polona mndiro in Gujarati Travel stories by Chaula Kuruwa books and stories PDF | પોળોના મદિર.....

Featured Books
Categories
Share

પોળોના મદિર.....

પોળો ના પ્રાચીન મંદિરો......

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં હિરણાવ નદીનાં કાંઠે ઈડર થી ઇશાને વીજયનગર જતાં 37 કિમિ દૂર પોળોની પ્રસિદ્ધ ડુંગર ની ઘાટી સુધીનાં ઘોર જંગલમાં 10 કિમિ નાં વિસ્તારમાં આ મંદિરો નાં ખડીયેરો પડેલા છે.

આ વિસ્તારમાં. અંlતર સુબા અને અભlપુર ગામની આસપાસ જાણે કોઈ પુરાણી નગરી દબાયેલી હોય તેમ આ મંદિરો ના ખડીયેરો વિખરાયેલા પડ્યા છે .

મંદિરોની સ્થાપત્ય શેલી અને તેની કારીગરી ઉપરથી આ મંદિરો ખાસ કરીને 15 મી સદીના હોય તેમ જણાય છે .રાજસ્થાન સરહદ પાસે હોવાથી મંદિરોની ઉપર ગુજરાત અને રાજસ્થાનની કળા કારીગરીની સંયુક્ત અસર જોવા મળે છે .

વિજયનગર થી 20 કિમિ દૂર 2000 થી ઓછી વસ્તી. ધરાવતું આતરસૂબા ગામ છે .જ્યાં હિરણય નદીના કાંઠે સંlદેવત શિવલિંગના મંદિરો છે. આ મંદિરો આસપાસ પ્રેમની અને અન્ય શૂરવીરતા વગેરેની અનેક દંતકથાઓ વીંટળાયેલી છે.

આસ્તિક આશ્રમને છેડે નદીકાંઠે એક ભગ્ન શિવ પંચાયતન મંદિર ઊંચા ટેકરા ઉપર ઉભું છે. પુરl રક્ષણ કાર્ય કર્યા પહેલા તેની કેટલી ઊંચી હશે તેનો ખ્યાલ આપવો મુશ્કેલ હતો. પરંતુ અત્યારે જોઈ શકાય છે કે જગતી ની ઊંચાઈ લગભગ ૩૫ મીટર અને પહોળાઈ આશરે ૧૯ મીટર છે. જયારે ઊંચાઈ ચાર થી સાડા ચાર મીટર જેટલી જણાય છે. મંદિર આગળ તેની જગતી ઉપર એક ખંડિત પણ ભવ્ય તોરણ કલારસિકો અને પુરાતત્વવિદોનું આકર્ષણ બની ગયું છે. મંદિરના શિખરના રંગમંડપનો ઘણોખરો ભાગ ખડીયેર થઈને નીચે પડયો છે.

મંદિર પશ્ચિમાભિમુખ છે. ગર્ભગૃહની બચી ગયેલી દ્વારશાખનું રૂપકામ બેનમૂન શિલ્પ દર્શાવે છે. એમ જણાય છે કે મંદિરોને ચારે ખૂણે નાની દેરીઓ હશે. અને તે પંચાયતનની રચના પુર્ણ કરતું હશે. આજે તો એક ખૂણા પર વરlહની મૂર્તિ એક ગોખલામાં રાખીને માત્ર એક મંદિર ખડિત દશામાં છે. જમીનથી આ વિશાળ મંદિરનું શિખર લગભગ ૨૪-૨૫ મીટર ઊંચું હોય તેમ જણાય છે .

મંદિરના ભગ્ન અવશેષોમાં ચંદ્ર ,સૂર્ય વરુણ, યક્ષ, નિરુત્ર્ય વગેરે દિગ્પાલોની મૂર્તિઓ નજરે પડે છે .મંદિરના મંડપની દક્ષીણ ભાગની વેદિકlમાં પ્રસવક્રિય l દર્શાવતી દેવીનું શિલ્પ અને ઉત્તર દિવાલમl વેદિકlમાં શીતળાદેવીનું શિલ્પ સ્પષ્ટ દેખાય છે. કમળ ધારણ કરેલ સૂર્યની પ્રતિમાઓ બે સ્તભવાળા તોરણમાં તેમજ નિજમંદિર ના દ્વારમાં સુંદર રીતે કંડારેલી છે .

સામે જ ટેકરા પર બીજા બે મંદિરો ઉભા છે .મંદિરનું શિખર અને રંગમંડપના ઘણા ભાગો અત્રે પણ તૂટી ગયેલા છે. ગર્ભગૃહની દ્વારશાખઓ તેમજ સ્તભો માંનl અલંકારયુક્ત શિલ્પો અહીં પણ દેખાય છે.

એમlનું એક શક્તિમંદિર ૭ થી ૭ ll મીટર લંબાઈ અને ૩થી 3ll મીટર પહોળાઈ નું છે. તેના શિખરની ઊંચાઈ લગભગ ૯-૯ l l મીટર ની છે . શિખર નો પ્રકાર એકાંકી છે . તેમાં કંડારાયેલી રેખાઓ વગેરે ૧૧ મી સદીના સ્થાપત્ય કલા ની યાદ અપાવે છે. મંદિરની અંદર જંઘામાં ભદ્રની અંદર શિવની તેમજ અગ્નિ ની મૂર્તિ ઉભેલી જણાય છે. આ શીવમંદિર ૧૦ મીટર લાબું તેમજ ૩ મીટર પહોળું છે, તેમ લાગે છે. અનેક દેવદેવીઓની મૂર્તિઓના દર્શન અહીં થાય છે. જેમl ઉમા -મહેશ, ,બ્રહ્મા -સરસ્વતી, લક્ષ્મીનારાયણ ,કાર્તિકેય વગેરે મુખ્ય છે.

અlતરસુબા ગlમથી ઉપર ને નદીથી ઉતરે મંદિરોનો બીજો સમૂહ દ્રષ્ટિગોચર થાય છે.

અહીં જેન મંદિરો જણાય છે. તેમાં બે માળનું ભગ્ન પરંતુ સુંદર જૈન મંદિર ધ્યાન ખેંચે છે.

તેની પ્રવેશ ચોકીના આગલી હરોળના ઘટપલ્લવ સુશોભિત સ્તમ્ભો ના પ્રકાર ગુજરાતભરમાં અજોડ કહી શકાય એવા છે. આ મંદિરોના રંગમંડપ વિશાળ છે. અને તેને ફરતી દેવકુલિકાઓ ભગ્નાવસ્થામાં છે. તેનું શિખર અદ્રશ્ય થઇ ગયું છે. નિજમંદિર અને ગૃહમંડપો ની દીવાલ ઉપર નર્તકીઓ દેવાંગના વગેરેની સુંદર પ્રતિમા કંડારાયેલી છે.

બાજુમાં એક બીજું જૈનમંદિરનું ખંડીયેર ખડું છે. જેની દ્વારશાખ પર જિન પ્રતિમા દેખાય છે. અન્ય થોડા મંદિરો પણ ખડિયેર હાલતમા છે.

અન્ય મંદિરોનો સમૂહ વિજયનગરથી ઇડર જતા ૧૩ કિમિ દૂર આવેલ ,એવું જ એક અન્ય નlનુ ગામ અભાપુર ,તેની આસપાસ હિરણ્યના કાંઠા પર આવેલો છે. રાજસ્થાન -ગુજરાત ની સરહદ નજદીક આવેલ આ ગામ આસપાસ પણ પ્રાચીન મંદિરોના ખડિયેરો મળી આવેલ છે. અહીં શરણેશ્વર નામે ઓળખાતું સુંદર ને ભવ્ય શિવાલય આવેલું છે. એમ જણાય છે કે તેનું બાંધકામ ઇસ. ૧૧૦૦માં થયું હશે. ઇસ. ૧૨૪૦ માં અલાઉદીન ખીલજી ના ભાઈ અલફખાન ના હાથે પાટણની સાથે સાથે એનો પણ નાસ થયો હર્શે તેમ મનાય છે .. આ મંદિર ફરતી દિવાલના અવશેષ માત્ર પવેશદ્વાર સાથે દેખાય છે .અંદર ચાર સ્તભવાળો નંદીમંડપ છે .નિજમંદિર બે મજલાનું છે .મંદિરની પીઠમાં કીર્તિ મુખોની હાર સ્પષ્ટ રીતે દેખાય છે .અંદર ગર્ભગૃહમાં શિવલિંગ છે બાકી ખડિયેર થઇ ગયેલ મંદિર માત્ર છે.

અન્ય સૂર્યમંદિર ૧૫મી સદીમાં બંધાયેલ પણ બાજુમાં છે તેનું શિલ્પ પણ સુંદર છે .તેની પાસે શિવનું અન્ય મદિર છે. આ બધાજ રક્ષીત સ્મારકો છે. પુરાતત્વ વિભાગ તેની જાળવણી અને દેખરેખ કરે છે.

અભાપુરથી ૨ કિમિ ઉતરપશ્ચિમે નદીને સામે કાંઠે જંગલ માં જાણીતા જુના લાખેણા જેન મંદિરો ખંડિયેર હાલતમાં છે . આ વિશાળ જેન મંદિર ઇસ ૧૫ મી સદીમાં બંધાયેલ દિગમ્બર મંદિર જણાય છે. જો કે શરણેશ્વર જેવું શિલ્પ સુંદરતમ નથી . છતાં તેની ઊભણીની ઊંચાઈના કારણે ભવ્ય લાગે છે. પથ્થર નું વિશાળ સ્થાપત્ય કાળના પ્રવાહમાં કાળું પડી ગયેલ છે. ૬ ૪ મીટર લાંબl અને ૧૯ મીટર પહોળા ક્ષેત્રફળમાં ઉભું છે. મંદિરમાં પ્રવેશવા માટે મોટા સોપાનોની હારમાળા છે. દીવાલો અને શિખર ઉપર આકર્ષક કોતરણી અને શિલ્પ છે . નિજમંદિર ૫ થી ૬ મીટર ચોરસ માપનું છે. દ્વારશાખ ઉપર જેન પ્રતિમા છે. મંદિરની બાજુની દીવાલમાં બેનમૂન જાળીકામ કોતરેલું છે. ગૂઢ મંડપના ભદ્ર ગવાક્ષોમાં વિવિધ પ્રકારની જાળીઓ મુકવામાં આવી છે. ગૂઢમંડપમાં વચ્ચે ભુમીગૃહમાં જવાનો માર્ગ છે .મંદિરનું શિખર કિસ્મતથી જળવાઈ રહેલું છે. આ સમગ્ર મંદિરનું કંડારકામ બહુ જ સુંદર અને સચોટ છે. તેની પાછળ અન્ય મંદિરોના ખંડિયેરો છે. આ ગામમાં ભીલોની વસ્તી મહદંશે જોવા મળે છે. અન્ય બે જૈનમંદિરો અને એક શિવમંદીર પણ સુંદર કળાકારીગરીનું દર્શન કરાવે છે.


વાસ્તુના વિરલગ્રંથ વૃક્ષાણવ મા કહેલી કેટલીક પ્ર્ણાલીકાઓનું પ્રતિબિંબ આ મંદિર તેમજ શર્ણેશ્વરના મંદિરમાં ઉઠે છે. જો કે આ મંદિરની જંઘામાં રૂપકામ નથી તેમજ તે એક જ છે અને રથોના માપતાલ પણ જુદા છે.

તો પણ અન્ય રીતે અંગ ઉપાંગો ની સામાન્ય લાક્ષણિકતાઓ શરણેશ્વર ના મંદિર જેવી જ છે. આ મંદિરના સર્જન અને વિનાશ વિશેની વિશેષ ઐતિહાસિક હકીકત અને પુરાતત્વની દ્રષ્ટિએ પણ હજુ સઁશોધન ચાલે છે. ગુજરાતમાં જયારે મંદિર બાંધકામ નો યુગ ટોચે હતો ત્યારે બઁધાઈ હોય તેમ જણાય છે.

પુરાતત્વ વિભાગે હાલે આ વિસ્તારમા ખોદકામ કરી, સઁશોધનો કરીને ઘણો વિકાસ કર્યો છે.

મદીર સમૂહોનું બ્યુટીફીકેશન પણ કર્યું છે. તેમજ પ્રચાર પબ્લિસિટી પણ જોરશોરથી ચાલે છે. દર વર્ષ મેળાનું આયોજન પણ કરવામાં આવે છે. પ્રવાસીઓને આકર્ષવાના પ્રયાસો ભરપૂર થયા છે. અહીં પ્રવાસીઓ એક કે બે દીવસ આવી શકે છે. રાત્રે રોકાણ માટે પાસે જ સુવિધા ઓ પણ છે.. તેમજ ખાનગી કlર કે ટેક્ષીમાં પ્રવાસીઓ આવતા હોય છે.