આશ્રમ એ બાળક ને મળવા પણ જતા...જ્યારે એ બાળક ના માતા પિતા ની કોઈ જાણકારી ના મળી અને એને બીજા અનાથ આશ્રમ મોકલવાનું નક્કી થયું ત્યારે અમે ત્યાં ગયા હતા... એ દિવસે નીકળતી વખતે એ બાળકે બરખા ના દુપટ્ટા નો છેડો પકડી લીધો અને રડવા લાગ્યો...બરખા ની આંખ માં પણ આંસુ આવી ગયા અને અમે બધા પણ ઇમોશનલ થઈ ગયા હતા...બરખા ને એ બાળક ને છોડી ને જવા નો જીવ નહતો ચાલતો...ત્યારે જ કિઆન એ નિર્ણય લીધો કે આ બાળક ને દત્તક લેશે....બરખા ખૂબ જ ખુશ થઈ ગઈ...બન્ને એ ઘર ના ને મનાવ્યા અને એ બાળક ને ઘરે લાવવાની વાત પર મહોર મારી..નક્કી થયું કે બંને કોર્ટ મેરેજ કરી ને તરત બાળક ને દત્તક લેશે.... કિઆન અને બરખા એ ત્યારે જ એનું નામ નક્કી કરી દીધું..."કહાન"

બન્ને સારી જોબ કરતા હતા અને તારા માટે થઈ ને બન્ને એ ઉતાવળ મા કોર્ટ મેરેજ કરી લીધા. બધી લીગલ પ્રોસેસ પૂરી કરીને બધા અનાથ આશ્રમ માં બાળકો સાથે સમય પસાર કર્યો અને રાત્રે તને લઈને ઘરે આવતા હતા ત્યારે એક એક્સિડન્ટ એ બરખા અને કિઆન ની જિંદગી બદલી નાખી.એ રાત્રે એક્સિડન્ટ માં કિઆન નું મોત થયું.એના થોડા સમય પછી બધા એ બરખા ને બીજે મેરેજ કરવા સમજાવી પણ કિઆન ના પ્રેમ ના લીધે અને બીજુ કોઈ દત્તક બાળક ને પોતાના બાળક જેવો પ્રેમ આપશે કે નહિ એ ડર ના લીધે બરખા એ ક્યારેય લગ્ન ના કર્યા

એની દુનિયા તો તારી આસપાસ જ હતી કહાન...અરે હતી શું હજી પણ છે જ.

અને તું અમારા સંબંધ ને જે બદનામ કરે છે એની હકીકત એ છે કે એ રાત્રે પ્રિશા એ તને અધૂરી વાત કહી હતી.એને સાંભળી લીધું હતું જ્યારે બરખા કહેતી હતી કે કહાન કે પ્રિશા ને આ વાત ની જાણ ના થવી જોઈએ કે કહાન દત્તક લીધેલો છે.કારણ કે આશ્રમ ના કાગળ પ્રિશા ના હાથ માં આવી જવાના હતા...એ બરખા ના રૂમ માં બીજી કોઈ પ્રોપર્ટી બરખા ના નામ પર છે કે નહિ એ જોવા આવી હતી. ઘર તો એને તારા નામ પર કર્યું જ હતું પણ બીજુ કઈ રહી ના જવું જોઈએ ને... ત્યારે બરખા એ કાગળ જોવા ન દિધા એટલે અને એને બરખા સાથે નહતું રેહવું એટલે એને તને આવી વાતો બનાવી ને બરખા ને વૃદ્ધાશ્રમ મોકલવાનું નક્કી કર્યું. કેમ કે એ સમજી ગઈ હતી કે કઈ પણ થાય બરખા ક્યારેય આ હકીકત તને નહિ કહે.

માધવ કાકા - અમેરિકા હોવાથી તને મહિના થી આ વાત કહી નહતો રહ્યો .. કે રૂબરૂ મળી ને જ કહીશ...આ બધું તને અત્યારે કેહવાનું કારણ એ જ છે કે બરખા એ જમવાનું છોડી દીધું છે. એની તબિયત બગડતી જાય છે જયાર થી એ વૃદ્ધાશ્રમ છે એ બસ તારા અને કિઆન ની તસવીર જોયા કરે છે.કદાચ હવે એ કિઆન પાસે જવા માંગે છે.પણ અમે નહતા ઈચ્છતા કે તારા મન માં બરખા માટે કોઈ દ્વેષ રહે એટલે જ એની કસમ તોડી ને આજે તને બધું કહ્યું.

આ બધું સાંભળી ને કહાન નું મગજ સુન્ન થઈ ગયું...એને શું કેહવુ કઈ સમજાતું નહતું. એ બસ રડતો હતો એની કરેલી ભૂલ પર...

કહાન ફટાફટ ગાડી ની ચાવી લઈને આવ્યો અને કહ્યું કે હું મમ્મી ને લેવા જાઉં છું.કહાન સાથે માધવ ભાઈ અને માધવી કાકી પણ આશ્રમ પહોંચ્યા.

કહાન બરખા પાસે જઈને એના પગ પાસે બેસી ને ખુબ રડે છે.અને માફી પણ માંગે છે.
કહાન - મને માફ કરી દે મમ્મી...મે પ્રિશા ની વાત સાંભળી પણ તારી નહિ...ચાલ હું તને લેવા આવ્યો છું.અને હવે હું પ્રિશા ને છોડી દઈશ...બસ તું મારી સાથે ઘરે ચાલ...તું મને અનાથ આશ્રમ માંથી લાવી છતાં ક્યારેય એની જાણ મને ના થવા દીધી. ઘર મારા નામ પર કરી દીધું. મને કેટલો પ્રેમ આપ્યો માં.....અને મે શું કર્યું તારી સાથે!!! હું તો માફી ને પણ લાયક નથી પણ બની શકે તો માફ કરી દે માં....
બરખા - (કહાન ને ગળે લગાવી દે છે.)મારા જવાનો સમય થઈ ગયો છે બેટા...અને તું પ્રિશા ને છોડતો નહિ..એ સારી જ છે.એને બસ તારી સાથે એકલા રેહવુ હતું.તું એનો સાથ ના છોડતો.અને માતા નું બાળક પ્રત્યે નું વાત્સલ્ય ફક્ત લોહીના સંબંધ થી જ થોડી ના હોય છે.તું ફક્ત મારો જ પુત્ર છે કહાન.

બસ પછી બરખા આંખો બંધ કરી દે છે કાયમ માટે... જાણે એ બસ કહાન ના આવવાની રાહ જોઈને ના બેઠી હોય કિઆન પાસે જતા પહેલા એને મળવા માટે. કિઆન માટે પ્રેમ છે તો કહાન માટે વાત્સલ્ય પણ છે.

કહાન એ રાત્રે બઉ જ રડે છે અને સાથે એક નિર્ણય પણ કરે છે કે એ બધી પ્રોપર્ટી આશ્રમ ના નામ પર કરીને ત્યાં જ રહીને વડીલો ની સેવા કરશે.પ્રિશા ને ઠીક લાગે તો એ સાથ આપશે નહિ તો જઈ શકે છે.બરખા એ કહ્યું હતું એટલે એ સામે થી સાથ નહિ છોડે.

*******
એક રાત એવી હતી જ્યારે બરખા ની જીંદગી બદલાઈ ગઈ હતી અને એક રાત એવી આવી જ્યારે પોતાની હકીકત જાણી ને કહાન ની જીંદગી બદલાઈ ગઈ.