The Author वात्सल्य Follow Current Read રમીલા ભાભી... By वात्सल्य Gujarati Motivational Stories Share Facebook Twitter Whatsapp Featured Books Anthocyanin Powerful antioxidants Antioxidant is a substance that protects cells from the dama... Split Personality - 61 Split Personality A romantic, paranormal and psychological t... Unfathomable Heart - 28 - 28 - For two-three days, Ramesh kept brooding over t... Let me Show you How to Love - 3 Ritika lay on her bed, staring at the ceiling fan lazily spi... Make Space for Others to Shine Space — what is the real meaning of space? It’s not just a p... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Share રમીલા ભાભી... (15) 4.8k 8.5k 1 રમીલા ભાભી..... એ જ્યારથી પિયર છોડી સાસરે આવી ત્યારે પિયર પક્ષનાં પહેલું આણું કરવા આવ્યાં તે આવ્યાં.પિયર ગયા પછી સાસરેથી થોડા દિવસમાં રમીલાને તેડવા તેની નણદ અને દિયર બેઉ જીપ લઇને આવી ગયાં.રમીલા પાછી સાસરે આવી ગઇ.હવે તેને પિયરમાં જે પ્રકારનું બચપણ વીત્ત્યું હતું તેનાથી વિપરીત વાતાવરણમાં તેને ગમતું થવા ઘણી મહેનત અને જતું કરવાની ભાવના કેળવવી રહી.રમીલા એટલે ગામડાના ખુલ્લા વાતાવરણમાં ઉછરેલું છોડવું.તેને તમામ વાતાવરણ બચપણ કોઠે હતું.ઘેડવાળો ઘાઘરો,અંગે વિવિધ રંગી ભાતીગળ ચિત્રોથી સીવેલું કપડું એટલે કબજો. તેના ઊંચા અને ઘઉંવર્ણા પરંતુ કમનીય કાયા સાથે કસોક્સ પહેરતી.માથે ગવનની ચૂંદડી હોય.ગામની કુંવારી કન્યા બધી પહેરતી એટલે તેને નવાઈ જેવું કંઈ હતું જ નહીં.અને તેને આ ગામડાનો પોશાક ખૂબ ગમતો.કસયેલા શરીર પર ગમે તેટલો વજન ઉંચકી ચાલતી ત્યારે અન્ય ગામના જુવાનિયાઓને લાગતું કે શું નવરે દિનેનાથે રમીલાનું સર્જન કર્યું છે!સાસરે આવી ત્યારથી તેને હવે ફરજીયાત સાડી પહેરી રાખવી પડતી.કેમકે રમીલાના સાસરે સંયુક્ત કુટુંબ હતું.સાથે બધી વહુઓ માટે મોટી મૂછવાળો સસરો જે કે' તે જ પહેરવું,ફરવું, રાંધવાનું કરવું પડતું.તેની વિરોધ તેના એકેય પુત્રો બોલી ના શકતા.આ બધાંની વચ્ચે રમીલાને જીવવાનું હતું.રૂઢિચુસ્ત પરિવારમાં દિયરથી ભાભી વાત કરી ના શકે તેટલું રૂઢિ ચુસ્ત.પોતાની બહેન સાથે બજારમાં કે ફરવા જવાનું હોય તો એકલી સ્ત્રી જઈ ના શકે એટલી અમાન્યા.વડીલ સસરો જે મુખે બોલે તે કરવું પડતું.આવાં કુટુંબમાં મુક્ત ગગનમાં વિહરતી ઊડતી આ પારેવડી રમીલાને ચાર દીવાલ કઠવા લાગી.પતિ રામજીને રાત્રે પથારીમાં ભાળે ત્યારે આખા દિવસનો મનનો થાક કહું ત્યારે પતિ રામજી પણ એકજ બેઠકે પરિવારના બધાજ નાના મોટા પુરુ્ષો સમૂહ ભોજન જમવાનો રીવાજ એટલે રમીલને માત્ર રાત્રે પતિ જોડે વાત કરવાનું મન થતું પરંતુ પતિ રામજી આખો દિવસ કામ કરી ભોજન કરી પથારીએ જેવો આડો પડે એટલે ઘસઘસાટ ઊંઘવા લાગે આ નિત્યક્રમથી રમીલાને સમજનાર તેના હૈયાને સમજનાર કોઈ હતું નહીં.દિવસો વીતતા ચાલ્યા.માસ છ માસ વીતી ગયા.પિયર જવાનું થાય તો સવારની બસ માં જવાનું અને સાંજે પાછા સમયસર આવી જવાનું સાસુજીનું વાક્ય તીરની જેમ વાગતું પરંતુ રમીલા કશુંય બોલ્યા વગર સહન કરી જીવવા લાગી.છ માસમાં તો તેના શરીરમાં કરચલીઓ પડવા લાગી.શરીર અર્ધું સુકાઈ ગયું.જમવામાં રુચિ ના રહી.આખો દિવસ કામ કામને કામ સિવાય બીજી જિંદગી ભુલાઈ ગઇ.ત્યાં રમીલાની જેઠાણીને ડીલેવરીમાં છોકરો અવતર્યો.રમીલાનો દિયર માનસંગ ને હજુ મૂછનો દોરો ના ફૂટે તેવડો દિયર માનસંગ ભાભી જોડે ઘડીભર વાતો કરવા આવતો ત્યાં રમીલાનો સસરો માઢને ખાટલે હુક્કો પીતાં પીતાં હુકમ કરે! એય! માનસંગ આ માટલું ખાલી છે.પાણી ભરી આવ! કે કોઈ બીજું કામ સોંપી માનસંગને તેની ભાભી જોડે મોજ મસ્તી ગમ્મત કરતાં રોકે.એટલે બિલ્લી પગે ભાભીને પાછળથી આવીને છેડતી કરે,આંખો બંધ કરે તે રમીલાને ગમતું.તેને થતું ચાલો મને હસવનાર કોઈ તો ભગવાને મોકલી આપ્યું! એમ મનમાં સંતોષ માની જીવતી હતી.પતિને રમીલાના શરીરમાં રસ હતો,રમીલાના માનસમાં આ અણગમો તેને ખાઈ તરફ ધકેલતો ગયો.પતિ પ્રત્યે મનમાં જે લાગણી માન સન્માન હતાં તે ગાયબ થઇ ગયાં.રમીલાના શરીરનો ઉપયોગ માત્ર થાક ઉતારવા અને ઊંઘ લેવા પૂરતો સીમિત રહી ગયો.હવે રમીલા ચીડિયા સ્વભાવની થઇ ગઇ.વાત વાતમાં ગુસ્સો આવવા લાગ્યો.ઘરના ખૂણે રોવા લાગી.ઘરનો ખૂણો પણ ભીનો ભીનો થઇ ગયો. દિયર માનસંગ થોડો સમજણવાળો હતો.તેને ભાભીની વેદના સમજવા લાગી.તે ભાભી ને કહેતો. ભાભી! મારા ભાઈ કરતાં મને પરણ્યાં હોત તો હું આ આંસુ પડવા ના દેત! તમેં કેટલાં સમજુ છો? આટલું એટલું સહન કરી અહીં રહો છો,છતાં કોઈ ને ફરિયાદ નહીં કરતાં કે નથી તમને કોઈ પૂછતું કે શું દુઃખ છે!ભાભી તમારું આ દુઃખ મારાથી સહન નહીં થતું.ભાભી! મને ભલે મારો બાપ મારી નાખે પણ હું તમને છાંનામાનાં પિયર મૂકવા આવું.પછી તમારાં બા કે બાપુજી ને કહેજો કે આ લોકો મને ખૂબ કામ કરાવે છે. Lમારી સાથે સારો વર્તાવ નથી કરતાં.એકીટશે માનસંગ બોલી ગયો.ચહેરા ઉપર ગુસ્સો વાજબી હતો તે છતાં રમીલાભાભી બોલી... બેટા! તું ખૂબ નાનો છે.હું અસ્ત્રી જાત છું.હું રીસાઈ ને કે લડીને ક્યાં જાઉં? ભણેલી નથી.હું અહીં થી જાઉં તો મને લોકો કેવી ચિતરશે? મારું બીજે સગું કરે તો પણ આ લોકોથી વધુ ખતરનાક હોય તો મારે શું કરવું? માટે વડીલોની વાત હું ટાળતી નથી.સહન કરું છું.બધા દિવસ સરખા નથી.પાક્કું પાન છે.એ બોલે... એના શબ્દો સામું નહીં જોવાનું.એમણે આપણા માટે ખૂબ મજૂરી કરી છે અને આવડો મોટો બંગલો ઍમના પ્રતાપે છે.પારકી મજૂરીએ ઍમના કારણે નથી જવું. પડતું.હું થોડાં દુઃખોને કારણે આવડો મોટો પરિવાર છોડી ક્યાંય નહીં જાઉં.વ્હાલા દેરીડા! તું મને સાથ આપજે.... મારે માટે ઘણું છે.મારે નસીબ જે લખ્યું હશે તે થશે.પરંતુ તું મારી પડખે રહેજે તો આ જન્મારો વીતતાં વાર નહીં લાગે.. માનસંગ ભાભીની બુદ્ધિ અને તર્ક પર ચૂપ રહ્યો. મનોમન ભાભીના હાથને ચુમી કરી બોલ્યો! ભાભી.... હું હવે તમારો સાથ ક્યારેય નહીં છોડું. - સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય) Download Our App