Vasudha - Vasuma - 10 in Gujarati Motivational Stories by Dakshesh Inamdar books and stories PDF | વસુધા - વસુમાં - પ્રકરણ-10

Featured Books
  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

  • ભાગવત રહસ્ય - 118

    ભાગવત રહસ્ય-૧૧૮   શિવજી સમાધિમાંથી જાગ્યા-પૂછે છે-દેવી,આજે બ...

Categories
Share

વસુધા - વસુમાં - પ્રકરણ-10

વસુધા
પ્રકરણ-10
દિવાળીબહેન વસુધાનાં વખાણ કરી રહેલાં કે ગુણવંતભાઇનું ખોરડું આપણી વસુધાના જવાથી દીપી ઉઠવાનું છે અને એ લોકો પણ વસુધા વિશે બધું જાણીને આનંદમાં હતાં કે ઘરમાં સુશીલ સમજુ અને સંસ્કારી છોકરી ઘરમાં આવવાની છે મારો કેટલો આભાર માન્યો કે તમે તમારી ભાઇની છોકરીનો સંબંધ કરવા અમને કહ્યું સાચેજ મારાં પીતાંબરને ગુણીયલ છોકરી મળશે.
પુરષોત્તમભાઇ અને પાર્વતીબેન બધુ સાંભળીને ખુશ થયાં. પુરષોત્તમભાઇએ કહ્યું બહેન તું આવી છે તો આજે લીસ્ટ બનાવી દઇએ. એમને ત્યાંથી શુકનનો સાકરપડો પણ આવી જાય પછી બીજી તૈયારીઓમાં સમયજ નહીં રહે. સમય જતાં ક્યાં વાર લાગે છે. જોત જોતામાં વસુધાનું લગ્ન આવી જશે.
પાર્વતીબહેને કહ્યું તમે તો હરખ ઘેલાં થયાં પણ વાત સાચી છે બહેન હાજર છે તો લીસ્ટ બનાવી દઇએ આપણને ખબર પણ પડશે કે કેટલું માણસ થાય છે અને કેટલી તૈયારીઓ કરવાની છે. અને બધા એ સાંજનું વાળુ પતાવીને લીસ્ટ બનાવવાની તૈયારી કરી.
************
ભાનુબહેને કહ્યું અરે પીતાંબરનાં બાપા આજે સાંજે સરલા અને જમાઇ આવવાના છે તો જમવામાં શું બનાવવું છે ? કેટલાં સમયે દીકરી આવે છે ? અને આવે છે તો પછી વસુધાનો પણ મેળાપ કરાવીશું. સરલા એનાં વિનાં પાછી પણ નહીં જાય. એવું હોય તો વેવાઇને સમાચાર આપી દેજો.
ગુણવંતભાઇ કહે દિવાળીબેનને ગયે 10 દિવસ થઇ ગયાં સરલા આવે છે તો આપણે એમને ત્યાં સાકર પડો પણ આપી દઇએ. હવે વેવાઇ ને ત્યાં પણ ફોન આવી ગયો છે. સારું થયું એમણે તાત્કાલીક ફોન લઇ લીધો હું હમણાંજ ફોન કરીને જણાવું છું કે દિકરી આવી છે તો અમે લોકો 2 દિવસ પછી સાકરપડો લઇને આવીએ છીએ એટલો વ્યવહાર પણ થશે અને સરલા-વસુધાની મુલાકાત પણ થશે આપણને છોકરી જોવા મળી જશે. પીતાંબર અને વસુધા પણ એકબીજાને જોઇ લેશે.
ભાનુબહેને કહ્યું એમને ત્યાં ફોન આવી ગયો એટલે એમનાં અને આપણાં બંન્ને માટે સુખ થઇ ગયું કંઇ નહીં તમે ફોન કરી દો. સરલા હવે પહોંચતીજ હશે. પછી હું સાકર પડાની વ્યવસ્થા કરાવું છું. અને પીતાંબર ભાગોળેજ સરલાની રાહ જોતાં ઉભો છે એમની સાથે એમની ગાડીમાંજ ઘરે આવશે સારું થયું સરલા ગાડી લઇને આવી સરળતા રહેશે.
ગુણવંતભાઇએ પુરષોત્તમભાઇને ફોન લગાવ્યો અને પાર્વતીબહેનેજ ફોન ઉપાડ્યો. પહેલાં કુશળતા પૂછીને ગુણવંતભાઇએ કહ્યું મારાં ભાઇ નથી ઘરે ? પાર્વતીબહેને કહ્યું વેવાઇ એ ડેરીએ અથવા પંચાયતમાં હશે હમણાં આવશે. આવે એટલે ફોન કરાવું ?
ગુણવંતભાઇએ કહ્યું ના ના ખાસ સમાચાર આપવાજ ફોન કર્યો છે મારી દીકરી સરલા અને જમાઇ હમણાં અહીં ઘરે આવે છે અને અમે બે દિવસ પછી અગીયારસે સાકર પડો લઇને બધાં તમારાં ઘરે આવીશું. છોકરાઓ મળી લે ખાસ તો સરલાને વસુધાને મળવું છે એટલે અને સવારે લગભગ 10 વાગે બધાં ત્યાં આવીશું.
પાર્વતીબહેને ખુશ થતાં કહ્યું આવો આવો ચોક્કસ આવો અહીં બધાનું જમવાનું અને રોકાવાનું અમે વ્યવસ્થા કરીશું. છોકરાઓ મળશે અને અમે સરલા અને જમાઇને મળીશું ખૂબ આનંદ થયો અને તમારાં ભાઇ આવે એટલે આ મંગળ સમાચાર આપુ છું અને ફોન કરવા કહું છું ગુણવંતભાઇએ કહ્યું હાં ભલે ભલે દિવાળી બેનને પણ જણાવી દેજો એતો ત્યાંજ હશે ને ? પાર્વતીબહેને કહ્યું હાં અહીંજ હતાં ગઇકાલે ગયાં છે અને હમણાં અહીં આવતાંજ હશે હવે એ અહીંજ રહેવાનાં છે એટલે બધાંને મળી શકાશે.
ગુણવંતભાઇએ કહ્યું ભલે ત્યારે બે દિવસ પછી અગીયાસ સવારે મળીએ. ફોન મુકું છું જયશ્રીકૃષ્ણ પાર્વતીબહેને જયશ્રીકૃષ્ણ કહી ફોન મૂક્યો.
પાર્વતીબહેન રાજીનાં રેડ થઇ ગયાં ચ્હેરો આનંદીત થઇ ગયો. એમણે દુષ્યંતને બૂમ પાડીને બોલવ્યો અને કહ્યું જા તારા બાપાને ડેરીએથી બોલાવી આવ અને કહેજો કે વેવાઇનો ફોન હતો તરત ઘરે આવે. દુષ્યંતે પૂછ્યું "માં શું ફોન આવ્યો ? શું કીધું ? પાર્વતીબહેને કહ્યું તું જા પહેલાં એમને બોલાવી લાવ પછી બધી વાત. દુષ્યંત તરતજ ચંપલ પહેરીને સાયકલ પર બોલાવવા ગયો.
પાર્વતીબહેન હરખપદુડા થયાં અને દોડતાં પાછળ વાડામાં ગયાં. વસુધાને કહ્યું એય વસુધા અગીયારસે તારાં થનારા સારુ સસરા નણંદ બધાં આપણાં ઘરે આવે છે. સાકર પડો આપવા. તારાં બાપા હમણાં આવે પછી બધી વાતો કરું અને બધી તૈયારી કરવી પડશે. હમણાં દિવાળીફોઇ પણ આવશે. પછી હસતાં ચહેરે બે હાથ જોડી આકાશ તરફ જોઇ બોલ્યાં મારાં મહાદેવ બધુ સારુ કરશે. 10 દિવસ નીકળી ગયેલાં સાકરપડો ક્યારે આપવા આવશે એની રાહ જોતી હતી. પણ એમની દીકરીની રાહ જોતાં હશે. એમનેય હોંશ હોયને કે દીકરી સારાં પ્રસંગ આવે સાક્ષી બને. વસુધા તું હાથ ધોઇને ઘરમાં આવ.
વસુધાએ સાંભળ્યું અને એનેય આનંદ થયો. ચહેરો જાણે પ્રફુલિત થયો કેવા હશે બધાં માણસો ? સરલાબેન મળશે.. સાકરપડો લઇને આવે છે એટલે સંબંધ પાકો થઇ જવાનો અને પીતાંબર... એ કેવા હશે ? કેવા દેખાતાં હશે ? કેવો સ્વભાવ હશે ? એનો મનમાં વિચારોનાં ઘોડા દોડવા લાગ્યાં.
વસુધા લાલી પાસે ગઇ અને બોલી લાલી તારાં જમાઇ એમની બહેન બધાં અગીયારસે આવે છે તું મળશે બધાને હું મેળવીશ તને એમ કહીને એનાં ગળે હાથ ફેરવવા માંડી. લાલી પણ જાણે સમજતી હોય એમ વસુધાને ચાટવા લાગી.
પાર્વતીબહેને બૂમ પાડી કહ્યું વસુધા દીકરી અંદર આવ. તારાં બાપા ડેરીએથી આવે છે દુષ્યંત બોલાવવા ગયો છે દિવાળી ફોઇ પણ આવશે બધાની ચા મૂક હું ત્યાં સુધી કપડાં વાળી લઊં બધુ પરવારી જઊં પછી શાંતિથી વાતો થાય.
***************
ગુણવંતભાઇનાં પ્રાંગણમાં ગાડી આવીને ઉભી રહી એમાંથી પહેલાં પીતાંબર પછી સરલા અને જમાઇ ભાવેશકુમાર ઉતર્યા. સરલા અને પીતાંબરનાં હાથમાં થેલીઓ હતી. ગુણવંતભાઇએ કહ્યું. ભાનુ સરલા અને જમાઇ આવ્યાં છે બહાર આવ.
અંદરથી ભાનુબેન દોડી આવ્યાં અને બોલ્યાં આવી ગઇ દીકરી ? આવો કુમાર અને ભીની આંખે બંન્ને જણને ઘરમાં આવકાર્યો.
ભાવેશકુમાર અને સરલા બંન્ને માતાપિતાને પગે લાગી આશીર્વાદ લીધાં. ભાનુબહેન કહ્યું તમારી રાહ જોઇ રહી હતી હાંશ સમયસર આવી ગયાં.
સરલા અંદર ગઇ અને પીવાનું પાણી લઇ આવી અને ભાવેશકુમારને આપ્યુ બધાં ડ્રોઇગરૂમાં બેઠાં. ભાવેશકુમારે કહ્યું બહું સારાં સમાચાર આપ્યાં બસ રજા મળીને અમે આવી ગયાં. પીતાંબર હવે તો તારાં લગ્ન થવાનાં હમણાં સુધી નાનો નાનો હતો જાણે મોટો થઇ ગયો એમ કહીને હસી પડ્યાં.
પીતાંબરે કહ્યું શું જીજાજી મજાક કરો છો ? હું તો મોટો થઇ ગયો છું પાપાનું બધુ કામ સંભાળું છું. ભાવેશકુમાર કહ્યું હાં હાં મજાક કરુ છું ભાઇ તું હવે મોટો થઇ ગયો છે. કેવું ચાલે છે કામકાજ ?
પીતાંબરે કહ્યું સરસ ચાલે છે આ વખતે તો પાક પણ સારો છે દુધાળા ઢોર પણ સારુ દૂધ આપે છે આપણાં ખેતરની ફરતે કાંટાળી તારની વાડ પણ બનાવી દીધી.
ગુણવંતભાઇએ કહ્યું આ બધુ ચાલ્યા કરશે તમે આરામ કરો. ભાનુ બધાં માટે ચા નાસ્તો લાવ. પછી શાંતિથી વાત કરીએ.
સરલાએ કહ્યું તમે લોકો વાતો કરો હું બનાવીને લાવુ છું. એમ કહી અંદર ગઇ.
ભાનુબહેને કહ્યું તમે રોકાવાનાં છો એ પ્રમાણે અગીયારસે એમને ત્યાં સાકર પડો લઇને જવાનું છે અમે એ પ્રમાણેજ ગોઠવ્યું છે. બધાને મળી શકાય.
ભાવેશભાઇએ કહ્યું ભલે હું રજા લઇનેજ એટલે આવ્યો છું સરલાને ક્યારનું આવવું હતું પણ રજા મળી ગઇ એટલે ગોઠવાઇ ગયું.
આગળ આવતા અંકે - પ્રકરણ-11