Vasudha - Vasuma - 31 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ ૩૧

Featured Books
  • महाशक्ति - 32

    महाशक्ति – एपिसोड 32"तांडव की आहट और प्रेम की शपथ"---कहानी अ...

  • लाल बैग

    रात का समय था। एक बूढ़ा आदमी अपने पुराने से घर में अकेला बैठ...

  • इश्क़ बेनाम - 3

    03 चौखट भीतर तूफान सुबह की धुंधली रोशनी में रागिनी अपने मन म...

  • महाभारत की कहानी - भाग 105

    महाभारत की कहानी - भाग-105 कौरव और पांडव पक्ष के युद्धयात्रा...

  • नागलोक

    Subscribe Bloody Bat Horror Stories for watching latest horr...

Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ ૩૧

વસુધા પ્રકરણ - ૩૧

 

મહાદેવનાં દર્શન કરી પીતાંબર અને વસુધા ગર્ભગૃહમાંથી પ્રસાદ લઈને બહાર નિકળ્યાં. પાર્વતીબેન - દિવાળીફોઈ બહાર બેઠાં બેઠાં માળા કરતાં હતાં. દુષ્યંત ઉભો ઉભો નદી તરફ હોડીઓ જોઈ રહેલો.

દિવાળીફોઈએ કહ્યું તમે લોકો બધે ફરી આવો અમે અહીં બેઠાં છીએ તમે પાછાં આવો એટલે ઘરે જવા માટે  નીકળી જઈશું.

વસુધાએ કહ્યું ભલે અને દુષ્યંતને બોલાવી સાથે કરી લીધો. ત્રણે જણાં મેળાની મેદની વટાવીને નદીકાંઠા તરફ જઇ રહેલાં. રસ્તામાં નાની નાની હંગામી દુકાનો બધું વેચવા ગોઠવાયેલી હતી ઘણાં પાથરણાં પાથરીને બધી વસ્તુઓ વેચવા બેઠેલાં, ફળફળાદી, રમકડાં, આંબલી, બોર, સૂકા બોર, જામફળ, કાકડી બધું વેચાતું હતું ક્યાંક રમકડાં, ક્યાંક ખેલ હતાં. નાનાં નાનાં ચકડોળ, બધું જોતાં જોતાં જઈ રહેલાં.

વસુધાએ દુષ્યન્તને કહ્યું તારે આંબલી, બોર કંઈ લેવું છે ? ચાલ આપણે કાકડી, મકાઈ, બોર બધું લઈએ પીતાંબરે એલોકોને બધું અપાવ્યું પછી એણે સિગરેટની તલપ લાગી હતી એણે ખીસા ફમફોસ્યા પણ ના મળ્યું એણે યાદ આવ્યું બાથરૂમમાં જે કપડાં બોળ્યા એમાંજ રહી ગયું છે એ ભોંઠો પડી ગયો.                             

વસુધાએ કહ્યું શું શોધો છો ? કંઈ રહી ગયું ? કે પડી ગયું ? પીતાંબરે ના ના કંઈ નહીં ચલો તમે આ બધું લઇ લીધું હોય તો હોડીમાં બેસવા જઈએ. વસુધા મીઠું હસી પછી ચૂપ થઇ ગઈ એણે કહ્યું કંઈ નહીં ચલો હવે હોડીમાં બેસીએ.

એલોકો વિરાટ મહીસાગરનાં કાંઠે લાંગરેલી હોડી તરફ ગયાં. એની સાથે ભાવ કરી ત્રણે જણા હોડીમાં બેઠાં. પીતાંબરે હોડીવાળાને કહ્યું અમે ત્રણજ બેસીશું બીજા પ્રવાસી નહીં લેવાનાં તને તારાં ફેરાનાં પુરા પૈસા અમે આપી દઈશું હોડીવાળો માંની ગયો.

એણે નદીએ ખીલે બાંધેલું દોરડું છોડ્યું અને હોડી નદીમાં સરકવા લાગી. વસુધા ખુશ થઇ ગઈ. હોડીમાં વચ્ચેનાં પાટીયા પર દુષ્યંત અને હોળીનાં છેડાનાં લાકડે પીતાંબર અને વસુધા બેઠાં હતાં. બીજા છેડે હોડીવાળો હલેસા મારી હોડી આગળ ધપાવતો હતો.

હોડી નદીનાં મધ્યે આવી ગઈ હતી. ત્યાં જળ ખુબ ઊંડા હતાં. જળમાં ભમરીઓ થતી હતી. વસુધાએ બધું ટીકી ટીકીને જોઈ રહી હતી અને પીતાંબર વસુધાને જોઈ રહેલો. વસુધા નીચે વળી પાણીમાં હાથ બોળવા લાગી પીતાંબરે એને પકડી લીધી એણે કહ્યું આટલી બધી વળીને ના પાણીમાં હાથ નાંખ ક્યાંક પડી જવાશે જોને નદી કેટલી વિશાળ અને ઊંડી છે.

દુષ્યંતે કહ્યું જીજા એમાં કેટલી બધી માછલીઓ છે એલોકોને કેટલી મજા આવતી હશે પાણીમાં રમવાનું રહેવાનું અને જીવવાનું બસ તર્યા કરવાનું ના ભણવાનું ના પરીક્ષા ના બીજું કોઈ કામ કરવાનું.

વસુધાને હસું આવી ગયું એ બોલી વાહ તો તારે માછલીનો જન્મ લેવો હતો ને. પીતાંબરે કહ્યું કોઈનાં હાથમાં કંઈ નથી આપણે માણસ છીએ શું ખોટું છે આપણાં જીવનમાં મહેનત કર્યા પછી કેટલાં સુખ અને શોખ છે આપણે પણ મજા કરવાની.

વસુધા પીતાંબરની આંખોમાં જોઈ રહી એની આંખોમાં પ્રેમ નીતરતો હતો. એ અચાનકજ પીતાંબરને વળગી ગઈ અને બોલી ચારે બાજુ પાણી પાણી છે મને તો ડર લાગે છે. પીતાંબરે કહ્યું હું તારી સાથે છું ડરે છે કેમ ? મને તરતાં આવડે છે. વસુધાએ કહ્યું તરતાં તો મને પણ આવડે છે પણ આપણાં જીવન સાગરનાં તમે નાવિક છો અમે તમારે આશરે છીએ તમને કંઈ થવું ના જોઈએ. એમ કહી એણે એનાં પર્સમાંથી સીગરેટ અને દિવાસળીનું બોક્ષ કાઢી પીતાંબરને આપતાં કહ્યું લો આ તમારો શોખ અને મજા. તમે ખોટું બોલેલાં...તમારાં ખીસામાંથી મને મળેલું મેં કપડાં બોળતાં પહેલાં કાઢી લીધેલું પીતાંબર તમારાં શોખ મને ડરાવે છે. તમે આનાં વિના આનંદમાં ના રહી શકો? હું તમને વધારે નહીં કહું તમે ખુદ સમજદાર છો. આવા શોખ જીવન ને દાવ પર લગાવે છે. લો તમારી અમાનત જે તમે તમારાં ખીસામાં શોધતાં હતાં. પછી ચૂપ થઇ ગઈ.   

પીતાંબરનો ચેહરો ઉતરી ગયો એની ચોરી પકડાઈ ગઈ હતી. દુષ્યંત એની દુનિયામાં હતો. પીતાંબરે લઇ ખીસામાં મૂકી દીધું. વસુધાએ કહ્યું તમે શોખ કરો એનો મને વાંધો નથી પણ એણે વ્યસન ના બનાવશો મને ખબર છે બધાં પીતાં હોય છે અને તમે તો એકનાં એક લાડકા છો. પૈસે ટકે આપણને તકલીફ નથી હું તમને ક્યાં ક્યાં રોકવા આવવાની છું ? કાલે આપણાં ઘરમાં બાળક આવશે. તમારે સમજવાનું છે હું તમને કદી નહીં ટોકું.

પીતાંબરે કહ્યું વસુધા સાચું કહું મને વ્યસન નથી પણ ક્યારેક કયારેક આવી નાની નાની ઐયાશી કરું છું મને આનંદ આવે છે. સુખનો એહસાસ થાય છે પણ તને નથી ગમતું હું નહીં પીઉં જો અત્યારેજ નદીમાં પધરાવી દઉં છું તારાં સોગંધ ખાઈને કહું છું હવે નહીં પીઉં.

વસુધા ફરીથી વળગી ગઈ અને બોલી સાચેજ ? દિલથી કહો છો ને ? સીગરેટ નહીં પીવોને ? તમને જોઈએ એટલો પ્રેમ કરીશ આ બધાનો આશરો ના લેશો.

0પીતાંબરે પ્રેમથી વસુધાનાં માથે હાથ ફેરવતાં કહ્યું કદી એની સામે નહીં જોઉં તારાં સમ ખાધા છે તારાં સમ કદી નહીં તોડું આ નદી માતાની સાક્ષી.

વસુધાને આનંદ આનંદ થઇ ગયો અને પીતાંબરને વળગીને બેસી રહી. હોળી નદીમાં સરકી રહી હતી મીઠો પવન સ્પર્શી રહેલો અને વસુધાનાં હોઠોથી સુંદર કવિતા નીકળી એ મીઠા સ્વરે ગાઈ રહી હતી. દુષ્યંત પણ એ સાંભળી ખુશ થઇ ગયો એ પણ સાંભળવામાં તલ્લીન થઇ ગયો. વસુધાનાં હોઠેથી સ્વર નીકળી રહ્યાં હતાં.

“ ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દીસતું "

   " એકે નથી વાદળી....”

પીતાંબર પણ ભાવાવેશમાં આવી ગયો હતો. હોડી સરકતી સરકતી હવે કાંઠા તરફ આવી રહી હતી. વસુધાને આજે બેવડો આનંદ હતો. પીતાંબરે સીગરેટ છોડી હતી અને પીતાંબરનું સાનિધ્ય કુદરતના ખોળે મળેલું. આજે પોતાને વિશ્વની સૌથી સુખી પત્ની માની રહી હતી.

કિનારે આવી પીતાંબરે હોડીવાળાને પૈસા ચૂકવ્યાં. હોળીવાળાએ કહ્યું તમારાં જેવાં પ્રવાસી ઘણાં ઓછાં આવે છે મારી બહેને સુંદર ગીત ગાયું ભગવાનનાં તમને સદાય આશીર્વાદ રહે. એ વૃદ્ધ નાવિકના આશીર્વાદથી પીતાંબર અને વસુધા ખુશ થઇ ગયાં.                             

મંદિરે પહોંચી દિવાળીફોઈ - પાર્વતિબેનને કહ્યું ચાલો ઘરે પાછા ફરીએ ? બધાં કાર સુધી પહોંચ્યા અને બધા અંદર બેસી પાછા ફરવા નીકળી ગયાં.

વસુધા મીઠી અને ત્રાંસી નજરે કાર ચલાવતા પીતાંબરને જોઈ રહી હતી અને મલકાઈ રહી હતી. પીતાંબર વારે વારે એની સામે જોઈને મીઠું હસી લેતો. બધાં આનંદથી પાછા ઘરે આવી ગયાં .

******

બીજી સવારે પીતાંબર ઉઠીને પરવારી તૈયાર થઇ ગયો. એનો સામાન - બેગ વસુધાએ તૈયાર કરી દીધી હતી અને કહ્યાં વિના દુષ્યંતે ગાડી સાફ કરી નાંખી હતી. પાર્વતિબેને પીવાનાં પાણીનો જગ તૈયાર કરીને વસુધાને કારમાં મુકવા આપ્યો. પીતાંબરને ચા નાસ્તો કરાવીને કહ્યું તમે જમીને નીકળ્યાં હોત તો સારું થાત.

વસુધાની આંખો ઉભરાઈ આવી હતી અત્યાર સુધી પીતાંબરનાં વિરહનો એહસાસ નહોતો પણ જવાની પળ આવી એનાં હૃદયમાં તોફાન જાગેલું કે પીતાંબર વિના એ અહીં રહી શકશે ? પીતાંબરનાં પ્રેમ અને એની મસ્તી યાદ આવી રહી હતી એને જાણે ભાન જ નહોતું આંખો રડી રહી હતી એણે કહ્યું ફોન કરું તરત લેવા આવી જજો મને તમારાં વિના.... ડૂસકું નંખાઈ ગયું.

પીતાંબર પણ ઢીલો થઇ ગયેલો એ કંઈ બોલી નાં શક્યો. પુરુષોત્તમભાઈ, પાર્વતીબેન અને દિવાળીફોઈને પગે લાગ્યો આશીર્વાદ લીધાં.

દુષ્યંતે ગાડીમાં સામાન, લાડુનો ડબ્બો, બીજી વસ્તુઓ મૂકી. વસુધાએ કહ્યું લાલીનું ધ્યાન રાખજો મને એનો પણ એટલોજ વિરહ કઠશે. તમારું ધ્યાન રાખજો અને ફોન કરતા રેહજો.                    

  વસુધા અને પીતાંબર વાત કરતાં હતાં ત્યાં સુધી કોઈ બહાર નાં આવ્યું પાર્વતિબેને દુષ્યંતને પણ ઘરમાં રહેવાં કહેલું પછી વસુધાએ કહ્યું પાપા એ જાય છે એ પછી બધાં બહાર આવ્યાં. બધાએ વિદાય આપી.

પીતાંબર કારમાં બેઠો. એની આંખો બેઠા પછી ભરાઈ આવી એણે વસુધાની સામે એક નજર જોયું અને આંસુ ઉભરાઈ આવ્યાં એણે ગાડી સ્ટાર્ટ કરી દોડાવી દીધી.

વસુધા ગાડી દેખાઈ ત્યાં સુધી ઉભરાતાં આંસુએ એકી નજરે જોઈ રહી હતી જાણે એનું દિલ કોઈ કાઢીને જતું રહ્યું હોય એવો ભાવ આવી ગયો. કાર દેખાતી બંધ થઇ અને વસુધા રડતી રડતી ઘરમાં દોડી ગઇ...

વધુ આવતા અંકે પ્રકરણ -૩૨