one latter in Gujarati Letter by Krishvi books and stories PDF | એક પત્ર

The Author
Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

એક પત્ર

એક પત્ર

સંબંધોન શું આપવું ને તે જ સમજાતું નથી એક અનોખાં બંધનનો સંબંધ.
માટે અનોખો પત્ર

આજે તને યાદ કરતાં મારી આંખોનો ખૂણો ભીનો થઇ ગયો. પણ આજે મને તારી બહું જ યાદ આવે છે ને એટલે આ પત્ર લખવાનો વિચાર કર્યો
હું શહેરનો મોટા જજ તરીકે કામ કરતો હતો. પણ એજ જજ ન કરી શક્યો કે મારે શું કરવું. તારો પ્રેમ, તારી લાગણી એ તો છોડ હું તારી હૂંફ, તારી સંવેદનાઓ, કંઈ જ સમજી શક્યો નહીં.
મારી જાત પર આજે મને જ ગુસ્સો આવે છે કે હું તને સમજી તો શક્યો પણ સંભાળી શક્યો નહીં.
વસ્તુ હોય કે વ્યક્તિ તેની કિંમત હંમેશા પાસે ન હોય ત્યારે જ થાય છે. પાસે હોય ત્યારે કદર કરતાં નથી અને પછી હવામાં હાથ ફેરવવા નો કોઈ લાભ નથી.
જ્યારે તે મને પહેલીવાર ગળે વળગાડ્યો હશે, જ્યારે તે મને પહેલીવાર ચુંબન થી નવડાવ્યો હશે. મને આલિંગન કરી મારાં કપાળ પર ચુંબન કર્યું હશે, ત્યારે જે અનૂભૂતિ થઇ હશે એ બધું યાદ કરી મારું હૃદય દ્રવી કંપી ઊઠે છે.
મારા ખભા પર હાથ મૂકી મને આગળ ધપાવવા નો એ પ્રયાસ એ ઘડી હું યાદ કરવા જ નથી માંગતો. શું આવા વિખૂટાં પડવાનાં વિધાતાએ લેખ લખ્યા હશે કે હું કંઈ સમજી ન શક્યો?
મારા મોં માં પહેલી વખત એવો શબ્દ આવ્યો હશે કે તને દિલથી મહેસુસ થયું હશે. ત્યારે તું તો ઝૂમી જોરદાર નાચી હશેને એ ઘડી, એ પળ, એ ક્ષણો અદ્ભૂત અદ્ભૂત નજારો કેમેરામાં કૈદ કરી ઝડપી હોતતો. આજે હું તે નિહાળીને જ ખુશ ખુશ થઈ ગયો હોત.

પહેલીવાર મને પ્રેમનો અહેસાસ કરાવનાર તું. પહેલીવાર કોઈ આસ્થાનું જીવવાનું કારણ તું. પહેલીવાર મારા હોવાનો કારણ પણ તું અને હું નિર્દયી, નિર્લજ્જ સમજી ન શક્યો.
તે તારાં હ્રદય ઉપર એવો તે કેવો અદ્રશ્ય પથ્થર મુક્યો તો કે હું તારી વ્યથા તારો પ્રેમ તારી લાગણી, ભાવનાઓ છેક સુધી સમજી જ ન શક્યો.

હું તને જ્યારે મૂકીને ભારે હૈયે બહાર નીકળ્યો ત્યારે ત્યાંનાં વોચમેનની નજર મારા પર હતી. મારી તરફ એવી રીતે જોઈ રહ્યા હતા કે હું કોઈ ગલત કામ કે કોઈનું મર્ડર કરીને આવ્યો હોય. છતાં હું તેમની નજીક ગયો અને પૂછ્યું મારી કંઈ ભૂલ થઈ છે...? તો પણ એ મારા તરફ મંત્રમુગ્ધ બની મારી સામે જ જોઈ રહ્યા.
છતાં મેં આજીજી કરી અને પૂછ્યું કેમ તમે મારી સામે આવી રીતેજોઈ રહ્યા છો..? પહેલા તો એ ખૂબ જ ગુસ્સે હતાં પરંતુ એમના ગુસ્સા પર કાબૂ કરી મને ધીમેથી પુછ્યું તમે શું કરો છો? એટલે મેં જવાબ આપ્યો કે હું જજ છું એ તો પોતાની ખુરશી પર થી ઉભો થઇ જોરજોરથી તાળીઓ પાડવા માંડ્યા મને કંઈ જ સમજાતું ન હતું. હું તો આશ્ચર્યચકિત થઈ એમની સામે જોયાં કર્યો
કંઈ જ ન સમજાતાં મેં એ વોચમેનને ધીમે થી આતુરતા ભરી નજરે પુછ્યું તમે મારો જવાબ સાંભળી આવું વર્તન કેમ કરો છો...?
" જે માણસ અદાલતમાં વકીલોની અનેક દલીલો બાદ ‌સાચો‌ નિર્ણય લઈ અસલી ગુનેગારને સજા ફટકારે તે જજ ?"
દુનિયાને તો ન્યાય આપ્યો પરંતુ ખરેખર ક્યાં અન્યાય થાય છે તે નિહાળ્યું? માણસ આખી દુનિયાને રસ્તો બતાવી શકે છે પરંતુ વારો પોતાની જાતનો આવે ને ત્યારે માણસ થાપ ખાઈ જાય છે...
એક નિર્ણય બરાબર ન લઈ શક્યો" વોચમેન રાતોપીળો થતાં બોલ્યો. તું આ શું કરી રહ્યો છે તેનું તને ભાન છે?

મને કંઈ સમજાતું ન હતું કે શું હું ક્યાં કંઈ ભૂલ કરી બેઠો છું? મેં અદાલતમાં ઘણા લોકોને જજની ખુરશી પર બેસી આંધળા કાનૂનની મૂર્તિ સામે ન્યાય આપ્યો છે. શું મારાથી આંધળી કાનૂનની મૂર્તિ સામે આંખો બંધ કરી અન્યાય થયો છે..?
વોચમેને મારી સામે દયાભાવ થી જોઈ રહ્યો અને મારી આંખોમાં આંખ પરોવીને બોલ્યા " તને ખબર છે તું.
"તું" તું કહીને એટલાં માટે સંબોધન આપ્યું કારણ કે તું જેને અંહીયા મૂકવા આવ્યો છે ને તેમણે તને અંહી થી બહાર કાઢ્યો હતો. તને એમણે બહાર ન કાઢ્યો હોતતો તારું કોઈ અસ્તિત્વ જ નહોતું. આ દુનિયાના તમામ સુખ સુવિધા તને આપવા એમણે તને ઠેસ ન વાગેને એટલે એમણે ઠોકરો ખાધી. તને હ્રદય થી પીગળવા એ ખૂદ કઠોર બની. દુનિયાના તમામ સુખો આપવા દુઃખોને પાણીની જેમ પીય ગઈ. તારા ખોળામાં સુખનો લાડવો પીરસવા કડવો ઝેરનો ઘુંટડા પીધા.
તારું પ્રથમ વખત બોલવું. એ શબ્દને સાંભળવા એક સ્ત્રીપાત્રને અનોખો અહેસાસ થાય છે.
વોચમેને મને જ્યારે ખુલાસો કર્યો કે હું જેને મુકવા અંહીયા આવ્યો છું તેમણે મને અંહીથી જ બહાર કાઢ્યો હતો.
આ સાંભળીને તો મારા પગ નીચે થી જમીન ખસી ગઈ. મારું હ્રદય ધબકાર ચૂકી ગયું. મને થયું જો આ પૃથ્વી માર્ગ આપે તો એમાં સમાઈ જાવ. અગ્નિનીનો વરસાદ વરસે તો ભલે બળીને ભસ્મ થઈ જાવ.
હું જેને આટલાં વર્ષો થી મા કહું છું તે મા. જેમણે મને જન્મ નથી આપ્યો છતાં એક મા તરીકે ની બધી ફરજો નીભાવી તે માને હું અંહી વૃધ્ધાવસ્થામાં વૃધ્ધાશ્રમમાં મુકવા માટે આવ્યો છું.
મેં જજ તરીકે બધાને ન્યાય આપ્યો પરંતુ હું અન્યાય કરી બેઠો તેની સજા મને મળી ગઈ


મારી મરેલી માને આ પત્ર કોણ પહોંચાડશે.....?