Talash - 34 in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 34

Featured Books
Categories
Share

તલાશ - 34

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમા આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

જે વખતે અનોપચંદ સુરેન્દ્રસિંહને પોતાની સરદાર વલ્લભભાઈ સાથેની મુલાકાત વિશે કહી રહ્યો હતો એ વખતે નાઝનીન ગુલાબચંદ ગુપ્તાના ઘરે પહોંચી હતી ગુલાબચંદ એની જ રાહ જોઈને બેઠો હતો એને વેપારના સિલસિલામાં ઓફિસ પહોંચવાની જલ્દી હતી. પણ નાઝે એને તાકીદ કરી હતી કે હું ન આવું ત્યાં સુધી ઘરની બહાર પગ ન મુકતા એટલે એ કરોડોપતિ એક અદની પાકિસ્તાની જાસૂસ જે એની ભત્રીજી બનીને એના ઘરમાં ભરાઈ હતી એનો હુકમ માનીને ઘરમાં જ બેઠો હતો. .

"બધું સેટ કરી રાખ્યું છે ને? આવતા વેંત કંઈક તીખા સ્વરે નાઝ ગુલાબચંદ ને પૂછી રહી હતી. થોડેક દૂર ઊભેલા પોતાના નોકરોની તરફ મુંઝવણથી એક નજર નાખતા ગુલાબચંદે કહ્યું. "હા બેટી. બધું તારા રૂમમાં સેટ કરી રાખ્યું છે."

"ઓકે. અને પેલી રજા ચિઠ્ઠી નું શું થયું.?

"સાંજે આવી જશે."

ઓકે. મારા ગ્રૂપમાં રહેનારા લોકોને કહો 12 વાગ્યે અહીં આવી જાય એકવાર ગ્રાન્ડ રિહર્સલ અહીં કરીશું નીચે હોલમાં. બધો સામાન ક્યાંક ગોઠવીને હોલ ખાલી કરાવી નાખજો. ચતુરને કહો 2 વાગ્યાથી અહીં જ રહે. એ પહેલા કાર ચેક કરીને તૈયાર રાખે એ વખતે પેટ્રોલ ઓઇલ બ્રેક વગેરે કોઈ લોચા લાપસી ન થાય."

"ભલે, હવે હું ઓફિસ જાઉં?"

"જાઓ ચાચુ જાન હવે તમને છૂટ છે. કહીને નાઝે એને ધરાર હળવું આલિંગન આપ્યું. અને ગુલાબચંદ અકળાઈ ગયો. ઉપરના માળ પરના એના બેડરૂમમાંથી એની પત્ની આ તમાશો જોતી હતી.

xxx

લાલ બત્તી લગાવેલ એક એમ્બેસેડર કાર ગૃહમંત્રાલય થી નીકળી અને ગુડગાંવ બાજુ ધીરે ધીરે આગળ વધતી હતી. પાછળની સીટ પર ચઢ્ઢા અને મોરે બેઠા હતા. કાર શકીલ ડ્રાઈવ કરી રહ્યો હતો જે ચઢ્ઢાના ગામ નો જ હતો એનો આશ્રીત હતો. એ લોકો ગુડગાંવમાં જઈ રહ્યા હતા. હજી ગઈ કાલે જ એક મોટો બકરો (કે બકરી) એના હાથમાં આવ્યા હતા. એક વિધવા અને એની અત્યંત સ્વરૂપવાન જવાન દીકરી કે જે ગુડગાંવથી 7-8 કિલોમીટર દૂર રહેતા હતા. એની જમીન ગામના લોકો પચાવી પાડવા માંગતા હતા. એ માં દીકરીએ ગઈ કાલે જ 'કોઈ' રીતે ચઢ્ઢાનો સંપર્ક સાધ્યો હતો. અને મદદ માંગી હતી આવી સ્વરૂપવાન માં દીકરીને હાથમાંથી જવા દે એવો મૂર્ખ ચઢ્ઢા ન હતો એને આજે જ ગુડગાંવની એક હોટેલમાં એ બન્નેને બોલાવ્યા હતા. અને મોરેને પોતાની સાથે લીધો. હતો."યાર મોરે. તું એ વિધવાને ભોગવજે. મારે તો એની દીકરી જ જોઈએ છે. એક વાર હોટેલના કમરામાં આવશે પછી એ લોકો આપણા ગુલામ જ બની જશે. હોટેલનો માલિક આપનો સાગરીત છે. લૂંટાયેલ ઈજ્જત વિશે એ કોઈને નહીં કહે. એની મિલકત પણ આપણે પડાવી લઈશું. ભગવાન આવી બકરી દર અઠવાડિયે મોકલતા રહે." ઉત્તેજિત થઈને ચઢ્ઢા બોલતો હતો.
"પણ સંભાળીને ભાઈ. ક્યાંક આપણે ફસાઈ ન જઈએ" મોરે થોડો ડરપોક હતો.

"મોરે તું xxx મોજ કર મારી સાથે રહીને. તને અહીં પૃથ્વી પર જ જન્નતની મોજ કરાવીશ.આ જો મહિપાલપૂર પાસ થયું. હમણાં અડધો કલાક માં આપણે હોટલ પર પહોંચી જશું. વાતો કરતા કરતા. તે ઈફ્કોના સેન્ચ્યુરી પાર્ક પાસે પહોંચ્યા હતા. પણ અચાનક શકીલે બ્રેક મારવી પડી કેમ કે રસ્તામાં લગભગ 300 જેટલા બકરા અને ઘેટાં લઈને 3-4 ગોપાલકો ઉભા હતા. શકીલ કારની ડ્રાઇવિંગ સીટ પરથી ઉભો થયો, બહાર આવી તેણે રાડ નાખી "એ હોય હટાવો આને" જવાબમાં ગોપાલકો એ એને કંઈક કહ્યું. અને થોડે દુર ઈશારો કર્યો. કારમાં ચઢ્ઢા અને મોરે વાતોમાં મશગુલ હતા. શકીલ ગોપાલકો જે બાજુ ઈશારો કરતા હતા એ બાજુ આગળ વધ્યો. ઝાડીઓમાંથી એક કેડી સેન્ચ્યુરી પાર્ક તો સામેની બાજુથી બીજી કેડી સિકંદરપુરા બાજુ જતી હતી એમાં લગભગ 70 ફૂટ દૂર 2-3 કોથળા ભરીને દારૂના બાટલા વેરાયેલા પડ્યા હતા અને કેટલાક લોકો 1-2 -3 એમ મન મરજીથી ઉઠાવીને ભાગતા હતા. શકીલે જોયું આ મોકો સારો છે. બાજુમાંથી પસાર થનારા એકના હાથમાં જોયું તો ઈમ્પોર્ટેડ વ્હીસ્કીની બોટલ હતી. એ કઈ પણ વિચાર કર્યા વગર કોથળા તરફ ભાગ્યો અને એની પાસે પહોંચ્યો અને ઝૂકીને એક બોટલ ઉઠાવી ત્યાં એના માથા પર પાછળથી એક પ્રહાર થયો. અને ''વોયમાં' કરતા એ બેહોશ થઈ ગયો. એની ચીસ ચઢ્ઢાએ સાંભળી એને પોતાના તરફનો બ્લેક ફિલ્ટર લગાવેલ કાચ ઉંચો કર્યો અને બહાર જોઈને હેબતાઈ ગયો. ત્યાં લાઠીઓ લઈને 3-4 જણા ઉભા હતા. મોરે એ પણ આ દ્રશ્ય જોયું એ પોતાની બાજુનો દરવાજો ખોલીને ભાગવાનો પ્રયાસ કરવા લાગ્યો ત્યાં પણ 5-7 લોકો ઉભા હતા.

માત્ર 7 મિનિટમાં કામ પૂરું થયું. શકીલને પણ ત્યાં ઢસડી લાવવામાં આવ્યો. ઘેટાં બકરા ગાયબ હતા. 25-30 લોકોનું ટોળું એક 17-18 વર્ષની યુવતી કે જેના કપડાં ફાટી ગયેલા હતા અને કોઈ ગામવાસીએ એને શાલ ઓઢાડી હતી. અને એનો નાનો ભાઈ કે જેને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો. જે દર્દથી કણસતો હતો. ગામનો પોલીસ પટેલ અને ખાપ પંચ. પોલીસ પટેલે પ્રાથમિક રિપોર્ટ ની કોપી વાંચી સંભળાવી. "છોકરી અને એનો ભાઈ સીમ માં બકરા ચરાવતા હતા. ત્યાંથી આ અજાણી કાર નીકળી. છોકરીને એકલી જોઈ કારમાં બેઠેલા 3 અજાણ્યા શખ્સે તેની ઇજ્જત લૂંટવાની કોશિશ કરી એનો ભાઈ વચ્ચે પડ્યો તો એને ઢોર માર માર્યો. જેમ તેમ એ છોકરો ભાગી ને બીજા ગોપાલકોને બોલાવી લાવ્યો અને ટોળાએ ગામની દીકરી ની ઈજ્જત બચાવવા એ 3ણેને લાઠીઓ વડે માર માર્યો એમા એ મરી ગયા. છોકરીના કપડાં ફાટી ગયા છે એના બરડામાં નખોરિયાં ભરવામાં આવ્યા છે. એને બે ત્રણ લાફા પણ મારવામાં આવ્યા છે. એને મેડિકલ માટે દિલ્હી મોકલવા માટે 2 લેડી કોન્સ્ટેબલ ને ગુડગાંવ થી બોલાવી છે. છોકરીનો ભાઈને નજદીક ના ડોકટરે તપાસીને મોટી હોસ્પિટલમાં ભરતી કરવાનું કહ્યું છે. કદાચ એના બન્ને હાથમાં ફ્રેક્ચર છે. બરાબર છે કે કઈ રહી જાય છે." પોલીસ પટેલે થોડે દૂર એક ખુરશી નાખીને બેઠેલા એક પ્રભાવશાળી પુરુષે પૂછ્યું.

"બધું બરાબર છે. પણ છોકરી ફસકી ન જાય એ જોજો. દિલ્હી પોલીસ ઉપરાંત કેટલીક સંસ્થાઓ આમ ઇન્વોલ્વ થશે."
"સાહેબ તમે ચિંતા ન કરો એ જન્મજાત કલાકાર છે. બાકી તમે તમારા પ્રયાસ કરજો કે મામલો જલ્દી હળવો થાય. અને આ છોકરાના હાથ ખરેખર ફ્રેક્ચર કરવા પડ્યા છે. એનું મહેનતાણું"

"5 વર્ષ એને કે એના બાપને કામ નહીં કરવું પડે ચિંતા ના કરો અને ઓલા કોથળાની નારંગી અને વહીસ્કી થી મોજ કરો તમારા દરેકના ખાતામાં રૂપિયા જમા થઈ ગયા હશે. નિરાંતે બેન્કમાંથી કન્ફર્મ કરી લેજો. અને પોલીસ પટેલ તમે ગુડગાંવ ચોકી સાંભળી લેજો ત્યાંના ઇન્ચાર્જ ને આમ તો મામલો ખબર જ છે એ તમને મદદ કરશે. ચાલો હું રજા લઉં. કહીને એ રહસ્યમય વ્યક્તિ સિકંદરપુરા સાઈડ પોતાની કાર લઈને વિદાય થયો.

xxx


"એક પોલીસ જીપ રાજસ્થાનના રજીસ્ટ્રેશન વાળી. 6-7 હવાલદાર જેવા દેખાતા આપણા સિક્યુરિટી ગાર્ડ જેમાં 2 લેડી હોય એટલો બંદોબસ્ત કરાવી રાખજો હું 2-3 કલાકમાં પાછો આવીશ કહીને જીતુભાએ "સ્નેહા ડિફેન્સ"ના જનરલ મેનેજરની વિદાય લીધી.સુમિત નો ફોન સવારે જનરલ મેનેજર પર ગયો હતો કે આપણા સિક્યુરિટી હેડ આજે આવશે 4-5 દિવસ રોકાશે.અને એમને જે જોઈતું હોય એનો બંદોબસ્ત કરી આપજો.

બહાર નીકળીને જીતુભાએ ભીમસિંહ ને બોલાવ્યો અને પોતાની સાથે આવવા કહ્યું. લગભગ 10 મિનિટ પછી એ લોકો ગોલ્ડસ્ટર લેક પહોંચ્યા.જીતુભાએ ભીમસિંહ ને કહ્યું તમે એકાદ કલાક પાછા.ફેક્ટરી પર ચાલ્યા જાવ મારે અહીં થોડું કામ છે. ભીમસિંહના ગયા પછી જીતુભા હળવે પગલે ચારે તરફ થોડું ફર્યો લગભગ 5 મિનિટ પછી એક શોપિંગ મોલ દેખાયું. એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ એક પાટિયું હતું. "જગતસિંહ રેડિયો એન્ડ ટીવી રીપેરીંગ સ્ટોર' એ ધીમા પગલે ત્યાં પહોંચ્યો અને હળવેકથી કાચ નો દરવાજો ખોલીને અંદર પ્રવેશ કર્યો.

xxx

"મોહનલાલજી ગુડગાંવની ફેક્ટરીથી ભંગાર હટાવી દીધો છે. બીજી કોઈ સેવા કરવાની હોય તો યાદ કરજો." રહસ્યમય વ્યક્તિ એ ફોનમાં કહ્યું.

"તમારા કોન્ટ્રાક્ટ નો ચેક કાલે કલેક્ટ કરી લેજો. અને ફરીથી કોઈ કામ પડશે ભંગાર હટાવવાનું તો તમને યાદ કરીશ. કહીને મોહનલાલે ફોન કટ કર્યો.

xxx

"યસ" જીતુભા અંદર પ્રવેશ્યો કે તરત ગલ્લા પર બેઠેલા એક 35ની આસપાસની ઉંમરના યુવકે એને પૂછ્યું.

"જી મારું નામ જીતુભા છે મારે મારો આ ફોન રીપેર કરાવવો છે" કહીને જીતુભાએ પોતાનો ફોન એની સામે ધર્યો. ફોન ચાલુ જ હતો પણ એમાં ગલ્લે બેઠેલા યુવાન જગતસિંહ નો નંબર જ ડિસ્પ્લે પર હતો. "આવો જીતુભા તમારી જ રાહ જોતો હતો આ ચતુર સિંહે જ માહિતી."

"પહેલા ફોન હાથમાં લઈને એને ખોલવાનું ચાલુ કરો કદાચ કોઈ વોચ કરતું હોય તો લાગે કે તમે મારો ફોન રીપેર કરી રહ્યા છો. અને ચા મઁગાવો એટલે ચા એટલી વાર હું ચતુર સાથે વાત કરી લઉં " જીતુભાએ હળવે અવાજે કહ્યું. અને પછી સામાન્ય ઘરાક દુકાનમાં બેઠેલા લોકો સાથે સામાન્ય વાત કરે એમ ચતુર સાથે વાત કરવા લાગ્યો.

"તને એવું કેમ લાગ્યું કે એ કોઈ ગુલાબચંદની સગી નથી?"

"કેમ કે ગુલાબચંદજીના દાદાના વખતથી મારુ કુટુંબ એમને ત્યાં કામ કરે છે. એના આખા ખાનદાનના દરેક સગાવહાલાને હું ઓળખું છું."

"પણ છતાં. કોઈ વિદેશી સગા હોઈ શકે જેને તો ન ઓળખતો હોય એવું બને?'

"હા બની શકે પણ એવા સંજોગોમાં શેઠ (ગુલાબચંદ) શેઠાણી નું વર્તન નોર્મલ હોય. જ્યારથી એ આવી છે ત્યારથી એ બન્ને ગભરાયેલા રહે છે."

"તારે આજે નોકરી પર નથી જવાનું?'

"બસ અહીંથી ઘરે જઈ જમીને સીધો જઈશ ડ્યુટી પર મને 2 વાગ્યે શેઠના બંગલે બોલાવ્યો છે. એ આજે કૈક નાચવાનો પોગ્રામ કરવાની છે. મિલિટરી હોસ્પિટલ માટે ફાળો ભેગો કરવા. એની જાહેરાત પણ છાપામાં આવી છે. કાલે જ બધું નક્કી થયું."

"ઠીક છે. શેઠ ગુલાબચંદના ઘરમાં કોણ કોણ રહે છે?"

"શેઠ અને શેઠાણી બાકી સગાંવહાલાંઓ આવરો જાવરો ચાલુ હોય."

"એમને કોઈ સંતાન નથી?”

"છે ને એક દીકરી પરણાવેલી છે. જયપુરમાં અને એક દીકરો ભણે છે લંડનમાં"

"ઠીક છે. જો ચા આવી ગઈ એ પી ને તું નીકળ. બને તો સાંજે આ બલાના પોગ્રામમાં મળીશ અને સાવચેત રહેજે. અને કઈ ગરબડ લાગે તો મને ફોન કરજે. મારો નંબર 96xxxxxxxx છે."

"ભલે સાહેબ મારા શેઠને બચાવી લો એ દેવતા માણસ છે." કહીને ચા પી ચતુર વિદાય થયો. પછી જીતુભાએ જગતસિંહ ને કહ્યું. આ આજે શેનો પ્રોગ્રામ રાખ્યો છે છાપામાં આવ્યું છે. બતાવો મને. જગતસિંહે એક છાપામાં છપાયેલ જાહેરાત બતાવી અડધા પાનની જાહેરખબર હતી " દાનવીર શેઠ ગુલાબચંદ ગુપ્તાજી ની ભત્રીજી કુ નીના ગુપ્તા અને એનું ગ્રુપ આજે સાંજે 5 વાગ્યે ટાઉનહોલમાં રંગારંગ કાર્યક્રમ રજૂ કરશે અને એમાં નીના ગુપ્તા સ્પે 'બેલી ડાન્સ' પરફોર્મ કરશે તથા આ પ્રોગ્રામ મા થનાર તમામ કમાણી ઉપરાંત 1 લાખ રૂપિયા શેઠ ગુલાબચંદ ગુપ્તાજી તરફથી મિલિટરી હોસ્પિટલમાં સુવિધા વધારવા દાનમાં અપાશે. ટિકિટના દર વીઆયપી 5000 સ્પે ક્લાસ 2000 અને ડ્રેસ ક્લાસ 1000 તથા 500 છે. બુકિંગ સવારે ટાઉન હોલ પર ખુલશે.' વાંચીને જીતુભા બોલ્યો ઓહ તો આ કારસ્તાન છે. કે. ઠીક છે. લાવો જગતસિંહ મારો મોબાઈલ ફિટ કરીને આપીદો અને હવે એને ભૂલી જાવ એ પરમ દિવસે તમને રાજસ્થાનમાં ક્યાંય નહીં દેખાય." કહી ફોન લઇ અને ત્યાંથી બહાર નીકળ્યો.

xxx

"સુમિતજી તમે મને કામ સોંપ્યું છે એટલે તમને ફોન કર્યો. મારે કેટલીક મદદ જોઈએ છે."

"બોલ જીતુભા, સોરી બોલો જીતુભા.

"ખાલી જીતુ કહે શો તોય ચાલશે." મામલો થોડો ગંભીર છે. અને જેમ સમય વીતતો જશે.વધુ મુશ્કેલ બનતું જશે. એ ને કોઈ પણ ભોગે રોકવીપડશે."

"બોલો હું શું મદદ કરું."

"જવાબમાં જીતુભાએ કેટલીક સૂચનાઓ આપી."

"ઠીક છે. 3 કલાકમાં કામ પતી જશે."

"તો પછી 6 વાગ્યે એમની ઓફિસમાં મિટિંગ ગોઠવવાનું રાખીયે." કહીને જીતુભાએ ફોન કટ કર્યો. પછી એક રીક્ષા પકડીને એ 'સ્નેહા ડિફેન્સ'ની ફેકટરીએ પહોંચ્યો ત્યારે સાડાબાર વાગ્યા હતા.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર