Ananat Prem - 4 in Gujarati Fiction Stories by Nirudri books and stories PDF | અનંત પ્રેમ - 4

The Author
Featured Books
  • Operation Mirror - 5

    जहां एक तरफ raw के लिए एक समस्या जन्म ले चुकी थी । वहीं दूसर...

  • मुर्दा दिल

    कहानी : दीपक शर्मा            ...

  • अनजाना साया

    अनजाना साया लेखक: विजय शर्मा एरी(लगभग १५०० शब्द)गाँव का नाम...

  • नेहरू फाइल्स - भूल-83-84

    भूल-83 मुफ्तखोर वामपंथी—‘फिबरल’ (फर्जी उदारवादी) वर्ग का उदय...

  • The Professor

    अध्याय 1: मैकियावेली और एक ठंडी चायस्थान: दिल्ली यूनिवर्सिटी...

Categories
Share

અનંત પ્રેમ - 4

આગળ જોયું કે આરોહી એકલી કોલેજ જાય છે.. ને પરાગ એની સાથે બવ જ બદતમીઝી કરે છે.. આરોહી યુગ અને નિહાન ને ખુબ જ યાદ કરતી હોય છે.. એ ખુબ રડી રહી હોય છે.. પરાગ ની એ પાણી ઢોળવા વારી હરકત થી આરોહી સહેમી ગઈ હોય છે..

હવે આગળ...


~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


પરાગ ના પાણી નાખવાથી આરોહી પુરેપુરી રીતે ભીજાઇ
ગઈ હોય છે.. શરમ અને ઠંડા પાણી ના લીધે આરોહી ધ્રુજી રહી હોય છે.. છતાં પણ પરાગ અટકતો નથી.. હવે તો ટોળામાંથી પણ ઘણાખરા આ જોઈને ત્યાં થી નીકળવા લાગ્યા હોય છે..

આરોહી આવી હાલતમાં પણ પોતાની જાતને સંભાળવાનો પ્રયત્ન કરી રહી હોય છે.. પણ એ નિષ્ફળ નીવડે છે.. પરાગ આટલું કર્યો પછી પણ ધરાતો નથી.. એ કોઈ ભી હીસાબે આજે આરોહી ને છોડવા નથી માગતો..

પરાગ હજુ આરોહી પર પોતાની પકડ મજબૂત બનાવે છે.. આરોહી એમાં થી છુટવા માટે તરફડીયા મારતી હોય છે.. પણ પરાગ એને છોડતો જ નથી હોતો.. પરાગ હવે વધુ આવેશમાં આવ્યો હોય છે.. એના ભાઈબંધો પણ હવે એને સમજાવતા હોય છે કે બસ હવે એને જવા દે પણ એ કોઈ નું સાભળતો જ નથી હોતો..

પરાગ હવે આરોહી ના બંને હાથ પકડી ને એને ગોળ ગોળ ફેરવતો હોય છે.. એના આમ કરવાથી આરોહી ને ચકકર જેવું થતું હોય છે.. છતાં એને આરોહી પર દયા આવતી નથી.. એ એની મનમાની જ કરતો હોય છે..

પરાગ હવે આરોહી સાથે વધુ હિંસક થવા લાગે છે.. તે આરોહી ને કમર થી પકડી ને ઉચી કરે છે.. આરોહી એને વારંવાર આજીજી કરે આમ ના કરવા પણ એ વધુ ને વધુ કરવા લાગે છે..

પરાગ આરોહી ને પાછળથી પકડી ને એના પેટ પર હાથ રાખી ને એને સતાવે છે.. પછી એ આરોહી ને એની સામે ફેવરે છે અને એનો ચહેરો બે હાથ થી પકડીને એને દબાવે છે..

આરોહી એની પકડમાંથી છુટવા મથે છે પણ એ છુટી નથી શકતી.. પરાગ આરોહી ના ચહેરા પાસે પોતાનો ચહેરો લઈ જાય છે ને જેટલાં છોકરા હોય છે એ બધા ની સામે એ આરોહી ના હોઠ ને ગંદી રીતે ચુમી લે છે..

પરાગ ની આ હરકત થી આરોહી પુરેપુરી તુટી જાય છે.. એ હવે તેની બધી સુધબુધ ખોઇ બેસે છે.. એ લાકડાની જેમ સજજડ થઈ જાય છે.. આટલું થયા પછી પણ પરાગ એને છોડતો નથી હોતો..પણ હવે એના ભાઈબંધો આરોહી ને એની પકડમાંથી છોડાવે છે ને પરાગ ને ખેચીને લઈ જતા હોય છે..

પરાગ ને એ લોકો ત્યાંથી લઈ તો જતા હોય છે પણ એ હજી ખુન્નસમા હોય છે..પરાગ એમની પકડમાંથી છુટી પાછો આરોહી સામે આવે છે ને એ આરોહી ને ત્રણ થપ્પડ મારી લે છે.. એની એ થપ્પડો એવી હોય છે કે જેનાથી આરોહી બેભાન થઇ ને નીચે પડી જાય છે..

આ બધું જોઈ પરાગ ના ભાઈબંધો હવે પરાગ ને ત્યાંથી લઈને નીકળી જાય છે.. આરોહી એમ જ ત્યાં પડી હોય છે..

એટલામાં જ ત્યાં એની સહેલી પ્રિયા આવે છે ને એ આરોહી ની આવી હાલત જોઇને ગભરાઇ જાય છે.. એ એની બેગમાંથી પાણી ની બોટલ કાઢી આરોહી ના મો પર છીટા નાખે છે પણ આરોહી ભાનમાં નથી આવતી.. પ્રિયા બવ જ ગભરાઇ જાય છે.. એને શું કરવું એ સમજાતું જ નથી હોતું..

પ્રિયા ત્યાં થી કોલેજની અંદર ભાગે છે ને એના ચાર - પાચ મિત્રો ને બોલાવી આવે છે.. એ બધા ત્યાં આવીને આરોહી ને હોસ્પિટલ લઈ જવાનું નક્કી કરે છે..

એ બધા આરોહી ને ત્યાંથી હોસ્પિટલ લઈ ને નીકળે છે.. રસ્તામાં જ પ્રિયા યુગ અને નિહાન ને ફોન કરીને આરોહી ની હાલત વિષે જણાવે છે. એ બંને પણ આ વાત સાંભળી ખૂબ જ ગભરાઇ જાય છે.. એ બંને એમનું બધું કામ પડતું મુકી સીધા હોસ્પિટલ પહોંચે છે..

એટલામાં આરોહી ને લઇ ને એ બધા પણ હોસ્પિટલ પહોંચે છે.. નિહાન અને યુગ તો આરોહી ને આમ જોઈ ઉચાનીચા થઈ જાય છે..એ ફટાફટ ડોક્ટર ને બોલાવી આરોહી ની સારવાર શરૂ કરાવે છે.. એ બંને અત્યારે આરોહી ને સાજી કયારે થાય એની જ ચિંતા મા હોય છે..

એ બંને વિચારતા હોય છે કે એવું તો આરોહી સાથે શું થયું છે.. પણ અત્યારે એની ચિંતા કરતા આરોહી ભાનમાં આવે એ જરૂરી હતું.. અંદર આરોહી ની સારવાર ચાલતી હોય છે.. થોડી વારમાં ડોક્ટર બહાર આવીને કહે છે કે ગભરાવા જેવું કંઈ નથી બસ એને સદમો ને થાક ના લીધે બેભાન થઇ ગઈ છે.. બધા ને થોડી રાહત થાય છે..

ડોક્ટર ની વાત સાંભળી યુગ આરોહી ને મળવા માટે નું પુછે છે તો ડોક્ટર ના પાડે છે અને કહે છે કે એને હમણાં ઈન્જેક્શન આપેલું છે તો એ બેભાન જ રહેશે.. હમણાં ચાર પાંચ કલાક એમ જ સુતી રેશે.. પછી તમે લોકો મલી શકો છો.. હવે રાહ જોયા વિના કોઈ છુટકો નતો..

નિહાન, યુગ ને પ્રિયા ને બઘા ત્યાં જ બેઠા હોય છે.. બધા રાહ જોતા હોય છે કે આરોહી ને કયારે ભાનમાં આવે.. એટલામાં જ યુગ ના ફોનમાં કોઇનો ફોન આવે છે.. એ ફોન કાઢીને જોવે છે કે કોન છે તો એના મોઢાં નો રંગ ઉડી જાય છે ને એ ગભરાઇ જાય છે...
~~~~~~~~~~~~~~~~~~~

યુગ ના ફોન પર કોનો ફોન હશે..?.. આરોહી સાથે શું થયું એ નિહાન અને યુગ જાણી શકશે..??.. એ બંને પરાગ સાથે શું કરશે..?? આગળ શું થશે એ જાણવા જોડાયેલા રહો આગળ ના ભાગ માટે...