Shabd-pushadhi - 3 in Gujarati Philosophy by Shailesh Joshi books and stories PDF | શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 3

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

શબ્દ-ઔષધિ જીવનને જીવવા જેવું બનાવીએ - 3

શબ્દ-ઔષધિ
ભાગ-ત્રણ
આજનો શબ્દ છે, " મજા "
સુવાક્યો, સુવિચારો, શિખામણો, પ્રેરક કથાઓ, માતા-પિતા, તેમજ ગુરુજી તરફથી અવાર નવાર મળતા જીવન ઉપયોગી સલાહ સૂચનો, તેમજ
અન્ય કોઈપણ વડીલો, લેખકો, મહાનુભાવો, કે પછી, ઐતિહાસિક મહાન વ્યક્તિઓની જીવન સંઘર્ષગાથા થકી,
આ દરેકે-દરેક માધ્યમથી,
આપણને સતત, અને અવીરત મળતી રહેતી પ્રેરણા,
સાથે-સાથે,
નવા-નવા વિચારો, સારી ને સાચી વાતો, રોજિંદી સમસ્યાઓ સામે, તેના સમાધાનો,
સાથે-સાથે,
આપણને પોતાને પણ, આપણાં મન થકી, અવારનવાર ઉદભવતા, કે મળતા સારા વિચારો.
આ બધી સમજણભરી સાચી વાતોની સારી અસરો, જીવન જીવવાની એકધારી મજા,
આપણને આપણા સમગ્ર જીવન પર, પૂરેપૂરી, ને એકધારી કેમ જોવા મળતી નથી ?
કે પછી
આંશિકજ કેમ જોવા મળે છે ? અને તે પણ,
થોડા સમય માટે જ કેમ દેખાય છે ?
તો આ વાતને સમજવા માટે આપણે, એ વાતને એક નાના, પરંતુ.....
ખૂબ પ્રચલિત ઉદાહરણ દ્વારા સમજીએ.
કોઈ પણ વ્યકિતને, જ્યારે કોઈ શારીરિક સમસ્યા હોય, કે પછી,
કોઈ નાનો મોટો રોગ થયો હોય, ત્યારે
આપણે અસંખ્યવાર સાંભળ્યુંહશે કે,
આવા સમયે, જે તે વ્યક્તિને,
કોઈ આયુર્વેદિક દેશી ઔષધી આપતા પહેલા, એક સલાહ આપવામાં આવે છે કે,
આ ઔષધિ,
" નરણા કોઠે લેજો "
આપણે એ પણ જાણીએ કે,
આ નરણા કોઠે કેમ ? કેમકે,
નરણા કોઠે, આપણા પેટમાં, ઉદરમાં, હોજરીમાં, માત્રનેમાત્ર એજ ઔષધી જાય,
બીજો કોઈજ ખાદ્ય પદાર્થ, કે કોઈપણ જાતનું પ્રવાહી, તે વખતે પેટમાં ન હોય.
એ વખતે, આપણાં પેટમાં, માત્રનેમાત્ર ઔષધી જ હોય, અને તો જ.....
તોજ એ ઔષધી, આપણને તેની સારી અસર, તેની ધારી અસર બતાવી શકે, ને તેનો સારો ફાયદો અપાવી શકે.
બસ આજ વાત, આજ રીત,
આપણા વ્યવહારિક જીવનમાં પણ, આપણી પર્સનલ લાઇફમાં પણ કામ કરતી હોય છે.
જ્યારે, કોઈ સારો વિચાર, કે સુવાક્ય આપણા મગજમાં આવે, કે પછી આપણે કોઈ સાહિત્ય વાંચીએ, કે છીએ,
કોઈ એવા વક્તાને સાંભળીએ, એ પહેલા,
એ પહેલા,
જો આપણે જુના વિચારો, જૂની વાતો, જૂની ધારણાઓ,
જે કોઈ સારા તથ્ય વિહોણી હોય, ભલે નુકશાનકારક ના હોય, પરંતુ તેનાથી આપણને કોઈ ફાયદો પણ ના હોય, કે પછી, જેના થકી, આપણી પ્રગતિ રુંધાતી હોય, આપણુ નામ ખરાબ થતું હોય,
તો શું, આપણે એને ભૂલવું ના જોઈએ ?
વગર જોઈતા, નકારાત્મકતા વઘારતા, રાગ-દ્વેષ ભર્યા, આવા બધાજ નકામા વિચારો.....
એ નકામા કે પરેશાન કરતા, મતલબ વગરના, જરૂર વગરના, વધારાના એ બધા વિચારો,
શું આપણે આપણા મગજમાંથી કાઢી નાખવા, અત્યંત જરૂરી નથી લાગતા ?
જો એકવાર આપણે આપણા મગજમાંથી,
આપણા સ્વભાવમાંથી, આપણી રહેણી-કરણીમાંથી, ને આપણી વાણીમાંથી, જો એને કાઢી લઈશું, કે કાઢી શકીશુ,
તો આપણે આપણા જીવનમાં ધારી અસર, સારી અસર જરૂરથી લાવી શકીશું, એ વાતમાં કોઈ મીનમેખ નથી.
બીજું કે,
જેમ જે તે રોગ પરથી.....
એ ઔષધી આપણને, કેટલા દિવસમાં સાજા કરશે ?
તે નક્કી થાય છે, તેમ
આપણાં જીવનમાં સારા વિચારો, અને તેના પર આપણે યોગ્ય અને સાચા સમયે કરેલ યોગ્ય અમલ એ....
આપણને ક્યારે આનંદ આપશે ?
કેટલો આનંદ આપશે ? અને
એ આનંદની,
આપણાં જીવન પર ક્યાં સુધી અસર રહેશે ?
એ જાણી શકાય.
પરંતુ,
જ્યાં સુધી આપણા મગજમાં, વગર કામના, વગર ફાયદાના, કે પછી,
આપણને પરેશાન કરતા, વિચારોનું વાવાઝોડું
કેવડું છે ? ને તેની
ગતી કેટલી છે ?
તેના પર બધો આધાર રહેલો હોય છે.
માટે આપણે જો, બાકી રહેલું જીવન, વધેલું જીવન નિખાલસ, હર્ષ ઉલ્લાસ, ને ઉત્સાહ સાથે, મુક્ત આનંદ સાથે, અને ઉમંગ ભર્યું બનાવવું હોય તો
એ નકારાત્મક વિચારોને, નકારાત્મક વ્યક્તિઓને, લોકોની નકારાત્મક વાતોને છોડવાથી, જો આપણને કોઈ નુકસાન ન થતું હોય, તો એ બધું જાણી સમજી,
વહેલામાં વહેલી તકે, એ બધું છોડી, સત્યની નજીક, સુખની નજીક જવામાંજ સમજદારી છે.
જો આપણે એકવાર આટલું સમજી, આજથીજ તેના પર અમલ ચાલુ કરી દઈશું,
તો આપણું, બાકી સમગ્ર જીવન,
આનંદમય, ખુશીમય પસાર કરતા આપણને કોઈ રોકી નહીં શકે. અને એજ,
એજ આપણને, જીવન જીવવાની સાચી મજા લેતા શીખવશે, એ માનવું રહ્યું.
હા પણ, જો આ રસ્તો અપનાવવા, આપણે આપણને પૂરી રીતે તૈયાર કરીશું, તોજ આ બધું સહેલું છે.
બાકી જો,
આપણે આપણી જાતને આ રસ્તા પણ ચાલવા અનુરૂપ નહીં બનાવી શકેએ,
તો આપણને આપણી જીંદગી,
આંખ પર પટ્ટી બાંધીને પહાડ ચડવા કરતાંય મોટી મુસીબત જેવી લાગશે.
એના માટે, આપણે એક સામાન્ય તૈયારી કરવી જરૂરી છે.
ઉદાહરણ તરીકે,
આપણે ક્યાં પહોંચવું છે ?
ક્યારે પહોંચવું છે ?
કેમ પહોંચવું છે ?
ને ત્યાં પહોંચી કેટલું રોકાવું છે ?
બસ આવા અમુકજ પ્રશ્નો,
જો આપણે ક્લિયર નહીં કરી શકીએ, તો ગમે ત્યાં,
ગમે તેટલા વાગે, ને
ગમે તેટલું રોકાયા પછી પણ,
આપણા જીવનમાં કોઈજ ફેર નહીં પડે એ નક્કી છે.
એટલે, સૌથી પહેલા તો, મંજિલ નક્કી કરી,
એ મંઝિલ સુધી પહોંચવામાં કેટલો સમય જશે ?
એની જરાય પરવા કર્યા સિવાય, મક્કમ અને મજબૂત મને, ખાલી મંઝિલ તરફજ મન અને નજર રાખી,
નાના કે મોટા, પરંતુ,
જેટલા કદમ આપણે ભરીએ, એ તમામ કદમ, મંઝિલ બાજુજ જતા હોવા, ખૂબજ જરૂરી છે.
બાકી ખાલી સારી વાતો, કે માત્ર સારા વિચારોથી,
આપણા જીવનમાં કંઈજ થવાનું નથી.
સારું જીવન જીવવામાં, સારા વિચારો કરવામાં, સારું આચરણ કરવામાં, અડચણો તો અવશ્ય આવવાનીજ છે, અને કદાચ,
ધાર્યા કરતાં પણ વધારે આવવાની છે, પરંતુ.....
એ વખતે સહેજ પણ વિચલિત થયા વગર,
આપણે આપણી મક્કમતા સાથે, આપણી દ્રઢ શક્તિ સાથે, અને ધીરજ ધરવાની ક્ષમતામાં, તેમજ સ્વયંમની શ્રદ્ધામાં માત્ર વધારા સાથે, આપણે જો આગળ વધીશુ, તો જીત પાક્કીજ છે.
અને એજ, આપણે આપણાં મન પર મેળવેલી આપણી જીત,
આપણને એકનાએક દિવસ, આપણી મંઝીલ સુધી તો પહોંચાડશેજ, સાથે-સાથે એ આપણને અંદરથી મજબૂત પણ બનાવશે, અને આપણને મળેલ એ મજબૂતીનો એહસાસ પણ કરાવશે.
એકવાર આપણે એ મુકામ સુધી પહોંચ્યા પછી,
આપણે તો આપણું જીવન આનંદથી માણીશુંજ, પરંતુ.....
તેની સાથે-સાથે,
એ વખતે, આપણને જોઈને, આપણી આજુબાજુના લોકો પણ, આપણી નજીકના લોકો પણ,
આપણી જીવનશૈલીને અનુસરવાનો પ્રયાસ ચાલુ કરી દેશે.
છેલ્લે......
જીવનમાં એક વાત, હંમેશા યાદ રાખવા જેવી છે કે,
આપણે જ્યારે કોઈ કામ માટે સક્ષમ હોઈએ છીએ, અને આપણે એજ કામ કોઈપણ ભોગે કરવા માંગતા હોઈએ, અને એ કામ આપણે સારામાં સારી રીતે કરી પણ શકતા હોઈએ, તેનો જરા સરખો પણ અણસાર,
આપણી આજુબાજુના, કે પછી આપણી કોઈ હરીફ વ્યક્તિને,
કે પછી,
આપણને ખુશ નહીં જોઈ શકતી કોઈ વ્યક્તિને,
જો એકવાર આની જાણ થઈ ગઈ, તો પછી સમજી લેવું કે,
આપણી અગ્નિ પરીક્ષા ચાલુ થઈ ગઈ.
કેમકે,
આવે વખતે, એ લોકોજ, મતલબ આપણા પ્રતિસ્પર્ધીઓ, ભાગીદારો, જોડીદારો કે કોઈ નજીકનાજ, આપણને આમ કરતા રોકવાના, કે આપણી હિંમત તોડવાના, કામ ચાલુ કરી દેશે.
પરંતુ.....
આવા સમયે, આપણે આગળ જણાવ્યું તેમ,
આપણે ધારેલા વિચાર પર ચાલવાનું, આપણે નક્કી કરેલ મંઝિલ તરફ ચાલવાનું,
એ પણ, સહેજ પણ, ડગ્યા સિવાય, મનને મક્કમ કરીને,
હિંમત, શ્રદ્ધા અને ધીરજ વધારીને.
આ સિવાયની, તમામ બીજી બધીજ વાતોને ગૌણ સમજી, આપણા મનમાંથી કાઢીને ફેંકી દેવી.
નહીં તો,
આ ઝીણી-ઝીણી બાબતો, આપણને પાછળ ધકેલી દેશે, અને આપણને શારીરિક રીતે, માનસિક રીતે, ને આર્થિક રીતે, બધીજ રીતે તોડી નાખશે.
બધી રીતે નુકસાન કરશે, અને એ નુકશાનને, બાકી પૂરી જિંદગી, માત્રનેમાત્ર આપણેજ ભોગવવું પડશે.
વાચક મિત્રો, મારી આ રચનાને, તમારા અમૂલ્ય પ્રતિભાવ આપશો.
નવા શબ્દ વિશે નવું વાંચન,
ભાગ ચારમાં માણીશું.
આભાર સહ,
શૈલેશ જોષી.