Water is life in Gujarati Science-Fiction by Bhanuben Prajapati books and stories PDF | જળ એજ જીવન

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

જળ એજ જીવન


જળ એજ જીવન
______________
"જળ એજ જીવન " જળ એટલે પાણી અને તેના ઉપર આ જીવસૃષ્ટિનું જીવન ટકેલું છે. જળ એટલે પાણી. પાણી પૃથ્વી પરનું સૌથી અગત્યનું અને અનિવાર્ય તત્વ છે .પાણી જીવનનું અમૃત છે. કરોડો વર્ષો પહેલા પાણીમાં જીવની ઉત્પત્તિ થઈ હતી. પાણી એ દરેક જીવનકોષનો પાયાનો ઘટક બન્યો. જીવન જીવવા માટે પાણી અનિવાર્ય છે .આથી જ ભૂતકાળમાં દુનિયાની મહાન સંસ્કૃતિઓનો વિકાસ મોટી નદીઓને કિનારે થયો હતો .પાણી માટે યુદ્ધો પણ થયા છે પૃથ્વીની સપાટીનો 70 ટકા જેટલો ભાગ પાણી વડે છવાયેલો છે, છતાં મીઠું પાણી લગભગ 30 ટકા જેટલું છે બાકી બધુ પાણી દરિયામાં આવેલું ખારું પાણી છે એટલે આ મીઠું પાણી જે ૩૦ ટકા છે તેને બચાવવું જરૂરી છે. જળ છે તો જીવન છે. જળ એટલે કે નીર, પાણી આ પાણી વિના દરેક જીવને ચાલે .જગતમાં પૃથ્વી પર રહેલા જીવ-જંતુઓ પ્રાણીઓ મનુષ્યને પાણી વિનાની કલ્પના કરવી મુશ્કેલ છે. મિત્રો એટલે તો કહેવાય છે.
"આ લીલુડી ધરતી પર લીલી ચાદર પથરાઈ ગઈ"
મહેકી રહી છે ધરા નદીને ,સાગર,અને ખળખળ કરતાં ઝરણાંથી.
મનુષ્ય આ ધરતી પર શુદ્ધ હવા લઈ રહ્યો છે તે ફક્ત જળના કારણે લઈ રહ્યો છે. મનુષ્યની મુખ્ય જરૂરિયાત હવા, પાણી, ખોરાક એમાં પ્રથમ જરૂરિયાત ખોરાકની છે ,પણ છતાં હું કહું છું કે મિત્રો પાણી હશે તો શુદ્ધ હવા લઈ શકશો પાણીથી પર્યાવરણ બનશે ત્યારે તમે શુદ્ધ ઓક્સિજન લઈ શકશો પાણી હશે તો ખેતી થશે અને ખોરાક લઇ શકશો ,પરંતુ આજના મનુષ્યની જીવનશૈલી તો જુઓ તેને પાણીની કોઇ કિંમત નથી પાણીની જરૂરિયાત અડધો ગ્લાસ હોય તો પણ ભરે છે આખો ગ્લાસ અને અડધું પાણી પી અડધું વેડફી નાખે છે એને પાણીની કોઈ કિંમત જ નથી .તમને ખબર છે તમે કેટલા બધા પાણીનો બગાડ કરી રહ્યા છો
એક ટપકતા નળથી ૧૦ સેકન્ડે એક ટીંપુ બરબાદ થઈ જવાથી મહિને 760 લિટર પાણી વેડફાઇ જાય છે.
સીધા નળ નીચે નાહવાથી 90 લિટર પાણી વેડફાઇ જાય છે.
ભારતનો ૮૦ ટકા કચરો દેશની નદીઓમાં ઠલવાઈ જાય છે.
નળ સારી રીતે બંધ ન કરવાથી 46 હજાર લીટર વાર્ષિક પાણી વેડફાઈ જાય છે .
કપડાં ધોવામાં ,શાકભાજી ધોવામાં બગીચામાં પાણી છાંટવાથી જરૂરિયાત કરતાં વધુ બગાડ થાય છે.
આપણે જળની જરૂરિયાતની વાત કરી તેનું મહત્વ કેટલું છે તે જાણ્યું. પણ તમને પ્રશ્ન હશે કે આ જળને બચાવવું કેવી રીતે?

મિત્રો જળને બચાવી શકાય છે "જાગ્યા ત્યારથી સવાર "આપણે પાણીનો ઉપયોગ ટાળવો જોઈએ સરકાર તરફથી જળ બચાવો અભિયાન બહાર પડાય છે પણ તે અભિયાનને સહકાર આપીએ તો તે સફળ નીવડશે એટલે કે આખા વિશ્વએ પાણી દિવસની ઉજવણી યુનાઇટેડ નેશનલ યુએને 22મી માર્ચ ને વર્લ્ડ વોટર ડે તરીકે જાહેર કર્યું છે.
પ્રથમતો મિત્રો હું જળ બચાવવાની વાત કરીશ કે વહી જતા પાણીને રોકો, ખેત તલાવડી, ચેકડેમ બોરીબંધ, ખાડા દ્વારા પાણીનો સંચય કરીને પાણીને બચાવી શકીએ અને તેનો ઉપયોગ કરી શકીએ. ખોરાક વિના માનવી લગભગ 60 દિવસ શકે પણ પાણી વગર 90 કલાક પણ માનવી જીવી શકે નહીં. આપણી જીવનશૈલીને બદલીયે અને જરૂરિયાત જેટલું પાણી વાપરીએ પ્રદૂષિત પાણીને પુનઃ વપરાશ કરી શકાય તે રીતે શુદ્ધિકરણ કરવું જોઈએ .જળ એ જીવન છે. જીવનનું અમૃત એટલે પાણી .પાણીને બચાઓ તો પાણી આપણને બચાવશે ભૂગર્ભ જળ નીચે પાણી ગયા તો આપણા સુખના દિવસો ગયા.
જેમ ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ વિચારી, વિચારીને પાણી વપરાય એકવાર વહી ગયેલું પાણી વીતી ગયેલા સમયની જેમ ક્યારેય પાછું આવતું નથી. ધરતી પરથી જળનું સ્તર ધીમેધીમે ઘટી રહ્યું છે એ ગંભીર સમસ્યાથી દુનિયાના તમામ દેશો જાણે છે. 40 વર્ષો પછી એવો સમય આવશે કે દોઢસો ફૂટ ઊંડે પીવાનું પાણી મળશે નહીં એટલે તો સાચું કહેવાયું છે" જળ છે તો જીવન છે "આવતીકાલ જીવવી હોય તો આજે પાણીને બચાવવું આવશ્યક છે. આ કામ કોઈ એક વ્યક્તિને ,કોઈ એક દેશ કે કોઈ સમાજ કરી શકે નહીં પરંતુ પૃથ્વી પરના તમામ રહેવાસીઓએ એકઠા થઈને જ આવશ્યક છે..
"Save water save Earth"
"जल है तो कल है I
जल ही जीवन हे l
आओ सब मिलकर कसम खाए बूंद बूंद पानी ही बचाए ।"
પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે અને વરસાદનો મુખ્ય સ્ત્રોત વૃક્ષ છે તો પર્યાવરણને બચાવી એ પર્યાવરણને બચાવી શું તો વરસાદ આવશે અને તો જ જળ સંચય કરી શકીશું.
નથી જોઈતા વૈભવશાળી બહુમાળી મકાનો ,નથી જોઈતા ઓવરબ્રિજ, નથી. બસ મારે તો જોઈએ છે હરિયાળા ખેતરો, કલરવ કરતા પક્ષીઓ અને લીલા વૃક્ષોથી છવાયેલ વસુંધરા અને આ બધું ત્યારે શક્ય બનશે જ્યારે તમે બધા જ સાથ સહકારથી સંકલ્પ કરશો.અને પાણીને વેડફાતું બચાવશો. નહીંતર તમામ જીવ સૃષ્ટિ નો અંત આવતા વાર નહિ લાગે.
જળ છે તો જીવન છે .
જળનું જતન કરો .
જળની કિંમત સમજો.
આભાર.
ભાનુબેન બી પ્રજાપતિ" સરિતા"