The Next Chapter Of Joker - Part - 20 in Gujarati Detective stories by Mehul Mer books and stories PDF | The Next Chapter Of Joker - Part - 20

Featured Books
  • નિતુ - પ્રકરણ 75

    નિતુ : ૭૫ (નવીન તુક્કા) નિતુએ નવીનની વાતને અવગણતા પોતાની કેબ...

  • ભાગવત રહસ્ય - 179

    ભાગવત રહસ્ય-૧૭૯   કશ્યપ ઋષિ મધ્યાહ્ન સમયે ગંગા કિનારે સંધ્યા...

  • ફરે તે ફરફરે - 67

    ફરે તે ફરફરે - ૬૭   હું  મારા ધરવાળા સાથે આંખ મિલા...

  • રાય કરણ ઘેલો - ભાગ 16

    ૧૬ પૃથ્વીદેવ   અરધી રાત થઇ ત્યાં ઉદા મહેતાના પ્રખ્યાત વ...

  • એઠો ગોળ

    એઠો ગોળ धेनुं धीराः सूनृतां वाचमाहुः, यथा धेनु सहस्त्रेषु वत...

Categories
Share

The Next Chapter Of Joker - Part - 20

The Next Chapter Of Joker

Part – 20

Written By Mer Mehul


જુવાનસિંહનાં આદેશનું પાલન કરીને કૉન્સ્ટબલે અવિનાશ અને અંકિતાની મુલાકાત ગોઠવી આપી હતી. કૉન્સ્ટબલ, અવિનાશને અંકિતા જે સેલમાં બેઠી ત્યાં લઇ આવ્યો હતો. અવિનાશને જોઈને અંકિતા ઉભી થઇ ગઇ હતી અને દોડીને અવિનાશને ગળે વળગીને રડવા લાગી હતી.
“થેંક્યું અવિનાશ…તારાં કારણે..હું… હું એ નર્કમાંથી બહાર નીકળી ગઈ.. તારું આ..આ.. ઋણ હું જિંદગીભર ચૂકવી નહિ શકું…મને..મને મારા ભોળાનાથ પર વિશ્વાસ હતો….એ..એક..દિવસ જરૂર એ મારી મદદે આવશે…તા..તારા સ્વરૂપે એણે મારો વિશ્વાસ અકબંધ રાખ્યો છે” ડૂસકાં ભરતા ભરતા અંકિતા તૂટક અવાજે અવિનાશને ઝકડીને કહેતી હતી.
“તું પહેલા રડવાનું બંધ કર…” અવિનાશે અંકિતાને અળગી કરી અને આંખોમાંથી આંસુ લૂછયાં થોડીવાર રડીને અંકિતા શાંત થઈ. અવિનાશે તેણે ખુરશી પર બેસારી અને સામેની ખુરશી ખેંચીને તેનાં પર બેઠક લીધી.
“હવે બોલ…તને અહીં શા માટે બોલાવવામાં આવી હતી ?” અવિનાશે પૂછ્યું.
“સાંજે ચાર વાગ્યે થોડાં પોલીસવાળા અચાનક મારા ઘરે આવી ચડ્યા હતાં, મમ્મી સેક્સ રેકેટ ચલાવે છે એની પોલીસને બાતમી મળી છે એવું કહીને તેઓ પૂછપરછ કરવા લાગ્યા. મમ્મીએ તેઓનાં એક પણ સવાલનાં જવાબ ન આપ્યા એટલે એમને હઠકડી પહેરાવીને અહીં લાવવામાં આવ્યા. અમને ત્રણેયને જુદી જુદી જેલમાં પુરવામાં આવ્યાં. થોડીવાર પછી એક લેડી ઓફિસર આવ્યાં અને તારા વિશે પુછવા લાગ્યાં. મેં બધા સાચા જવાબ આપ્યા એટલે હવે મારે એ નર્કમાં નહિ જવું પડે અને મને ઈજ્જતવાળી નોકરી અપાવશે એવી બાંહેધરી આપીને ગયાં. એ બહેન કોઈ કેસની વાત કરતાં હતાં. કેસ સોલ્વ થઈ જાય પછી મને નોકરી અપાવશે એવું કહ્યું હતું તેઓએ…ક્યાં કેસની વાત કરતાં હતાં એ ?, અને તું અહીં ક્યારે આવ્યો ?”
“મારી વાત ધ્યાનથી સાંભળ….” અવિનાશે કેમેરા તરફ ઊડતી નજર ફેરવીને અંકિતા સામે જોયું, “રમણિક શેઠનું કોઈએ મર્ડર કરી નાખ્યું છે”
“શું ?” અંકિતાએ ચોંકી ગઈ. તેનો ચહેરો તંગ અને સજ્જડ થઈ ગયો, પોતાનાં શરીરમાંથી લોહી વહી ગયું હોય અને ત્યારબાદની પરિસ્થિતિ જેમ અંકિતનું શરીર ફિક્કું પડી ગયું.
“ડરવા જેવી કોઈ વાત નથી, એ નરાધમને આવી જ સજા મળવી જોઈએ” અવિનાશે દાંત ખાટા કરીને કહ્યું.
“એ તો ઠીક છે પણ તું અહીં શા માટે છે એ તો જણાવ..” અંકિતાએ પુછ્યું.
“થયું એમ હતું કે એ રાત્રે હું તારા ઘરેથી નીકળીને રમણિક શેઠનાં બંગલે પહોંચ્યો હતો….” અવિનાશે જુવાનસિંહને જે કહાની જણાવી હતી એ જ કહાની અંકિતાને કહી સંભળાવી.
“અને છેલ્લે જુવાનસિંહે ચૌદ દિવસની રિમાન્ડ ઓઉરી થઈ જાય પછી મને છોડી દેવાની બાંહેધરી આપી છે…” અવિનાશે વાત પૂરી કરતાં કહ્યું.
“ઓહ…” અંકિતાએ રાહતનાં શ્વાસ લીધા.
“એક રીતે જોતાં આ સારું જ થયું” અવિનાશે મુસ્કુરાઈને કહ્યું, “જો મને અહીં કેદ કરવામાં ના આવ્યો હોત તો પોલીસ તારા ઘરે ના પહોંચી હોત, અને જો પોલીસ તારા ઘરે ના પહોંચી હોત તો તું હજી એ જ નર્કમાં જીવતી હોત…પણ એક ઘટનાએ બધું બદલી નાખ્યું અને અત્યારે મારી સામે તને લાવી દીધી”
“અવિનાશ…” અંકિતાએ ધીમેથી કહ્યું, અંકિતાનો ચહેરો હજી ફિક્કો જ હતો…તેનાં ચહેરા પરનો તણાવ અવિનાશ જોઈ શકતો હતો, “મારી હકીકત જાણીને તું મારા વિશે ગલત તો નહીં વિચારે ને ?”
“કેવી વાત કરે છે તું ?, તે જો પહેલા દિવસે પણ આ હકીકત જણાવી હોત તો પણ હું તારાં વિશે ખરાબ ના વિચારેત અને તારું ચારિત્ર્ય ક્યાં ખરાબ છે…તને બળજબરીથી એ કામ કરાવવામાં આવતું હતું”
સહસા કૉન્સ્ટબલ સેલનો દરવાજો ખોલીને ઓરડીમાં પ્રવેશ્યો.
“તમારો સમય પૂરો થઈ ગયો છે....બંને બહાર ચાલો” કૉન્સ્ટબલનાં અવાજમાં ધિક્કારતાની ગંધ આવતી હતી.
“મારી વાત સાંભળ અંકિતા…” અવિનાશ અંકિતાનાં કાન પાસે જઈને ગણગણ્યો, “તને અહીંથી છોડવામાં આવે એટલે મારા દોસ્ત તેજસનો કોન્ટેક્ટ કરજે…એ તારી રહેવાની સુવિધા કરી આપશે…જ્યાં સુધી હું બહાર ના આવું ત્યાં સુધી તું પણ ઘરની બહાર ના નીકળતી..”
અંકિતાએ હકારાત્મક ઢબે માથું ધુણાવ્યું.
“ચાલો હવે…બીજી વાતો પછી કરજો…” કૉન્સ્ટબલે વડકું કર્યું.
“બાય…” અંકિતાએ અવિનાશની આંખોમાં જોઈને કહ્યું. અવિનાશે જવાબમાં મીઠું સ્મિત વેર્યું. અંકિતાએ પણ સ્મિત વેર્યું અને ઊભી થઈને એ બહાર નીકળી ગઈ.
*
જુવાનસિંહ મારતી જીપે વસંતનગરનાં છાપરા પાસે પહોંચ્યા હતાં. ચાવડા તેને લેવા માટે રોડે આવ્યો હતો. જુવાનસિંહ જ્યારે શાંતાનાં બંગલે પહોંચ્યા અને બંગલાની હાલત જોઈ ત્યારે એ ચોંકી ગયા. બધા રૂમનાં કબાટોની ચીજવસ્તુઓ વિખેરાયેલી પડી હતી. હિંમત નીચેનાં રૂમની તપાસ કરી રહ્યો હતો જ્યારે રમીલા અને ચાવડા ઉપરનાં રૂમમાં મૌજુદ હતાં. જુવાનસિંહએ નીચેનાં રૂમમાં બધાને એકઠા કર્યા.
“શાંતા ફરાર થઈ ગઈ છે અને તેણે બધા સબુતો પણ સળગાવી દીધાં છે…” જુવાનસિંહે કહ્યું, “આપણે બાકી રહેલી વસ્તુઓમાંથી સબુત શોધવાનાં છે, બંગલાનો ખૂણેખૂણો ખોળી નાંખો…જરૂર કંઈક હાથમાં આવશે જ. હિંમત તમે અને કેયુર બંને ઉપરનાં રૂમોની તપાસ કરો અને રમીલા, તમે મારી સાથે આવો”
બંને ટિમ પોતાનાં કામમાં લાગી ગઈ. હિંમતે અને કેયુરે ઉપરનાં રૂમની બધી જ વસ્તુઓ ખોળી મારી પણ તેનાં હાથમાં નિરાશા સિવાય કંઈ ના લાગ્યું. જુવાનસિંહે પણ નીચેનાં રૂમની બારીકાઈથી તપાસ કરી પણ તેનાં આશ્ચર્યની વચ્ચે એવું કોઈ સબુત હાથમાં ના આવ્યું જે કામમાં આવે. જુવાનસિંહ પણ નિરાશ થઈને બંગલાનાં પાછળનાં ભાગ તરફ ચાલ્યાં. સહસા તેઓની નજર ફર્શ પર પડી, ફર્શ પર રાખ વડે ઉપસી આવેલાં શૂઝનાં નિશાન હતા. જુવાનસિંહ એ નિશાનોને ઓળંગીને આગળ વધ્યા. બંગલાનાં પાછળનાં ભાગમાં ત્રણેક ફૂટ જેટલી લાંબી ગેલેરી હતી અને પછી ઊંચી દીવાલ ચણેલી હતી. ગેલેરીમાં અત્યારે રાખ વેખરાયેલી પડી હતી. કોઈએ વસ્તુ સળગાવીને પગ વડે રાખ વેખેરી હોય એવું માલુમ પડતું હતું.
“હિંમત…” જુવાનસિંહે મોટા અવાજે કહ્યું, “અહીં આવો બધા”
જુવાનસિંહ ફરી દરવાજા તરફ ચાલ્યાં. જુવાનસિંહનો અવાજ સાંભળીને હિંમત અને કેયુર પગથિયાં ઉતરતાં હતાં જ્યારે રમીલા નીચેનાં રૂમમાંથી બહાર નીકળતી હતી.
“ઉભા રહો…” જુવાનસિંહે હાથનો પંજો બતાવીને કહ્યું અને પછી ફર્શ તરફ પોતાની તર્જની આંગળી ચીંધીને વાત આગળ ધપાવી, “આ શૂઝની છાપને જુઓ છો…કોઈએ બધા સબુતને પાછળની ગેલેરીમાં સળગાવી દીધાં છે અને પગ વડે રાખને વિખેરી નાંખી છે…ત્યારબાદ એ વ્યક્તિ આ તરફ આગળ વધ્યો હશે એટલે તેનાં શૂઝનાં તળિયાની છાપ પડી છે”
“હું ફોટો પાડી લઉં છું” કહેતાં હિંમતે પોતાનો ફોન ગજવામાંથી કાઢ્યો અને જુદાં જુદાં એંગલથી ત્રણ-ચાર ફોટા ક્લિક કર્યા.
“બંગલાને કોર્ડન કરવાની વ્યવસ્થા કરો અને બે ગાર્ડને બંગલાની પહેરેદારી માટે બોલાવો” જુવાનસિંહે હુકમ કર્યો, “કાલે ફરી આપણે આ બંગલાની તપાસ કરવા આવીશું”
“યસ સર…” હિંમતે કહ્યું અને ફોનમાં ધ્યાન કેન્દ્રિત કરીને બહાર તરફ ચાલ્યો.
દિવસ આથમવાની તૈયારીમાં હતો, બધાં બંગલાની બહાર આવ્યાં. હિંમત પણ કૉલ પતાવીને જીપ પાસે આવ્યો.
“કાલે વહેલાં સ્ટેશને આવી જજો…આપણે ફરી અહીં જ આવવાનું છે…આજે ઘણું કામ કરી લીધું, કાલે સવારે ફરી મળીએ…” જુવાનસિંહે કહ્યું.
“યસ સર…” કહેતા બધાએ બંને હાથ કમર સાથે ઝકડાવ્યાં.
“તમે લોકો હવે જઈ શકો છો અને હિંમત તમે…, રાત્રે કોણ ડ્યુટી પર રહેવાનું છે એનો મૅસેજ મને કરી દેજો” જુવાનસિંહે કહ્યું. હિંમતે હકારમાં માથું હલાવ્યું.
*
સવારનાં ચાર વાગ્યાં હતાં. જુવાનસિંહ પોતાને સોંપાયેલા ક્વાર્ટરનાં પલંગ પર ગાઢ નિંદ્રામાં સુતા હતાં. સહસા તેઓની આંખો ખુલ્લી ગઈ. તેઓએ બાજુમાં નજર કરી તો ટેબલ પર પડેલો ફોન રણકતો હતો. જુવાનસિંહે નિંદ્રાવસ્થામાં જ ફોન હાથમાં લીધો અને આંખો પહોળી કરીને ડિસ્પ્લે પર ધ્યાન કેન્દ્રિત કર્યું. ડિસ્પ્લે પર ‘હિંમત ત્રિવેદી’ લખેલું હતું. જુવાનસિંહે કૉલ રિસીવ કર્યો.
“હેલ્લો સર…સબ ઇન્સ્પેક્ટર હિંમત ત્રિવેદી વાત કરું…” હિંમત જાણતો હતો કે વહેલી સવારે જુવાનસિંહ ઊંઘમાં હશે એટલે તેણે પોતાની ઓળખાણ આપી.
“હા બોલો હિંમત…કેમ અત્યારે કૉલ કર્યો ?” જુવાનસિંહે સ્વસ્થ થવાની કોશિશ કરતાં કહ્યું પણ તેઓનો અવાજ લથડાતો હતો.
“ઇમરજન્સી છે સર….RTOનાં ઑફિસર જે.જે. રબારીનું મર્ડર થઈ ગયું છે” હિંમતે કહ્યું. જુવાનસિંહ પલંગ પર બેઠા થઈ ગયાં.
“એડ્રેસ ?”
“તમે ઉત્તમનગર બસ સ્ટોપ પાસે પહોંચી જાઓ…ચાવડાને ત્યાં મોકલું છું”
“વિસ મિનિટમાં પહોંચ્યો…” કહેતા જુવાનસિંહે ફોન કટ કરી દીધો અને ઉતાવળથી મોઢું ધોઈ, હાથ વડે જ વાળ સરખા કરી, ફ્રી ડ્રેસમાં જ તેઓ ઉત્તમનગર તરફ જવા નીકળી ગયા.
ચાવડા ઉત્તમનગર બસ સ્ટોપેથી જુવાનસિંહને ઉત્તમનગરનાં છેલ્લા ફ્લેટે લઈ આવ્યો. વહેલી સવારનાં સાડા ચાર થયા હતાં, આજુબાજુમાં ચિત્કાર શાંતિ પથરાયેલી હતી પણ ‘માધવ જ્યોત’ એપાર્ટમેન્ટમાં બધાં ફ્લેટની લાઈટો સળગતી હતી. લોકો બારણે ડોકિયું કરીને પોલીસની અવરજવરનું નિરિક્ષણ કરતાં હતાં.
ચાવડાએ એપાર્ટમેન્ટનો મુખ્ય દરવાજો ખોલ્યો એટલે જુવાનસિંહ આગળ ચાલ્યાં. પાર્કિગમાં સાગર ઉભો હતાં. સાગર કોઈ વ્યક્તિ સાથે વાતચીત કરી રહ્યો હતો, એ વ્યક્તિ સિક્યુરિટી ગાર્ડ હશે, એવું અનુમાન જુવાનસિંહે તેનાં ખાખી રંગનાં કપડાં અને ઉંમર જોઈને લગાવ્યું. જુવાનસિંહને જોઈને સાગર ટટ્ટાર થઈ ગયો.
“જય હિન્દ સર…”
“જય હિન્દ…” જુવાનસિંહે કહ્યું, “આ સિક્યુરિટી ગાર્ડ છે ને ?”
“હા સર….” સાગરે કહ્યું.
“મર્ડર થયું એ સમયે તમે ક્યાં હતાં ?” જુવાનસિંહે પૂછ્યું.
“અમે જ્યારે અહીં પહોંચ્યા ત્યારે પણ કાકા સુતા જ હતાં” સાગરે કહ્યું.
“તમે એપાર્ટમેન્ટની ચોકીદારી માટે નોકરી કરો છો કે સુવા માટે ?, તમારી બેદરકારીને કારણે એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે” જુવાનસિંહે ગુસ્સાભર્યા અવાજે કહ્યું.
“હું કોઈ દિવસ અહીં સૂતો નથી પણ આજે ખબર નહિ કેમ આંખો ભારે લાગતી હતી, હું ચોકીદારી માટે આવ્યો પછી બે કલાકમાં જ મને ઊંઘ આવી ગઈ સાહેબ..”
“કોઈએ તમને ઊંઘની ગોળી આપી હતી ?” ચોકીદાર જુઠ્ઠું બોલે છે એવો ભાસ થતાં જુવાનસિંહે કટાક્ષમાં કહ્યું.
“ના સાહેબ…” ચોકીદારે નજર ઝુકાવીને કહ્યું.
“સ્ટેટમેન્ટ લઈ લો એનું..” જુવાનસિંહે સાગરને ઉદ્દેશીને કહ્યું અને બીજી તરફ નજર ફેરવી, એ તરફ ધ્યાન કરતાં જુવાનસિંહની નજર ટોળું વળેલી સ્ત્રીઓ પર પડી. એક સ્ત્રી પોક મૂકીને રડી રહી હતી, અન્ય સ્ત્રીઓ તેને શાંત કરવાની કોશિશ કરતી હતી. રમીલા બધાને ચૂપ કરાવવામાં વ્યસ્ત હતી. કદાચ એ જે.જે. રબારીની પત્ની હશે એવું અનુમાન લગાવીને જુવાનસિંહ આગળ વધ્યા.
“આ તરફ…” ચાવડાએ આગળ થઈને જુવાનસિંહને રસ્તો ચીંધતા કહ્યું. જુવાનસિંહ દાદરા તરફ આગળ વધ્યા. જે.જે. રબારીનો ફ્લેટ પહેલા માળે આવેલો હતો. બારણાં બહાર હિંમત અને અન્ય બે વ્યક્તિઓ ઉભા હતાં.
“મોર્નિંગ સર….” હિંમતે કહ્યું, “ગુડ જેવું કશું નથી સર….આ મર્ડર પણ રમણિક શેઠનાં મર્ડર સાથે જ સંકળાયેલું છે..”
“મતલબ ?” જુવાનસિંહે ચમકીને પૂછ્યું.
“આવો સર…” કહીને હિંમત ફ્લેટમાં પ્રવેશ્યો. જુવાનસિંહ તેની પાછળ ચાલ્યાં. બેઠકરૂમમાં થઈને બંને એ રૂમમાં પહોંચ્યા જ્યાં જે.જે. રબારીનો પાર્થિવ દેહ હતો.
“ગ્લવ્સ…” જુવાનસિંહ હિંમત તરફ હાથ ધરીને કહ્યું. હિંમતે જુવાનસિંહનાં હાથમાં ગ્લવ્સ આપ્યાં.
“આ તરફ જુઓ સર…” હિંમતે બેડ પાસે રહેલાં ટીપાઈ જેવા ટેબલ તરફ ઈશારો કરીને કહ્યું. બેડ જેટલી જ ઉંચાઈનાં એ ટેબલની સપાટી પરનાં પારદર્શક કાચ પર એક જોકરનું કાર્ડ હતું, કાર્ડ પર કાંડા ઘડિયાળ રાખવામાં આવી હતી. જુવાનસિંહ ઘડિયાળને ઊંચકીને સાઈડમાં રાખી અને કાર્ડને ટેબલનાં છેડે સરકાવીને કાર્ડ હાથમાં લીધું. આ એવું જ કાર્ડ હતું જેવું ‘રમણિક શેઠ’નાં મર્ડર સમયે મળેલું. જુવાનસિંહે એકપણ ક્ષણનો વિલંબ કર્યા વિના કાર્ડને પલટાવ્યું. કાર્ડનો પાછળનો ભાગ જોઈને જુવાનસિંહ ચમકી ગયાં.
કાર્ડ પાછળ ‘ખુશાલ (જૉકર -સ્ટૉરી એક લુઝરની)’ એવું લખ્યું હતું. થોડીવાર માટે જુવાનસિંહનું મગજ કામ આપતું બંધ થઈ ગયું.
“સર…” હિંમતે જુવાનસિંહની તંદ્રા તોડીને પૂછ્યું, “આ ખુશાલ કોણ છે ?, એ પણ તમારી જેમ પોલીસ અધિકારી છે ?”
“ના…” જુવાનસિંહે કહ્યું. પછી તરત જ સ્વસ્થતા મેળવીને જુવાનસિંહ પોતાનાં કામે લાગી ગયાં.
“તમને કૉલ આવ્યો ત્યાંથી અત્યાર સુધીમાં શું શું થયું એ જણાવો…” જુવાનસિંહે પૂછ્યું.
“ત્રણ વાગ્યાની આસપાસ મને સાગરનો કૉલ આવ્યો હતો. નાઈટ ડ્યુટીમાં સાગર છે એનો મૅસેજ મેં તમને કર્યો હતો. સાગરને મિસિસ રબારીનો ફોન આવ્યો હતો અને તેનાં પતિનું મર્ડર થયાની માહિતી આપી હતી. તમે ગઈ કાલે થાકી ગયા હશો એટલે સવારે તમને આ મર્ડર વિશે જાણ કરીશ એમ વિચારીને મેં ચાવડા અને રમીલાની બોલાવી લીધી અને અમે ચારેય લોકો અહીં આવી પહોંચ્યા.
અમે અહીં પહોંચ્યા ત્યારે ઘર બહાર લોકોનું ટોળું હતું. બધાને નીચે જવાનો આદેશ આપીને હું બોડીનું એક્ઝામીનેશ કરવા રૂમમાં પ્રવેશ્યો. હજી મારી નજર બોડી પર નહોતી પડી એ પહેલાં મારી નજરમાં આ કાર્ડ આવ્યું. હું એ જ ક્ષણે સમજી ગયો કે આ ‘રમણિક શેઠ’ મર્ડર કેસનું બીજું મર્ડર છે. હવે અહીંથી મને તમારી જરૂર વર્તાય એટલે બોડી એક્ઝામીનેશની પ્રોસેસ તમે જ કરશો એમ નક્કી કરીને હું બહાર આવ્યો અને તમને કૉલ લગાવ્યો. તમારી સાથે વાત થઈ પછી મેં ક્રમશઃ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ, ફોટોગ્રાફર અને છેલ્લે એમ્બ્યુલન્સને કૉલ લગાવ્યો”
“ગુડ જોબ હિંમત…તમે તણાવમાં પણ સારું પરફોર્મન્સ આપો છો” જુવાનસિંહે હિંમતની પ્રશંસા કરતાં કહ્યું, “અને હવે તમે પણ ગલવ્સ પહેરી લો…એક્ઝામીનેશ આપણે સાથે મળીને કરવાનું છે”
“યસ સર…” કહેતાં હિંમતે ગજવામાંથી ગ્લવ્સ કાઢીને હાથમાં પહેર્યા. જુવાનસિંહે કાર્ડને ટેબલ પર રાખીને તેનાં પર ઘડિયાળ રાખી દીધી. ત્યારબાદ જે.જે. રબારીનાં પાર્થિવ દેહ પર નજર ફેરવી. જે.જે. રબારીનું ટી-શર્ટ લોહીથી લથબથ હતું. એનાં છાતીનાં ડાબા ભાગ પરનું ટીશર્ટ ચિરાઈ ગયું હતું. જુવાનસિંહે એ ભાગ પર આંગળી રાખીને ટીશર્ટનો ખૂણો ઊંચો કર્યો. જે.જે. રબારીની છાતી પર તીક્ષ્ણ હથિયાર વડે વાર કરવામાં આવ્યો હતો, જેનાં નિશાન જુવાનસિંહ જોઈ શકતાં હતાં. મર્ડરનું હથિયાર હાલ જે.જે. રબારીની છાતી પર મોજુદ નહોતું. જુવાનસિંહે ટીશર્ટનો છેડો છોડીને શરીરનાં અન્ય અંગો પર નજર કરી. જે.જે. રબારીનો ચહેરો બિહામણો હતો પણ અત્યારે એ નિરાંતે ગાઢ નિંદ્રામાં સુતા હોય એટલી શાંતિ તેનાં ચહેરા પર પથરાયેલી હતી. અલબત્ત, હવે એ ગાઢ નિંદ્રામાંથી ક્યારેય બહાર નહોતાં આવવાનાં. ચહેરા પર ખરોચનું એકપણ નિશાન નહોતું. જુવાનસિંહે શરીરનાં બધા જ અંગો તપસ્યા પણ છાતીનાં ભાગ સિવાય જુવાનસિંહને બીજે ક્યાંય ખરોચનાં નિશાન ન મળ્યા.
હિંમત રૂમની તપાસ કરતો હતો. રૂમમાં બધી વસ્તુઓ પોતાની જગ્યા પર હતી, મતલબ રૂમમાં કોઈ પણ વસ્તુ સાથે છેડછાડ કરવામાં નહોતી આવી. અલમારી, અલમારી ઉપરનાં ખાનાં, ડ્રેસિંગ કાચ પાછળનાં ઉપરાંત કોમ્પ્યુટર ટેબલનાં ખાનાની તપાસ કર્યા બાદ હિંમત જુવાનસિંહ તરફ આગળ વધ્યો. એ જુવાનસિંહ પાસે પહોંચે એ પહેલા જુવાનસિંહનાં પગની બાજુમાં ફર્શ પર પડેલા સિગરેટનાં ઠૂંઠા હિંમતની નજર પડી.
“સર…” હિંમતે કહ્યું, “અહીં સિગરેટનું ટિપિંગ પેપર પડ્યું છે”
જુવાનસિંહે ફર્શ પર નજર કરી. પછી ઝુકીને તેઓએ ટિપિંગ પેપર હાથમાં લીધું. એનાં પર માઇલ્સ સિગરેટનો માર્ક હતો.
(ક્રમશઃ)