Hacking Diary - 5 in Gujarati Fiction Stories by Parixit Sutariya books and stories PDF | હેકિંગ ડાયરી - 5 - રુટ સ્માર્ટફોન

Featured Books
Categories
Share

હેકિંગ ડાયરી - 5 - રુટ સ્માર્ટફોન

તમે જોયું હશે કે મોટાભાગના હેકર રુટ કરેલા સ્માર્ટફોન વાપરતા હોય છે ! તો એ શું હોય છે ??


રુટ સ્માર્ટફોન એટલે છું ?


રુટ એ એક પ્રકારની સ્માર્ટફોન ડીવાઈસ ની પરમિશન છે. ફોન ને ફુલ પરમિશન મળે છે કઈ પણ કરવાની !


સામન્ય રુટ વગરના સ્માર્ટફોન માં સ્પેશિયલ પરમિશન નથી હોતી. એન્ડ્રોઇડ સ્માર્ટફોન "એન્ડ્રોઇડ" ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે જેમાં યુઝર કમાન્ડ આપે એટલે ઓપરેટિંગ સિસ્ટમ આઉટપુટ આપે, તમે કોઈ એપ ઓપન કરો એટલે ઓપરેટિંગ સિસ્ટમ માં કમાન્ડ જાય પછી તેના આઉટપુટ તરીકે એપ ઓપન થાય છે.


રુટ નો મતલબ થાય છે જડ, જો તમે કમ્પ્યુટર વાપર્યું હોય તો ખબર હશે ઘણાં સોફ્ટવેર ને રન કરવા માઉસ માં જમણી બાજુ નું બટન ક્લિક કરી "Run as Administrator" ની પરમિશન આપતા હોઈએ છીએ. બસ એ જ રીતે ફોન ને એડમીન ની પરમિશન આપવા માટે તેને રુટ કરવામાં આવે છે જેનાથી એન્ડ્રોઇડ નો ફુલ કન્ટ્રોલ સાથે સિસ્ટમ ની ફાઈલો માં સુધારા વધારા કરી શકાય.


કેવી રીતે અને ક્યાંથી હું રુટ વાળો સ્માર્ટફોન ખરીદી શકું ?


સ્માર્ટફોન ને અલગ અલગ સોફ્ટવેર ની મદદ થી રુટ કરવામાં આવે છે. સ્માર્ટફોન પ્રી રુટ વાળો કોઈ કંપની બનાવતી નથી અને એ શક્ય પણ નથી.


એન્ડ્રોઇડ ફોન રુટ કરવાના શું ફાયદા થાય છે ?


- ફુલ એડિટ કરી શકો ( ફોન નું નામ , ફોન નું મોડેલ, કંઈ પણ જે પણ બદલવું હોય તે બદલી શકાય છે. તેના માટે build.prop નામની પ્રોપર્ટી ફાઈલ માં જઈને સુધારા કરવાના હોય છે )


- સ્માર્ટફોન ના આઈડી થી માંડી IMEI નંબર ને પણ રુટ થી બદલી શકાય છે, ચોરી કરેલા ફોન ને ચોર દ્વારા આ પ્રોસેસ સૌથી પહેલા કરવામાં આવે છે જેથી IMEI નંબર ની મદદ થી પોલીસ પકડી ના શકે


- XDA ફોરમ પરથી તમારા ફોન માટેની રોમ બદલી શકો છો , રોમ બદલવાથી તમારા ફોન ની સિસ્ટમ આખી બદલાઈ જાય છે. જુદા જુદા ડેવલપર્સ દ્વારા કસ્ટમ રોમ માં સુધારા કરીને રોમ બનાવવામાં આવે છે. ફોન MI નો હોય પણ તમે OnePlus ના ઓકસીજન ઓપરેટિંગ સિસ્ટમ ની મજા લઇ શકો છો.


- તમારી ફેવરિટ એપ ને સિસ્ટમ એપ માં ફેરવી શકશો જેનાથી તેને અન-ઇન્સ્ટોલ ન કરી શકાય !!


- વાઇફાઇ સાથે ઘણી બધી હેકિંગ એપ્સ રન કરવા માટે સ્માર્ટફોન રુટ કરવો જરૂરી છે.


- બધીજ એપને મોનીટર કરી શકાય છે કે તે બેકગ્રાઉન્ડ માં કઈ પ્રોસેસ કરી રહ્યું છે કઈ સાઈટ્સ માંથી ડેટા લાવી રહ્યું છે અથવા ક્યાં અપલોડ થાય છે વગેરે માહિતી મળે છે.


- લકી પેચર એપ દ્વારા મોટાભાગની ઓફ્લાઈન એપ્સ નું પ્રીમિયમ ક્રેક કરી શકાય છે. આ એપ ચલાવવા માટે ફોન રુટ હોવો જરૂરી છે.


રુટ કરવાથી શું નુકસાન થાય ??


- તમારા ફોન ની વોરંટી જતી રહે ( આ પણ કંઈ ખાસ પ્રોબ્લેમ નથી સ્માર્ટફોન ને અન રુટ કરતા વોઇડ વોરંટી બ્રિચ જતું રહે છે )


- કંપની તરફથી અપડેટ નથી આવતું અને જો આવે તો અપડેટ કર્યા બાદ રુટ પરમિશન જતી રહે છે.


🕵️ રુટ કરવાથી કોઈ ખાસ નુકસાન તો નથી થતું બસ રુટ કર્યા બાદ ઘણી વાર કોઈ રોમ ની ખરાબી ને કારણે અથવા કોઈ બીજા કારણસર ફોન બ્રીક થતો હોય છે એટલે જરૂરી છે કે પોતાનો ફોન ફ્લેશ કરતા આવડવું જોઈએ.


મારી પાસે આઇફોન છે તો એમાં પણ રુટ કરી શકાય ?


હા, આઇફોન માં રુટની જગ્યા એ જેલ બ્રેકિંગ કહેવામાં આવે છે. તેને પણ રુટ કરી શકાય છે.


મારી પાસે લેપટોપ કે પીસી નથી તો મારા ફોન ને રુટ કરી શકું ?


ના ! બધી બ્રાન્ડ ના મોબાઈલ ની રુટ કરવાની પ્રોસેસ અલગ અલગ છે જેમાં કોમન નીચે પ્રમાણે સ્ટેપ્સ હોય છે.


- બુટલોડર અનલૉક કરવું ( જો લોક હોય તો )


- ફોન ને રિકવરી મોડ માં લાવી TWRP ફાઈલ ઇન્સ્ટોલ કરવી


- TWRP રિકવરી મોડ માં ફોન બૂટ કરવું


- મેજિસ્ક અથવા સુપર SU ની ફાઈલ સ્વાઇપ કરી ઇન્સ્ટોલ કરવી


- ફોન રીબુટ કરવો.


કોઈ માં બૂટલોડર લોક હોય છે કોઈમાં આવતું જ નથી, ફાસ્ટબૂટ ની મદદ થી TWRP ઇન્સ્ટોલ કરવામાં આવે છે પછી ફોનમાંથી જ રિકવરી મોડ માં જઈ રુટ ફાઈલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. રોમ હોય કે બેકઅપ રિસ્ટોર કરવાનું હોય કે રુટ કરવા માટે TWRP રિકવરી મોડ ની જરૂર પડે છે.


રુટ કર્યા પહેલા TWRP ઇન્સ્ટોલ કરવામાં આવે છે. ત્યારબાદ રુટ ઝીપ ફાઈલ ઇન્સ્ટોલ કરવામાં આવે છે.


Kingroot, Kingoroot... આ બધી એપ થી પીસી અથવા લેપટોપ વગર ફોન રુટ થાય ?


લગભગ હવે શક્ય નથી , એક સમયે ૨૦૧૮-૧૯ માં આ રીતે રુટ થતું હતું કારણકે એન્ડ્રોઇડ સિકયુરિટી એટલી ખાસ ન હતી.


મે લગભગ ૨૦૧૯ માં સૌથી પહેલી વાર મારો ફોન રુટ કર્યો હતો એ પણ Kingroot એપ ની મદદ થી મે ૨૪ થી વધુ વાર રુટ કરવાનો ટ્રાય કર્યો હતો અને લગભગ મને એમ જ થઇ ગયું હતું કે પીસી વગર ફોન રુટ કરવો શક્ય નથી. ત્યારબાદ બીજા દિવસે ફરી કોશિશ કરી ફોન ૩-૪ વાર રીસ્ટાર્ટ થયો અને રુટ સફળ નો મેસેજ આવી ગયો !


એટલે મારા અંદાજ પ્રમાણે Kingroot વાળી મેથડ લોલીપોપ - માર્શમેલો એન્ડ્રોઇડ વર્ઝન મા લગભગ શક્ય છે ત્યારબાદ આવેલા એન્ડ્રોઇડ માં સુધારો થતાં ડાયરેક્ટ એપ દ્વારા રુટ શક્ય નથી.


ફોન રુટ કરવો ગુનો છે ?


ના, ફોન રુટ કરવો ગુનો નથી પણ સ્માર્ટફોન નું IMEI નંબર અને ફોન ની identity બદલવી એ ગુનાહિત પ્રવૃત્તિ છે.


મારે ફોન રુટ કરવા શું કરવું જોઈએ ?


XDA રુટ ફોરમ નામની વેબસાઇટ્સ માં જઈ તમારા સ્માર્ટફોન નું મોડેલ નામ સર્ચ કરી રુટ કરવાની પ્રોસેસ ફોલો કરો અથવા અથવા યુટ્યુબ માં વિડિયો જોઈ ફોન રુટ કરવાની કોશિશ કરો.


*રુટ કરતા પહેલા ફોન બેકઅપ લેવાનું ના ભૂલતા 🙂