Jungle raaz - 8 in Gujarati Horror Stories by Mehul Kumar books and stories PDF | જંગલ રાઝ - ભાગ - 8

Featured Books
  • The Devil (2025) - Comprehensive Explanation Analysis

     The Devil 11 दिसंबर 2025 को रिलीज़ हुई एक कन्नड़-भाषा की पॉ...

  • बेमिसाल यारी

    बेमिसाल यारी लेखक: विजय शर्मा एरीशब्द संख्या: लगभग १५००१गाँव...

  • दिल का रिश्ता - 2

    (Raj & Anushka)बारिश थम चुकी थी,लेकिन उनके दिलों की कशिश अभी...

  • Shadows Of Love - 15

    माँ ने दोनों को देखा और मुस्कुरा कर कहा—“करन बेटा, सच्ची मोह...

  • उड़ान (1)

    तीस साल की दिव्या, श्वेत साड़ी में लिपटी एक ऐसी लड़की, जिसके क...

Categories
Share

જંગલ રાઝ - ભાગ - 8

નમસ્તે મિત્રો કેમ છો બધા? પાછળ ના ભાગ મા જોયુ કે મનિષા જમવાનુ લઈ ખેતર જાય છે. ભીમાદાસ અને મનિષા જમે છે. જમી ને ભીમાદાસ એમના કામે લાગી જાય છે. મનિષા ઓરઙી મા આરામ કરતી હોય છે અને વિરલ વિશે વિચારતી હોય છે. હવે જોઈએ આગળ.....

સાંજ થવા આવી હોવાથી મનિષા ઘરે જવા નીકળે છે. ‍‌‌‌‌‌રસ્તા મા પણ વિરલ વિશે જ વિચારતી હોય છે. એવા મા જ એને વિરલ દેખાય છે. એ એનો ધંધો કરવા ગામ બાજુ જાય છે. મનિષા જલ્દી જલ્દી દોડી ને વિરલ પાસે પહોંચે છે.
મનિષા : ક્યાં જાવ છો?
વિરલ : ગામ બાજુ જ જાઉ છુ પેટીયુ રઽવા.
મનિષા : સરસ હુ પણ ઘર બાજુ જ જાઉ છુ તો આપણે સાથે જ જઈએ તમને વાંધો તો નથી ને?
વિરલ : ના ના મને શુ વાંધો હોય.

બંન્ને જણ હસતા મસ્તી કરતા જતા હોય છે. મનિષા અચાનક જ ચુપ થઇ જાય છે. આ જોઈ વિરલ થી રહેવાયુ નહિ.
વિરલ : શુ થયુ ? તમે કેમ ચુપ થઈ ગયા?
મનિષા : મારે તમને એક વાત કહેવી છે પણ કેવી રીતે કહુ?
વિરલ : એમા શુવિચારવાનુ હોય ? જે કહેવું હોય એ તમામ તમારે કહી દો ને?
મનિષા : હા પણ એક શરતે કહીશ.
વિરલ : કઈ શરત
મનિષા : જો તમે મને મારા નામ થી બોલાવો અને તમે નહીં પણ તુ કહીને વાત કરશો તો.
વિરલ : સારુ હવે હુ તુ કહી ને જ વાત કરીશ મનિષા.
મનિષા : સારુ હવે હુ તમને કહુ તો ખરી પણ મને શરમ આવે છે.
વિરલ : એના શુ શરમાવાનુ વાત જ કહેવી છે તો કહી દેવાની. જો તુ નહી કહે તો મને ચેન નય પડે ને આખી રાત એ વિચારવા મા ઊંઘ નય આવે કે તારે મને શુ વાત કરવાની હતી. હવે બોબ વિચારીશ નય કહી દે.
મનિષા : સારુ પણ પહેલાં તમે ઊંધા ફરી જાવ કેમ કે હુ તમારી સામે વાત નય કરી શકુ.
વિરલ : સારુ લે હુ ફરી ગયો બસ હવે બોલ.
મનિષા : મે તમને જ્યાર થી જોયા છે, ત્યાર થી મન મા કંઈ અલગ જ લાગણી નો જન્મ થયો છે. મને બસ તમારા જ વિચારો આવ્યા કરે છે. મને લાગે છે કે હુ તમને પસંદ કરવા લાગી છુ. શુ તમે પણ મને પસંદ કરો છો?
વિરલ : હા હુ પણ તને પસંદ કરુ છુ પણ આ વાત હુ તને ક્યારે પણ ના કહેતો.
મનિષા : એવુ કેમ ? હુ તમને પસંદ છુ તો પછી કહેવા મા શુ વાંધો હતો?
વિરલ : આપણા સંબંધ ને કોઈ સ્વિકાર ના કરતુ, કેમ કે હુ રહ્યો ગરીબ મારા કોઈ ઠેકાણા નહી આજે આ ગામ મા કાલે બીજા ગામ મા, હવે આવા મારા જેવા માણસ સાથે કોઈ કેવી રીતે પોતાની દિકરી આપી દેય.
મનિષા : મે તમને પસંદ કરુ છુ, હુ તમારી સાથે રહેવા માંગુ છુ, તમે મને જ્યાં પણ અને જેવી રીતે રાખશો એવી રીતે રહીશ.
વિરલ : તારી બધી વાત સાચી પણ તારા ઘર વાળા આપણો સંબંધ નય સ્વિકારે.
મનિષા : બધા સ્વિકારશે મારા બાપુ ને કહીશ કે હુ તમારી સાથે જ ખુશ રહી શકીશ તો એ મારુ કહ્યું માનશેજ.
વિરલ : સારુ તુ કહે એ સાચુ પણ તારા બાપુ ન જ માને તો? આપણો સંબંધ ના સ્વિકારે તો ?
મનિષા : તો હુ તમારી પાસે આવતી રહીશ અને આપણે અહીં થી દુર જતા રહીશુ.
વિરલ : હા એ પણ માની લીધુ પણ તારા ઘર વાળા તને બહાર જ નય નીકળવા દે તો શુ કરીશ ? મારી પાસે કેવી રીતે આવીશ.
મનિષા : એ લોકો પછી ગમે તે કરે પણ હુ તમારા સિવાય બીજે તો નય જ જવ અને જો એ લોકો મારી સાથે કોઈ પણ જાત ની જબરદસ્તી કરશે તો હુ મોત વ્હાલુ કરીશ પણ બીજે લગ્ન નય કરુ.
વિરલ : બસ મારે આ જ સાંભળવુ હતુ તુ મારી હિંમ્મત બની ને રહીશ તો મને જરા પણ ઽર નથી કે આપણે અલગ થઇ જઈશુ.
મનિષા : હા હુ તમારો સાથ ક્યારેય નય છોડુ ( બંન્ને એકબીજા ને ભેટી પડે છે. થોડી વાર પછી બંન્ને અલગ થાય છે.)
વિરલ : સારુ ચાલ હવે તુ ઘરે જા હુ મારો ધંધો કરવા હાઉ
બંન્ને પોતાના રસ્તે નીકળી પડે છે. મનિષા ઘર નુ બધુ કામ પતાવી ને બધા ઘર વાળા જમીને ઊંઘી જાય છે. સવાર પઙ્યે ભીમાદાસ ખેતરે નીકળી જાય છે. મનિષા જલ્દી બધુ ઘર નુ કામ પતાવી ને વિરલ ને મળવા નીકળી જાય છે . બપોર પડે જમવાનુ લઈ ખેતરે જાય છે. જમી કરી ને પાછી ઘરે આવવા ના બહાને વિરલ ને મળે છે. પછી સાંજ પડે ઘરે જતી રહે છે. આમ રોજ નુ ચાલે છે. એક દિવસ મનિષા બપોરે ભીમાદાસ ને જમાઙી ઘરે જવાનુ કહી વિરલ ને મળવા જતી રહે છે. એના ગયા ના થોડી વાર પછી એનો મોટો ભાઈ જગદાસ શહેર નુ કામ પતાવી ગામ મા પાછો ફરે છે. જગદાસ ને ખબર હોય છે કે બાપુ અને બહેન આ સમયે ખેતર મા હશે એટલે એ ગામ ના સ્ટેન્ડ પર નય ઉતરતો થોડો આગળ ઉતરે છે જ્યાં થી કાચા રસ્તે સીધા ખેતર જવાય. જગદાસ ખેતરે પહોંચે છે. ભીમાદાસ એને જોઈ ખુબ ખુશ થાય છે.
ભીમાદાસ : આવી ગયો દિકરા કેવુ રહ્યું શહેર નુ કામકાજ?
જગદાસ : શહેર નુ કામ તો બોવ સરસ રહ્યુ બાપુ અને બધા જ વેપારીઓ ને મળી ને આવ્યો છુ. આ વખતે તો આપણને પાક નો ભાવ સારો મળશે.
ભીમાદાસ : બોવ સારુ કહેવાય.
જગદાસ : બાપુ મનિષા ક્યા છે દેખાતી નથી?
ભીમાદાસ : એ તો ઘરે છે.
જગદાસ : ઘરે કેમ એ અહિંયા આવતી નથી?
ભીમાદાસ : ના ના આવે છે ને પણ જમી ને અહિયા પણ ઊંઘી જાય છે તો એ કહે છે કે હુ ઘરે જઈ ને ઊંઘી જઉ એટલે ઘરે છે.
જગદાસ : તો એ વાત છે તો ચાલો બાપુ આપણે પણ ઘરે જઈએ આપણા મજુરો બધુ કામ સંભાળી લેશે. બહેન મને જોઇને ખુશ થઈ જશે.
ભીમાદાસ એની વાત માની લેય છે બંન્ને ઘરે જવા નીકળે છે. રસ્તા મા કુવે પાણી પીવા ઊભા રહે છે. અચાનક જગદાસ ની નજર થોઙે દુર તંબુ પર પડે છે. તંબુ ની પાછળ તંબુ ના છાંયઙા મા મનિષા ને કોક ની બાહોપાશ મા બેઠેલી જોવે છે. એ તરત જ ભીમાદાસ ને બતાવે છે.
ક્રમશ: .........................