Satisfaction of death in Gujarati Short Stories by Tanu Kadri books and stories PDF | મૃત્યુનું સંતોષ

Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

મૃત્યુનું સંતોષ

નિશા સ્મશાન માંથી બહાર નીકળી વૃધ્ધા આશ્રમનાં સંચાલક અને અન્ય ચાર પાંચ વૃદ્ધ વ્યક્તિઓ સાથે મળે છે. બે હાથ જોડી અભિવાદન કરી એ એની ગાડી તરફ આવે છે. ગાડીનો દરવાજો ખોલતા એ વિચારે છે કે એ ડ્રાઈવ કરી શકશે કે કેમ ? પરતું સ્મશાન માંથી નીકળવું જરૂરી હોવાથી એ ગાડી હંકારે છે અને પાસે વહેતી નદીનાં બ્રીજ ઉપર આવી એ ગાડીને સાઈડ માં પાર્ક કરે છે. ગાડી નાં દરવાજા ખોલી નાખી એક ઊંડું શ્વાસ લે છે. અને અઠવાડિયા પહેલા આવેલા એના મોટા કાકા નાં ફોન ને યાદ કરે છે. ફોન ગામડાથી આવેલ હતું અને મોટા કાકા કહેતા હતા કે નિશા બાબુ ની તબિયત હવે સારી નથી રહેતી, તમે લોકો એને અહિયાથી લઇ જાવો તો સારું. હવે આમારી પણ ઉમર થઇ છે અમે વધારે વેઠો નથી કરી શકતા. ફોન મુક્યા પછી નિશાને યાદ આવે છે કે ગામમાં એના બાપુજી પણ છે એ બાપુજી જેઓ એ નિશા અને એના ભાઈ નું ભવિષ્ય બનાવવા માટે જે બની શક્યું એ બધું બલકે એના કરતા પણ વધુ કર્યું હતું. આજે નિશા વડોદરાનાં સૌથી નામચીન ડોક્ટરની વાઈફ છે. અને એને એટલું સુખ હતું કે વીતેલા સમય માં બાપુજીએ કરેલ એમની પાછળ ને મહેનત પણ એને યાદ આવતી ન હતી. માં તો દસ વર્ષ પહેલા જ ગુજરી ગયા હતા. ત્યાર પછી બંને ભાઈ બહેનોની જીમ્મેદારી એના ફાઘરે જ લઇ લીધી અને નીતાને પેરા મેડીકલ કરાવ્યું જ્યારે એના ભાઈ આશિસ ને સે.એ.કરાવ્યું. અને એ બંને ને સેટ કરવા માટે ગામની મોટા ભાગ ની મિલકત માંથી પોતાનો હિસ્સો વેચી નાખ્યો માત્ર એક ઓરડા જેવું રાખ્યું અને બંને ભાઈ-બહેન ને કહી દીધું કે તમે સહેર માં રહીને તમારું ભવિષ્ય સુધારો. મને ત્યાં નહિ ફાવે. જે વખતે આ વાત થઇ ત્યારે તો આશીસે ખુબ જ પ્રયત્ન કર્યા કે એમના ફાધર એની સાથે રહે.પરતું એ વખતે બાબુભાઈ એ નાં કહી દીધું. અને બંને ભાઈ બહેનો પોતાના પિતાને કાકા કાકી અને એમના બાળકોને સોપી વડોદરા રહેવા આવી ગયા. આજે બંને પોત પોતાના પાર્ટનર સાથે એક આલીશાન જીવન જીવતા હતા.

જ્યારે એના કાકા નો ફોન આવ્યો તો નિશા વિચારવા લાગી કે હવે ક્યારે ગામડે જવું. રવિવાર સિવાય તો સમય નહિ મળે. સાંજે એના ભાઈને વાત કરી. એના ભાઈએ કમને હા પાડી. રવિવારે બંને ભાઈ બહેન જ ગયા. એ બંને નાં પાર્ટનરો પાસે બિલકુલ સમય ન હતું. આશિસ ની પત્નીને આજે મહિલા મંડળ ની એક પાર્ટી માં જવાનું હતું. જ્યારે નિશાના પતિ ને એક ચેરીટી દવાખાના નું ઓપનીંગ કરવાનું હતું. બંને ભાઈ બહેન ગામડે જવાના રસ્તા ઉપર હતા. નિશા એ જ વાત કરવાની શરૂઆત કરી. અને કહ્યું કે કાકા કાકી ક્યા સુધી સભાળ છે. છેવટે તો આપણા નાં પિતા છે અને આપણે જ એમની સાથે રહેવાનું હોય. અને કાકી કહેતા હતા કે હવે વધારે ખેંચાય એમ પણ નથી. આશીષએ અનગમા સાથે કહ્યું એમને લાવી ને ક્યા રાખીશ. મારે તો ત્રણ BHK નો મકાન છે. આટલા નાના ઘરમાં કેવી રીતે ફાવશે. અને તારી ભાભી ને તો ટુ જાણે જ છે એની કચકચ તો અત્યારથી જ શરુ થઇ ગઈ છે. હવે બધું કેવી રીતે મેનેજ કરવાનું. નિશા એના ભાઈ સામે જોઈ રહી. જ્યારે એને વડોદરામાં ઘર લેવું હતું ત્યારે તો એને સાફ કહ્યું હતું કે હું પાપા ને સાથે રાખીશ હંમેશા. અને આજે કેમ એમ. ? આસીશે કાહ્યું કે પાપા એ તારા માટે પણ ખુબ જ કર્યું છે તો ટુ જ એમને સાથે રાખજે. આમ પણ હવે તો દીકરી દીકરા જેવું કોઈ ભેદભાવ રહેતું નથી. નિશા ને એક વાર કહેવાનું મન થયું કે મને જે આપ્યું હતું એ કોઈ અડધો હિસ્સો નથી. પરતું માત્ર લગ્ન સમયે આપવામાં આવેલ ગીફ્ટ જેવું છે જે દરેક પિતા એની દીકરી ને આપે છે. પરતું આજે આ કહેવાનું યોગ્ય સમય નથી એમ વિચારી નિશા ચુપ રહી ગઈ . અને વિચાર્યું કે હું મારી સાથે લઇ જઈશ. આમ પણ મારા પતિ એક ડોક્ટર છે . આટલી બધી સમાજ સેવા કરે છે. એમના ઘરમાં મારા પિતા સચવાઈ જશે. મોડી રાત્રે બંને ભાઈ બહેન વડોદરા આવ્યા અને નિશા એના ફાધરને લઇને પોતાના ઘરે આવી. એ ઘરે આવી ત્યારે એના બાળકો અને ડોક્ટર સાહેબ ઉંધી ગયા હતા એટલે રાત્રે કોઈ વાત ન થઇ શકે. સવારે નાસ્તા નાં ટેબલ ઉપર નિશા એ એના પતિ ને કહ્યું કે હું મારા પિતાજી ને મારી સાથે લઇ આવી. આટલું સાભળતા જ એના પતિ નો ગુસ્સો સાતમાં આસમાને પહોચ્યો અને જોર થી બોલ્યા માર્રું ઘર કોઈ વૃધ્ધા આશ્રમ થોડી છે તો તું તારા બીમાર બાપ ને લઇ ને આવી ગઈ છે. તે અહિયાં લાવતા પહેલા એક વાર પણ મને પૂછવાનું યોગ્ય નાં લાગ્યું. નિશા થોડી ચોંકી ગઈ. એને કહ્યું કે તમે ડોક્ટર છો આટલી બધી સમાજસેવા કરો છો એટલે મેં વિચાર્યું કે મારા પિતાને પણ તમારી સેવાનો હિસ્સો મળી જશે. ડોકટરે પાછુ કહ્યું કે હું જે સમાજ સેવા કરું છું એના મને રૂપિયા મળે છે. એ મારું પ્રોફેસન છે. અને એના લીધે મને જે મળે છે એ મારો નફો છે. તારા બાપ નો મફત માં ઈલાજ કરી મને કોઈ નફો મળવાનું નથી. અને આમ પણ બાપ ને રાખવાનો હક દીકરાને હોય , તારા ભાઈ ને કહે લઇ જાય. હું સાજે આવું ત્યારે તારો બાપ મને મારા ઘરમાં દેખાવવું ન જોઈએ. એ નાસો અડધું મૂકી ને જતો રહ્યો .નિશા બેસી રહી અને વિચારવા લાગી શું કરું. થોડીવાર પછી એ એના પિતા પાસે આવી. એના ફાધરને જોઈ રહી એ એમની બેગ ભરતા હતા. નિશાને જોઈ કહ્યું કે તું ફિકર નાં કર. મેં વૃધ્ધાઆશ્રમમાં ફોન કરી દીધું છે હું ત્યાં રહીશ. ખોટું મારા કારણે તારે હેરાન થવાની જરૂર નથી. નિશા કઈ નાં બોલી એ એના ફાધર સાથે વૃધ્ધાઆશ્રમ ગઈ અને એમને મુકીને પાછી આવી ગઈ. પાચા આવ્યા પછી એની હિમ્મત ન થઇ કે ફોન કરી ને ખબર પૂછે. ત્રીજા દિવસે વૃધ્ધાઆશ્રમ માંથી ફોન આવ્યો. નિશા ગઈ ત્યારે એના ફાધર ગુજરી ગયા હતા. વૃધ્ધાઆશ્રમનાં સંચાલકે કહ્યું કે તમારે બીજા સગા સંબધીને બોલાવવા હોય તો બોલાવી લ્યો. પરતું નિશાએ કહ્યું કે એમના સંતાન માં હું માત્ર કે છું બીજું કોઈ નથી. સંચાલક અને અન્ય ચાર પાંચ જણા સાથે મળી નિશાએ એના ફાધર નું અંતિમ ક્રિયાક્રમ કર્યું.

નદી નાં પુલ ઉપર ઉભાર અહી એ વિચારવા લાગી માત્ર ત્રણ દિવસ ની જીંદગી હતી. જો એ ત્રણ દિવસ અમે સાચવી રાખ્યા હોત તો બાપુજી કેટલા ખુશ થઇ ને જતા. પણ હવે એ વિચારવાનું કોઈ અર્થ નથી. અમારા જેવા બાળકોના વ્યવહાર કરતા મુત્યુ પામતા માં-બાપની આત્માને સંતોષ થતું જ હશે.