Raja Bhoj ni Rahashymayi ane romanchak katha - 5 - Last Part in Gujarati Mythological Stories by Anurag Basu books and stories PDF | રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 5 - અંતિમ ભાગ

Featured Books
  • ભાગવત રહસ્ય - 149

    ભાગવત રહસ્ય-૧૪૯   કર્મની નિંદા ભાગવતમાં નથી. પણ સકામ કર્મની...

  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

Categories
Share

રાજા ભોજ ની રહસ્યમયી અને રોમાંચક કથા - 5 - અંતિમ ભાગ

આપણે આગળ જોયું કે, રાજા ભોજ પોતાના કાર્ય માં સફળ થઈ ને પોતાના નગર પરત ફર્યા...
અને નગરજનો તેમજ મહારાણી તથા મંત્રી ગણ એ તેમનું ભવ્ય સ્વાગત કર્યું....
હવે આગળ..
રાજા ભોજ ને પોતાની ફરજ અને વચન યાદ હતા... તેમણે આપેલા વચન પ્રમાણે તેઓ પરત આવી ગયા હતા... હવે તેમની પ્રથમ ફરજ , બ્રાહ્મણી ને સજીવન કરવાની હતી...

તેથી તેમણે વધારે સમયનો વ્યય ન કરતા ...તરત જ પોતાના મહેલમાં પરત ફરતા જ, ઢંઢેરો પીટાવ્યો અને સભા ભરવાનો આદેશ આપ્યો..તેમજ બધા ને તેમાં હાજર રહેવા સૂચવ્યું...

મહારાજ તુરંત જ સભા ભરાતા, પોતાના સિંહાસન પર બિરાજમાન થયા... આજે તેમના નગરજનો અને મંત્રી ગણ ની છાતી ગજ ગજ ફૂલી રહી હતી..
બધાં ને બ્રાહ્મણી ને સજીવન થતાં જોવાથી તાલાવેલી હતી...

રાજા એ તુરંત જ , બ્રાહ્મણી નો નિર્જીવ દેહ..‌કે જે બધી જડીબુટ્ટી ઓ દ્વારા .. રાજવૈદ્ધ દ્વારા સાચવવામાં આવ્યો હતો... તેમને લાવવાનો આદેશ આપ્યો.... રાજા ભોજ ના આદેશ નું તુરંત જ પાલન થયું...

બ્રાહ્મણ ત્યાં રાજસભામાં રાજાભોજ પાસે બે હાથ જોડીને, વિસ્મયભરી નજરે ઉપસ્થિત હતા..અને પોતાની જીવનસંગિની ને જીવિત કરાવી પોતાના ઘરે લઈ જવાના ઉત્સાહ માં , રાજા ભોજ પોતાનું વચન કેવી રીતે પાળશે...તે વિચારી રહ્યા હતા..

બધાં ના મન માં એક જ વિચાર ઉદભવી રહ્યો હતો,કે "શું ખરેખર, બ્રાહ્મણી જીવીત થશે?"

ત્યાં જ રાજસભામાં , બ્રાહ્મણી નો પાર્થિવ દેહ ખૂબ જ સન્માન સાથે લાવવામાં આવ્યો....
હવે બધા જ ખૂબ જ ઉત્સુકતા થી,નિરવ શાંતિ સાથે બધું નિહાળી રહ્યા હતા...

રાજા ભોજ.... પ્રજા તથા બ્રાહ્મણ અને બ્રાહ્મણી ના પાર્થિવ દેહને પ્રણામ કરી ને..... દેવી નુ આહવાન કરીને.... બંને હાથ જોડીને..... પછી જડીબુટ્ટી નો સ્પર્શ,... બ્રાહ્મણી ના નિર્જીવ દેહ ને કરાવ્યો...

બ્રહ્મણ એ તો આશા છોડી જ દીધી હતી... તેથી તે
તો શંકાશીલ નજરે જ બધું નિરખી રહ્યા હતા....

ત્યાં જ અચાનક ,એક જોરદાર કડાકા સાથે વિજળી નો ચમકારો થયો.. જાણે આખી ધરતી પળવાર માટે ધ્રુજી ઉઠી......અને એ તેજ પ્રકાશ બ્રાહ્મણી ના દેહ માં વિલીન થઈ ગયો....
રાજસભામાં ઉપસ્થિત દરેક વ્યક્તિ ,ધડકતા હૃદયે... ...બધી જ ઘટનાઓ નિરખી રહ્યા....

ત્યાં જ બ્રાહ્મણી ના નિશ્ચેતન દેહ માં સળવળાટ થયો....અને થોડીક જ ક્ષણોમાં ... જાણે કંઈ બન્યું જ ન હોય..તેમ‌ બ્રાહ્મણી તો , આળસ મરડી બેઠી થઇ...

બધાં જ આશ્ર્ચર્ય ચકિત થઈ..જોઈ રહ્યા...

ઉઠતાવેત તેણે, બ્રાહ્મણ ને પોતાની પાસે જોયા.... આશ્ચર્ય પામી ને.. પોતાને રાજસભામાં જોઈ રહી.. તેના માનસપટ પર પોતાની સાથે બનેલ બધી જ ઘટનાઓ... નજર સમક્ષ બનતી હોય તેમ‌ છવાઈ ગઈ....

તેને બધી વિગતો થી વાકેફ કરાવવામાં આવી.. તેના મૃત્યુ થી લઈને.. બ્રાહ્મણ નુ પરત ફરવું ,. મહારાજ ભોજ ના વચનપાલન, તેમની સફર તથા સંજીવની જડીબુટ્ટી વિશે..તેમજ તેના જીવીત થવા સુધી સફર ની બધી જ ઘટનાઓ ને... તેના સમક્ષ જણાવવામાં આવી..
તેનુ મસ્તક મહારાજ ભોજ સામે, કૃતજ્ઞતા થી ઝૂકી ગયું... તેણે મહારાજ નો બે હાથ જોડીને, આભાર માની.... પોતાના પતિદેવ ના ચરણસ્પર્શ કર્યા...

આખી રાજસભા.." મહારાજ ભોજ અમર રહો" ના જયજયકાર થી ગુંજી ઉઠી......

બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખુશી ખુશી તેમના ઘરે વિદાય થયા...

આમ , મહારાજ ભોજ ને બ્રહ્મ હત્યા નું પાપ ટળ્યું...


પરંતુ ત્યાર બાદ.... મહારાણી એ મહારાજ ભોજ પાસે " ફરી ક્યારેય..આવી જવાબદારી નહીં ઉપાડવાનો નિર્ણય કરવાનું વચન લેવડાવ્યુ"....."કેમ કે..આ બધામાં.. તેમણે તેમના રાજ્ય ની બધી જ જવાબદારીઓ થી વિમુખ થવું પડ્યું હતું....જે બિલકુલ યોગ્ય ન હતું...માત્ર બે વ્યક્તિઓ માટે અને પોતાના વગર વિચાર્યે લેવામાં આવેલા નિર્ણયને કારણે... પ્રજા નુ હિત મુશ્કેલીમાં મુકાયા હતા.. પોતાના રાજા વગર રહેવું પડ્યું હતું...

આમ મહારાજ ભોજ એ પોતાનુ વચન પાળ્યું,તેઓ ઈતિહાસ માં પોતાના વચનબદ્ધતા તથા પરાક્રમો થી અમર થઈ ગયા...

દેવી ના આપેલા વરદાન પ્રમાણે હવે તેઓ બીજી વખત સંજીવની જડીબુટ્ટી નો ઉપયોગ નહીં કરી શકે.... તેથી સાવધ રહેવાનું નક્કી કર્યું..આમ, રાજા ભોજ ની રોમાંચક સફર ની કથા સમાપ્ત થઈ..
આમ તો આવી તેમણે ઘણી આવી સાહસકથા ઓ ને અંજામ આપ્યો... બીજી રોમાંચક સફરો પણ કરી જ..

દેવી નુ વરદાન ફળ્યું .....
મહારાજ ભોજ..... "મહાન પરાક્રમી રાજા "તરીકે ઈતિહાસ માં.. તેમનું નામ સદા ને માટે અમર કરી ગયા....

.*ખૂબ ખૂબ હદય થી...આભાર તમારા બધા નો.. જેમણે મારી સ્ટોરી બિરદાવી અને મને જરુર જણાય ત્યાં સૂચનો પણ કર્યા...*