divya svapn in Gujarati Short Stories by bhavna books and stories PDF | દિવ્ય સ્વપ્ન

The Author
Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

દિવ્ય સ્વપ્ન

ગઈકાલે હું મારા ઘરની બાલ્કનીમાં બેઠી હતી,અચાનક મારા હાથપગમાં કળતર અને માથામાં દુઃખાવો થવા લાગ્યો,તબીયત સારી ન લાગતા હું બેડરૂમમાં જઈ આડી પડી અને થોડી વાર માં મને તાવ આવ્યો,આમ તો મને આજ સુધી ક્યારેય તાવ નથી આવ્યો અને મને કસમયે
સુઈ જવાની આદત નથી એટલે મને આમ સુતેલી જોઈ બન્ને બાળકો મારી પાસે આવીને બેસી ગયા,મને પુછ્યુ મમ્મી તને શું થયુ? મે કહ્યુ થોડુ તાવ જેવુ લાગે છે,એટલે એકે થર્મોમીટર લઈ તાવ માપ્યો,મને 101 તાવ તે જોઈ બન્ને ગભરાઈ ગયા,એક માથુ તો બીજુ પગ દબાવા લાગ્યા ,બાળકોનો મારા પ્રત્યે સ્નેહ જોઈ મને થયુ કે મે જીવનભર જે મૂડી એકત્ર કરી તે આ,મારા બે બાળકોનો પ્રેમ છે.પછી જોતજોતામાં હું નિંદ્રાધીન થઈ ગઈ.
આપણે ખાલી હાથે આવ્યા છીએ તે છતાંય આપણે સ્વજનોના
સ્નેહ રૂપે ઘણુંજ સાથે લઈને જઈએ છીએ, અને પાછળ છોડી જઈએ છીએ પોતાના કર્મોની સુવાસ (એ આપણી ઉપર છે કે, આપણા કર્મ કેવા છે)અને લોકોના દિલ માં આપણી યાદ...
*****
અચાનક મારી તબીયત બગડી મને મગજ પર તાવ ચઢ્યો મને લાગ્યુ કે હવે મારી પાસે વધુ સમય નથી,
મારી બગડતી હાલત જોઈ બાળકો ગભરાયા,મે તેમને પાસે બેસાડી ટૂટક અવાજ માં કહ્યુ બન્ને ભાઈ-બહેન એકબીજાનુ ધ્યાન રાખજો અને સ્વનિર્ભર બનજો,દિકરી ને કહ્યુ ભાઈ થોડો નાદાન છે પણ મારા ગયા પછી તે સમજદાર થઈ જશે,અને દિકરા તુ બેનનુ ધ્યાન રાખજે એને મારતો કે હેરાનપરેશાન ન કરતો,એટલામાં મારા પતિ આવ્યા તે મને જોઈ મારી પાસે આવીને બેઠા તેમની આંખોમાં અશ્રુબિંદુ હતા,મે તેમને કહ્યુ કદાચ આપણો સાથ આટલો જ હતો, તમે તમારુ અને બાળકોનુ અને ઘરનુ ધ્યાન રાખજો બન્ને ને ભણતર પૂરુ કરાવી આત્મનિર્ભર બનાવજો,અને જ્યા લગી બન્ને જીવનમાં
સેટલ ન થાય ત્યા સુધી બીજા લગ્ન ન કરતા,તેમણે મારો હાથ પકડી મને ક્હ્યુ શું ગાડા જેવી વાત કરે છે તને કંઈજ નઈ થાય ફક્ત તાવ છે હમણાંજ ડોક્ટર આવશે ને તારો ઈલાજ કરશે એટલે તુ સાજી થઈ જઈશ,મે કહ્યુ હવે કંઈજ નઈ થાય મારો સમય હવે પૂર્ણ થઈ ગયો છે, મારાથી જીવનમાં જાણે-અજાણ્યે કંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો અને મારી આંખો માંથી અશ્રૂઓ છલકાઈ ગયા,પછી મારી આંખો મીંચાઈ અને માથાનો દુઃખાવો તેજ થયો ને મગજની નસ ફાટી ગઈ,એટલામાં ડોક્ટર આવ્યા તેમણે મારી પ્રાથમિક તપાસ બાદ મને બ્રેઇન ડેડ (મૃત) જાહેર કરી,જોતજોતામાં મારુ શરીર શાંત થઈ ગયુ અને હું હળવાશ અનુભવવા લાગી, હવે ન કોઈ વેદના હતી કે ન કોઈ ચિંતા ,હું બધીજ મોહમાયાના બંધનો માંથી આઝાદ હતી,મે હળવે થી નીચે જોયુ તો મારું નિર્જીવ શરીર નીચે પડ્યુ હતુ અને મારા સ્વજનો હૈયાફાટ રૂદન કરી રહ્યા હતા,તેવામાં મારી સામે એક દિવ્ય પ્રકાશપુંજ રેલાયો,તે જાણે મને પોતાની તરફ આકર્ષિત કરતો હતો,હું બધુ ભૂલી આ મોહમાયાની દુનિયા છોડી એ પ્રકાશ તરફ આગળ વધવા માંડી,જેમ હું આગળ વધતી જતી હતી તેમ મને શાંતિનો અનુભવ થયો, મારું રોમેરોમ પ્રફુલ્લિત થઈ ઉઠયુ, હવે હું સુખ-દુઃખ અને આશા-નિરાશા થી પરે હતી,અને પછી અચાનક મારા દીકરાએ આવી માથે હાથ ફેરવ્યો અને પુછ્યુ મમ્મી હવે તને કેમ છે?,મે તને દવા આપી તેનાથી તાવ ઊતર્યો કે નહી? મારી આંખ ખૂલી અને પેલુ દિવ્ય સ્વપ્ન ટૂટી ગયુ...
આવા સ્વપ્ન આપણને જગાડી દે અને જીવન ની હકીકત સમજાવી જાય, અને હા આપણી સાચી મૂડી આપણા સ્વજનો છે....
મળે જો સમય તો, સ્વજનો સાથે વીતાવો
કમાવાની દોડમાં પછી પસ્તાવાનો ન આવે વારો✍🙏🙂
#shabdbhavna
✍જય શ્રીકૃષ્ણ 🙏