Behind the scenes artist in Gujarati Magazine by vaani manundra books and stories PDF | પડદા પાછળ નો કલાકાર

Featured Books
Categories
Share

પડદા પાછળ નો કલાકાર

પડદા પાછળ નો કલાકાર..!
🤠🤠🤠🤠🤠🤠🤠

મિત્રો ક્યારેય વિચાર્યું છે રસ્તા સાફ નહિ હોય તો...ઓફિસમાં સફાઈ નહિ હોય તો...મજૂર કે કામવાળી કામ પર નહિ આવે તો.. તો કેટકેટલાય કામ અટકી પડશે.આ બધા નાના કિરદાર જે જિંદગીનાં રંગમંચ પરના કલાકાર છે.કોઈપણ કાર્યની સફળતા પાછળ વ્યક્તિ બે ભાગીદાર હોય છે .એક કે જે પડદા ની આગળ રહીને કામ કરે છે અને બીજો કે જે પડદા ની પાછળ રહીને બોલ્યા વગર કામ કરે છે .મિત્રો ,આજે હું તમને પડદા પાછળનાં જે કલાકારો છે તેમની વાત કરવાની છું. કોઈ સફળ કાર્યક્રમ પાછળ ફક્ત સ્ટેજ ઉપર દેખાતા કે સ્ટેજ પાસે દેખાતા વ્યક્તિઓ જવાબદાર નથી હોતા .પરંતુ તે સ્ટેજની પાછળ પણ કેટલાય વ્યક્તિઓ સફળ સંચાલન માં ભાગીદાર હોય છે .તેઓના ચહેરા ભલે ન દેખાતા હોય તે છતાં પણ તેમની નિપુણતાનાંન લીધે જ આખો કાર્યક્રમ સફળ થઈ શકે છે. તેવાં થોડાક ઉદાહરણ જોઈએ..

👉ઘરમાં રહીને એક માતા પોતાના બાળકને શાળામાં મોકલી શકે છે. એક પત્ની તે પોતાના પતિને ઓફિસ પર મોકલી શકે છે. અને ઘરના બીજા ઘણા વ્યક્તિઓ પણ સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતિત કરી શકે છે. તો તે પાછળ પણ એક પત્ની... એક દીકરી ...એક બહેન... કે માતા ..નું સફળ સંચાલન જવાબદાર છે .તેમના કાર્યના લીધે જ તમને સફળતા થી બહાર જઈ શકો છો.

👉એક મોટી હોસ્પિટલ ચાલે છે. ક હોસ્પિટલમાં તેનું સંચાલન મંડળ તે સિવાય તેના ટ્રસ્ટી... તેમના ડોક્ટર... તેમના નર્સ... તેમના મેનેજર... તેમના વૉર્ડ બોય કે પછી છેલ્લે તેમના સ્વીપર ત્યાં સુધી દરેક વ્યક્તિ જ્યારે વફાદારી થી પોતાનું કામ કરે છે અને ત્યારે તે હોસ્પિટલ સફળતા મેળવી શકે છે.

👉આજે આપણે કેટલાય ફરવાલાયક દર્શનીય સ્થળ.. અભ્યારણ્ય જોઈએ છે પછી તે અમદાવાદમાં કોઈ મ્યુઝિયમ હોય કે કોઈ પ્રાણી સંગ્રહાલય હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી હોય કે પછી કોઈ ખ્યાતનામ સ્થળ હોય.. આ દરેક સ્થળે આપણે સ્વચ્છતા જોઈએ છે .આજુબાજુની લીલોતરી અને તેનો બગીચાનું સફાઈકામ કે માળી કામ જોઈએ છે.તે જોતાં જ આપણને ખ્યાલ આવે છે કે તેની સફાઈ અને કાળજી કેટલી રાખવામાં આવતી હશે. અને તે સારસંભાળ રાખવા પાછળ પણ તેનો કે મજૂર વર્ગ છે . તો તે પણ પડદા પાછળ ના કલાકાર થયા છે.

👉 કોઈ કંપની ચાલે છે કંપનીમાં તેનો બોસ છે તેના સેક્રેટરી છે તેના colleagues છે ..વૉર્ડ બોય છે તેનો સ્વીપર છે ...તેની વફાદારી એ સફળતાપૂર્વક કામ કરે છે .ત્યારે તે કંપની સફળતા મેળવી શકે છે .તો તેમાં જે નાના વ્યક્તિ છે તે પણ પડદા પાછળ નો કલાકાર ફક્ત એક વ્યક્તિને શ્રેય આપવો તે યોગ્ય નથી.

👉પ્રકૃતિની વાત લઈએ તો ઈશ્વરનાં ચરણે ચડતા ફૂલ અને તે મંદિરની લાલીમાં જોઈએ છે. મંદિરની સુંદરતા જોઈએ છે. મંદિરમાં રહેલી મૂર્તિ ને આપણે પૂજીએ છે. પરંતુ તે મંદિરમાં ચઢેલા કે મૂર્તિ પર ચઢેલા જે ફૂલ છે ને તે ફૂલ પણ તેના ભાગીદાર છે .એ પણ પડદા પાછળનાં કલાકાર છે કે પોતાનો ભાગ ભજવે છે. એ પણ એ ફુલ ને સાચવવાના જે માળી છે તે પડદા પાછળ નો કલાકાર છે કે જે સફળતાપૂર્વક સુંદર રીતે ફૂલનું જતન કરે છે અને ત્યારે એ ફૂલ ઈશ્વરનાં ચરણે જાય છે.

મિત્રો, પડદા પાછળનાં આ કિરદાર... તેની કદર કરવી જોઈએ .કોઈ ઓફિસમાં બોસ છે કે કોઈ મંડળના ટ્રસ્ટી છે કે કોઈ ઊંચી પદવી ધરાવતા વ્યક્તિ છે.. તે કોઈ પણ નાના મોટા કામ કરવા નથી આવવાનું કે પછી કોઈ મેનેજર નું કામ કરવા કે કોઈ નોકરાણી નું કામ કરવા નથી આવવાનું .. તો દરેક નીચેની વ્યક્તિ થી કામ સરસ રીતે ચાલે છે .તેઓ મહત્વનો ભાગ છે અને પડદા પાછળના જેના ના કલાકારો છે તેમનો આભાર તો માનવો આપણે જ રહ્યો. કારણ કે જો આપણે તેનો આભાર માનશું તો તેઓ પોતાનું કામ વધારે જોશથી કરશે. તેમને પણ એક જાતનો મોરલ સપોર્ટ મળશે. જો કોઈ વ્યક્તિ એમ કહી દે ને કે મારાથકી જ બધું થાય છે તો તે વસ્તુ અશક્ય છે.,... સફળ સંચાલન... કોઈ પણ વ્યક્તિની સફળતા... કંપનીની કે કોઈ મોટી બિલ્ડીંગની કે કોઈ પણ મોટી સફળતા પાછળ કેટલાય વ્યક્તિઓ જવાબદાર હોય છે . આ પડદા પાછળના કલાકાર જેમાં ભાગ ભજવી જતા હોય છે તેથી દિલથી આપણે પણ તેમનો આભાર માનવાનો રહ્યો .જાહેરમાં તો ખરેખર તેમનું નામ લેજો અને તેમને આ વાત ખરેખરમાં જોઈએ જેથી કરીને ભવિષ્યમાં પણ તેઓ તમને આ રીતે સપોર્ટ કરતા રહે....!

- વનિતા મનુન્દ્રા ( વાણી )
બનાસકાંઠા