Human Hunting By Aliens in Gujarati Science-Fiction by પરમાર રોનક books and stories PDF | Human Hunting By Aliens

Featured Books
Categories
Share

Human Hunting By Aliens

HUMAN HUNTING BY ALIENS

◆ PARMAR RONAK ◆




●CHAPTER : 1

● HUMAN HUNTING BY ALIENS.


વર્ષ 1855, પૃથ્વીના આફ્રિકા ખંડના એકાંત વાળા જંગલોમાં એક 7140 ચોરસ મીટર એટલે કે એક ફૂટબોલના મેદાન જેટલું લાંબુ અને ત્રિકોણ આકાર ધરાવતું એક એલિયન સ્પેસીપ (Aliens Spaceship) અથવા UFO ઉતર્યું. તે એલિયન સ્પેસીપ ચંદ્ર વગરના આકાશમાં અદ્રશ્ય થઈ જઈ શકતું હતું. અને આફ્રિકાના જંગલોમાં તેને કોઈ પણ જોઈ શકતું ન હતું. તે એલિયન સ્પેસીપની અંદર ઘણી આધુનિક મશીનો હતી. આજ સુધી તે એલિયન સ્પેસીપ ઘણા લોકોએ જોઈ હતી. પણ તે લોકો પાસે કઈ એવું ન હતું જે આ વાતને સાચી કહી શકે. કોઈને પણ ખબર ન હતી કે આ એલિયન સ્પેસીપ ક્યાંથી આવી છે અને હવે ક્યાં જશે !!!

તે આધુનિક એલિયન સ્પેસીપની અંદર કુલ 7 Aliens હતા. એ એલિયન્સ ની પ્રજાતિને વિજ્ઞાની ભાષામાં 'X-Sapiens (એક્સ-સેપિયન્સ)' કહેવાતું હતું. તે એલિયન્સનું શારિરીક બંધારણ માણસોથી ઘણું અલગ હતું. તેઓની ચામડી આછા કાળા રંગની, આખો મોટી, બન્ને હાથો પાતળા અને લાંબા, કાન નાના, માથું પાછળથી લાંબુ અને કદ નાનું હતું.

આ એલિયન્સના નામો માણસો જેવા જ હતા. જેમ કે, આ 6 એલિયન્સના લીડરનું નામ 'અભિમન્યુ' હતું. અભિમન્યુ પણ તે સ્પેસીપની અંદર હતો. તે પણ એક વિચિત્ર એલિયન જ હતો. તે 32 વર્ષનો હતો. અભિમન્યુ તે બધા એલિયન્સથી ઘણો હોશિયાર અને ઘણો સમજુ હતો. તેની પાસે લીડરની બધી વિશેષતાઓ હતી. તેનો સ્વભાવ અને તેનો એટીટ્યુડ પણ સારો હતો. તે નવી વસ્તુઓ જાણવા માટે હંમેશા ઉત્સુક અને તૈયાર રહેતો.

અભિમન્યુ અને તેના મિત્રો જે તે એલિયન સ્પેસીપમાં હતા તે બધા એક સંસ્થા માટે કામ કરતા હતા. તે સંસ્થાનું નામ 'Human Hunting' હતું. તે સંસ્થાના કહેવાથી તે 7 એલિયન્સ પૃથ્વી ઉપર આવ્યા હતા. 'Human Hunting' એટલે કે પૃથ્વી ઉપરના લોકોનું અપહરણ (Kidnap) કરીને તેના ઉપર પ્રયોગો કરવા અને તે પ્રયોગો બાદ જે નિષ્કર્ષ નીકળે છે તેમાંથી દવાઓ બનાવવી.

આ વખતે અભિમન્યુ અને તેના મિત્રોએ એક સ્ત્રીનું અપહરણ કરીને તેના ઉપર પ્રયોગો કરવાનો નિર્ણય કર્યો. આ અપહરણ ભારતની એક સ્ત્રીનું હતું. ભારતમાં એ સ્ત્રીના અપહરણ બાદ તે એલિયન્સ પોતાની સ્પેસીપ સાથે આફ્રિકાના જંગલોમાં આવ્યા. અને હવે તેઓ એ સ્ત્રી ઉપર પ્રયોગો કરીને પોતાના લાભ માટે દવાઓ બાવશે. અને ત્યાર બાદ સમયમાં પાછળ જઈને એ સ્ત્રીને તે જ સમયમાં અને તે જ જગ્યાએ જ્યાંથી તેનું અપહરણ કર્યું હતું ત્યાં છોડતા આવશે. તે પ્રયોગો બાદ તે એલિયન્સ તે સ્ત્રીની યાદદાસ મિટાવી દેશે. જેથી તે સ્ત્રીને એ વાતની ખબર જ નહિ પડે કે તેની સાથે શું શું થયું.

3 દિવસોની મહેનત બાદ એ પ્રયોગોના નિષ્કર્ષથી એક દવા બનાવવામાં આવી. જેનાથી તેમના ગ્રહમાં રહેતા એલિયન્સને લાભ થાય. આ દવાથી અનેકો એલિયન્સઓ નું જીવન બચી શકે છે. તેથી તે એલિયન્સ માટે આ દવા બહુ જરૂરી છે. ભલે આ કામ માણસોને ખોટું લાગતું હતું. પણ "જો કોઈ કામ જરૂરી છે તો તે કામ સારું છે કે ખરાબ તે મહત્વ રખતું નથી." અભીમન્યુની માતાએ તેનાથી એક દિવસ આ વાક્ય કહ્યું હતું અને આજે અભિમન્યુ એ વાતને સમજી શકે છે.

જે સ્ત્રીનું અપહરણ કરવામાં આવ્યું હતું તે અધજાગ્રત હોવા છતાં પોતાનું શરીર જરા પણ હલાવી શકતી ન હતી. તે એ પણ જાણતી ન હતી કે તેની સાથે શું થાય છે અને તે કોણ કરે છે. તે સ્ત્રીને એવું લાગે છે કે તે એક અજીબ સ્વપ્ન જોઈ રહી છે, પણ તે સ્વપ્ન ન હતું. આ હકીકત છે કે 7 એલિયન્સ પોતાના ફાયદા માટે તેના ઉપર પ્રયોગો કરે છે. જો કે યાદદાસ મિટાવ્યા બાદ પણ તેને કઈ પણ યાદ રહેવાનું નથી.

પ્રયોગો બાદ હવે તે સ્ત્રીની યાદદાસ મિટાવવાની હતી અને પછી તે સ્ત્રીને તે જ સમયમાં અને તે જ જગ્યાએ મુકી આવવાનો વાળો આવી ગયો હતો.

તેની યાદદાસ મિટાવવાના પહેલા અભિમન્યુ એ પોતાની એક બુક લીધી અને તે સ્ત્રીથી તેનું નામ પૂછ્યું.

"તું હજુ આ બુકમાં નામો લખી રહ્યો છો ?" તે પેલી સ્ત્રી પોતાનું નામ બોલે તેની પહેલા અભિમન્યુના એક મિત્રએ પૂછ્યું.


"કઈ, આ બુક ? મને પણ ખબર નથી કે હું આ શા માટે લખું છું ! જયારે હું Human Hunting સંસ્થા સાથે જોડાણો હતો ત્યારે મારી મમ્મીએ મને કહ્યું હતું કે હું આવી એક બુક બનાવું જેમાં હું અપહરણ કરેલા લોકોનું નામ લખી શકું. જયારે મેં કારણ પૂછ્યું તો મારા મમ્મીએ એક સ્માઈલ કરીને કહ્યું કે મને ભવિષ્યમાં ખબર પડશે."


"જ્યારે એ ભવિષ્ય આવે તો મને પણ કહેજે." અભિમન્યુની મસ્તી કરતા બીજા મિત્રએ કહ્યું અને તે બધા હસવા લાગ્યા.

અભિમન્યુએ તે બધી વાતોને એક બાજુ મૂકીને તે સ્ત્રીથી તેનું નામ ફરી એક વાર પૂછ્યું.

"મારુ નામ કલ્પના છે…કલ્પના કાકડિયા...કેવું અજીબ સ્વપ્ન છે!" અધજાગ્રત અવસ્થામાં એ સ્ત્રીએ પોતાનું નામ કહ્યું.

'કલ્પના કાકડિયા' નામ અભિમન્યુ એ પોતાની બુકમાં લખ્યું. પણ તે નામથી અભિમન્યુને એક જૂની ઘટના યાદ આવી. જેમ જેમ તે એ ઘટનાને યાદ કરતો ગયો તેમ તેમ તે વર્તમાન માંથી પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાતો ગયો.


***

પૃથ્વી ઉપર પોતાનું કામ પૂરું થતા તે 7 એલિયન્સ પોતાના ગ્રહ તરફ પોતાની સ્પેસીપ લઈને નીકળી ગયા. પૃથ્વીથી તેમનો ગ્રહ 15 પ્રકાશ વર્ષ દૂર હતો. તે એલિયન્સ પાસે એવી ટેક્નોલીજી હતી કે તેઓ પ્રકાશની ગતિથી પણ વધુ ગતિ કરી શકતા હતા. તેથી તે 15 પ્રકાશ વર્ષનો સમય થોડા દિવસોમાં પરિવર્તિત થઈને તે એલિયન્સ પોતાની સ્પેસીપ સાથે તેમના ગ્રહ ઉપર પહોંચ્યા. તેમના ગ્રહનું નામ 'Planet-X' હતું.

Planet-X ઉપર તે એલિયન્સ કરોડો વર્ષોથી રાજ કરે છે. તે ગ્રહ દેખાવમાં પૃથ્વી જેવો જ હતો. જેવી રીતે પૃથ્વીને 'બ્લુ પ્લેનેટ' કહેવાય છે તેવી જ રીતે આ ગ્રહને 'ગ્રીન પ્લેનેટ' કહી શકાય. કારણ કે આ ગ્રહમાં બહુ ઓછી માત્રામાં પાણી હતું, પણ કૃત્રિમ (Artificial) રીતે ઉગાડેલા વૃક્ષો અને વનસ્પતિઓની સંખ્યા બહુ વધારે હતી. તેથી અંતરિક્ષથી આ ગ્રહ લીલોછમ દેખાતો હતો. પૃથ્વીની જેમ જ આ ગ્રહ ઉપર પણ ઓઝોનની ચાદર હતી. પણ એ ચાદર બહુ પાતળી હતી. વાતાવરણમાં ઓક્સિઝન ની માત્રા વધુ હતી અને નાઇટ્રોજનની માત્રા ઓછી. પૃથ્વીની જેમ જ આ ગ્રહ પણ પોતાના તારાની આસ-પાસ પરિભ્રમણ અને પોતાની ધરી ઉપર ધરિભ્રમણ પણ કરતું હતું.

આ ગ્રહના તારાનું નામ 'Star-X' હતું. આ તારો કદમાં સૂર્યથી બમણો હતો. આ તારાની આસ-પાસ માત્ર બે જ ગ્રહો પરિભ્રમણ કરતા હતા. તેમાંથી એક ગ્રહનું નામ 'Planet-X' હોય છે જેમાં એલિયન્સ રહેતા હોય છે અને બીજો ગ્રહ જે Planet-X થી ઘણો દૂર હોય છે તે ગ્રહનું નામ 'Planet-Z' હતું.

Planet-Z પોતાના તારાથી વધુ દૂર હોવાના કારણે તે બર્ફીલો ગ્રહ હોય છે. જે ધરિભ્રમણ પણ કરતું નથી. તેથી ત્યાં જીવન શક્ય હોતું નથી.

Planet-X ઉપર આજનો દિવસ એક ઉત્સવ ની રીતે ઉજ્જ્વમાં આવવાનો છે. દર 3 મહિનામાં એક એલિયન સ્પેસીપ જેમાં ઓછામાં ઓછા 7 એલિયન્સ અને વધુમાં વધુ 18 એલિયન્સ હોય છે તેવું સ્પેસીપ પૃથ્વી ઉપર જાય છે અને ત્યાંથી દવાઓ બનાવીને અહીંયા આવે છે. જ્યારે તે દવાઓ આવે છે ત્યારે ત્યાંના એલિયન્સ એ દિવસને એક ઉત્સવની રીતે ઉજવે છે. અને આજનો દિવસ પણ તેવો જ છે.

જ્યારે તે એલિયન સ્પેસીપ Planet-X ઉપર ઉતર્યું અને તેમાંથી અભિમન્યુ અને તેના મિત્રો દવાઓ લઈને બારે આવ્યા ત્યારે ત્યાંના બધા એલિયન્સએ તેમનો સ્વાગત કરીને તે દવાઓ માટે તેમનો આભાર માન્યો. રાત્રીનો સમય હોવા છતાં ત્યાં અત્યારે ઘણો પ્રકાશ છવાયેલો હતો. તે ઉત્સવમાં ઘણા એલિયન્સ સામેલ થયા હતા. ત્યાં LOP (લોપ) એટલે કે Leader Of Planet ની સાથે તે અંતરિક્ષયાત્રીઓ જે દવાઓ લઈ આવ્યા હતા તેમના કુટુંબોને પણ બોલાવવામાં આવ્યા હતા.

પણ ત્યાં અભિમન્યુની છોકરી આહાના દેખાતી ન હતી. અભિમન્યુને ખબર ન હતી કે આહાના ક્યાં છે ? તે એ ઉત્સવમાં આવી છે કે નહીં તે પણ તેને ખબર ન હતી. જ્યારે અભિમન્યુએ આહાના ની એક મિત્રથી પૂછ્યું, ત્યારે અભિમન્યુ એ ઉત્સવને મૂકીને પોતાના ઘર તરફ વળ્યો. જ્યારે અભિમન્યુ ઘરે પહોંચ્યો તો ત્યાં 16 વર્ષની આહાના રોતી મળી.

આહાનાના હાથોમાં એક લાલ રંગની ડાયરી હતી. અભિમન્યુને એ ડાયરી વિશે ખબર હતી. પહેલાના સમયમાં અભિમન્યુ તે ડાયરીમાં પોતાની મુશ્કેલીઓ લખતો હતો. પણ એ ડાયરી આહાનાની પાસે કેવી રીતે આવી ? અને તેમાં તેએ એવું શું વાંચ્યું જેથી તેને આટલું દુઃખ થયું ?







● CHAPTER : 2

● WHY ??

અઠવાડિયાથી આહાના પોતાના પિતા અભિમન્યુથી મળી ન હતી. આહાના પણ એક એક્સ-સેપિયન્સ એલિયન હતી અને તે બહુ સંવેદનશીલ અને ઘણી સમજુ હતી . અઠવાડિયા પહેલા જ આહાનાના પિતા દવાઓ માટે પૃથ્વી તરફ નીકળી ગયા હતા. અને આજે તેઓ પોતાના ગ્રહ તરફ આવી રહ્યા હતા.

આહાનાને આ વાતની બહુ ખુશી હતી. કારણ કે તેની પાસે તેની માતા ન હતી. જ્યારે આહાના માત્ર 5 વર્ષની હતી ત્યારે તેની માતાનું એક કુદરતી દુર્ઘટનામાં મૃત્યુ થઈ ગયું હતું. જયારે આ વાત આહાનાને ખબર પડી ત્યારે તેને ઘણું દુઃખ થયું. પણ ત્યારે તેના પિતાએ તેને આ દુઃખથી બારે આવવામાં ઘણી મદદ કરી. ત્યારથી આહાના માટે માતા, ભાઈ, દોસ્ત અને જીવન જીવવાનું કારણ તેના પિતા જ હતા. અને તેથી આહાના પોતાના પિતાને ખૂબ જ પ્રેમ કરતી હતી. સાથો સાથ તે પોતાની માતાને પણ એટલું જ પ્રેમ કરતી હતી. ભલે તેણી માતા તેણી પાસે ન હોય પણ આહાનાની પાસે તેણી માતાની યાદો હતો.

સાંજ થવા આવી હતી. ઘરની બારે એલિયન્સ ઘુમઘામથી તે 7 અંતરિક્ષયાત્રીઓ માટે થતા ઉત્સવની તૈયારીઓ કરતા હતા. આહાનાને તે ઉત્સવમાં આવવાનું પહેલાથી જ કહેવાય ગયું હતું.

આહાના પોતાના પિતાને મળવા માટે ઉત્સુક હતી. તે પોતાનું ઘર શણગારતી હતી. તે બધું વ્યવસ્થિત રાખવામાં બહુ સારી હતી. તેને આવું કામ કરવાનું ગમતું હતું. તે જ્યારે પોતાના પિતાની વસ્તુઓ ગોઠવતી હતી ત્યારે તેને એક લાલ રંગની ડાયરી મળી. તેને લાગ્યું કે તે ડાયરી કઈ કામની નહિ હોય તેથી તેએ એ ડાયરી એક બાજુ મૂકી દીધી. પણ તે ડાયરી નીચે પડી ગઈ અને તેમાંથી આહાનાની માતાના ચાર-પાંચ ફોટોઓ નીકળ્યો.

ત્યારે આહાના એ તે ડાયરી ઉપર ધ્યાન દીધું અને તેણે જાણવા મળ્યું કે આ ડાયરી તેના પિતાએ લખી હતી. ત્યારે આહાના તે ડાયરી ધ્યાન દઈને વાંચવા લાગી. અને ત્યારે તેણે એક એવી વાત જાણવા મળી જે તેનાથી છુપાડવામાં આવી હતી.

રાત્રીનો સમય થઈ ગયો હતો અને તે ઉત્સવ પણ શરૂ થઈ ગયો હતો. આહાનાની મિત્ર આહાના પાસે આવી અને તે મિત્રએ આહાનાને તે ઉત્સવમાં આવવાનું કહ્યું. પણ આહાનાએ તે ઉત્સવમાં આવવાની મનાઈ કરી દીધી અને રોવા લાગી. જ્યારે તેની મિત્રએ રોવાનું કારણ પૂછ્યું ત્યારે આહાનાએ તેને કારણ કહ્યું અને સાથો સાથ એ પણ કહ્યું "જયારે મારા પપ્પા મારુ પૂછે તો તું કહી દે જે કે હું તેમણાં કારણે ઘરે રડું છું."

પોતાના સ્પેસીપથી અભિમન્યુ જ્યારે ઉતર્યો ત્યારે તેણે આહાના ન દેખાણી. ત્યારે અભિમન્યુએ આહાનાની તે મિત્રથી પૂછ્યું કે આહાના ક્યાં છે ? ત્યારે તે મિત્રએ તે કહ્યું જે આહાનાએ કહેવાનું કહ્યું હતું.

જ્યારે અભિમન્યુ ઘરે આવ્યો ત્યારે પણ આહાના રોતી હતી. આખા ઘરનો સમાન જ્યાં ત્યાં પડેલો હતો. જે વ્યવસ્થા આહાનાએ કરી હતી તે વ્યવસ્થા તેએ જ બગડી નાખી હતી. અને આહાના ઘરની એક બાજુ બેસીને રોતી હતી. જ્યાં આહાના બેઠી હતી ત્યાં તેની બાજુમાં અભિમન્યુ બેઠો અને તેએ આહાનાને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. છતાં પણ આહાના રોતી જ હતી.


***

જયારે અભિમન્યુએ રોવાનું કારણ પૂછ્યું ત્યારે આહાનાએ કહ્યું, "તમે મારી સાથે વાત ન કરો !"


"કેમ શું થયું ?" પિતાએ પ્રેમથી પૂછ્યું.


"તમે મારાથી એ વાત શા માટે છુપાવી કે, મારી મમ્મીનું મૃત્યુ કુદરતી દુર્ઘટનાને કારણે નહિ પણ પૃથ્વી ઉપરથી દવાઓ લઈને આવતી વખતે થઈ હતી !" આહાનાએ રડતા સ્વરમાં કહ્યું.

અભિમન્યુ આ વાત સભાળીને આશ્ચયના કૂવામાં પડી ગયો. છેલ્લા 11 વર્ષો સુધી છુપાયેલી વાત આજે આહાનાને ખબર પડી ગઈ હતી. જયારે આહાનાની માતાનું મૃત્યુ થયું હતું તે વાત અભિમન્યુએ તે લાલ રંગની ડાયરીમાં લખ્યું હતું. અને તે વાંચીને આહાનાને એ છુપાયેલુ સત્ય ખબર પડી ગયું.

"આ સત્ય મારાથી શા માટે છુપાવવામાં આવ્યું ?" પિતા કઈ બોલે તેની આહાનાએ પૂછ્યું.

આ વાતનો જવાબ પિતા તરત જ દઈ ન શક્યા. કારણ કે હવે શું કહેવું તે અભિમન્યુને સમજાતું ન હતું... ઘણા સમયના મૌન બાદ પિતાએ એ પ્રશ્નનો જવાબ આપ્યો.

"ઠીક છે, જો હવે તને બધું જાણવું જ છે તો હું તારાથી હવે કઈ પણ છુપાવીસ નહિ." ખુલા મનથી પિતાએ આગળ કહ્યું,

"હું 21 વર્ષનો હતો, જ્યારે મારી મમ્મીએ મને પૂછ્યા વગર મારા નામનો 'Human Hunting' સંસ્થામાં ફોમ ભરી દીધો હતો. અને હું સિલેક્ટ પણ થઈ ગયો ! પણ હું આ કામ કરવા માંગતો ન હતો. મને લાગતું હતું કે Human Hunting જે કઈ કામ કરે છે તે કામ ખોટું અને ખરાબ છે. પૃથ્વી ઉપર રહેતા નિર્દોષ લોકો ઉપર પ્રયોગ કરવો અને તેમાંથી દવાઓ બનાવવી તે ખરાબ વાત હતી. અને ત્યારે હું આ વાતની વિરુદ્ધમાં હતો. ત્યારે મારી મમ્મીએ મને સમજાવ્યું કે શા માટે આ કામ કરવું જરૂરી હતું. કારણ કે તેઓ પણ મારી જેમ પૃથ્વી ઉપર દવાઓ લેવા જતા. તેમની વાત સાચી માનતા હું પોતાની ઇચ્છાથી Human Hunting સંસ્થા સાથે જોડાઈ ગયો.


મારા પહેલા મિશનમાં મારી મુલાકાત તારી મમ્મીથી થઈ. તે પણ ત્યારે નવી-નવી જોડાણી હતી. પહેલા મિશન દરમિયાન અમારી વચ્ચે વધારે કઈ વાત-ચિત થઈ ન હતી. માત્ર પરિચય જેટલી જ વાતું થઈ હતી. ત્યાર બાદ અમારી મુલાકાત ન થઈ. મારા ચોથા મિશનમમાં ફરીથી તારી મમ્મી સાથે મુલાકાત થઈ. ત્યારે અમારી દોસ્તી થઈ. ધીરે ધીરે સ્પેસીપમાં શરૂ થયેલી દોસ્તી બેસ્ટ ફ્રેન્ડ સુધી પહોંચી ગઈ અને ધીરે ધીરે એ બેસ્ટ ફ્રેન્ડ વારી દોસ્તી પ્રેમમાં રૂપાંતર થઈ ગઈ અને પછી તે પ્રેમ નામના અનુભવે એક જીમેદારીનું રૂપ લઈ લીધું.


આવી રીતે અમારા બન્નેનું જીવન એક સાથે શરૂ થયું હતું. ત્યાર બાદ અમારા જીવનમાં ઘણા ઉતાર ચઢાવો આવ્યા. ત્યારે હું એ બધું આ લાલ રંગની ડાયરીમાં લખતો જેથી તે બધી વાતોને હું જલ્દી બદલી શકું. અને હું તે વાતોને બદલી પણ શક્યો, સિવાય તારા મમ્મીના મૃત્યુને !


તારો જન્મ થતા આપણા ઘરે ફરીથી ખુશીઓની રેલ ગાડી ભાગવા લાગી. અને આ રેલ ગાડી 5 વર્ષો સુધી સતત ભાગતી જ રહી. પણ 5 વર્ષ બાદ એ રેલ ગાડીનું ઇન્જિન તૂટી ગયું. એટલે કે તું જયારે 5 વર્ષની હતી ત્યારે Human Hunting માટે પૃથ્વી ઉપર જાવા માટે તારી મમ્મીનો વાળો આવ્યો. તે પૃથ્વી ઉપરથી દવાઓ લાવતી જ હતી કે ત્યારે તેના સ્પેસીપ માં કઈક તકનીકી ખરાબીને કારણે તેનું સ્પેસીપ અંતરિક્ષમાં જ બ્લાસ્ટ થઈ ગયું. ત્યારે તારી મમ્મીની સાથે બીજા 17 એક્સ-સેપિયન્સઓ પણ મરી ગયા હતા."

આ કહેતો અભિમન્યુ શાંત અને ચૂપ થઈ ગયો. આહાના પણ કઈ બોલી ન શકી.



● CHAPTER : 3

● REASON !!!


"હવે વાત કરીએ તારા પ્રશ્નના જવાબની." પિતાએ આહાનાની સામે પ્રેમથી જોતા કહ્યું, " તો, મેં આ બધી વાતો તારાથી છુપાવી કારણ કે જો તને આ વાત નાની ઉપરમાં જ ખબર પડી જતી તો તું Human Hunting સંસ્થા વિશે અને મારા વિશે ઘણા ખરાબ વિચારો બનાવવા લાગતી. અને મોટા થતા એ વિચારો તારું ચરિત્ર બનાવવાનું શરૂ કરી દેતા ! એક એવું ચરિત્ર જે આ કામથી બહુ નફરત કરતું હશે. એક એવું ચરિત્ર જેને Human Hunting શા માટે જરૂરી છે તે ખબર જ નથી. છતાં પણ એ પોતાની માન્યતાઓ ઉપર જ ચાલશે. તે એ જાણવાની ઈચ્છા નહિ રાખે કે સાચું શું છે ! "


"તો, સાચું શું છે ?" આહાનાએ પોતાના પિતાની સામે જોતા કહ્યું, "તમે જે પણ કહ્યું એ બરાબર છે. જો મને આ સત્ય નાની ઉંમરમાં ખબર પડી જતી તો આગળ જઈને મારુ ચરિત્ર એવું જ બનતું જેવું તમે કહ્યું, પપ્પા. પણ મને અત્યારે પણ એ ખબર નથી કે, Human Hunting શા માટે જરૂરી છે ? તમે શા માટે પૃથ્વી નામના ગ્રહ ઉપર જાવ છો ? ત્યાંના લોકો ઉપર પ્રયોગો કરીને તમે દવાઓ લાવો છો પણ તે દવાઓનું આગળ શું થાય છે તે પણ મને ખબર નથી ! તેથી મેં પૂછ્યું કે, સત્ય શું છે ?''

પિતાએ જ્યારે આહાનાની આંખોમાં જોયું તો તેણે તેની આંખોમાં ઊંડી જિજ્ઞાસા દેખાણી, તેણે દેખાણું કે આહાના ખરેખરમાં જાણવા માંગે છે, સત્યને ! આ જાણ્યા બાદ અભિમન્યુ એ પહેલાં તો આહાનાથી એક વચન લીધું.

એ વચન પ્રમાણે હવે અભિમન્યુ જે પણ કહેશે એ વાત આહાના કોઈને પણ ન કહે. કારણ કે જે અંતરિક્ષ યાત્રીઓ પૃથ્વી ઉપર દવાઓ લેવા જાય છે, તેમણે જ આ વાતો ખબર છે. થોડી વાર વિચાર્યા બાદ આહાનાએ આ વચન લઈ લીધું.


"ઠીક છે, પણ હા, તું તારું વચન ભૂલતી નહિ." આ વાક્યના જવાબ રૂપે આહાના એ માથું 'હા' માં ધુણાવ્યું. "સત્ય તો એ છે કે, પૃથ્વી નામનો કોઈ ગ્રહ વાસ્તવમાં છે જ નહીં. પૃથ્વી આજથી આરબો વર્ષો પહેલા હતી ! અને આજે તે ગ્રહના માત્ર અવશેસો જ છે."


"શું તમે સાચું કહો છો ?" આહાનાએ આશ્ચયની સાથે પૂછ્યું, "કારણ કે બીજા એક્સ-સેપિયન્સના કહેવા પ્રમાણે પૃથ્વી નામનો ગ્રહ હજુ વાસ્તવમાં છે !"


"તેઓનું આવું કહેવાનું કારણ એ છે કે, તેમને ખબર નથી કે સત્ય તેમનાથી પણ છુપાવવામાં આવ્યું હતું." પિતાએ કહ્યું "બીજા એક્સ-સેપિયન્સને એ ખબર છે જે તેમને કહેવામાં આવ્યું હતું. સત્ય તો એ છે કે પૃથ્વી નામનો ગ્રહ આજથી આરબો વર્ષો પહેલા જ નષ્ટ થઈ ગયો હતો."


"પણ તે ગ્રહ કેવી રીતે નષ્ટ થયો ?" હજુ એ જિજ્ઞાસા અને આશ્ચયની સાથે આહાના એ પૂછ્યું.


"એ તો આપણું ઇતિહાસ છે. જે હું તને જણાવવા માંગુ છું. કારણ કે આ ઇતિહાસમાં જ તારા દરેક પ્રશ્નનોના જવાબ છે." પિતાએ ઉત્સાહ પૂર્વક આગળ કહ્યું,

"પૃથ્વી ગ્રહ આપણા ગ્રહ જેવો જ એક સુંદર ગ્રહ હતો. પણ તે ગ્રહમાં પાણીની માત્રા બહુ વધારે હતી. તેથી તે ગ્રહને ત્યાંના લોકો 'બ્લુ પ્લેનેટ' પણ કહેતા. માણસોની પહેલા એ સુંદર ગ્રહની શોભા 'ડાયનાસોર (Dinosaur)' નામના જીવો વધારતા હતા.


ડાયનાસોર બહુ તાકત વાળા અને બહુ શક્તિશાળી જીવો હતા. તેઓએ લગભગ 14 કરોડ વર્ષો સુધી પૃથ્વી ઉપર રાજ કર્યું હતું. આ વચ્ચે તેઓએ ઘણા પરિવર્તનો જોયા હતા અને તેઓ એ પરિવર્તનોની સામે લડ્યા પણ હતા. પણ એક એવો પરિવર્તન આવ્યો જેની સામે તેઓ લડત ન આપી શક્યા. જોકે તેને પરિવર્તન તો ન કહી શકાય. 10 કિલોમીટરનું વ્યાસ ઘરાવતું એક ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાયું. જ્યારે એ ઉલ્કાપિંડ પૃથ્વી સાથે અથડાયું ત્યારે ઘણી તબાહી ઉતપન્ન થઈ. આ તબાહીમાં ડાયનાસોરની દરેક પ્રજાતિ વિલુપ્ત થઈ ગઈ. કારણ કે તેઓ જમીનની ઉપર રહેતા હતા.


જ્યારે આ બધી ઘટનાઓ આધુનિક યુગના માણસોને ખબર પડી તો તેઓ આ વાતથી ડરી ગયા અને ..."


"તમે વચ્ચે કઈ ભૂલતા તો નથી ? કારણ કે તમે એ ન કહ્યું કે ડાયનાસોર પછી માણસો કેવી રીતે પૃથ્વી ઉપર આવ્યા. " આહાનાએ પિતાની વાતને વચ્ચે અટકાવતા પૂછ્યું.


"અરે હા, એ હું કહેતા જ ભૂલી ગયો." પિતાએ કહ્યું, "ડાયનાસોર જમીનની ઉપર રહેતા હતા તેથી તેઓ તે પેલા ઉલ્કાપિંડના કારણે વિલુપ્ત થઈ ગયા. જ્યારે 'મેમલ્સ (Mammals)' નામના જીવો એ તબાહીથી બચી ગયા. કારણ કે તેઓ જમીનની નીચે રહેતા હતા.


તું પૂછ તેની પહેલા હું કહી દઉં છું કે, ડાયનાસોર ઈંડા આપતા હતા જ્યારે મેમલ્સ તરત બાળકોને જન્મ આપતા હતા. આ એ બન્ને વચ્ચેનો તફાવત છે.


ડાયનાસોર બાદ હવે પૃથ્વીના રાજા મેમલ્સ હતા. સમય જતાં એ મેમલ્સથી પૃથ્વી ઉપર ઘણા બીજા પ્રાણીઓનું અસ્તિત્વ આવ્યું. જેમ કે હાથી, કુતરો, સિંહ, ચિતો, ગાય અને માણસો વગેરે. હા, માણસો પણ મેમલ્સ જ હતા. તે બધા પ્રાણીઓ હતા તો મેમલ્સ જ પણ પરિવર્તન થતા માણસોની બુદ્ધિ વધુ ને વધુ વિકસિત થતી ગઈ અને આવી રીતે પૃથ્વી ઉપર માણસોનો એટલે કે Homosapiens નો રાજ સ્થપાયો."


"શું આપણે પણ મેમલ્સ જ છીએ ?" આહાનાએ પૂછ્યું.


"હા, આપણે પણ મેમલ્સ જ છીએ. કેવી રીતે ? એ તને આગળ ખબર પડી જશે." પિતાએ કહ્યું,

"માણસો બહુ જિજ્ઞાસુ, બુદ્ધિશાળી, તાકાત વાળા અને પરાક્રમી જીવો હતા. માણસો ને જ્યારે આ વાતની ખબર પડી કે ડાયનાસોર આવી રીતે વિલુપ્ત થઈ ગયા હતા તો તેઓ બહુ ડરી ગયા. કારણ કે, આવો ઉલ્કાપિંડ માનવજાતિને પણ વિલુપ્ત કરી શકતું હતું. આ બાબત બહુ ગંભીર હતી. પણ માણસો આ વિષય ઉપર ક્યારેય વધુ ધ્યાન દેતા ન હતા. પણ 2067માં એક બહુ મોટો ઉલ્કાપિંડ જેનું વ્યાસ લગભગ 6 કિલોમીટર હતું તે બહુ ગતિથી પૃથ્વી તરફ આગળ વધતું હતું. જ્યારે માણસોને આ ઉલ્કાપિંડની જાણ થઈ તો તેઓને એવું લાગ્યું કે ડાઈનસોરની જેમ માનવજાતિ પણ પૃથ્વી ઉપરથી વિલુપ્ત થઈ જશે. માણસો આ વાતથી બહુ ડરી ગયા હતા. આ તો માણસોનું નસીબ કે તે ઉલ્કાપિંડ મંગળ ગ્રહના ગૃરુત્વબળમાં ખેંચાઈ ગયું અને મંગળ ગ્રહ સાથે અથડાઈ ગયું."

આ કહેતા પિતા અટકી ગયા કારણ કે તેમણે લાગ્યું કે આહાના હવે કઈક કહેવા માંગે છે.


"માણસો તો એ ઉલ્કાપિંડના જોખમથી બચી ગયા," આહાના કઈ પણ બોલી નહિ તેથી અભિમન્યુએ આગળ કહ્યું, "પણ એમના મનમાં એક ડર ઘર કરી ગયો કે ડાઈનસોરની જેમ તેમનો પણ અંત આવી શકે છે. તો શું કરવું જોઈએ ? આ વિષય ઉપર માણસો ચર્ચા કરવા લાગ્યા. આ વચ્ચે G.T.S. એટલે કે GO TO SPACE નામની એક ભારતીય પ્રાઇવેટ સ્પેસ એજન્સીએ એક મિશન જાહેર કર્યો."


***

"વર્ષ 2007 માં પૃથ્વીના વૈજ્ઞાનિકોએ પૃથ્વી થી લગભગ 15 પ્રકાશ વર્ષ દૂર એક નાના તારા મંડળ (Star System)ની શોધ કરી." ભૂતકાળની વાત કરતા પિતાએ આગળ કહ્યું, "આ તારા મંડળ માં એક તારો હતો અને તે તારાની આસ-પાસ પરિભ્રમણ કરતા માત્ર બે ગ્રહો હતા. તે તારાનો નજીકનો ગ્રહ પોતાના 'હેબીટેબલ ઝોન (Habitable Zone) ' માં હતો. જ્યારે બીજો ગ્રહ બહુ દૂર હતો.


જે ગ્રહ હેબીટેબલ ઝોનમાં હતો ત્યાં વૈજ્ઞાનીઓની જીવન હોવાની આશા હતી. વર્ષ 2042માં તે ગ્રહ ઉપર રોવર (Rover) મોકલવામાં આવ્યું. જેથી તે ગ્રહ ઉપર શું ખરેખર જીવન શક્ય છે તે ખબર પડે ! તે રોવરે તે ગ્રહમાં ઘણી અલગ અલગ જગ્યારે પાણીની શોધ કરી. હવે વૈજ્ઞાનીઓની આશા મજબૂત બની ગઈ હતી કે તે ગ્રહ ઉપર જીવન શક્ય હોય શકે છે. ત્યાર બાદ તે ગ્રહની માટીનું સેમ્પલ લેવામાં આવ્યું. તે સેમ્પલથી વૈજ્ઞાનીઓને જાણવા મળ્યું કે આ ગ્રહની માટી પૃથ્વી ની માટી જેવી જ છે. પણ તે ગ્રહની માટીમાં 'X' તત્વ વધારાનો હતો. આ X તત્વ પૃથ્વી ની માટી માં ન હતો. પહેલા તો વૈજ્ઞાનીઓ આ વાતની દુઃખી થયા કારણ કે તેમને લાગ્યું કે આ X તત્વ ને કારણે એ ગ્રહમાં વૃક્ષો નહિ ઊગી શકે. પણ સમય જતા તેમને જાણવા મળ્યું કે તે X તત્વથી તે ગ્રહની માટીમાં વૃક્ષો વધુ ઝડપથી ઊગી શકે છે. એટલે કે જો કોઈ વૃક્ષ પૃથ્વી ઉપર 3 વર્ષમાં ઉગે છે તો તે ગ્રહમાં તે જ વૃક્ષ 1 વર્ષની અંદર જ ઊગી જશે. આ વિશેષતાને કારણે તે ગ્રહનું નામ 'Planet-X' પડ્યું !!!….."


" Planet-X ?!!" આહાનાએ આશ્ચયથી પૂછ્યું, "એટલે કે આ વાત આપણા ગ્રહની છે ?"


"હા, એ ગ્રહ એટલે કે આપણો ગ્રહ Planet-X. ધીરે ધીરે આ નામ આખી પૃથ્વી ઉપર પ્રખ્યાત થઈ ગયું. લોકો અને ખાસ કરીને અંતરિક્ષ પ્રેમીઓ આ ગ્રહ ઉપર શું શું કરવા જેવું છે અને શું શું કરાય તે ઉપર વાતો કરવા લાગ્યા. અને 2067માં થયેલ એ ઉલ્કાપિંડના હુમલા બાદ લોકો 'તે નવા ગ્રહ ઉપર શું માનવજાતિ ટકી શકશે ?' એ પ્રશ્નનો જવાબ માંગતા હતા. જોકે બધાને આ પ્રશ્નનો જવાબ ખબર જ હતો. આ પ્રશ્નો જવાબ 'હા' હતો.


પણ માનવજાતિ આપણા ગ્રહમાં ટકી શકે તે વચ્ચે થોડી મુશ્કેલીઓ પણ હતી. જેમ કે આપણા ગ્રહમાં નાઇટ્રોજન (Nitrogen) ની માત્રા બધું ઓછી છે જ્યારે ઓક્સિજન (Oxygen) ની માત્રા નાઇટ્રોજન કરતા ઘણી વધુ છે. બીજી મુશ્કેલી એ હતી કે આપણા ગ્રહમાં ઓઝોનની ચાદર તો છે પણ તે બહુ પાતળી છે તેથી માણસોને ઘણી બીજી તકલીફો પણ થઈ શકતી હતી. વગેરે જેવી મુશ્કેલીઓ માણસોને આપણા ગ્રહમાં થઈ શકતી હતી. આ બધું જાણવા છતાં G.T.S. સ્પેસ એજન્સીએ આપણા ગ્રહમાં એક મિશન કરવાની જાહેરાત કરી.


G.T.S. ના એ મિશન પ્રમાણે કુલ 54 લોકો અને 6 એસ્ટ્રોનોટ (Astronaut) રોકેટમાં બેસીને Plener-X ઉપર ઉતરશે. ત્યારના લોકો પાસે એવી ટેકનોલોજી હતી કે તેઓ પ્રકાશની ગતિના 30% સુધી પહોંચી શકતા હતા. તેથી તેઓને Planet-X ઉપર પહોંચતા 30 વર્ષ લાગવાના હતા. આ મિશન ઘણો જોખમ વાળો હતો. તેથી એવા લોકોને શોધીને ટ્રેનિંગ દેવામાં આવી હતી જેના પાછળ કોઈ રોવા માટે ન હતું અને તેઓની ઉંમર 24 વર્ષથી ઉપર ન હોય. આવા કુલ 54 લોકોને લેવામાં આવ્યા. અને તે 6 એસ્ટ્રોનોટોને ભારત, અમેરિકા, ચીન, જાપના, રશિયા અને યુરોપ માંથી લેવામાં આવ્યા હતા.


વર્ષ 2095માં G.T.S.ની 60 લોકોની જેમાં (એસ્ટ્રોનોટ પણ હતા તે) ટિમ Planet-X ઉપર પહોંચી. આ વાતાવરણમાં રહેવું ઘણું અખરું હતું છતાં પણ તેઓ આ ગ્રહ ઉપર રહેવાની પૂરેપૂરી કોશિશ કરતા હતા. તેઓ પોતાના સ્પેસ સૂટ (Space Suit) વગર આપણા ગ્રહમાં 30 મિનિટ સુધી રહી શકતા હતા. ધીરે ધીરે તેઓએ આપણા ગ્રહમાં વૃક્ષો ઉગાવવાના શરૂ કરી દીધા. તેઓ એક આધુનિક મશીન દ્વારા પૃથ્વી ઉપર રહેતા લોકોની સાથે મેસેજ લખીને વાતો કરતા હતા. પણ મેસેજ પહોંચવામાં 15 વર્ષનો સમય ગાળો વીતી જતો. એટલે કે જો કોઈ વ્યક્તિ અત્યારે મેસેજ લખીને મોકલાવે તો પૃથ્વી ઉપર એ મેસેજ 15 વર્ષ બાદ પહોંચતું અને પૃથ્વી ઉપર થી લખેલો મેસેજ આપણા ગ્રહમાં 15 વર્ષ બાદ પહોંચતું. પણ જેમ તેમ કરીને લોકો આપણા ગ્રહને રહેવા લાયક બનાવતા હતા.


લગભગ 46 વર્ષ બાદ પૃથ્વી ઉપરથી એક મેસેજ આવ્યો હતો. એ મેસેજ G.T.S. કંપનીના CEO 'કલ્પના કાકડીયા'નો હતો. એ મેસેજમાં કઈક આવું લખેલું હતું કે…" અભિમન્યુએ એક લાંબો શ્વાસ લીધો અને આગળ કહ્યું,

"પ્રિય અંતરિક્ષ યાત્રીઓ,

હું તમને એક દુઃખદ વાત કહેવા જઈ રહી છું ! કદાચ તમને મારી વાત ઉપર વિશ્વાસ નહિ થઈ શકે. પણ હું સાચું કહું છું કે આપણી પૃથ્વી ઉપર એક બહુ મોટો ખતરો છે. અને એ ખતરાનું નામ EOW-0120 છે. EOW-0120 એક 12 કિલોમીટર વ્યાસ વાળો ઉલ્કાપિંડ છે. આ ઉલ્કાપિંડ બહુ ગતિથી પૃથ્વી તરફ આગળ વધે છે. અને આ વખતે પૃથ્વી એકદમ તબાહિની અણી ઉપર જ છે. કારણ કે આપણો પ્રિય ચંદ્ર પણ એ ઉલ્કાપિંડને કારણે વિખરાઈ ગયો છે. તમારા સુધી આ મેસેજ પહોંચે ત્યાં સુધીમાં કદાચ પૃથ્વી ખતમ પણ થઈ ગઈ હશે. માનવજાતિ માટે હવે તમે જ એક આશાની કિરણ છો. હવે માનવજાતિ માત્ર એક જ ગ્રહ ઉપર જીવિત હશે અને એ ગ્રહનું નામ 'Planet-X' છે.

- CEO OF G.T.S. - કલ્પના કાકડીયા

એ મેસજમાં તે ઉલ્કાપિંડ નો ફોટો પણ હતો અને પૃથ્વી ઉપર જે હાહાકાર થયેલો હતો તે સાફ જોઈ શકાતું હતું."

આ કહ્યા બાદ પિતા ચૂપ થઈ ગયા. આહાના પણ મૌન ધારણ કરીને બેઠી હતી. એ લાંબા મૌનને તોડતા આહાનાએ પ્રશ્ન પૂછ્યો, "પછી આગળ શું થયું ? માનવજાતિ આપણા ગ્રહમાં કેટલા વર્ષો સુધી તક્કી રહી ?"

"પછી માણસો પાસે પ્રજનન કરીને Planet-X ઉપર માનવજાતિ ને ટકાવી રાખવાના સિવાય બીજો કોઈ પણ વિકલ્પ ન હતો." પિતાએ અટકતા અટકતા સ્વરમાં કહ્યું, "હજારો વર્ષો બાદ માણસોની પ્રજાતિ આપણા ગ્રહમાં ફળીફૂલી રહી હતી. માણસોના સંતાનો વગર સ્પેસ સૂટના આપણા ગ્રહ ઉપર રહી શકતા હતા. પણ આ સાથે આપણા ગ્રહના અનુકુર તે બધામાં ઘણા પરિવર્તનો આવ્યા. જેમ કે તે હજારો વર્ષો બાદની પેઢીના લોકોના હાથ લાંબા અને પાતળા થવા લાગ્યા હતા, તેઓનું માથું પાછળથી લાંબુ થવા લાગ્યું હતું, તેઓની ત્વચા આછા કાળા રંગની થવા લાગી હતી અને તેઓનું કદ નાનું થવા લાગ્યું હતું. પણ આ સાથે એક મોટી મુશ્કેલી પણ આવી ચુલી હતી.


એ મુશ્કેલી એ હતી કે આપણા ગ્રહમાં ઉગતી વનસ્પતિઓને કારણે તેમાં રહેલું X તત્વ, માણસો માટે લાંબા ગાળે હાનિકારક બન્યું. આ X તત્વને કારણે વનસ્પતિઓ જલ્દી ઊગી જતી હતી પણ તેમાં રહેલા પોષક તત્વો નષ્ટ થઈ જતા હતા. આ તત્વોના નષ્ટ થવાને કારણે માણસોના D.N.A. માં ઘણો ફેરફાર આવ્યો. પણ આ મુશ્કેલી ન હતી. મુશ્કેલી તો એ હતી કે તે પોષક તત્વો ન મળવાને કારણે ગર્ભવતી મહિલાઓના બાળકો ગર્ભમાં જ મૃત્યુ પામતા હતા. પણ આવું બધું બધી મહિલાઓ સાથે થતું ન હતું. કારણ કે ઘણી મહિલાઓ અને સ્ત્રીઓના D.N.A. માં એક ખાસ તત્વને કારણે તેઓ બાળકોને કોઈ પણ મુશ્કેલીઓ વગર જન્મ આપી શકતા હતા.


આ વાત ધ્યાનમાં આવતા જ એવી મહિલાઓ અને સ્ત્રીઓને શોધવામાં આવ્યા જેમના D.N.A. માં આ ખાસ વાત હોય. ત્યાર બાદ તે ખાસ D.N.A. નું તત્વ એવી મહિલાઓને આપવામાં આવ્યું કે ગર્ભવતી હોય. પણ આમાં પણ એક મુશ્કેલી હતી. આ ફેરફારને કારણે ઘણી સ્ત્રીઓ મૃત્યુ પામતી જતી હતી. તેથી આ કામ કરવું ખતરનાક હતું.


આ મુશ્કેલીને દૂર કરવા માટે ઘણા પ્રયાસો બાદ ટાઈમ મશીન બનાવવામાં આવી. જેથી….."


"જેથી તમારા જેવા અંતરિક્ષ યાત્રીઓ પહેલાના સમયની પૃથ્વી ઉપર જાય અને એ D.N.A. નું ખાસ તત્વ આપણા ગ્રહ ઉપરમાં દવાઓ સ્વરૂપે લઈ આવે. જેથી આપણા ગ્રહની ગર્ભવતી સ્ત્રીઓ બાળકોને જન્મ આપી શકે !!" પિતાની વાતને અટકાવતા અને તેમણી જ વાતને પુરી કરતા આશ્ચયમાં પડેલી આહાનાએ કહ્યું, "તો આપણે માણસોની સંતાનો છીએ ?"


"હા, આપણા પૂર્વજો માણસો જ છે. પણ જો હું ટાઈમ મશીનની વાત કરું તો એ આજથી હજારો વર્ષો પહેલા બની હતી. અને તેના ઘણા નિયમો પણ હતા. જેમ કે તે ટાઈમ મશીનનો ઉપયોગ કોઈ પોતાના વ્યગતિગત કામ માટે નહિ કરે. જેથી સમયધારામાં પરિવર્તન ન આવે. તેથી આ ટાઈમ મશીનને ગુપ્ત રાખવામાં આવી છે." પિતાએ કહ્યું.


"તો આ છે આપણો ઇતિહાસ ! મેં કેટલું ખોટું વિચાર્યું હતું, Human Hunting સંસ્થા વિશે ! પણ એ તો આપણી જરૂરત માટે આ કામ કરે છે." આહાનાએ હજુ એ આશ્ચયના સ્વરમાં કહ્યું.


"હા, આ જ આપણો ઇતિહાસ છે. અને જરૂરત છે એટલે જ અમે આ કામ કરીએ છીએ. અને તારી દાદી એક વાત હમેશા કહેતી કે જો કોઈ કામ જરૂરી છે તો તે કામ સારું છે કે ખરાબ તે મહત્વ રખતું નથી.


આ આખો ઇતિહાસ માત્રને માત્ર સ્પેસીપના લીડરને જ ખબર હોય છે. બીજા એની સાથે કામ કરતા સાથીદારોને પણ આ વાતની જાણ નથી હોતી." પિતાએ શાંત સ્વરમાં આગળ કહ્યું, "તો, મને આશા છે કે તને તારા બધા જ પ્રશ્નોના જવાબો મળી ગયા હશે."


"હા, પપ્પા. મને મારા બધા જ પ્રશ્નોના જવાબો મળી ગયા." આ કહેતા કહેતા આહાના અભિમન્યુ ને ભેટી પડી અને રડવા લાગી. એ રડતા રડતા સ્વરમાં તેએ આગળ કહ્યું, "તને અને મારા મમ્મી માત્ર મારા જ નહીં પણ આપણા ગ્રહના હીરો છો. સાચા હીરો !"

ત્યારે અભિમન્યુના એક યંત્રમાં L.O.P. નો મેસેજ આવ્યો. ત્યારે અભિમન્યુએ આહાનાને પોતાનાથી છૂટી પડતા કહ્યું,

"એ પેલો ઉત્સવ આપણા વગર અધુરો છે."


"હા, ચાલો." પોતાના ખુશીના આંસુ લૂછતાં આહાનાએ પોતાના, નહિ આખા ગ્રહના હીરોને કહ્યું.


-x-