Vasudha - 30 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ :30

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ :30

વસુધા

પ્રકરણ :૩૦

 

ભાનુબહેને એસ. ટી. બસ ઉપડતાંજ કીધું તમને ખબર છે ? રાત્રે...પીતાંબર...ભાનુબહેન આગળ બોલે પહેલાંજ પુરુષોત્તમ ભાઈએ એમને અટકાવતાં કહ્યું ભાનુ જુવાન લોહી છે હમણાં તાજાં તાજાં લગ્ન થયાં છે આવું બધું થયા કરે આમ ધ્યાનમાં ના લેવાય મને ખબર છે એ રાત્રે ઉપર ધાબે ગયેલો...વસુધાને પણ એણે બોલાવેલી પછી પાછળ દુષ્યંત પણ ગયેલો મારી આંખો ખુલ્લીજ હતી મને બધી ખબર છે તને આપણો સમય યાદ નથી ? તું નવી નવી પરણીને આવેલી બાપુ બહાર ખાટલો નાંખીને સુતા હતાં અને હું....       

ભાનુબહેને શરમાતાં કહ્યું તમે સાવ એવાંજ છો એટલેકે હતાં તમારો છોકરો તમારાં ઉપરજ ગયો છે પણ વેવાઈ કે વેવણ જાણે તો કેવું લાગે ? એટલે તમને કીધું.

પુરુષોત્તમભાઈએ કહ્યું આજે આપણે એમનાં માંબાપ છીએ બધાનો જુવાનીનો સમય હોય. ચાલ તેં તો મને પાછળ વર્ષોમાં મોકલી દીધો એમ કહી હસી પડ્યાં...

*****

પોતાના માં પાપાને ST માં બેસાડી પીતાંબરે આજુબાજુ જોયું પછી સીગરેટ બોક્ષમાંથી સીગરેટ કાઢી અને ફૂંકવાની ચાલુ કરી મસ્તીથી કારમાં બેઠો અને ઘર તરફ આવવા નીકળ્યો. ઘર નજીક આવે પહેલાં ઠુંઠુ ફેંકી સીગરેટ બોક્ષ અને બાક્સ ખીસામાં સેરવી દીધું.

વસુધા ઘર બહારજ ઉભી હતી સાથે દુષ્યંત હતો. પીતાંબરે જોયું અને કાર પાર્ક કરી ઉતર્યો અને પૂછ્યું તમે લોકો હજી અહીજ ઉભા છો ? વસુધાએ મીઠો ટહુકો કરતાં કહ્યું પાપા દૂધ ભરાવવા ગયા છે માં રસોઈ બનાવે છે અમે તમારી રાહ જ જોતા હતાં. અમે તો નાહીધોઈને પરવારી પણ ગયાં તમને વાર લાગી બસ મોડી આવી ?

પીતાંબરે કહ્યું ના સમયસર હતી એમને બેસાડીને તરતજ આવ્યો છું. વસુધાએ કહ્યું દિવાળીફોઈ પણ રાહ જુએ છે આવો  કહ્યું પીતાંબર આવ્યાં છે તો એમની ગાડીમાં વાસદ મહાદેવ મંદિરે દર્શન કરવા જઈએ બધાં. ત્યાં મહીસાગરનાં દર્શન થશે ઘણાં વખતથી મન છે. લઇ જશોને ?

દુષ્યંતે કહ્યું જીજાજી ત્યાં મેળો ભરાય છે ચાલોને, પીતાંબરે કહ્યું તારે બોર્ડની એંઝામ આવે છે અને તને ફરવાનુંજ યાદ આવે છે. પછી દુષ્યંતનો ચેહરો જોઈ બોલ્યો સારું સારું ચલો બધાને લઇ જઈશ હું નાહી લઉં..

વસુધાએ કહ્યું તમારું પાણી ભરીને તૈયાર છે. બાથરૂમમાં ટુવાલ અને તમારાં કપડાં પણ મૂકી દીધાં છે. તમે નાહી પરવારી જાવ પછી ચા નાસ્તો કરવો હોયતો કરી લો પણ જઈએ આપણે બધાં. જમવાનું આવીને કરીશું.

પીતાંબરને બોલવાનું કંઈ રહ્યું નહીં એણે વિચાર્યું આ લોકો બધું નક્કી કરીનેજ બેઠાં છે. એણે કહ્યું બાથરૂમમાં મને બધું બતાવી દે ક્યાં કપડાં મારા મૂક્યાં છે ? મારે થોડું ગરમ પાણી પણ જોઈશે.

દુષ્યંતે કહ્યું જીજુ તમને બધું કરી આપું છું ...પીતાંબરે કહ્યું ના તું ત્યાં સુધી ગાડી સાફ કરી નાંખ એતો વસુધા કરશે. એમ કરી દુષ્યંતને દૂર કર્યો. વસુધા હસી પડી અને બોલી સાવ લુચ્ચા છો. બધું તૈયાર કરીને તો મૂક્યું છે. ગરમ પાણીની ડોલ પણ ભરેલી છે. પીતાંબરે કહ્યું મને બતાવ વસુધાને રીતસર લઇ ગયો. બાથરૂમમાં વસુધાએ બધું બતાવ્યું તો બાથરૂમમાં ખેંચી લીધી અને તસતસતું ચુંબન લઇ લીધું વસુધા છેડાઈ પડી એણે કહ્યું હું બધું સમજીજ ગયેલી હવે નાહી લો સીધા સીધા.        

પીતાંબરે કહ્યું કાલે તો હું પાછો જતો રહેવાનો તને મન નથી થતું પ્રેમ કરવા ? બધું હુંજ જતાવું ? કાલથી તું અહીં એકલીજ છું એકલીજ રહેજે એમ બોલી ગુસ્સામાં બાથરૂમનો દરવાજો બંધ કરી દીધો.

વસુધા હસ્તી હસ્તી બહાર જતી રહી ઍ બહાર જઈને ઓટલે બેસી પડી વિચારમાં પડી ગઈ એને વિચાર આવ્યો પીતાંબર સાચુંજ કહે છે કાલથી હું એકલીજ છું અહીં...પણ મને તો લાજ આવે છે હું પણ એમને ખુબ પ્રેમ કરું છું પણ....    

******

પીતાંબર તૈયાર થઇ ગયો વસુધાએ એને ગરમ ગરમ ચા નાસ્તો આપ્યાં. માં ને કહ્યું રસોઈ પતી ગઈ છે તમે પણ તૈયાર થઇ જાવ. પાપા આવે એટલે ઍ પણ સાથે આવશે. માં ઍ કહ્યું પાપા નહીં આવે એમને દૂધ મંડળીની મીટીંગ છે. આપણે જઈ આવીએ ખાસતો દિવાળી ફોઈની ઈચ્છા છે ઍ બહાને બધાને દર્શન થશે.

બધાં તૈયાર થઈને ગાડીમાં બેઠાં આગળ વસુધા અને પીતાંબર પાછળ દિવાળીફોઈ, પાર્વતીબેન અને દુષ્યંત બેઠાં અને વાસદ જવા નીકળી ગયાં.   

પીતાંબરે કહ્યું દુષ્યંત...વાહ ગાડીતો તેં ચકચકાટ કરી નાંખી છે ને કંઈ ? સરસ સાફ કરી છે. વસુધાએ કહ્યું મેં પણ એને મદદ કરી હતી પણ એણેજ સાફ કરી છે દુષ્યંતનો ચેહરો જોઈને બોલી પછી હસી પડી.

દિવાળી ફોઈએ કહ્યું મારી ઘણાં સમયથી વાસદ જવાની ઈચ્છા હતી તેં આજે પુરી કરી બધું પુણ્ય નું ફળ તને મળે. પીતાંબરે કહ્યું ફોઈ એવું શું બોલો છો ? આજે બધું જોવા મળશે.

વાસદ નદી કિનારે આવેલું મહાદેવનું પૌરાણિક મંદિર ત્યાં તહેવારે મેળા ભરાતાં. મહીસાગરનું રમણીય રૂપ અને વિશાળ નદીનો પટ...બારેમાસ નદીમાં પાણી રહેતું અને એમાં હોડીઓ ફરતી મહાદેવનાં દર્શને આવનાર પ્રવાસીઓ અહીં આવી દર્શન કરી પીકનીક પણ મનાવતાં. જાત જાતની વસ્તુઓ ખરીદતાં. આજુબાજુનાં આદિવાસીઓ એમનાં હાથે બનાવેલી વસ્તુઓ અહીં આવીને વેચતાં. અહીંનું એક અનોખું વાણિજ્ય મળ્યું હતું ઘણાંને રોજી મળી રહેતી અને હોડીવાળાને તડાકો પડતો. બારેમાસ નિર્જન જેવું રહેતું મહાદેવનું પરિસર લોકોથી ઉભરાતું. જાત જાતની પૂજાઓ થતી.                             

વાસદ નજીક આવી ગયું દૂરથી મહાદેવનું મહાલય દેખાયું પૌરાણિક છતાં પથ્થરની કોતરણી અને સુંદર રીતે કંડારેલું મંદિર ખુબ ભવ્ય લાગી રહ્યું હતું ઘણું લોક એકઠું થયેલું. પીતાંબરે મોટા વૃક્ષ નીચે ગાડી મૂકી બધાં ઉતરી ગયાં. દિવાળીફોઈએ ખાસ લાડવા બનાવેલા એ પ્રસાદ ધરાવવા લઈને આવેલાં.

દુષ્યંતતો ગાડીમાંથી ઉતરીને નાચી ઉઠ્યો અને બોલ્યો હું નહોતો કેહતો અહીં ખુબ મજા આવે છે. વસુધા આપણે અહીં હોડીમાં બેસીસું અને જીજાજીને કહેજે બેસાડે.

વસુધાએ કહ્યું ચાલો દર્શન કરી લઈએ પહેલાં પછી બીજી બધી વાત એને થોડો ગુસ્સો આવી ગયો દુષ્યંત ચૂપ થઇ ગયો. પીતાંબરે કહ્યું અરે આપણે હોડીમાં પણ બેસીસું અને તારે મેળામાંથી કંઈ લેવું હોઈ તો એ પણ લઇશું તું વસુ ગુસ્સો ના કર.

પાર્વતીબેન અને દિવાળીફોઈતો આગળ જતાં રહ્યાં પાછળ પાછળ વસુધા, પીતાંબર અને દુષ્યંત જવા લાગ્યા.

મહાદેવજીના ગર્ભગૃહમાં જઈને પીતાંબર અને વસુધાએ જળ ચઢાવ્યું પ્રસાદ ધરાવ્યો. દિવાળીફોઈ અને પાર્વતિબેને દર્શન કર્યા. દુષ્યંત પાસે ફૂલો ચઢાવડાવ્યાં. પીતાંબરે વસુધાને કહ્યું સારું થયું આપણે અહીં દર્શને આવ્યાં ખુબ સરસ મંદિર અને ભગવાનનો પ્રભાવ અહીં અનુભવાય છે. થોડીવાર બંન્ને બેસીને ત્યાં પ્રાર્થના કરી. વસુધાએ મનોમન આશીર્વાદ લીધાં અને મનમાં કોઈ માનતા માની લીધી. એનાં ફફડતા હોઠ જોઈ પીતાંબરે કહ્યું વસુ તેં ભગવાન પાસે શું માંગ્યું ? મેં તો તારાં માટેનો પ્રેમ માંગ્યો ભોળા દેવ માં પાર્વતીને પ્રેમ કરે એવો પ્રેમ તને હું કરું ખુબ ખુશ આનંદમાં રાખું.

વસુધાની આંખો ભાવથી ભીંજાઈ ગઈ હતી એણે કહ્યું મારુ માંગેલું આવશે ત્યારે આપણે અહીં દર્શને ફરી સાથે આવીશું. અને ભોગ ચઢાવીશું બસ તમારો પ્રેમ સદાય આવો રહે તમારી મહેનતમાં સફળતા મળે.

પીતાંબરે ત્યાંથી માં નું સિંદૂર લઈને વસુધાની સેંથીમાં પૂર્યું અને બોલ્યો તારું માંગેલું તને મળી જાય અને તું સદાય આનંદમાં રહે.

વસુધાએ કહ્યું માં મને શક્તિ, કોઈપણ સંજોગોમાં જીવવાની અને તમારી સેવા કરવાની ઈચ્છા કરાવે ક્યારેય તમારાંમાંથી મારું મન ઓછું ના થાય તમારાં દરેક કર્મમાં મદદરૂપ થઉં અને આગળ સારું ભણી શકું એવી ઈચ્છા છે. મારે જીવનનમાં હજી ઘણું કરવું છે.

પીતાંબરે કહ્યું ભગવાને આપેલું બધું છે હવે શું જોઈએ છે ? તું બધું સંભાળે તો છે. અને રહી ભણવાની વાત તો તું ભણજેને તને કોઈ રીતે ના નથી પણ બધું કરવામાં ક્યાંક મને વિસરી ના જતી એમ કહી હસ્યો.

વસુધાએ કહ્યું આ તમારી વસુ તમને કદી વીસરે નહીં અહીં મહાદેવની અને માંની સાક્ષીમાં કહું છું હું તમનેજ સમર્પિત છું કંઈ પણ કરીશ બધે તમેજ મારાં સાથમાં હશો. તમારાં સાથ વિના હું શું કરી શકીશ ? મને વધુ બોલતાં નથી આવડતું પણ જ્યારથી તમારો હાથ પકડ્યો છે કદી નહિ છોડું તમેજ મારાં સર્વસ્વ છો એમ કહેતાં કહેતાં ભાવવાહી આંખો વસુધાની છલકાઈ ગઈ....

 

વધુ આવતા અંકે - પ્રકરણ : ૩૧