One unique biodata - 1 - 19 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૧૯

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૧૯

નિત્યા અને દેવ નિત્યાના ઘરે પહોંચ્યા.નિત્યા ગાડીમાંથી દેવના સહારે ઉતરી અને હિંચકામાં બેસી.દેવે ડોરબેલ વગાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. નિત્યાએ કહ્યું,"મમ્મી કંઈક કામ કરતી હશે.બીજી વાર વગાડ".દેવે બીજી વાર ડોરબેલ વગાડી પણ કોઈએ દરવાજો ખોલ્યો નહીં. નિત્યાએ એની મમ્મીના ફોન પર ફોન લગાવ્યો.

"હેલ્લો મમ્મી,ક્યાં છે તું?"

"હું મોટીબેન (જશોદાબેન-દેવના મમ્મી) પાસે આવી છું"

"કેમ અત્યારે ત્યાં?"

"બસ એમ જ.તારા પપ્પા જોબ પર ગયા અને તમે બંને હોસ્પિટલ,તો હું ઘરમાં એકલી પડી ગઈ હતી તો થયું મોટીબેનને મળી આવું"

"અચ્છા,ઘરે આવ.અમે આવી ગયા"

એટલામાં કામિનીબેનના હાથમાંથી જશોદાબેને ફોન લીધો અને બોલ્યા,"નિત્યા તું દેવની સાથે અહીં આવ,આજે તમારે મારા ઘરે જ જમવાનું છે"

"આન્ટી પછી કોઈ વાર આવીશ,આજે મારી તબિયત ઠીક નથી"

"તો હું ક્યાં તને અહીં વાસણ ઘસવા માટે બેસાડવાની છું,અહીંયા આવીને આરામ કરજે"

"સારું"કહીને નિત્યાએ ફોન મુક્યો.

"શું કહ્યું?"દેવે પૂછ્યું.

"મમ્મી તારા ઘરે છે"નિત્યાએ જવાબ આપ્યો.

"અચ્છા,તો ક્યારે આવશે?"

"મને ત્યાં બોલાવી છે"નિત્યાએ અણગમાની સાથે કહ્યું.

"સરસ,ચાલો મજા આવશે"દેવે ખુશ થતા કહ્યું.

"એમાં તું કેમ આટલો ખુશ થાય છે?"

"મારી મરજી"

નિત્યા અને દેવ દેવના ઘરે પહોંચ્યા.દેવ ગાડીમાંથી નિત્યાની મેડિસિન અને રિપોર્ટ્સ બધું બહાર કાઢી રહ્યો હતો એટલામાં નિત્યા ધીમે ધીમે ચાલતા ચાલતા દેવના ઘરના દરવાજા પાસે જઈને ડોરબેલ વગાડ્યો.દરવાજો ખોલતા જ બધા જોરથી બોલ્યા,"હેપ્પી બર્થડે નિત્યા"

નિત્યા એક ડગલું ચાલીને અંદર ગઈ ત્યાં જ એના પર ગુલાબના ફૂલોની વર્ષા થવા લાગી.દેવના ઘરનો હોલ ફુગ્ગા અને રંગબેરંગી કાગળની પત્તિઓથી સજાવેલો હતો.અને એક દીવાલ પર નાનાં-નાનાં ફુગ્ગાઓથી 'હેપ્પી બર્થડે નિત્યા'એવું લખેલું હતું અને એની બાજુમાં નિત્યાના એના મમ્મી-પપ્પા,જશોદાબેન,દેવ,એની ચકલી કાવ્યા અને સ્મિતા દી અને માનુજ-દિપાલિની સગાઈમાં એમની સાથે પાડેલ ફોટોસની એક ફ્રેમ હતી.નિત્યા આ બધું જોઈને એક દમ શોક થઈ ગઈ હતી.હજી સુધી એ એક શબ્દ પણ બોલી ન હતી.એ પા પા પગલી ચાલીને આ બધી જ સજાવટ જોઈ રહી હતી.અચાનક એનો પણ સોફા સાથે ટકરાતા એ પડવા જ જતી હતી એટલામાં દેવે નિત્યાની પાસે જઈને એને સહારો આપ્યો અને સ્માઈલ સાથે બોલ્યો,"હેપ્પી બર્થડે બેસ્ટી"

"તો તને ખબર હતી આ બધી,એટલે હમણાં ખુશ થતો હતો"

"હા"

"થેંક્યું સો મચ"

"મહેનત તો અમે પણ કરી છે હો,અમને પણ કોઈ થેંક્યું કહેશે"માનુજ બોલ્યો.

"તો તમે બધા જ ભેગા મળીને આ બધું........."નિત્યા પૂરું વાક્ય બોલે એ પહેલાં દિપાલી એની પાસે આવી અને એને હગ કરતા બોલી,"હેપ્પી બર્થડે નિત્યા"

"થેંક્યું સો મચ ગાયસ"નિત્યા બસ આટલું જ બોલી શકી એટલું ખુશ થઈ ગઈ હતી.

"અમે તો બસ દેવે કહ્યું એમ કર્યું,આ સરપ્રાઇઝ આપવાનો વિચાર દેવનો હતો"માનુજ બોલ્યો.

(મિત્રો તમે વિચારી રહ્યા છો એ બિલકુલ સાચું છે.સવારે દેવે જેને ફોન કર્યો હતો એ માનુજ હતો.)

નિત્યાના મમ્મી-પપ્પાએ અને જશોદાબેને નિત્યાને બર્થડે વિશ કર્યું.

"બેટા હજી પાર્ટીની વાર છે,તું ત્યાં સુધી મારા કે દેવના રૂમમાં જઈને આરામ કરી લે"જશોદાબેને કહ્યું.

"ના આન્ટી,વાંધો નઈ"

"નિત્યા તો મમ્મી બહુ જ બહાદુર છે"દેવે મજાક કરતા કહ્યું.

કામિનીબેન, જીતુભાઇ અને જશોદાબેન બહુ દિવસે આમ નિરાંતે મળ્યા હોવાથી વાતો કરી રહ્યા હતા.જમવાનું આજે બહારથી મંગાવાનું હોવાથી જશોદાબેન પણ શાંતિથી બેસ્યા હતા નઈ તો આવું નાનું-મોટું ઘરનું ફનક્શન હોય ત્યારે એ જાતે જ જમવાનું બનાવવાનું પસંદ કરતાં.દેવ,નિત્યા,માનુજ અને દિપાલી દેવના રૂમમાં બેસ્યા હતા.દેવ,માનુજ અને દિપાલી વાતો કરતા હતા પણ નિત્યા ચૂપચાપ બેસી હતી.એને જોઈને દિપાલીએ પૂછ્યું,"નિત્યા તને કઈ થાય છે?"

"ના"નિત્યાએ ઇશારાથી જ જવાબ આપ્યો.

"હા,એને પગમાં દુખાવો થતો હશે.આજે જ ડ્રેસિંગ કરાવ્યું છે.ડૉક્ટરે કહ્યું જ હતું કે દુઃખાવો થાય તો દવા આપી દેજો.હું પાણી લઈને આવું,તું મેડિસિન લઈને થોડો આરામ કર"દેવ બોલ્યો.

"નિત્યા,આઇ એમ સોરી"દિપાલી ઉદાસ થઈને બોલી.

નિત્યા આગળ કંઈ બોલે એ પહેલાં દેવે નિત્યાને દવા આપી અને વાત ત્યાં જ દબાઈ ગઈ.

"અરે તને તો તાવ છે"દેવે નિત્યાના કપાળ પર હાથ મુકતા કહ્યું.

"દવાથી મટી જશે,સવાર કરતા તો સારું જ છે"નિત્યા કોઈને ટેનશન ના થાય એટલે બોલી.

"દેવ ડૉક્ટરે શું કહ્યું?"માનુજે પૂછ્યું.

"ઘોડાને હવે ચાલવાની રજા આપી દીધી છે"

"સારું કહેવાય ચાલો"

"બેસ્ટી,ચાલવાની રજા આપી છે હો,દોડવાની નહીં"દેવ નિત્યાને હેરાન કરતા બોલ્યો.

"મજા ના આવી મને"

"પણ અમને તો આવી ને"દેવે આંખ મારતા કહ્યું.

નિત્યાને દવાના લીધે ઊંઘ આવી રહી હતી એટલે એ થોડી વાર માટે સુઈ ગઈ.દેવ,માનુજ અને દિપાલી ત્યાં જ બેસીને વાતો કરી રહ્યા હતા એટલામાં સ્મિતા દીદી દેવના રૂમમાં આવ્યા અને બોલ્યા,"બસ અહીંયા જ વાતો કરવાની છે કે પછી બર્થડે ગર્લ કેક પણ કટ કરવાની છે?"

"હાઇ દી, નિત્યા સુઈ ગઈ છે"દેવ બોલ્યો.

એટલામાં કાવ્યા આવી અને સીધી જ દેવની પાસે આવીને બોલી,"મામા ચોકલેટ.......મા... મા......... ચોકલેટ"

કાવ્યાનો અવાજ સાંભળતા જ નિત્યા ઉઠી ગઈ અને બોલી,"ચકલી"

કાવ્યા નિત્યાને જોતા જ દેવનો હાથ છોડીને નિત્યા પાસે જતી રહી અને એના તોતલા ક્યૂટ અવાજમાં બોલી,"નીતુ ચોકલેટ"

"ચોકલેટ વાળી પહેલા તારી નીતુને હેપ્પી બર્થડે તો કહે,બોલ તો કાવ્યા,હેપ્પી બર્થડે નીતુ"

"નીતુ........ચોકલેટ"

(કાવ્યાને નિત્યા બોલતા આવડતું ન હતું તેથી તે નિત્યાને નીતુ કહીને જ બોલાવતી હતી.)

"ચલો તમે બધા બહાર,આનું ચોકલેટ પુરાણ તો રોજનું છે.હેપ્પી બર્થડે નિત્યા,"સ્મિતા દી બોલ્યા.

"થેંક્યું દી"

"કેવું સારું છે ને હવે પગમાં?"

"હા,હવે સારું છે"

"સારું ચાલો બહાર જઈશું હવે?"સ્મિતા દી બોલ્યા.

"હા નિત્યા,હજી પણ એક સરપ્રાઇઝ તારી રાહ જુએ છે બહાર"દેવ બોલ્યો.

"તમે બધા જાવ,હું નિત્યાને તૈયાર કરીને લઈને આવું છું"દિપાલીએ કહ્યું.

"અરે એમાં તૈયાર શું થવાનું,બધા ઘરના તો છે.હું તૈયાર જ છું,ચાલો"

"ના નિત્યા,દિપાલી સાચું કહે છે,તારે તૈયાર થવું જોઈએ.આમ જો તો ખરી અરીસામાં ભૂત જેવી લાગે છે"દેવ મજાક કરતા બોલ્યો.

"દી, આ કંઈક વધારે પડતું બોલતો હોય એવું નથી લાગતું"

"હું એને બહાર લઈ જાઉં છું,તમે નિત્યાને લઈને આવો"માનુજ દેવને બહાર લઈ જતા બોલ્યો.

સ્મિતા દી પણ દેવ અને માનુજ સાથે બહાર ગયા.થોડી વાર પછી નિત્યા અને દિપાલી બહાર આવ્યા.નિત્યા આવીને સોફા પર બેસી અને કાવ્યા સાથે રમવા લાગી.એટલામાં પંકજકુમાર કેક લઈને આવ્યા અને આવતાની સાથે જ બોલ્યા,"હેપ્પી બર્થડે કાવ્યાની નીતુ"

"થેંક્યું સો મચ જીજું"નિત્યા બોલી.

"બોલ કેવી તબિયત છે હવે"

"સારું છે હવે"

દેવે પંકજકુમારના હાથમાંથી કેક લઇને નિત્યાની આગળ પડેલ ત્રિપાઇ પર મૂકી અને કેન્ડલ્સ લગાવીને બધું તૈયાર કરી દીધું અને નિત્યાને પૂછ્યું,"રેડી ફોર કેક કટીંગ?"

"તારે કાપવી હોય તો તું કાપી દે"નિત્યા હસતા હસતા બોલી.

ત્યાં હાજર હતા એ બધા આ સાંભળી હસવા લાગ્યા.કાવ્યાને કઈ પણ ખબર ન પડવા છતાં એ પણ હસી રહી હતી.એને જોઈને દેવે કાવ્યાને ઉપાડી અને બોલ્યો,"તને શું ખબર પડી કે તું હસે છે?"

"તારા જેવી નથી,હોશિયાર છે મારી ચકલી"

"હા હવે બહુ ડહાપણ ના કર અને કેક કટ કર"

નિત્યા કેન્ડલ્સને ફૂંક મારવા જ જતી હતી ત્યાં દિપાલી બોલી,"વિશ તો માંગ કંઇક"

"મને તમે બધા મળ્યા એ જ બહુ મોટી વિશ ભગવાને પુરી કરી છે"

"તો પણ,તારો ડ્રીમ બોય માંગી લે"

ડ્રીમબોય પરની વાત ખુલતા જ નિત્યા અને દેવે એકબીજા સામે જોયું.ખબર નહીં કેમ પણ આજ એ બંનેની નજરમાં કંઈક ઊંડું કંઇક અજુગતું હતું.આ વાત સ્મિતા દી એ નોટિસ કરી.

બધાના કહેવાથી નિત્યાએ વિશ માંગીને આંખો ખોલીને કેન્ડલ્સને ફૂંક મારવા જ જતી હતી એટલામાં સામે નકુલ આવ્યો અને બોલ્યો,"હેપ્પી બર્થડે દોસ્ત"

હજી તો નિત્યા થેંક્યું બોલવા જ જતી હતી ત્યાં નકુલની પાછળ પાછળ સલોની પણ આવી અને બોલી,"હેપ્પી બર્થડે નિત્યા"

સલોનીને જોતા જ નિત્યા આશ્ચર્યથી એના તરફ જોતી જ રહી ગઈ.નિત્યાને કઈ ખબર નહોતી પડતી કે એને શું રીએક્ટ કરવું.નિત્યાએ આંખો બંધ કરી અને એની નજર સમક્ષ એક મહિના પહેલાના ચિત્રો દેખાવા લાગ્યા.

એક મહિના પહેલા એવું તો શું થયું હશે જેનાથી નિત્યા સલોનીને જોઈને આમ ચોંકી ગઈ હતી?

એ વખતે એક્સિડન્ટમાં નિત્યાના પગમાં કંઈ મોટી ઇજા થઇ હશે?

શું સલોની હવે નિત્યાને ફ્રેન્ડ માનતી હશે?

માનુજને એક મહિના પછી કેનેડા જવાનું હતું તો એ કયા કારણોસર નઈ ગયો હોય?

આ જેટલા પણ સવાલો તમારા મનમાં થઈ રહ્યા છે એ જાણવા માટે વાંચતા રહો "એક અનોખો બાયોડેટા".........