Chakravyuh - 8 in Gujarati Detective stories by Rupesh Gokani books and stories PDF | ચક્રવ્યુહ... - 8

Featured Books
  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

  • પહેલી નજર નો પ્રેમ!!

    સવાર નો સમય! જે.કે. માર્ટસવાર નો સમય હોવા થી માર્ટ માં ગણતરી...

  • એક મર્ડર

    'ઓગણીસ તારીખે તારી અને આકાશની વચ્ચે રાણકી વાવમાં ઝઘડો થય...

  • વિશ્વનાં ખતરનાક આદમખોર

     આમ તો વિશ્વમાં સૌથી ખતરનાક પ્રાણી જો કોઇ હોય તો તે માનવી જ...

  • રડવું

             *“રડવુ પડે તો એક ઈશ્વર પાસે રડજો...             ”*જ...

Categories
Share

ચક્રવ્યુહ... - 8

ભાગ-૮

“ગુડ મોર્નીંગ રોશની. હીઅર ઇઝ અ સ્વીટ ફોર યુ. ચલો મીઠુ મોં કરી ગઇકાલની વાતને ભૂલી જાઓ પ્લીઝ.” રોહને આવતા જ કહ્યુ.   “મિસ્ટર ઉપાધ્યાય, ઓફીસના કામે મીઠુ મોઢુ કરી સમય બગાડવો એ અહીના નિયમોની સખત વિરૂધ્ધ છે માટે પ્લીઝ આ ટાઇમપાસ બંધ કરો અને કામમાં ધ્યાન આપો.” રોશનીએ કડલાઇથી રોહનને સંભળાવી દીધુ.   રોહન તો સમસમી ગયો. તેણે મીઠાઇના બોક્ષને બંધ કરી એકબાજુ મૂકી દીધુ અને કામે લાગી ગયો. મનમાં તો બસ એ જ વિચાર ચકરાવા લઇ રહ્યો હતો કે રોશની ખરેખર ગંભીર છે કે હજુ આજે પણ તેનો મજાકનો દૌર ચાલુ છે.   એ બધા વિચારોને પડતા મૂકી તે કામે વળગી ગયો. બપોરે લન્ચ ટાઇમ સુધી રોશનીના મગજનો પારો ચડેલો જ હતો. લન્ચ સમયે રોહને માર્ક કર્યુ કે રોશની આવી નથી માટે તે બહાનુ કરી ઓફિસમાં ગયો તો તેણે જોયુ કે રોશની ત્યાં હતી નહી. તેણે પ્યુનને પુછ્યુ તો ખબર પડી કે કાશ્મીરા મેડમ સાથે તે એક મીટીંગ અટેન્ડ કરવા માટે ગઇ છે એટલે રોહનને થોડી શાંતિ થઇ. એટલે તે પણ નિરાંતથી પોતાના મિત્રો સાથે લન્ચ લેવા જતો રહ્યો.   લન્ચ બાદ તે એકલો ઓફિસમાં કામ કરી રહ્યો હતો ત્યાં પ્યુન તેને બોલાવવા આવ્યો, “સર આપને મીટીંગ હોલમાં કાશ્મીરા મેડમ બોલાવે છે.”   “ઓ.કે. આવું છું.” કહેતા રોહને ફાઇલ નિયત જગ્યાએ રાખી અને મીટીંગ હોલ તરફ જવા નીકળ્યો ત્યાં બહારથી તેને રોશની આવતી દેખાઇ. તેના ચહેરા પરના ભાવ જોતા જણાઇ રહ્યુ હતુ કે તે ઉદાસ છે પણ અત્યારે કાંઇ પુછપરછ થઇ શકે એટલો રોહન પાસે ટાઇમ હતો નહી એટલે તે ત્યાંથી મીટીંગ હોલ તરફ નીકળી ગયો.   “મે આઇ કમ ઇન મેડમ?”

“યસ પ્લીઝ.”   “પ્લીઝ હેવ અ શીટ રોહન. ટુડે આઇ વોન્ટ ટુ મીટ માય ફાધર એન્ડ ધ ફાઉન્ડર ઓફ ધીસ કંપની મિસ્ટર ખન્ના. બીજા બધા એમ્પ્લોઇ તો પપ્પાને મળી જ ચુક્યા છે પણ તમે જોબમાં આવ્યા ત્યારથી પપ્પા અમેરીકા હતા અને આજે સવારે જ આવ્યા છે.   “ગ્રેટ, આઇ એમ સો હેપ્પી મેડમ.” હજુ તો બન્ને વાત કરતા હતા ત્યાં જ સામેથી આવનારને જોઇ રોહન સમજી ગયો કે આ પોતે જ મિસ્ટર ખન્ના છે.

ભરાવદાર શરીર, ચહેરા પર તેજ, ઇસ્ત્રીબંધ શુટ સાથે વેલ પોલીશ્ડ બૂટ, મોટી કાળી આંખો, અણીદાર નાક. રોહન તો ઘડીવાર તેમને જોઇ જ રહ્યો.

“ગુડ આફટર નુન સર.” શ્રીમાન ખન્ના આવ્યા કે રોહને ઊભા થઇ તેમને અભીવાદન કર્યુ.   “ગુડ આફટરનુન જેન્ટલમેન. પ્લીઝ હેવ અ શીટ.”   “પપ્પા મે તમને વાત કરી હતી ને તે જ છે આ રોહન ઉપાધ્યાય. કામમાં કુશળ અને ખુબ મહેનતુ અને કંપની પ્રત્યે વફાદાર કર્મચારી છે રોહન.”

“ગુડ, મિસ્ટર ઉપાધ્યાય, તમારા જેવા કુશળ એમ્પ્લોઇના કારણે જ આ કંપની સફળતાના શીખરો ચુમી રહી છે. ગુડ જોબ.”

“થેન્કસ સર. તમે મારા પર વિશ્વાસ કર્યો એ જ મારા માટે બહુ મોટી સિધ્ધી છે. આ કંપનીમાં આવવા માટે લોકો દિવસ રાત એક કરી દે છે તો જ્યારે મને આ તક મળી છે તો હું મારી બનતી કોશિષ કરીશ કે કંપની પ્રત્યે હંમેશા વફાદાર રહું અને મારુ બેસ્ટ પર્ફોર્મન્સ આપતો રહું.”   “વેલડન મિસ્ટર ઉપાધ્યાય. નાઇસ ટુ મીટ યુ. વેલડન કાશ્મીરા. તારી નજર અને પસંદગીને હું દાદ આપું છું.”   “થેન્ક્સ પાપા. આ ઇન્ટરવ્યુમાં રોય અંકલ અને શ્રોફ અંકલે મને ખુબ હેલ્પ કરી છે.”   “હાસ્તો, ગણપત શોફ અને સુબ્રતો ઐયર આ કંપનીના ખાસ અને વફાદાર મેનેજર છે. એટલે જ તે લોકોના ભરોસે હું બધો વહિવટ છોડી આઉટ ઓફ ઇન્ડિયા નીકળી જઇ શકું છું.”   “નાઉ યુ મે ગો મિસ્ટર ઉપાધ્યાય.” કાશ્મીરાએ આજ્ઞાંકિત સ્વરે કહ્યુ અને રોહન ત્યાંથી બહાર જવા નીકળી ગયો.   “કાશ્મીરા, એક વાત કહું? ખોટુ ન માને તો.” શુરેશ ખન્નાએ પોતાની વ્હાલસોયી પુત્રીને પુછ્યુ.   “હાસ્તો પાપા, ટેલ મી. તમને ખબર જ છે કે મને તમારી કોઇ વાતનું ખોટુ લાગતુ જ નથી. તમારી એક એક શિખામણથી મને કાંઇક ને કાંઇક લેશન મળ્યુ છે.”   “જો બેટા, કોઇ ઉપર એક માસમાં ભરોસો કરવો એ પણ મુર્ખતાની નિશાની છે. મને વિશ્વાસ છે કે રોહનનું બેકગ્રાઉન્ડ અને બીજી જરૂરી ઇન્ક્વાયરી તે કરેલી જ હશે છતા પણ તાત્કાલિક કોઇપર હદ્દથી વધુ ભરોસો ક્યારેક આપણા પર જ ખતરનાક સાબિત થઇ શકે છે.”   “હાસ્તો પાપા, મે રોહન વિષે બધી તપાસ કરાવી લીધી હતી. તે આ પહેલા જ્યાં જોબ કરતો એ કંપનીમાં તથા તેના વતન ભુજ સુધી મે વિશ્વસનીય સુત્રો દ્વારા તપાસ કરાવી હતી ત્યાર બાદ જ તેને કાયમી પોસ્ટ આપવાનુ નક્કી કર્યુ હતુ. તમામ સ્થળેથી રોહનના પોઝીટીવ પ્રતિભાવ આવ્યા હતા. યુ ડોન્ટ વરી પાપા.” કાશ્મીરાએ તેનાઅ પપ્પાને આશ્વાસન આપતા કહ્યુ.   “એક્સક્યુઝ મી પાપા. આઇ હેવ અ કોલ.” બોલતી તે ત્યાંથી નીકળી ગઇ.

“બેટા રોહન તારી પરીક્ષામાં તો પાસ થઇ ગયો પણ હજુ રોહન અને બીજા બધા ન્યુ એમ્પ્લોઇને મારી પરીક્ષામાંથી પાસ થવુ પડશે ત્યારબાદ જ મને સંપુર્ણ વિશ્વાસ આવશે.” કાંચના ટેબલ પર પોતાની આંગળીઓને મંડલાકારે ફેરવતા સુરેશ ખન્નાના ચહેરા પર ગુઢ સ્મિત ફરકી ઉઠ્યુ.”

“હેય રોશની મેડમજી, આજે કેમ બહુ ઉદાસ છો?” રોહને વાતના દોરને સાધતા પુછ્યુ.   “નહી, નથીંગ સીરીયસ, બસ કામના ટેન્શનમાં છું.” રોશનીએ જવાબ આપતા કહ્યુ અને કેબીનમાંથી નીકળી ગઇ. સાંજે રોહન ઓફિસેથી નીકળતો હતો ત્યારે પણ તેણે જોયુ કે રોશની અને સુબ્રતો રોય બન્ને ઓફીસમાં કામમાં બીઝી હતા એટલે કાંઇ વાતનો મોકો મળ્યો નહી એટલે તે ઘરે જવા નીકળી ગયો.   “જય શ્રી કૃષ્ણ પપ્પા. કેમ છો તમે? મમ્મીને સારૂ છે ને?” રાત્રે ફ્રી થતા જ રોહને ઘરે ફોન જોડ્યો.   “હા બેટા, અમે એકદમ ઠીકઠાક છીએ. તને ફાવે છે ને નવી કંપનીમાં?”

“હા પપ્પા, હું અહી એકદમ સારી રીતે સેટ થઇ ગયો છું. વીક એન્ડમાં ઘરે આવવાની ઇચ્છા છે. રજા મળશે તો ચોક્ક્સ ઘરે આવીશ. મમ્મીને મારી યાદી આપજો.”   “હા બેટા, જરૂર.”

રોહને એકાદ મેસેજ રોશનીને કર્યા પણ તે ઓફલાઇન હતી અને બહુ મોડુ થઇ ગયુ હતુ એટલે ફોન કરવાનુ તેણે મુનાસીબ ન સમજ્યુ અને તે સુવાની તૈયારી કરવા લાગ્યો. **********   “રોશની ગઇકાલથી હું માર્ક કરુ છું કે તુ કાંઇ પરેશાન છે, વીલ યુ પ્લીઝ ટેલ મી વૉટ હેપ્પનડ?” લંચ સમયે રોહને રોશની પાસે બેસી તેને  પુછ્યુ.   “નથીંગ રોહન, ડોન્ટ વરી. આઇ એમ ઓ.કે.” રોશનીએ બહુ ટુંકાણથી તેને જવાબ આપી દીધો.   “આર યુ શ્યોર?”   “યા યા, આઇ એમ શ્યોર. નકામી ચિંતા કરે છે તુ મારી.” બોલતી રોશની લંચ પૂરુ કરી ત્યાંથી નીકળી ગઇ.   “તુ ભલે કહે કે કાંઇ પ્રોબ્લેમ નથી પણ તારી આંખો બધુ કહી જાય છે રોશની.” રોહનને પણ લંચ ભાવ્યુ નહી અને તે પણ ટીફીન પેક કરી પોતાની કેબીન તરફ ચાલતો થયો.

**********  

“મિસ્ટર ઉપાધ્યાય, મને ખબર છે તમે બહુ હોંશીયાર છો પરંતુ તમારા હેડનું મંતવ્ય લેવુ પણ તમે જરૂરી સમજતા નથી અને ફાઇનલ એડવર્ટાઇઝમેન્ટમાં તમે તમારા મનફાવે એ રીતે સુધારા કરી નાખો એ ક્યાંની રીત છે.” લંચ બાદ કાશ્મીરાએ મીટીંગરૂમમાં રોહનને ઉધડો લેતા કહ્યુ.   “સોરી મેડમ, મે જે ચેન્જીસ કર્યા એ મને જરૂરી લાગ્યા અને રોશની મેડમ જતા રહ્યા હતા એટલે હું પરમીશન લેવાનુ ચુકી ગયો.”   “આ કંપનીમાં ચૂકી ગયો અને ભૂલી ગયો જેવા શબ્દોની કોઇ જગ્યા નથી. હોંશીયાર છો તેનો મતલબ એ નથી કે તમારા ધાર્યા પ્રમાણે તમે નિર્ણય લો.”   “એક્સક્યુઝ મી મેડમ.” રોશનીએ વચ્ચે બોલતા કહ્યુ.   “વાંક મારો જ છે મેડમ, તમે રોહન પર ગુસ્સો ન ઉતારો. તેણે મને એડ બાબતે વાત કરવાની ટ્રાય કરી હતી પરંતુ મારી તબિયતને કારણે એ તરફ ધ્યાન દીધુ નહી.”   “છેલ્લા ઘણા દિવસોથી જોઉ છું કે રોહનની બહુ તરફેણ લેવાઇ રહી છે. રોશની પર્શનલ સબંધોને ઓફિસની બહાર મૂકીને આવો એ બધા માટે સારૂ રહેશે.”   “સોરી મેડમ, એવુ કાંઇ નથી આ તો જસ્ટ મે સાચુ કહ્યુ.”   “પ્લીઝ યુ બોથ લીવ ધીસ રૂમ.”

“અગેઇન સોરી મેડમ, હવેથી તમારી સલાહને હું ધ્યાનમાં રાખીશ.” કહેતો રોહન બહાર નીકળી ગયો.    “રોશની, પ્લીઝ હેવ અ શીટ.” રોહનના ગયા પછી કાશ્મીરાએ રોશનીને બેસવા કહ્યુ.   “યસ મેડમ?”   “રોહન અને તારા વિષે ઓફિસમાં પાછળથી ઘણી વાતો થવા લાગી છે, આઇ થીંક એ તારા માટે સારૂ નથી. તુ આ ઓફિસમાં સારી પોઝીસનમાં છે અને હું નથી ઇચ્છતી કે પર્શનલ રીઝનથી તારુ સ્થાન જે છે તેમા કોઇ ઉતાર ચડાવ આવે. યુ કેન અન્ડરટેન્ડ વોટ આઇ મીન.”   “જી મેડમ, પણ એવુ કાંઇ છે નહી. મે હંમેશા મારા પર્શનલ અને પ્રોફેશનલ રીલેશન વચ્ચે ભેદરેખા રાખી જ છે અને ભવિષ્યમાં પણ એ બાબતે તમારી સામે કોઇ પ્રશ્ન નહી આવે.” બોલતા બોલતા રોશનીની આંખમાંથી આંસુ ટપકી પડ્યુ.   “એકસ્ક્યુઝ મી મેડમ.” કહેતી તે ત્યાંથી નીકળી ગઇ.   “મે આઇ કમ ઇન?” રોશની કેબીનમાં ટેબલ પર માથુ ઢાળીને બેઠી હતી ત્યારે રોહને કેબીને નોક કરતા પુછ્યુ.   “રોહન પ્લીઝ લીવ મી અલોન.”

“ઓ.કે. મેડમ.” કહેતો રોહન પોતાના કામે વળગી ગયો. અવારનવાર તેને રોશનીના જ વિચાર આવી રહ્યા હતા. તે ન તો કામમાં ધ્યાન આપી શકતો હતો કે ન તે રોશની સાથે વાત કરી શકતો હતો. ત્યાર પછીના બે-ત્રણ દિવસ બધુ યંત્રવત્ત જ ચાલ્યુ. રોહન અને રોશની બન્ને કામ પુરતી જ વાત કરતા બાકી બન્ને પોતપોતાના કામમાં મગ્ન રહેતા. રોશનીએ લંચબ્રેકમાં પણ પોતાનુ લંચ ઓફિસમાં લેવાનુ શરૂ કરી દીધુ. રોહનના વૉટ્સએપ મેસેજના પણ તે ભાગ્યે જ રિપ્લાય આપતી.

******** 

TO BE CONTINUED………..