Shraddha - 2 in Gujarati Motivational Stories by Ketan Jain books and stories PDF | શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ - (ભાગ ૨)

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ - (ભાગ ૨)

જેમ આગળ જોયું તેમ શ્રધ્ધાના કેસની આજે સુનાવણી હોય છે, પણ તે બપોરે કરવામાં આવે છે. એટલે એક ન્યુઝ ચેનલ દ્વારા તેનું તાત્કાલિક ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવે છે. શ્રધ્ધા અને તેના માતાપિતા ત્યાં ન્યુઝ ચેનલની ઓફિસ પહોંચી જાય છે. ત્યાં મિસ્ટર દેસાઈ તેમને મળે છે. શ્રધ્ધાનું ઇન્ટરવ્યૂ મિસ ચંદ્રિકા લેવાના હતા, એટલે શ્રધ્ધા તેમના કેબિનમાં તેમને મળવા માટે જાય છે. શ્રધ્ધા ત્યાં બેસીને મિસ ચંદ્રિકાને જોઈ રહે છે.

મિસ ચંદ્રિકા ફોન પર વાત કરતા હોય છે અને થોડી વાર બાદ તે ફોન કટ થાય છે. તે હવે શ્રધ્ધાને ઇશારાથી પાસે બોલાવે છે અને લેન્ડલાઈન પરથી એક ફોન કરે છે.
ચંદ્રિકા: "મારા કેબિનમાં, બે ચા અને પાણી મોકલાવજોને." તે ફોન પર ઓર્ડર કરે છે.
શ્રધ્ધા: "મેમ, પ્લીઝ. મારે ચા નથી પીવી." તે ચા માટે અટકાવે છે.
ચંદ્રિકા: "અરે આમ તારી સાથે બેસીને ચા પીવાનો મોકો હું મારા હાથેથી કેમ જવા દઉં." તે પોતાના ચહેરા પર સ્માઈલ સાથે પોતાની વાત મનાવી લે છે.
શ્રધ્ધા: "અરે મેમ, હું કઈ એટલી પણ મહાન નથી." તે થોડું શરમાઈ જાય છે.
ચંદ્રિકા: "પ્લીઝ શ્રધ્ધા, હું હજુ ૨૮ વર્ષની જ છું. તો મને મેમ ના કહીશ, એવું લાગે હું બહુ જ ઘરડી થઇ ગઈ હોઉં." બન્ને જણ હસવા લાગે છે.

એટલામાં જ ઓફિસ બોય ત્યાં પાણી લઈને આવે છે.
ચંદ્રિકા: "રવિ, ચા સાથે કંઈક નાસ્તાની પણ વ્યવસ્થા કરી લેજે, મને થોડી ભૂખ લાગી છે." તે ઓફિસ બોય સામે થોડું ભૂખ લાગી હોય તેમ ઈશારો કરે છે.
શ્રધ્ધા: "અરે ના ના, મેમ. પ્લીઝ. એની કઈ જરૂર નથી." તે મિસ ચંદ્રિકાને નાસ્તા માટે અટકાવે છે.
ચંદ્રિકા: "અરે પણ શ્રધ્ધા, તારે ના ખાવું હોય તો કઈ નહીં. આ તો મને ભૂખ લાગી છે એટલે મંગાવ્યું છે. બાકી તારું મન થાય તો ખાઈ લે જે." તે એકદમ નિર્દોષ અને ભૂખ્યા બાળકની જેમ વર્તન કરે છે.
રવિ: "ઓકે" તે ત્યાંથી જાય છે.
ચંદ્રિકા: "શ્રધ્ધા, તું આ ઇન્ટરવ્યૂ માટે રેડી તો છે ને?" તે હવે થોડું ગંભીર થતા કહે છે.
શ્રધ્ધા: "સાચ્ચું કહું તો મને કઈ જ ખબર નથી કે હું શું બોલીશ. મારા માટે આ પહેલો જ અનુભવ છે." તે આ બધી વાતમાં બિલકુલ જ અજાણ હોય તેમ નિર્દોષ ભાવ સાથે કહે છે.
ચંદ્રિકા: "તું ચિંતા ના કરીશ. તારી સાથે જે થયું છે, જે પરિસ્થિતિઓનો તે સામનો કર્યો છે અને એ પરિસ્થિતિઓમાં તે જે નિર્ણયો લીધા છે, તારે બસ એ જ બધી વાત આજે દિલ ખોલીને કેમેરાની સામે કહેવાની છે; તાકી બીજા બધા જ લોકો એ સાંભળી શકે. કદાચ, તારી જેમ જ પરિસ્થિતિ સામે લડતી છોકરીઓને લડવા માટે હિમ્મત મળે. કેમ કે બધા તારી જેમ બહાદુર નથી હોતા કે તે આવી કપરી પરિસ્થિતિ સામે લડી શકે." તે ખુબ જ ગંભીરતાપૂર્વક શ્રધ્ધાને આ વાત કહે છે.
શ્રધ્ધા: "મને ખબર છે, કે દુનિયામાં મારા જેવી ઘણી છોકરીઓ છે, જે મારા જેવી પરિસ્થિતિનો સામનો કરી રહી છે અને હું ચોક્કસપણે એમને મદદ કરવા માંગુ છું. એટલે જ મારો એક સંસ્થા શરૂ કરવાનો વિચાર છે કે જે ફક્ત અત્યાચાર સામે એકલી લડી રહેલી છોકરીઓ અથવા સ્ત્રીઓ માટે જ હોય અને સાથે સાથે મારે મારુ એલ.એલ.બી. પણ પૂરું કરવું છે કે હું એ અત્યાચાર કરવાવાળા લોકોને સખ્તથી સખ્ત સજા પણ અપાવી શકું." તેની આંખોમાં વિશ્વાસ અને ગુસ્સો ભરપૂર દેખાય છે.
ચંદ્રિકા: "જો શ્રધ્ધા, જેવું તું વિચારે છે ને એવું જો બીજી બધી જ છોકરીઓ વિચારવા લાગેને, તો આ દુનિયામાં કોઈ પણ છોકરી કદી હેરાન જ નહીં થાય." તે પણ વિશ્વાસ સાથે કહે છે.



એટલામાં જ રવિ ચા અને નાસ્તાની ડીશ લઈને અંદર આવે છે. તે બન્નેને ચા અને નાસ્તો આપીને ત્યાંથી પાછો બહાર જતો રહે છે. શ્રધ્ધા અને ચંદ્રિકા બન્ને ચાનો કપ હાથમાં પકડે છે અને એટલામાં જ ચંદ્રિકાના ફોન પર એક ફોન આવે છે. ચંદ્રિકા તે ફોન ઉપાડીને વાત કરવા લાગે છે.



શ્રધ્ધા ચાની ચુસકીનો સ્વાદ માણતા માણતા ચંદ્રિકાની આંખોમાં નજર નાખે છે અને બસ ત્યાં જ શ્રધ્ધા તેની આંખોમાં દેખાતા પોતાના જ અતીતના પડછાયામાં ખોવાઈ જાય છે.



(૭ વર્ષ પહેલા...)


શ્રધ્ધા પટેલ, સ્વાભાવે બહુ જ સરળ અને મહેનતુ, ભણવામાં પણ હોશિયાર અને કંઈક બનવા માટે તેની ધગસ પણ એટલી જ. દેખાવે તો કઈ કહેવું જ ના પડે, સુંદરતા તો જાણે એવી કે જાણે ખુદ કોઈ સ્વર્ગની અપ્સરાએ પૃથ્વી પર અવતાર લીધો હોય. સાગરના મોતીબિંદ જેવી એની કાળી આંખો, અને એ આંખો પર કરેલું એનું કાજળ, ગાલ પર પડતા એ સુંદર ડિમ્પલ તેના હાસ્યને ખુબ જ મોહક બનાવતા હતા, અને વધારામાં ઓછું તેના ગાલ પર જમાવી બાજુ આવેલું એક નાનું એકદમ કળા કલરનું તિલ, તેને ખુબ જ આકર્ષક બનાવે છે. તેનો ચહેરો જોતા જ એવું લાગે કે કોઈ કળીમાંથી ખીલીને કમળનું ફૂલ બનવા જઈ રહ્યું છે.



આ વર્ષે શ્રધ્ધા ૧૨માં ધોરણની પરીક્ષા આપી ચુકી હતી અને આજે તેનું ૧૨માં ધોરણની પરીક્ષાનું પરિણામ આવવાનું હતું. શ્રધ્ધા તેના પરિણામને લઈને ખુબ જ ઉત્સાહી હતી. તેના માતાપિતાને પણ શ્રધ્ધા પર એટલો તો વિશ્વાશ હતો જ કે તેમની દીકરી સારા પરિણામ સાથે જ પાસ થશે.



તે ત્રણે જણ સાયબર કાફેમાં જઈને પરિણામની રાહ જુએ છે. પરિણામ બિલકુલ ૧૦ વાગે ઓનલાઇન વેબસાઈટ પર મુકાઈ જાય છે અને તે લોકો તરત જ ઓનલાઇન શ્રધ્ધાનું પરિણામ જુએ છે. શ્રધ્ધા ૮૫% સાથે પાસ થાય છે અને આ જોઈને તે લોકો ખુબ જ ખુશ થાય છે. ત્યાંથી ઘરે જતા તે મીઠાઈનું બોક્સ લઇ લે છે અને આજુબાજુમાં રહેતા પાડોશીઓને મીઠાઈ વહેંચીને બધાને શ્રધ્ધાના પરિણામ વિશે ગર્વથી કહે છે.



શ્રધ્ધા અને તેનો પરિવાર ખુબ જ ખુશ થાય છે અને આ ખુશીના માહોલમાં તે લોકો સાથે ફરવા જવાનું વિચારે છે. તે બધા ૩ દિવસ માટે સાપુતારા જવાનો પ્લાન બનાવે છે. બટુકભાઈ પટેલ સાપુતારા જવા માટે બધી જ તૈયારી કરી લે છે અને ત્રણ દિવસ ત્યાં રોકાવવા માટે એક સારા એવા રિસોર્ટમાં બુકિંગ પણ કરાવી લે છે.


પણ કોણ જાણે છે કે જિંદગી ક્યારે તમને કઈ ખુશી આપે છે અને ક્યારે તે પળવારમાં બધું જ છીનવી પણ શકે છે. બસ આ સાપુતારાનો પ્રવાસ, શ્રધ્ધા માટે ખુબ જ યાદગાર બની જાય છે, કેમ કે ત્યાં જ તેની મુલાકાત થાય છે સમર શર્મા સાથે.


કોણ છે આ સમર શર્મા? કઈ રીતે થશે શ્રધ્ધાની મુલાકાત સમર શર્મા સાથે? શું થશે સાપુતારા જઈને? કેમ આ સાપુતારાનો પ્રવાસ શ્રધ્ધા માટે યાદગાર બની જશે? તો શ્રધ્ધાના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવ અને મુશ્કેલીઓનો સામનો કરવાની આ સાહસભરી વાર્તાને જાણવા માટે જોડાયેલા રહો મારી આ સ્ટોરી "શ્રધ્ધા - એક અતૂટ વિશ્વાસ" સાથે.