Daityaadhipati II - 3 in Gujarati Mythological Stories by અક્ષર પુજારા books and stories PDF | દૈત્યધિપતિ II - 3

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

દૈત્યધિપતિ II - 3

‘સુધા.’ સુધા અમેયની સામે જુએ છે. 

‘અમેય.’ 

અમેય સુધાને સમ્મુખ થાય છે. અમેય સુધાને જોતોજ રહી જાય છે. સુધા અમેયની પાસે આવે છે. પેલી પાણીની સુગંધ. 

‘શું?’

‘સિટબેલ્ટ.’ અમેય સુધાને જોતાં - જોતાં સીટ બેલ્ટ બાંધે છે. ત્યાંથી અવાજ આવે છે. 

‘All the passengers on board.. this is your pilot speaking.. umm..  we are on our eta to reach the..   destination Ahmedabad airport.. I hope you ride safely.. thank you for choosing _____’

પણ સુધાનું ધ્યાન નથી. સુધા અમેયને સીટબેલ્ટ બાંધતા જુએ છે. અને અમેય સુધાની આંખોમાં જુએ છે. 

‘કેમ છે બધા આધિપત્યમાં?’

‘મે મૃગધા સાથે વાત નથી કરી. તે મને ફોન કરતી હતી પણ હું ફ્લાઇટમાં હતો અને પછી અવિરાજ તો.. આપણે અમદાવાદ વાળા ઘરે જ જાઉ છે ને?’

‘ના. મારી આધિપત્ય પાછા જવું છે.’

‘અવિરાજ આવવાનો જ છે. તારે કઈ મંગાવું હોય તો તું તેની સાથે વાત કરી લેજે ને.’ 

‘મારે અમારા ગામના મંદિરે જઉ છે. બાને મળવું છે… પપ્પા ગયા પછી હું તો તેને મળવા જ નથી ગઈ..’ 

‘પહોંચીને તરત આધિપત્ય માટે નિકળીશું તો મોડા  પોહંચીશું અને રેસ્ટ નહીં મળે તે અલગ.’ 

‘હું અવિરાજ સાથે વાત કરી લઇશ. મૃગધાં અને અવિરાજ પણ લગ્ન પછી એક જ વાર આધિપત્ય ગયા છે…’

‘ઓકે.’ 

કહી અમેયએ પાણીની બોટલ માંથી એક ઘૂટડો લીધો.. 

પોહંચીને હજુ તો સુધા એરપોર્ટ ટર્મિનલની બહાર જ આવી હતી કે અવિરાજનો ફોન આવ્યો.. 

‘અવિરાજ! હું અમદાવાદ પોહંચી ગઈ.’ 

‘મે એટલે જ ફોન કર્યો હતો. કાલે સવારે હું અને મૃગધાં આધિપત્ય જવાનું વિચારતા હતા-’

‘અત્યારે 12 : 30 થયા છે.. ત્રણ વાગ્યે નિકળીએ?’

‘હું મૃગધાંને -વેટ, મૃગધાં હા પાડે  છે. ત્રણ વાગ્યે નિકળીશું. ક્યાં મળવું છે..’

‘અમે તમારા ઘરે આવી જઈએ?’

‘હા, મતલબ, અફ કૌર્સ!’

‘સારું. પોહંચીએ.’ 

સુધા અમેય સામું ફરી. તે લોબીની ચોકલેટ શોપ તરફ જોતો હતો. 

‘મારે પણ ચોકલેટ ખાવી છે.’ સુધાએ કહ્યું. 

તેઓએ વ્હાઇટ ચોકોલેટનું એક નાનું પેકેટ લીધું. 

‘અવિરાજ કહે છે કે જો આપણે ત્રણ વાગ્યે નિકળીશું તો સવારે વહેલા આધિપત્ય પોહંચી જઈશું. એમના ઘરે જઈએ આજે? વી કેન સ્ટે ધેર. મૃગધાં ડ્રાઈવ કરી લેશે..’ 

અમેય વિચારવા લાગ્યો. તેની આંખોની નીચે એક સાવ ઝીણી કરચલી હતી. મતલબ અમેયને ખૂબ જ ઊંઘ આવતી હતી. 

અમેયએ હા પાડી. 

પાછું સુધા તે પ્રશ્ન વિચારવા લાગી.. કોઈની આંખોનો રંગ આમ કેવી રીતે બદલાતો હશે? નવરાત્રીની છઠ્ઠી રાત્રે અમેય ઓરડામાંથી બહાર આવ્યો ત્યારથી સુધાએ તેની આંખો થોડીક જોઈ હતી. તે લાલ તો હતી જ. પણ તે થોડીક લીલી થી ગઈ હતી. પછી તો આંખોનો રંગ બદલાવ્યા કરતો. અને અત્યારે તો તે લાલ રંગ ગાયબ જ થઈ ગયો હતો. 

સુધા ત્યારથી બસ એક જ વસ્તુ વિચારતી.. આંખો. 

કૅમ્બ્રિજમાં ફેલિશીયા ટોમસનને મળવાનું હતો ત્યારે લાઇબ્રેરીમાં તે ખાસ આંખો વિષે વાંચવા ગઈ હતી. 

અમેયને આ પ્રશ્ન ન હતો પૂછ્યો. કોઈ વિચારે, “કેમ ના પૂછ્યો?”

પણ આ સવાલનો જવાબ સુધા પાસે ન હતો. 

ટેક્સીમાં અમેય સુધાનાં ખભા પર માથું રાખીને શાંત સ્વરમાં કામ વગરની વાતો કરતો હતો. 

‘ફ્લાઇટ અટેન્ડેન્ટએ તે માણસને સીટ બદલવા કહ્યું તો તે ગુસ્સે થઈ ગયો.. બાજુ વાળો તેની પાસેથી ખસી ગયો તો..’ 

અમેય શું વાત કરતો હતો તેની પર ધ્યાનન આપતા સુધા સામે આવતા કાળા રસ્તાને ઘૂરી રહી હતી. ટેક્સી રોકાઈ ત્યારે બાજુમાં અવિરાજનું એપાર્ટમેંટ હતું. 

ફ્રેંચ બારીમાં લાઇટનો પડછાયો સુધાને દેખાયો.