Ansh - 11 in Gujarati Women Focused by Arti Geriya books and stories PDF | અંશ - 11

Featured Books
  • Mujh se Miliye

    कहानी मेरी है… मैं एक पेन हूँ…  जी हाँ, आपने सही पढ़ा है…  ...

  • The Subscriber

    The subscriberरात के ठीक बारह बजे थे।मोबाइल की स्क्रीन पर सि...

  • नेहरू फाइल्स - भूल-98-99

    भूल-98 ‘लोकतंत्र’ नेहरू की देन?—असत्य है आपको यदा-कदा ही ऐसे...

  • वो शहर, वो लड़की

    की वो भागती-दौड़ती शामें।ट्रैफिक की लंबी कतारें, हॉर्न की आव...

  • समर्पण से आंगे - 7

    ‎‎भाग – 7‎जब बदनामी ने दरवाज़ा खटखटाया‎समाज जब हारने लगता है...

Categories
Share

અંશ - 11

(અગાઉ આપડે જોયું કે પંડિતજી એ ઘર માં આત્મા હોવાની વાત કરતા બધા ખૂબ મુંજાઈ ગયા હતા.દુર્ગાદેવી એ આવી ને આખા ઘર ને ચકાસી અને અમાસ ની રાતે પૂજા કરવાનું નક્કી કર્યું.એની આગલી રાતે જ બધા ની ઊંઘ હરામ થઈ ગઈ છે.હવે આગળ...)

તે રાત બધા માટે આકરી હતી,કેમ કે કાલે રાતે પૂજા થવાની હતી,અને દુર્ગાદેવી ના આદેશ મુજબ આજ ની રાત ખૂબ કપરી હતી,બધા ને કોઈપણ ભોગે પોતાના રૂમ ની બહાર નીકળવાની સખત મનાઈ હતી.લગભગ દરેક વ્યક્તિ સુવાનો ઢોંગ કરતી પડખા ઘસતી હતી.આ ગોઝારી રાત જાણે પૂર્ણ થવાનું નામ જ નહતી લેતી.અમાસ ની આગલી રાત હોવાથી અંધકાર વધતો જાતો હતો.અને એ અંધકાર માં ઇશાવશ્યમ ના આંગણા માં ખાટલો ઢાળી અને બેસેલા દુર્ગાદેવી કોઈ ની રાહ જોતા હતા.

આંગણા માં વચ્ચોવચ ખાટલો ઢાળી ને બેસેલા દુર્ગાદેવી મોટી આંખો અને ખુલ્લા લાંબા કેશ તેમનું ચળકતું મોટું કપાળ અને તેમાં કરેલો મોટો લાલ ચાંલ્લો તેમના દેખાવ ને વધુ બિહામણા બનાવતા હતા.કામિની તેના રૂમ ની બારી માંથી તેમને જોતી હતી,દુર્ગાદેવી ની નજર દરવાજા તરફ મંડાયેલી હતી વચ્ચે વચ્ચે એ ઉપર કામિની ના ઝરૂખા તરફ નજર કરી લેતા.પણ કામિની તો આમ પણ ભીરુ હતી તે તરત તેમને નજર ના આવે એમ જરા વાર છુપાઈ જતી.

અને ત્યાં જ ઘર ના મુખ્ય દરવાજા પર તેને રૂપા દેખાઈ.
આ તરફ કામિની અને દુર્ગાદેવી બંને ની નજર એકસાથે રૂપા પર પડી.પણ રૂપા ની નજર ફક્ત દુર્ગાદેવી પર હતી,આજે તેના ચેહરા પર એક રહસ્યમય સ્મિત અને આંખ માં ગુસ્સો હતો,સામે દુર્ગાદેવી ના ચેહરા પર એક જાત નો ગુસ્સો અને અહમ ભાવ હતો.રૂપા હજી એક ડગલું આગળ વધે એ પહેલાં જ એનું ધ્યાન દરવાજા પાસે બાંધેલા દોરા પર ગયું,અને તે ત્યાંથી ચાલી ગઈ.

દુર્ગાદેવી ના ચેહરા પર એક વિજયી સ્મિત આવી ગયું.
અને તેમને ત્યાં જ ખાટલા પર લંબાવી દીધું.બીજા દિવસે સવારથી બ્રાહ્મણો અને પંડિતો ની આવન જાવન ચાલુ થઈ ગઈ હતી.ઘર માં સીડી નીચે નો રૂમ આજે પહેલીવાર ખુલ્યો હતો,તે રૂમ ખૂબ જ મોટો હતો,લગભગ પચાસેક માણસો એક સાથે તેમાં બેસી શકે એવો.રૂમ માં મોટા મોટા પાંચ રજવાડી સોફા હતા,અને થોડી ખુરશી રાખવામાં આવી હતી.બહાર ફળિયા ની વચ્ચોવચ એક મોટો હવાનકુંડ તૈયાર કરવામાં આવ્યો હતો.

બપોર સુધી માં લગભગ બધા મહેમાનો આવી ગયા હતા.કામિની ના પપ્પા અને તેના ઘર ના હજી દેખાયા નહતા.દુર્ગાદેવી એ ફરી અંબાદેવી ને યાદી આપી ને તેમને બોલાવી લેવા કહ્યું.અંબાદેવી ને એ નહતું સમજાતું કે એમને બોલાવવા પાછળ દુર્ગાદેવી નું કયું કારણ છે.એટલે તેમણે ફરી ફોન ના કર્યો.

સાંજ પડતા જ બધા બ્રાહ્મણો પંડિતો દુર્ગાદેવી અને બાકી ઘર ના બધા નાહીં ને પૂજા માં બેસવા તૈયાર થઈ ગયા.બધા પુરુષો એ પીળા વસ્ત્રો અને સ્ત્રીઓ એ લાલ વસ્ત્રો પહેર્યા હતા.પંડિતો તેમના પહેરવેશ માં સજ્જ હતા.
તેમના મુખ્ય પંડિત ને પણ બોલાવવામાં આવ્યા હતા.અને ત્યાં જ દુર્ગાદેવી નું આગમન થયું.કાળી સાડી,વીશાળ લલાટ માં મોટો કાળો ચાંદલો,બંને હાથ માં કાળા દોરા બાંધેલા છુટા લાંબા વાળ અને ગંભીર મુખમુદ્રા ધારણ કરી જ્યારે તેઓ આવ્યા,ત્યારે બધા ને તેમને જોઈ ને જ કંપારી છૂટી ગઈ.

દુર્ગાદેવી નું આ રૂપ જોઈ ત્યાં આવનાર દરેક ના મન માં કોઈ અશુભ થવાની શંકા ઉતપન્ન થવા લાગી.એમને આવી ને સૌથી પહેલા આખા આંગણા માં એક ચક્કર લગાવ્યું.
તેમને બે નાના પંડિતો ને બોલાવી તેમને કાન માં કશુંક કહ્યું,અને સાથે જ તે બંને દોડી ને પેલા રૂમ માં જઈ ને કશુંક હાથ માં લાવ્યા.

દુર્ગાદેવી હવનકુંડ પાસે આવી ને બેસી ગયા.અને જાણે એ સાંજ પણ તેમને અનુસરવા આવી હોય તેમ તેમના રંગ માં રંગાઈ ગઈ.અચાનક જ પૃથ્વી પર અંધકાર નો ઓળો ઉતરી આવ્યો હોય તેમ લાગ્યું.અમાસ ની રાતે પોતાનો રંગ મોડી સાંજ થી જ દેખાડવાનું ચાલુ કરી દીધું.અને દુર્ગાદેવી એ જેવો ઈશારો કર્યો એ સાથે જ એ બંને પંડિતો માંથી એકે બધા ના હાથ માં કાળા દોરા બાંધવાનું ચાલુ કર્યું,અને બીજા પંડિત ના હાથ માં એક પાણી ભરેલો કળશ હતો, જેમાં કોઈ મંત્રો થી અભિમંત્રીત કરેલું પાણી હતું,જે તે હવન કુંડ ની આસપાસ બેસેલા લોકો પર અને આખા આંગણા માં છાંટી રહ્યો હતો.

(શું દુર્ગાદેવી અનંત ના ઘર માં રહેલી આત્મા ને શાંત કરી શકશે?એ આત્મા રૂપા જ છે કે બીજું કોઈ?અનંત અને ઘરનાં બધા ની દશા હવે શું થશે?દુર્ગાદેવી કેમ કામિની ના ઘર ના ને બોલાવવા પર જોર કરે છે?જોઈશું આવતા અંક માં..)


✍️ આરતી ગેરીયા...