A Chhokri - 10 in Gujarati Fiction Stories by Violet books and stories PDF | એ છોકરી - 10

The Author
Featured Books
  • अपराध ही अपराध - भाग 24

    अध्याय 24   धना के ‘अपार्टमेंट’ के अंदर ड्र...

  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

Categories
Share

એ છોકરી - 10

(ભાગ-9 માં આપણે જોયું કે રૂપલીના પર્સનાલીટી ડેવલપમેન્ટના કોર્સની માહિતી મેળવવા માટે હું મૃણાલીને મળી અને બધુ નક્કી કર્યુ. હવે મારે રૂપલીને લેવા જવાનું હતું.)

મૃણાલી સાથે બધુ ડીટેઈલમાં વાતચીત નક્કી કરી હું ઘરે પરત ફરી. લગભગ સાંજના આઠ વાગવા આવેલા. રોનકને જણાવી દીધું હતુ અગાઉથી તેથી કોઈ ચિંતા હતી નહી. ઘરે આવીને જોયું રોનક આવી ગયા હતા, અને જમવા માટે મારી રાહ જોતા હતા. તે તેમની ઓફિસનું કોઈ કામ કરી રહ્યા હતા. હું ફ્રેશ થઈને ડીનર ટેબલ પર આવી, મહારાજે જમવાનું પીરસી દીધું હતું. જમતાં જમતાં મેં થોડી ઘણી મૃણાલી સાથે થયેલ વાતની ઝલક રોનકને આપી. જમીને રોનકને આજે ઓફીસનું કામ હોવાથી તેમણે કહ્યું વીણા તું ગેલેરીમાં મારી વેઈટ કર હું મારુ દસ-પંદર મિનિટનું કામ પૂરુ કરીને આવું છું. મેં હા પાડી અને ગેલેરીમાં હિંચકા પર બેસી ઝૂલવા લાગી. આવતી કાલે સવારે ડાહ્યાભાઈને ફોન કરીને જણાવીશ કે રવિવારે રૂપલીને લેવા માટે આવીશ એમ મેં વિચાર્યું

થોડી વારમાં રોનક એમનું કામ પુરુ કરી આવી ગયા. થોડી વાર અમે અમારી રોજીદી પર્સનલ વાત કરી પછી મેં આજે મૃણાલીને મળવા ગઈ હતી તે બધી વાત વિસ્તારપૂર્વક વાત કરી. તેમણે કહ્યું બહુ સરસ. ચાલો તારો એક ભાર હળવો થયો. આ ઉપરાંત રોનકને મેં ડાહ્યાભાઈ સાથે જે નાણાંકીય મદદ દર મહિને કરવાની હતી તે પણ કરી. તેઓ પછી રૂપલી સ્થાયી થશે ત્યારે નાણાં પરત કરશે તેમ જણાવ્યું. રૂપલીનો ભણવાનો ખર્ચ વિશે પણ જણાવી દીધું. રોનકની મને કોઈ પણ વાતમાં રોક ટોક ન હતી પરંતુ મારા પતિ તરીકે તેમને બધી જ વાતની ખબર હોય એ જરૂરી હતું.

થોડી વાતો કર્યા પછી નિંદ્રારાણી અમારી રાહ જોઈને બેઠા હતા તેથી સૂવા ગયા અને આખા દિવસના થાકના કારણે ક્યારે સૂઈ ગયા એ પણ ખ્યાલ ના આવ્યો.

સવારે મારા રોજના નિયમ પ્રમાણેના કાર્યો પૂરા કરીને મેં ડાહ્યાભાઈને ફોન કર્યો. થોડી લાંબી રીંગ વાગી પછી કોઈ પુરૂષે ફોન ઉપાડ્યો અને કહ્યું હેલો..... મેં સામેથી ઉત્તર આપ્યો હા ડાહ્યાભાઈને આપોને, હું વીણાબેન વાત કરું છું. પેલા પુરૂષે કહ્યું કોણ ડાહ્યાભાઈ ? બૂન આ તો પબ્લીક બૂથ છે. તમારે કોનું કામ છે ? મેં જવાબ આપ્યો મારે ડાહ્યાભાઈનું કામ છે ત્યાં શેરીમાં રહે છે તેમનું. પેલાભાઈ થોડું વિચારતા હોય એમ લાગ્યું, પછી કહે કોણ ડાહ્યાભાઈ બૂન? મેં કહ્યું રૂપલીના બાપુ. એટલે જાણે એ ભાઈને ઓળખાણ થઈ હોય એમ બોલ્યા હા રૂપલી, રૂપલીના બાપુનું નામ ડાહ્યાભાઈ છે. શું કામ છે તમારે ? મેં કહ્યું મારે કામ છે એમનું તમે વાત કરાવોને. એ ભાઈ કહે બૂન એક કામ કરો તમે દસ મિનિટ પછી ફોન કરોને કારણકે અમારે એમને બોલાવવા જવું પડશે. મેં કહ્યું સારૂ હું દસ મિનિટ પછી ફોન કરુ છું, એમ કહી મેં ફોન મૂક્યો.

દસ મિનિટ રાહ જોયા પછી ફરી મેં ફોન કર્યો. સામેથી તરત ફોન ઉપાડ્યો, બોલ્યા હા બૂન બોલો હું ડાહ્યાભાઈ બોલું છું.

મેં કહ્યું ડાહ્યાભાઈ કેમ છો મજામાં ? ડાહ્યાભાઈ કહે હા બૂન હું મજામાં છું તમે કેમ છો ? પછી મેં કહ્યું સાંભળો ડાહ્યાભાઈ હું રૂપલીને લેવા રવિવારે આવું છું. આજે બુધવાર થયો છે હું રવિવારે સવારે 11 વાગ્યા સુધીમાં પહોંચી જઈશ. તમે રૂપલીનો જે થોડો ઘણો સામાન હોય તે તૈયાર રાખજો અને રૂપલીને કહેજો વીણાબહેન એને લેવા આવશે.

ડાહ્યાભાઈ થોડી વાર પછી બોલ્યા હા બૂન આવજો હું જરૂરથી રૂપલીને જાણ કરીશ. પણ બૂન મેં કહ્યું છે એ પણ ધ્યાનમાં રાખજો હોં. હું સમજી ગઈ એ શું કહેવા માંગતા હતા. મેં કહ્યું હા મને યાદ છે ડાહ્યાભાઈ, હવે તમારે મને ફરીવાર યાદ અપાવવું નહી પડે.

ડાહ્યાભાઈ બોલ્યા હા સારૂ સારૂ બૂન. મેં કહ્યું સારૂ ડાહ્યાભાઈ રવિવારે મળીએ, એંમ કહીં મેં ફોન મૂકયો.

બસ હવે રવિવારે જઈને રૂપલીને લઈ આવું એટલી વાર હતી.

(રૂપલી આવશે પછી શહેરનાં વાતાવરણમાં સેટ થશે? જુઓ આગળ ભાગ -11)