One unique biodata - 1 - 36 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૬

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૩૬

દેવ ભાગતો ભાગતો લાઈબ્રેરી આગળ પહોંચ્યો જ્યાં નિત્યા કાનમાં ઇઅરફોન લગાવી,આંખો બંધ કરી અને આકાશ તરફ મોઢું રાખીને બેસી હતી.

"મને ખબર કે તને કઈ વાતની એન્ઝાઈટી છે"દેવે નિત્યા પાસે આવીને કહ્યું.કારણ કે દેવને ખબર ન હતી કે નિત્યાના કાનમાં ઇઅરફોન લગાવેલા હતા.

નિત્યાએ કોઈ જવાબ ના આપ્યો તેથી દેવે ફરીથી કહ્યું,"ઓય,સાંભળને!....બહેરી થઈ ગઈ છે કે શું"

નિત્યાએ આંખો ખોલી તો એણે દેવનો પડછાયો દેખાયો તેથી એ પાછળ ફરી અને દેવને સીધો જ પ્રશ્ન કર્યો,"તે રજા માટે લિવ એપ્લિકેશન કેમ નથી આપી હજી સુધી?,તને ખબર છે ને કે આપણી કોલેજમાં લિવ માટે એક મહિના પહેલા એપ્લાય કરવું પડે છે"

"શેની રજાઓ,શેના માટે લિવ લવ હું?"દેવ કન્ફ્યુઝ હતો કે નિત્યા શેની વાત કરી રહી હતી તેથી એને સામે પ્રશ્ન કર્યો.

"અરે તારે મનાલી નથી જવાનું?"

"ઓહહ એના માટે.....હું તો ભૂલી પણ ગયો હતો એ વાતને"

"તો હવે તો યાદ આવી ગઈ ને"

"મારે નથી જવું યાર,તું મારી વાત સાંભળ"

"ના,હું કોઈ જ વાત નથી સાંભળવાની.મને એ કહે કે કેમ નથી જવું"

"બસ નથી જવું"

"સલોનીનો ફોન મારા પર આવ્યો હતો"

"શું કહેતી હતી?"

"એ મારા પર ગુસ્સો કરી રહી હતી"

"તારા પર કેમ?"

"એને લાગે છે કે તારું આ ટ્રીપ પર નઈ જવાનું કારણ હું છું"

"મતલબ!"

"મતલબ કે હું નથી જઇ રહી એટલે હું તને પણ એમ કહીશ કે તું ના જા"

"એ એવું કેવી રીતે વિચારી શકે"

"મને પણ થોડું અજીબ લાગ્યું.આજ એની વાતોમાં પહેલા જેવી કટાક્ષ હતી"

"તું એ બધું ના વિચાર"

"તું જા ને પ્લીઝ.એ લોકો તારા ફ્રેન્ડ્સ છે.તને ખૂબ મજા આવશે એમની સાથે"

"મજા તો આવશે પણ તારા વગર મને નઈ ગમે ત્યાં"દેવે મજાકમાં કહ્યું.

"ચલ ચલ હવે.આવ્યો મોટો તાલા વગલ નઈ ગમે મને"નિત્યાએ દેવની નકલ કરતા કહ્યું.

"સાચે યાર,તું આવીશ તો મને વધારે મજા આવશે ત્યાં"

"દેવ તને તો ખબર જ છે કે મારી તબીયતના લીધે મેં ઓલરેડી બહુ જ રજાઓ લીધી છે તો હવે મને મારુ કામ કરવા દે અને તું શાંતિથી જઈ આવ.હું તારું કામ પણ સંભાળી લઈશ"

"એ પછી વિચારીશું.પહેલા મારી વાત સાંભળ"

"હા બોલ"

"મને ખબર પડી ગઈ છે કે તને કંઈ બાબતે એન્ઝાઈટી થઈ હતી?"

"કંઈ"

"મને એમ થાય છે કે આટલી નાની વાતથી તું કંઈ રીતે ડરી શકે"

"કૃપા કરી એ જણાવશો કે આ નાની વાત કઈ છે?"

"તને ડબલ સવારી ચલાવતા નથી આવડતું અને હું પાછળ બેસ્યો હતો એટલે ડરતી હતી ને તું?"

નિત્યા જોર જોરથી હસવા લાગી.

"આમ શું દાંત કાઢીને હસે છે?"

"તે તારું આટલું મગજ વાપરી અને મારી એન્ઝાઈટીનું આ તારણ કાઢ્યું!"

"હાસ્તો,બીજું શું હોય"

"મેં ઇન્સ્ટાગ્રામ પર એક વસ્તુ વાંચી હતી એ તદ્દન સાચી હતી હો"નિત્યાએ એની હસી રોકતા કહ્યું.

"શું?"

"આપણી પ્રૉબ્લેમનું અડધું ટેનશન તો મિત્રોના આપેલા સોલ્યુશન સાંભળીને જ ઓછું થઈ જાય છે"

"લે....મેં એવું શું સોલ્યુશન આપ્યું?"

"તું વિચારે છે એવું કંઈ નથી.એન્ડ બાય ધ વે,ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન મને ડબલ શું ટ્રિપલ સવારી પણ આવડે છે"

"હા એતો મેં આજ મારી સગી આંખે જોયું"

"ચૂપ થા હવે"

"બોલ ને સાચી વાત શું છે?"

"પછી કહીશ,બ્રેક પૂરો.લેક્ચરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે"

"અરે હા"દેવ એની વોચમાં જોઈને બોલ્યો.

દેવ અને નિત્યા બંને પોતપોતાના લેક્ચર માટે ક્લાસમાં જાય છે.પાંચ વાગે કોલેજનો સમય પૂરો થતાં નિત્યા પાર્કિંગ તરફ જાય છે.પણ હજી તો દેવ પહોંચ્યો ન હતો.નિત્યા દેવની રાહ જોતી ઉભી હતી અને બધાને બાય કહેતી હતી.

"સોરી...સોરી...સોરી,થોડું લેટ થઈ ગયો"દેવ આવતાની સાથે જ બોલ્યો.

"કંઈ વાંધો નહીં,ચાલ હવે"

"હા લાવ"દેવે હાથ લાંબો કરતા કહ્યું.

"શું આપું?"

"ચાવી,બીજું શું"

"એતો તારી પાસે હશે ને?"

"મારી પાસે કેવી રીતે હોય!...સ્કૂટી તારું છે તો ચાવી પણ તારી પાસે જ હશે ને"

"પણ સવારે તે ચલાવ્યું હતું તો તારી પાસે જ હોવી જોઈએ"

"નિત્યા મને લાગે છે મેં ચાવી તને આપી હતી"દેવ માથું ખંજવાડતા બોલ્યો.

"દેવ તે ચાવી ખોઈ દીધી?"નિત્યા ગુસ્સે થતા બોલી.

"કમ ડાઉન નિત્યા,હું બેગમાં ચેક કરું મળી જશે"

"લાવ હું જોવું"દેવના હાથમાંથી બેગ ઝુંટવી લેતા નિત્યા બોલી.

નિત્યાએ બેગ ચેક કર્યું પણ ચાવી ક્યાંય મળી નહીં.બેગના બધા જ ખાના બરાબર ચેક કર્યા પણ ચાવી ના મળી.

દેવે કહ્યું,"લાવ હું જોવું,મને મળી જશે"

"મને ના મળી તો તને શું મળશે"

દેવે ફરીથી એની આખી બેગ ચેક કરી છતાં ચાવી ન મળી.

"ચાવી નહીં મળે તો શું કરીશું,ઘરે કઈ રીતે જઈશું,હવે તો સ્ટાફના બધા જ નીકળી ગયા છે.વોચમેન સિવાય કોઈ રહ્યું નથી.કોણ હેલ્પ કરશે અમારી.રાત્રે મોડું થઈ જશે તો........."નિત્યા ગભરાઈને મનમાં બબડી રહી હતી.

"નિત્યા તું શું બબડી રહી છે?"

"તને ખબર નથી પડતી યાર.ચાવી કેવી રીતે ખોવાઈ શકે છે.દેવ તું બહુ જ કેરલેસ છે"

"હા પણ થઈ ગઈ છે ભૂલ હવે,લે મારી કે મને"

"દેવ આપણે ઘરે કઈ રીતે જઈશું?"નિત્યા ઓલમોસ્ટ રોવા જેવી થઈ ગઈ હતી.

નિત્યાને આમ ગભરાયેલી જોઈને દેવ બોલ્યો,"અરે હા.....મને યાદ આવી ગયું કે ચાવી ક્યાં મૂકી છે"

"ક્યાં"

"પોકેટમાં.આ રહી જો"દેવે પોકેટમાંથી ચાવી કાઢતા કહ્યું.

નિત્યા દેવની સામે આશ્ચર્યથી જોઈ રહી હતી.એ જોઈ દેવ બોલ્યો,"આમ શું જોઈ રહી છે?"

"દેવ તને પહેલેથી જ ખબર હતી ને કે ચાવી તારા પોકેટમાં છે"

દેવે કંઈ જવાબ ન આપ્યો.હસી રોકવા માટે બીજી તરફ ફરી ગયો અને બોલ્યો,"ચાલ હવે ચાવી મળી ગઈ છે,મોડું થશે ઘેર જવાનું"

"દેવ આવી મજાક હોય"

"હાસ્તો.મજા આવે છે તને હેરાન કરવાની"

નિત્યા સમજી ગઈ કે દેવ અત્યાર સુધી મજાક કરતો હતો એટલે એને એના હાથમાં રહેલ બેગનો પટ્ટો દેવને પીઠ પર મારવા ગઈ એવો જ દેવ નિત્યા તરફ ફર્યો અને એ પટ્ટો એને આંખમાં વાગ્યો.

"નિત્યા......."દેવને આંખમાં વાગ્યું હોવાથી થોડો ગુસ્સામાં બોલ્યો.

"સોરી....સોરી......હું તો તને પીઠ પર મારવા જતી હતી અને ભૂલથી આંખમાં વાગી ગયું.આઈ એમ રિયલી સોરી દેવ"

દેવ રૂમાલથી એની આંખોને પંપાળી રહ્યો હતો.

"બહુ જ દુઃખે છે તને?"નિત્યા દેવની ચિંતા કરતા બોલી.

"હાસ્તો,કેટલું જોરથી વાગ્યું છે.દુઃખે નઈ તો શું ગલીપચી થાય"દેવ નિત્યાને હેરાન કરવા બોલ્યો.

"સોરી,મારું એવું ઇન્ટેનશન ન હતું કે તને આમ તકલીફ આપું.મને બતાવ તો કેટલું વાગ્યું છે"

"નથી બતાવવું મારે.પહેલા તકલીફ આપે ને પછી દવા લગાવવા આવી જાય"

"દેવ....આઈ એમ સોરી યાર.....રિયલી સોરી"નિત્યાના આંખમાં આંસુ આવી ગયા હતા.

"અરે અરે અરે....હું તો મજાક કરતો હતો.મને કંઈ જ નથી થયું જો.ખાલી થોડી બળતરા થાય છે એ પણ મટી જશે"દેવે નીચો નમીને એની આંખ બતાવતા કહ્યું.

"લાલ તો બહુ જ થઈ ગઈ છે"

"એતો થોડી થાય.કંઈ જ નથી થયું.ડોન્ટ વરી"

"તને સાથે જ લાગે છે કે મેં તને તકલીફ આપી?"

"અરે મારી ઓવરથીન્કિંગની દુકાન,મજાકમાં કહ્યું હતું મેં.તું અજાણતા પણ કોઈને તકલીફ ના આપે તો જાણી જોઈને તો બહુ દુરની વાત રહી"

"હા,તો પણ સોરી"

"ઇટ્સ ઓકે,જઈએ હવે?"દેવે નિત્યાના આંસુ લૂછતાં કહ્યું.

"હા"