AAZADI NO ATIREK in Gujarati Short Stories by ketan motla raghuvanshi books and stories PDF | આઝાદીનો અતિરેક

Featured Books
  • My Devil CEO - 2

    सभी नाश्ता करके अपने काम पे निकल जाते है अक्षत और जसवंत जी क...

  • Love Blossom Devil's Unwanted Wife - 1

    वीरेंद्र प्रताप सिंह , बाड़मेर के हुकुम सा , साक्षात यमराज ,...

  • क्या खूब कहा है...

    कोई ठहर नहीं जाता किसी के भी जाने से यहां कहां फुरसत है किसी...

  • शोहरत का घमंड - 109

    आलिया के आंखों के सामने अंधेरा छा जाता है और उसे कुछ भी समझ...

  • वीर साधना

    वीर  बहुत प्रकार के होते हैं।। जैसे की वीर हनुमान , वीर बेता...

Categories
Share

આઝાદીનો અતિરેક

લે. કેતન મોટલા ‘રઘુવંશી’

“આઝાદીનો અતિરેક”

‘સ્વીટી બેટા ઉઠ, કેટલા વાગ્યા છે. કોલેજ નથી જવાનું આજે ? અંજલીબેન પોતાની લાડકી દીકરી સ્વીટીને ઉઠાવતા બોલ્યા.

‘ઓ મમ્મી !હજુ સુવા દે ને થોડી વાર..બહુ ઊંઘ આવે છે.’

‘રાત્રે મોબાઈલ માં કેટલા વાગ્યા સુધી જાગતી હતી ? આ મોબાઈલ આવ્યા ત્યારથી તારી ઊંઘ ઓછી થઈ ગઈ છે!’ અંજલીબેન ગુસ્સામાં બોલ્યા.

સ્વીટી શહેરના નામાંકિત ધનાઢય બીઝનેસમેન પ્રદીપશેઠનું એકમાત્ર સંતાન હોવાના કારણે લાડકોડમાં ઉછરી. પોતાની લાડકી દીકરી ને જે માંગે તે હાજર કરી દેતા માતા-પિતા. સ્વીટીની એક પણ ડીમાંડ પૂરી ન થાય તેવું હજુ બન્યું નથી.

‘તમે પણ શું ? દીકરીની જાતને આટલા લાડ ના કરાય ! કાલે ઉઠીને સાસરે જશે ત્યારે બહુ તકલીફ પડશે.’ અંજલીબેન તેમના પતિને સમજાવતા બોલ્યા.

‘ મારી સ્વીટુ ક્યાંય જવાની નથી, હું નથી મોકલવાનો સાસરે. જેને મારી સ્વીટુ સાથે લગ્ન કરવા હશે તે અહીં રહેશે અને આપણો કારોબાર સંભાળશે.’ પ્રદિપશેઠ વટથી બોલ્યા.

‘ એટલે ઘર જમાઈ ?’

‘ હા એ તું જે કહે તે. પણ મારી સ્વીટુને મારાથી એક દિવસ પણ અળગી નહીં થવા દઉં.’ પ્રદીપશેઠ લાગણીપૂર્વક બોલ્યા.

‘ ગઈ સાલ એ કોલેજ ની પિકનિકમાં બે દિવસ ગઈ હતી ત્યારે હું કેવો બીમાર પડી ગયેલો ?’

‘સમાજ તમારી ટીકા કરશે.’

‘ સમાજને જે કહેવું હોય તે કહે પણ મારી સ્વીટુ માટે હું બધું સાંભળવા તૈયાર છું.’

આમને આમ સમયના વહાણાં વહી જઈ રહ્યા અને સ્વીટીને ૧૮ વર્ષ પુરા થયા અને આજે સ્વીટીના બર્થ ડે સેલિબ્રેશન માટે શહેરના નામાંકિત ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ અને સમાજના આગેવાનોને ભવ્ય બર્થડે પાર્ટીમાં આમંત્રણ અપાયું હતું.ખૂબ રંગેચંગે પોતાની લાડકી પુત્રીનો બર્થ ડે સેલિબ્રેશન કર્યો રાત્રે સાડા બારે પાર્ટી પૂરી કરી સૌ મહેમાનો પોતપોતાના ઘરે જવા રવાના થયા. બર્થ ડે ગિફ્ટમાં સ્વીટીને પપ્પાએ નવી કાર આપી.

‘ થેંક્યુ વેરી મચ પપ્પા, ફોર અ ગ્રેટ ગીફ્ટ, આ બર્થડે મને બહુ યાદ રહેશે’ સ્વીટી લાગણીવશ થઇ બોલી.

‘પપ્પા નવી કારમાં હું મારી ફ્રેન્ડ સાથે આઇસ્ક્રીમ ખાવા જાઉં ? હમણાં અડધો કલાકમાં આવી જઈશ.’

‘ ના...ના..હો બેટા ! અત્યારે સાડાબાર વાગ્યા છે અત્યારે ના જવાય, કાલે જજો..’ અંજલીબેન ચિંતિત થઇ બોલ્યા.

‘પપ્પા, મમ્મી ને સમજાવો ને પ્લીઝ ?’

‘ અંજલી, મારી સ્વીટી કઈ નાની બેબી નથી, એને હવે એન્જોય કરવા દે ! તું જા બેટા..’

‘લવ યુ પપ્પા.’

‘ હે ભગવાન,! આ જુવાન દીકરીને મોડી રાત્રે એકલી ના મુકાય, તમે તો સાવ ગાંડા થઈ ગયા છો’ અંજલીબેન ચિંતિત થઇ બોલ્યા.

‘સ્વીટુ મારી દીકરી નથી દીકરો છે, તું ચિંતા ન કર હમણાં આવી જશે.’ પ્રદીપશેઠ સ્વીટી નો પક્ષ લેતા બોલ્યા.

‘ ઇન્સ્પેક્ટર સાહેબ, મારી પુત્રી રાત્રે તેમની ફ્રેન્ડ સાથે આઇસ્ક્રીમ ખાવા જવાનું કહી અને અડધા કલાકનું આવવાનું કહી ઘરેથી ગઈ હતી અત્યારે ચાર કલાક થયા પણ હજુ સુધી ઘેર આવી નથી. મેં તેમની બધી ફ્રેન્ડ અને મારા સગાવહાલામાં તપાસ કરી લીધી પણ મારી દીકરી ક્યાંય નથી. પ્લીઝ, તમે મારી કમ્પલેન લખી તાત્કાલિક તપાસ કરવો.’ પ્રદીપશેઠે મોડી રાત્રે પોલીસને વિગત આપી.

‘ ઓ.કે, તમારું નામ, સરનામું અને દીકરીનો ફોટો આપી દો અમો તપાસ કરાવી તમને જાણ કરીશું.’

‘અંજલિ, આજે સ્વીટી ઘરેથી ગઈ તેને બે વર્ષ થયાં હજુ સુધી મારી સ્વીટુનો ક્યાંય પત્તો નથી. શું કરતી હશે ? કેવી હાલતમાં હશે મારી દીકરી ?’ પ્રદીપશેઠ રડમસ ચહેરે બોલ્યા.

‘ જો ને..! આજે મારી સ્વીટુનો ૨૦મો બર્થડે છે, હું કેક પણ લાવ્યો છું ,પણ....!’

ત્યાં અચાનક ડોરબેલ વાગી પ્રદીપશેઠે ઝડપથી દરવાજો ખોલ્યો

‘ પપ્પા...!’ આટલું બોલતા રડતા રડતા સ્વીટી પપ્પાને ભેટી પડી.

‘ સ્વીટુ બેટા, ક્યાં હતી તું ? તને બે વર્ષમાં કેટલી શોધી ? તારી શોધમાં દેશના ખૂણે ખૂણા ખુંદી નાખ્યા. અને તારી મમ્મીએ પણ કેટલા માનતા રાખી. તું આટલો સમય ક્યાં હતી દીકરા ?’ પ્રદીપશેઠ લાગણીવશ બોલ્યા.

‘ પપ્પા, આઈ એમ વેરી વેરી સોરી ! મારાથી બહુ મોટી ભુલ થઈ ગઈ. કોલેજમાં રજાક નામના યુવાનને પ્રેમ કરી બેઠી હતી. તમે અમોને સ્વીકારશો નહીં તેવું વિચારી તે દિવસે રાત્રે હું આઇસ્ક્રીમ ખાવા ના બહાને તેની સાથે ભાગી ગઇ હતી અને બીજે દિવસે નિકાહ કરી લીધા હતા. શરૂઆતનો એક મહિનો રજાકે મને બહુ સારી રીતે રાખી. સારું સારું ખવડાવતો બહાર ફરવા લઈ જતો પરંતુ ત્યારબાદ તેનું અસલ રૂપ બતાવવાનું શરૂ કર્યું. મને સતત મારકૂટ કરતો અને માનસિક ત્રાસ આપતો. મને માંસ મટન રાંધવાનું કહેતો અને તેનો ધર્મ સ્વીકારવા દબાણ કરતો. પણ ભૂલ મારી હતી તેની સજા પણ મારે ભોગવ્યે જ છુટકો હતો. ત્યાં મારું કોઈ ન હતું.’

‘અને આજે તો હદ થઈ ગઈ મેં તેને નોનવેજ બનાવવાની ના કહેતા એણે મને ખૂબ મારી. બે વિનંતી કરી કે હું તારા બાળકની મા બનવાની છું અને તને પ્રેમ કરું છું તો રજાકે એવું કહી દીધું કે ,

‘મારે નથી બનવું બાપ છોકરું પડાવી દે...’ મે તારા જેવી બીજી ચાર હિન્દુ છોકરીઓને પ્રેમના નામે ફસાવી છે અને ખોટા લગન પણ કર્યાં છે અને તારાથી જે થાય તે કરી લેજે...’ તેમ કહી મને લાત મારી ઘરની બહાર કાઢી મૂકી.

‘ખરેખર, હું પ્રેમ ના નામ પર બહુ છેતરાઈ છું પપ્પા...! મારી જિંદગી બરબાદ થઈ ગઈ, મારે મરવા સિવાય હવે કોઈ રસ્તો નથી...’ સ્વીટી રડતા રડતા પોતાની આપવીતી જણાવતા બોલી.

‘ ના બેટા, મરે તમારા દુશ્મન ! તારા પપ્પા હજી જીવે છે. તુ હિંમત રાખ યુવાનીની કાચી ઉંમરમાં ભૂલ થઈ જાય દીકરા, જીવન તો સતત નદીના પ્રવાહ જેવું છે તે તો સતત વહેતું જ રહેવાનું. કાલે બધું સારું થઈ જશે. બેટા, જા જમી લે પહેલા’. પ્રદીપશેઠ સ્વીટીને સાંત્વના આપતા બોલ્યા.

‘ પપ્પા આજે હું કબૂલ કરું છું કે તમે મને જે લાડકોડમાં ઉછેરી અને અતિશય લાગણીમાં આટલી સ્વતંત્રતા આપી તેના કારણે મેં માન મર્યાદા મૂકી અને ગંભીર ભૂલ કરી તેથી મારે આ દિવસો જોવા પડ્યા. હું મારી દરેક સખીઓને ગળું ફાડીને કહીશ કે યુવાનીના વિજાતીય આકર્ષણમાં પ્રેમના નામે પાત્રની ખરાઇ કર્યા વિના લાગણીમા આવી લગ્ન કરવાની ગંભીર ભૂલ કરશો તો મારા જેવા હાલ થશે.’ સ્વીટી અફસોસ કરતા બોલી.

થોડા દિવસોમાં માતા-પિતા સ્નેહને કારણે સ્વીટી ની સ્થિતિ નોર્મલ થઈ ગઈ. માતા-પિતાની સમજાવટથી સ્વીટીએ અબોર્શન કરાવી નાખ્યું. રજાકને ૨૫ લાખ આપી છુટા છેડા કરાવી લીધા અને છ મહિના બાદ એન.આર.આઈ યુવાનને પરણી અમેરિકા સાસરે ચાલી ગઈ.

*****************