AGHORI NI ANDHI - 6 in Gujarati Short Stories by Urmeev Sarvaiya books and stories PDF | અઘોરી ની આંધી - 6

Featured Books
Categories
Share

અઘોરી ની આંધી - 6

અંતે...
હરી ભાઈ ગામ માંથી બહાર નીકળવા માં સફળ રહ્યા.આ બાજુ ઈશ્વર ની ભવિષ્યવાણી થઈ.અસુરો નો વિનાશ થશે એમ સાંભળી ને જ મહાસુર ની આંખો લાલ થઇ અને તે પોતાનાજ અસુરો ને યજ્ઞ માં હોમવા લાગ્યો. અને એક પછી એક અસુરો ને જીવતે જીવત સળગાવી નાખ્યાં. અસુરો એના પગે પડી ને માફી માંગવા લાગ્યા.અંતે તે મહાસૂર શાંત થયો અને તપાસ શરૂ કે અહીંયા કોણ કોણ હતું જ્યારે બધાજ અસુરો ધ્યાન માં લીન હતા..

હવે આગળ...
થાકી હારેલા હરી ભાઈ..પોતાના ઘરે પોહાચે છે. હેમ ખેમ પોહચેલા હરી ભાઈ ને બધા વધામણા આપે છે....

અસુરો ને જાણ થઈ કે અહીંયા ત્રણ જીવ હતા. એમાં થી એક મનુષ્ય. આ ની જણ એક અસુર મહાસૂર ને કરે છે. મહાસૂર અતિ ક્રોધ માં આવી ને કહે છે, " કોણ મનુષ્ય.. ! પૃથ્વી પર કોઈ માનવ ની તાકાત નથી કે અહીંયા આવી શકે.એક સામાન્ય મનુષ્ય જો અહી આવી શકે તો આ વિષ્ણુ શુકામ નઈ!? આ મનુષ્ય તો ઠીક પણ બીજા બે તત્વ કોણ!? " એક અસુર કહે છે," એમાં થી એક આકાશ માં ગયો એ અને બીજો એક અહીંથી જ છે અને તે પણ અતિ દિવ્ય છે." આ સાંભળી તરતજ મહાસૂર અતિ ક્રોધ માં આવી ને કહે છે," તો એ છે ક્યાં..અને કોણ છે એની જલદી થી તપાસ કરો.! " " જી મહાસૂર " ટોળા માંથીન એક આવાજ આવે છે.

અસુરો ઘણી મશકત કરે પણ આ જીવ પકડતો નથી. હવે તો મહાસૂર પોતાની માયાવી શક્તિ લગાડે છે અને પેલા સાધુ ની આત્મા ને પોતાની માયાવી શક્તિ થી ગીરફ્ત માં લઇ છે. તે આત્મા મહાસૂર ને કહે છે," તારી મનશા કદી પૂરી નથી થવાની.. એક મનુષ્ય ને તું નીચ ગણ છે ને એજ તારા પતન નું કારણ બનશે. અરે... રાવણ અને કંસ જેવા અસુરો ને મારવા ભગવાન ને મનુષ્ય નો અવતાર ધારણ કરવો પડ્યો થો.. તું માનવ ને નીચો ન માનતો.."

અતિ ક્રોધ માં આવી ને મહાસુરે કીધું,"એતો હશે સમય સમય ની વાત છે. આતો મહાસૂર કલી છે.સર્વ શક્તિમાન અને દેવો નો નાશ કારી.. હવે તો કલી આવશે અને દેવો તથા આ તુચ્છ મનુષ્ય નો વિનાશ કરે.. અને ફરીથી આસુરી પ્રજા આ પૃથ્વી પર રહેશ.હવે તારે પણ વિષ્ણુ ને કેહાવાં નું છે કે કલી કાળ તો આવ્યો છે હવે અસુર કલી પણ આવે છે." એમ કહી ને આ મહાસૂર પોતાની માયાવી શક્તિ થી એ સાધુ ની આત્મા નો નાશ કરે એ પેહલાજ એ ની પકડ માંથી છૂટી ને આકાશ તરફ સાધુ નો દિવ્ય આત્મા ઈશ્વર પાસે જવા લાગ્યો.

આ બધું જોઈ ને અસુરો તથા મહાસૂર ખુબજ ક્રોધ માં આવે છે.અને મહાસૂર કહે છે, " હવે અમાસ સુધી નો સમય છે પછી કલી જાગશે અને દેવો નો નાશ કરશે..અને એ પેહલા આ વિષ્ણુ અને પેલો મનુષ્ય આ યજ્ઞ ને રોકવાનો પ્રયત્ન કરશે.. માટે યુદ્ધ ની તૈયારી રાખો." અસુરો માંથી એક અસુર કહે છે, " પેલા મનુષ્ય ને જો હું મારી ને આવું તો!? " મહાસૂર કહે છે, " ના ! અહીંથી કોઈ અસુર ને યજ્ઞ શાળા છોડી ને જવાનું નથી. પછી યજ્ઞ ફળ મળશે નહિ.માટે કોઈએ આ ભૂલ કરવાની નથી અમાસ પેહલા જે આ યજ્ઞ પૂર્ણ કરવાનો છે....

આગળ જુવો કે અસુરો ની મનશા સફળ થાય છે કે નઈ!

..................... .................... ............. .......... ...
આપ સર્વે વાચકોએ આ સિરીઝ ને ખૂબ સહકાર આપ્યો છે. વિનતી છે કે આપ આવી સહકાર જાળવી રાખજો....આભાર!
~ ઉર્મિવ સરવૈયા