Wait ... in Gujarati Short Stories by Beenaa Patel books and stories PDF | રાહ....

Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

રાહ....


ભાવવિહીન, આંસુ ઓ સુકાઈ જતા એની ખરડાયેલી એક અમીટ છાપ ચહેરા પર અલગ થી ઉભરાઈ આવતી એવી સુંદર પણ ભાવ વિહીન આંખો સાથે વંદના બારી માંથી બહાર જોઈ રહી હતી.

આ આંખો પહેલે થી જ આવી નહોતી. એક સમય હતો જ્યારે આ સુંદર આંખો હમેશાં બોલતી હોય એવો અહેસાસ થતો હતો. એક માસૂમિયત છલકાતી હતી એના ચહેરા પર. એનું સ્મિત એની અનહદ ખુશી ને પૂરો ન્યાય નહોતું આપી શકતું. જેટલી સુંદર દેખાવ થી હતી એનાથી અનેકગણી સુંદર એ મન થી હતી.

વંદના....એક યુવાનની ના ઉંબરે આવી ને ઊભેલી નવ યૌવના...જેની મોટી મોટી બદામી આંખો માં દુનિયા ભરના સપનાઓ હતા. દુનિયા ના દરેક યુવાન યુવતી ઓ જેમ એને પણ બધા શિખર હાંસિલ કરવા હતા. મમ્મી પપ્પા ના જોયેલા એ તમામ સ્વપ્નો પૂરા કરવા હતા. એક નાની બેન ને ઉજ્જવળ ભવિષ્ય ના સ્વપ્ના ઑ જોવા માટે પ્રેરિત કરવી હતી પૂરી સોસાયટી માં વંદના એક એવું નામ હતું કે જે બોલતા જ એક રમતિયાળ પણ અને સમજદાર પણ એવી વિરોધાભાસી સ્વભાવ ની મસ્તી ખોર છોકરી ની જ છબી આંખો સામે આવે. એવું એનું આકર્ષક વ્યક્તિત્વ હતું

ગઈ સાલ આ જ વખતે, આવા જ સમયે વંદના પોતાની જ ખ્યાલો ની બનાવેલી એક અલગ જ દુનિયા માં મસ્ત હતી.
મુગ્ધા માં થી યુવતી બનવાના સફર નો અનુભવ જ કંઇક અલગ હોય છે. થોડો સંકોચ, થોડી વિટંબણા, થોડી શરમ ઘણા પ્રશ્નો અને એ બધી જ વાત માંથી પસાર થવાની એ ઉંમર... આવી જ નજાકત ભરી ઉંમર માં વંદના ના જીવન માં સૂરજ આવ્યો.

કોલેજ ના છેલ્લા વર્ષ માં સૂરજ ના પિતા ની બદલી થતી હોવાથી એ લોકો અહી અમદાવાદ આવ્યા હતા. અને બાજુ ની સોસાયટી માં જ રહેવા આવ્યા હતા.
સૂરજ... નામ પ્રમાણે જ એના ગુણ હતા. ખૂબ પ્રભાવશાળી વ્યક્તિત્વ, ભૂરી આંખો, તામ્ર વર્ણ, ઊંચો અને દેખાવ માં એટલો જ શાલીન. નવું શહેર, નવી માહોલ, નવી કોલેજ છતાં પણ આત્મવિશ્વાસ થી ભરપૂર હતો સૂરજ પ્રથમ ત્રણ મહિના માં તો એ તમામ પ્રોફેસરો તથા અન્ય સ્ટાફ માં પ્રખ્યાત થઈ ગયો હતો.

ભણવામાં તો હોશિયાર હતો જ પણ અન્ય પ્રવૃત્તિઓ જેમ કે નાટક, વકૃત્વ સ્પર્ધામાં હમેશાં અવ્વલ. કોલેજ ની ઘણી છોકરી ઓ એની સાથે વાત કરવા કોશિશ કરતી પણ સૂરજ ખૂબ શાલીનતા થી વાતો કરતો બધા સાથે
જે દિવસે એ લોકો સોસાયટી માં રહેવા આવ્યા તે સાંજે એને પહેલી વાર વંદના ને જોઈ. એની મોટી સુંદર આંખો અને એનું સ્મિત એ જ સમયે એની આંખો માં વસી ગયું હતું. બે દિવસ પછી વંદના ને એને કોલેજ માં જોઈ ત્યારે એને મનોમન એ ભગવાન નો આભાર માન્યો. તે દિવસ થી એ હમેશાં એને જોતો રહેતો છુપાઈ ને, ક્યારેક કોલેજ કેમ્પસ માં ક્યારેક બસ સ્ટોપ પર. આમ કરતાં કરતાં પ્રેમી ઓ નો દિવસ એટલે કે વેલેન્ટાઈન ડે આવી ગયો અને સૂરજ એ નક્કી કર્યું કે આજે તો વંદના ને કહેવું જ છે કે એ એને કેટલી પસંદ કરે છે.

આ તરફ વંદના ને પણ થોડો ખ્યાલ હતો જ કે સૂરજ એને પસંદ કરે છે. આ સબંધ જ એવો છે કે તમે કહો કે ના કહો પણ તમારી આંખો જ કહી આપે એને સૂરજ ના મિત્રો એ કહ્યું ક કે સૂરજ એને પ્રપોઝ કરવાનો છે. વેલેન્ટાઈન ડે ના દિવસે. મન માં ને મન માં એ શરમાઈ રહી હતી વારે ઘડીયે પોતાને આયના માં જોતી રહેતી એક અલગ જ લાગણી અનુભવતી હતી વંદના...
14 તારીખ આવી ગઈ સવારે વહેલા જ રોજ કરતા વધારે સમય પોતાની જાત ને આપી અને એ તૈયાર થઇ અને કેમ ના થાય એને પણ તો સૂરજ પસંદ હતો. રોજ કરતા થોડી વહેલી કોલેજ પહોંચી ગઈ આજ

સૂરજ રાત્રે સૂતો જ નહોતો સવાર થવાની બસ રાહ જોઈ રહ્યો હતો. ક્યારે સવાર પડે અને ક્યારે એ કોલેજ જાય અને એની વંદના ને પ્રપોઝ કરે....

આખરે સવાર પડ્યું ..જલ્દી જલ્દી તૈયાર થયો સૂરજ. એને તો બસ જલ્દી હતી એની વંદના ને મળવાની.
મોડું ન થાય એટલે એ થોડી વધારે ઝડપ થી એની બાઈક ભગાવી રહ્યો હતો મન માં બસ વંદના જ હતી. અચાનક સામે થી એક નાનકડી બાળકી આવી ગઈ...અને એને
બચવા જતા એને બાઈક ને બીજી સાઈડ પર લીધી જ્યાં થી સામે થી ટ્રક આવી રહી હતી...અને એ ટ્રક એના માટે કાળ બની ને આવી....

એના જીન્સ ના ખિસ્સા માં મુકેલી રીંગ રોડ પર આવી ને પડી. સૂરજ ના મિત્રો પાછળ જ આવતા હોઇ એને તાત્કાલિક નજીક હોસ્પિટલ માં લઇ ગયા...પૂરી લોહી થી ખરડાયેલી એની કાયા...છતાં મો પર વંદના નું નામ. અને એ જ નામ સાથે એને આ દુનિયા માંથી વિદાય લીધી....

વંદના....કોલેજ ના ગેટ પાસે રાહ જોઈ રહી હતી સૂરજ ની થોડી વાર પછી સૂરજ ના એક મિત્ર એ આવી ને વંદના ના હાથ માં એ રીંગ મૂકી અને આ દુઃખદ સમાચાર આપ્યા....

એને કંઈ સમજ જ નતું આવી રહ્યું...જે સુંદર આંખો સૂરજ ને પસંદ હતી એમાં કોઈ ભાવ જ નતો દેખાતો....
વંદના માંથી ક્યારે એ વિજોગણ બની ગઈ ખબર જ ના પડી...રોજ સવારે એ સૂરજ ની રાહ જોવી એ એની દિનચર્યા માં જ આવી ગયું ....જે આજ સુધી અવિરત ચાલુ છે .