Abhimanyu Sarhad ni pele paar-chapter-2 in Gujarati Fiction Stories by Krutika books and stories PDF | અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-2

The Author
Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

Categories
Share

અભિમન્યુ સરહદની પેલે પાર....! પ્રકરણ-2

અભિમન્યુ

સરહદની પેલે પાર....!

પ્રકરણ-2

થેન્ક યુ સિદ્ધાર્થ. એરફોર્સ વિષે તેમજ મિગ વિમાનો વિષેની મહત્વપૂર્ણ જાણકારી આપવાં માટે.

***

“યાર.... હવે તું જ કે’….! હું શું કરું..!?” ફરિયાદ કરતો હોય અભિમન્યુએ પૃથ્વીને પૂછ્યું.

બંને BSc કૉલેજનાં ત્રીજા વર્ષમાં હતાં. બંને શહેરની અલગ-અલગ કૉલેજમાં ભણતાં હતાં. જોકે તેમની કૉલેજ એકબીજાંથી દસેક કિલોમીટર જેટલાં અંતરેજ હતી. આથી કોઈ-કોઈવાર લંચ બ્રેક પછીનાં લેકચર બંક કરીને બંને મળી લેતાં. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ પ્રોબ્લેમ થઈ હોય.

“સરકારી નોકરી ગોતી લે...! બીજું શું...!?” અભિમન્યુને ચિડાવતો હોય એમ પૃથ્વી બોલ્યો.

“અરે યાર એટલી ઈઝીલી મલી જતી હોત...! તો જોઈતું ‘તુંજ શું..!?” અભિમન્યુ સહેજ ચિડાઈને બોલ્યો “એમાંય એ તો કોઈપણ જોબ કે’છે...! પ્યૂન...! કે પછી ક્લાર્ક...કોઈ પણ...! સાયન્સ ભણીને કોઈ પ્યૂન કે ક્લાર્ક બને કઈં..!?”

“તો તારે શું બનવું છે...!?” પૃથ્વીએ મલકાતાં-મલકાતાં પૂછ્યું.

“મેં કશું વિચાર્યું નથી યાર...!” અભિમન્યુએ મોઢું બગાડીને માથું ધૂણાવ્યું.

“જો..મેં UPSCનું ફોર્મ ભર્યું ‘તું...! પણ એની પ્રિલિમ લેવાઈ ગઈ હવે...!” પૃથ્વી બોલ્યો “એ ક્લાસ વનની પોસ્ટ હોય છે...! હવે નેક્સ્ટ યર મેળ પડે...!”

“મારે આ વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં જોબ જોઈએ છે..!” અભિમન્યુ બોલ્યો “આવતાં વર્ષે ફોર્મ ભરીને UPSC આપું...! પ્રિલિમ પાસ કરું..! પછી મેઈન્સ...! ઇન્ટરવ્યૂ...! ક્યારે મેળ પડે..!? ત્યાં સુધી ઓલીના બાપા ઝપે તો ને...!”

“તો પછી તું એક કામ કર...! એરફોર્સનું ફોર્મ ભરીદે..!” પૃથ્વી બોલ્યો “હજી એની લાસ્ટ ડેટ નથી ગઈ...!”

“ભાઈ..! પણ એમાં દોઢ-બે કિલોમીટર દોડવાનું હોય છે...! અને બીજી પણ ફિઝિકલ કસરતોની ટેસ્ટ આપવાની હોય છે...! અને written એક્ઝામ તો ખરીજ...!” અભિમન્યુ નિરાશાવાદી સ્વરમાં બોલ્યો.

“હાં...તો હજી છેક જાન્યુઆરીમાં એક્ઝામ છે...!” પૃથ્વી બોલ્યો “આખાં દસ મહિના છે તૈયારી માટે...! મેં પણ હજી કશું તૈયારી ચાલું નઈ કરી...! એવું હોય તો આપડે બેય જોડે તૈયારીઓ કરશું.! રોજે સવારે ઉઠીને ચાર વાગ્યે દોડવાનું ચાલું કરી દઈએ કાલથી...! બોલ..!?”

“અરે બાપરે ચાર વાગે..!?” અભિમન્યુ આંખો મોટી કરીને બોલ્યો “ન...ના ભાઈ ના...! આપડું કામ નઈ એ બધું...! એટલી અઘરી એક્ઝામ..! ફિઝિકલમાં તો બવ મે’નત પડે...!”

“બધી એક્ઝામો અઘરીજ હોય યાર...!”

“યાર કોઈ સે’લ્લો રસ્તો નથી..! જેમાં તરતજ નોકરી મલી જાય...!?”

“છે ને...!” પૃથ્વી ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “ઇલેક્શન લડ...! સીધો MLA કે પ્રધાનમંત્રી...!”

“બે યાર તું કઈંક પ્રેક્ટિકલ બોલને..!” અભિમન્યુ ચિડાયો.

“તો શું કઉ..!?” પૃથ્વી પણ ચિડાઈને બોલ્યો “તારે એકેય નાવડીમાં બેસવું નથી..! બધું ઈઝીલી જોઈએ છે...! થોડી મે’નતતો લાગેજને યાર...!”

મોઢું બગાડીને અભિમન્યુ આમતેમ જોઈ રહ્યો.

“ક્યારે છે...! એરફોર્સની લાસ્ટ ડેટ...!?” છેવટે થોડીવાર પછી અભિમન્યુએ એવાંજ મોઢે પૂછ્યું.

▪▪▪▪▪

“ધીઝ આર અવર મેઈન થ્રી ટાર્ગેટસ...!” સીનીયર ઑફિસર એ કે સિંઘ વોર રૂમમાં મિશનમાં ભાગ લેનારાં પાઈલટોને મિશન વિષે જાણકારી આપી રહ્યાં હતાં.

લગભગ અઠવાડિયાં પહેલાં કશ્મીરનાં પુલવામાં ખાતે CRPFનાં જવાનોના કાફ્લાં ઉપર એક ભયંકર ટેરરિસ્ટ એટેક થયો હતો જેમાં લગભગ ચાલીસેકથી વધું જવાનો શહીદ થયાં હતાં. CRPFનાં જવાનો ઉપર થયેલાં આ અમાનવીય હુમલાને ભારતનાં લગભગ તમામ પક્ષોના પોલિટિશિયનોએ પોતાની આદત મુજબ “કઠોર શબ્દોમાં” વખોડી નાંખ્યો હતો.

જોકે જનતાંનો આક્રોશ ચરમસીમાએ હતો. તેમજ આતંકવાદીઓને સબક શીખવાડવાના મૂડમાં હોવાથી રાષ્ટ્રીય જનતાં પાર્ટીની નવી આવેલી રાષ્ટ્રવાદી સરકાર પણ એક્શનમાં આવી ગઈ હતી. એક પછી એક, હાઈ લેવલના સૈન્ય અધિકારીઓની સાથે પ્રધાનમંત્રી, ગૃહ મંત્રી, સુરક્ષા મંત્રી વગેરેની મિટિંગોનો દોર શરૂ થઈ જતાં વૈશ્વિક રાજકારણ ગરમાયું હતું. તેમજ પાકિસ્તાન સહિત અન્ય દેશોનાં પણ “ભારત હવે શું કરશે..?” એવું વિચારીને શ્વાસ અદ્ધર થઈ ગયાં હતાં.

મોટેભાગે પાકિસસ્તાન કે ચીન જેવાં ભારતનાં દુશમન દેશોને એવું લાગી રહ્યું હતું કે ભારત આર્મીનાં કમાન્ડો મોકલીને સરપ્રાઈઝ એટેક કરશે. કેમકે ભારતમાં જે ઉચ્ચ લેવલનાં અધિકારીઓની મિટિંગો યોજાઈ રહી હતી તેમાં છેલ્લાં કેટલાંક દિવસોથી માત્ર ઈન્ડિયન આર્મીનાંજ ઉચ્ચ અધિકારીઓજ ભાગ લઈ રહ્યાં હતાં. જે દિવસે પુલવામાં હુમલો થયો એજ દિવસે માત્ર ભારતીય સેનાની ત્રણેય પાંખ આર્મી, નેવી અને એરફોર્સનાં ઉચ્ચ અધિકારીઓ મિટિંગમાં હાજર રહ્યાં હતાં. ત્યાર પછીનાં દિવસોમાં પ્રધાનમંત્રી તેમજ અન્ય સાથેની મિટિંગમાં આર્મીનાંજ અધિકારીઓ આવતાં હતાં.

જોકે કોઈને નહોતી ખબર, અત્યારે થઇ રહેલી હાઈ લેવલના આર્મીના અધિકારીઓની મીટીંગ માત્ર દેખાડો હતી. હકીકતમાં પ્રથમ દિવસેજ થયેલી મીટીંગમાં હાજર રહેલાં સૈન્યની ત્રણેય પાંખના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા બાદ આતંકવાદીઓના કેમ્પસ ઉપર કેવીરીતે હુમલો કરવો એ નક્કી થઇ ગયું હતું. જે મુજબ ઈન્ડીયન એરફોર્સના અધિકારીને હવાઈ હુમલો કરવાની રૂપરેખાં તૈયાર કરવાની અને તે મુજબ હુમલો કરવાની સુચના આપી દેવાઈ હતી. આર્મીના અધિકારીઓ સાથેની મીટીંગો માત્ર દેખાડો હતો, પાકિસ્તાન જેવાં દેશોને મુર્ખ બનાવવાંનો.

સીનીયર ઑફિસર એ કે સિંઘે પ્રોજેકટરની સ્ક્રીન તરફ જોયું. જેમાં અત્યારે એક મેપ દેખાઈ રહ્યો હતો.

મેપમાં પાકિસ્તાનનાં દ્વારાં ભારતના પચાવી પાડેલાં કશ્મીરનો POK (પાક ઓક્યુપાઈડ કશ્મીર) હિસ્સો દેખાઈ રહ્યો હતો. લાલ કલરની શાહીથી ક્રોસ કરેલાં તેમાં કેટલાંક ટાર્ગેટસ પણ દેખાઈ રહ્યાં હતાં.

“બાલાકોટ...!” મેપમાં POKના એક પ્રાંત બાલાકોટનું નામ મનમાં વાંચીને અભિમન્યુ બબડ્યો.

બાલાકોટ એરિયામાં ત્રણ-ચાર જગ્યાએ રેડ કલરના ક્રોસ કરેલાં હતાં.

સીનીયર ઑફિસર એ કે સિંઘે પ્રોજેકટરની સ્ક્રીન સામે તેમજ પાઈલટો સામે જોઇને હવાઈ હુમલાનો પ્લાન સમજાવા લાગ્યાં.

“એવોક્સ ગોટ ધીસ ઇન્ટેલ ટુ અસ બોયઝ...!” એ કે સિંઘ બોલ્યાં “આ રેડ ક્રોસ જે દેખાય છે...! ધે આર ટેરરિસ્ટ ટ્રેનીંગ કેમ્પ્સ..! મોર ધેન 300 ટેરરિસ્ટ આર કરન્ટલી અન્ડર ટ્રેઈનીંગ હીયર...! ધીસ કેમ્પ્સ વિલ બી યોર ટાર્ગેટસ...!”

(નોંધ: એવોક્સ એક હાઈટેક જાસુસી પ્લેન છે. જે ભારતે થોડો સમય પહેલાં ઇઝરાયેલ પાસેથી ખરીદ્યું છે).

મેપ સામે એક નજર નાંખીને તેમણે પાછું પાઈલટો સામે જોયું.

“આઈ નીડ થ્રી સ્કવોડ્રન લીડર્સ...!” એ કે સિંઘ સહેજ ઊંચાં આદેશાત્મક સ્વરમાં બોલ્યાં અને પછી પાઈલટો સામે નજર ફેરવી “સ્કવોડ્રન લીડર વિરાટ...! સ્કવોડ્રન લીડર જતીન...!”

એ કે સિંઘ એક પછી એક નામો બોલવા લાગ્યાં.

“એન્ડ સ્કવોડ્રન લીડર અભિમન્યુ...! પ્રિપેર યોર Jets બોય્ઝ....! They brought us tears….! We will get them fire….!”

કઠોર સ્વરમાં બોલાયેલાં એ શબ્દોમાં એ કે સિંઘનાં ચેહરા ઉપર છલકતાં દ્રઢતાં અને ગુસ્સો બંને અભિમન્યુ સહિત બધાંએ નોટિસ કર્યા.

“They brought us tears….! We will get them fire….!”

શેર લોહી ચઢી જાય એવાં એ શબ્દોને અભિમન્યુએ મનમાં દોહરાવ્યાં

“એ લોકો આપણી આંખોમાં આંસુ લાવ્યાં…! આપડે તેમનાં ઉપર આગ વરસાવીશું...!”

---

“જો તું આ લડાઈમાં ગ્યો...! તો આપડી સગાઈ તૂટશે...!” થોડીવાર પછી મિશન માટે તૈયાર થવાં અભિમન્યુ અન્ય પાઈલટો સાથે લૉકર રૂમમાં હતો.

લૉકર રૂમ કોઈ બેન્કમાં હોય એવોજ હતો. વચ્ચે બેસવાંની લાકડાંની લાંબી બેઠક અને આજુબાજુની દીવાલોને અડીને બનાવવામાં આવેલાં લોખંડનાં નાનાં ચોરસ લૉકરો. મિશન વખતે કોઈપણ પ્રકારનો પર્સનલ સામાન સાથે રાખવાની મનાઈ હોવાથી અભિમન્યુ સહિત મિશનમાં ભાગ લેનારાં બધાંજ પાઈલટો તેમને આપવામાં આવેલાં લૉકરમાં સામાન મૂકી રહ્યાં હતાં.

“તું ચિંતા ના કર...! કઈં નઈ થાય...!” બાજુમાં ઉભેલાં એક પાઈલટને અભિમન્યુએ મોબાઈલ ઉપર કોઇની સાથે વાત કરતાં સાંભળ્યો.

મિશન પરથી પાછાં જીવતાં આવવાનું નક્કી નાં હોવાથી બધાંજ પાઈલટોને પોત-પોતાનાં પરિવારજનો સાથે છેલ્લી વાતચિત કરી લેવાંની છૂટ અપાઈ હતી. જોકે મિશન અંગે પોતાનાં પરિવારજનોને કશું પણ કહેવાની પરમિશન પાઈલટોને નહોતી.

પોતાનાં મોબાઈલમાં ઉત્તરાનો ફોટો થોડીવાર સુધી જોઈ રહીને અભિમન્યુએ પોતાનાં મોબાઈલમાંથી ઉત્તરાનો નંબર કાઢ્યો અને ડાયલ કર્યો.

આખી રિંગ વાગી જવાં છતાંય ઉત્તરાએ કૉલ રિસીવ નાં કર્યો. વધુ એક વખત અભિમન્યુએ ઉત્તરાનો નંબર ડાયલ કર્યો. ફરીવાર આખી રિંગ વાગી જવાં છતાંય તેણીએ કૉલ રિસીવ નાં કર્યો.

ચિડાયેલાં અભિમન્યુએ તેનો ફોન સ્વિચ ઑફ કર્યો અને લૉકરમાં મૂક્યો. પોતાની ઓળખ દર્શાવતી અન્ય તમામ વસ્તુઓ લૉકરમાં મૂકી અભિમન્યુએ લૉકર વાખ્યું.

પાઈલટોએ પહેરવાનો બેઝિક ફ્લાઈટ સૂટ પહેરી લીધાં પછી અભિમન્યુએ તેની ઉપર G-Suit કહેવાતો ખાસ પ્રકારના મટિરિયલમાંથી બનેલો સૂટ પહેરવાં માંડ્યો.

ભયંકર તેજ ગતિએ ઊડતાં ફાઈટર પ્લેનને ખૂબ ઊંચાઈએ ઉડવાનું હોવાથી તેનાં પાઈલટોને એટલી ઊંચાઈએ અનેક પ્રકારની શારીરિક તકલીફો થઈ શકે છે. જમકે, ઊંચાઈએ હવાં પાતળી હોવાને લીધે મગજ સુધી ઓક્સિજન ઓછો પહોંચે છે તેમજ ઘણીવાર ગુરુત્વાકર્ષણનાં પ્રભાવને લીધે શરીરનાં નીચેનાં ભાગોમાં જેમકે પગ, ઢીંચણ વગેરે જગ્યાએ લોહીનાં ગઠ્ઠા બાઝી જાય છે. મગજમાં લોહીની કમી વરતાતાં ઘણીવાર પાઈલટને ચક્કર આવવાં કે પછી બેભાન પણ થઈ જવાય છે. તબીબી ભાષાંમાં મગજમાં લોહી ઓછું પહોંચવાંને લીધે જે સ્થિતિ ઊભી થાય તેને “Hypoxia” (oxygen deprivation of the brain) કહેવાય છે. G-Suit આ બધી સમસ્યાઓથી ખાસ કરીને “Hypoxia”થી ફાઈટર પાઈલટોને બચાવે છે.

ઓલિવ ગ્રીન કલરનો G-Suit પહેરીને અભિમન્યુએ લૉકરમાંથી પોતાનું વૉલેટ કાઢ્યું. વૉલેટમાંથી ઉત્તરાનો ફોટો કાઢીને અભિમન્યુએ G-Suitનાં ઉપલાં પોકેટમાં મૂક્યો અને વૉલેટ પાછું લૉકરમાં મૂકી લૉકર બંધ કર્યું.

અન્ય જરૂરી તૈયારીઓ કરીને છેવટે અભિમન્યુ પોતાની સ્ક્વોડ્રનનાં અન્ય પાઈલટો સાથે મિશન માટે તૈયાર કરીને મૂકાયેલાં પોતાનાં ફાઈટર પ્લેનમાં બેસવાં હેંગર તરફ ચાલી નીકળ્યો.

---

“અભિ...પૃથ્વી...!” હેંગર તરફ જવાં એરબેઝના કોરિડોરમાં ચાલી રહેલાં અભિમન્યુ અને પૃથ્વીને એરફોર્સના એક લોઅર રેન્કના ઓફિસરે ટોક્યો “In A K Singh’s chamber….! Now..!”

એટલું કહીને તે ઓફિસર સિનિયર ઓફિસર એ કે સિંઘની ચેમ્બર તરફ જવાં લાગ્યો.

મિશન માટે નીકળી રહેલાં પાઈલટોને આ રીતે કદી ટોકવામાં ન આવતાં હોવાથી નવાઈ પામેલાં અભિમન્યુ અને પૃથ્વીએ એકબીજાંનાં મોઢાં તાક્યાં.

છેવટે તે બંને પણ એ કે સિંઘની ચેમ્બર તરફ જવાં લાગ્યાં.

---

“સર...!”

બંનેએ એ કે સિંઘની ચેમ્બરમાં પ્રવેશીને કપાળ પાસે પોતાની હથેળી સહેજ ત્રાંસી (45 ડિગ્રીના ખૂણે) રાખી એરફોર્સમાં “Open Palm” કહેવાતું સેલ્યુટ કર્યું.

એ કે સિંઘે તણાવગ્રસ્ત ચેહરે બંને સામે જોયું અને માથું હલાવી રિલેક્સ થવાં કહ્યું. કશુંપણ બોલ્યાં વગર તેઓ પોતાની ચેયરમાંથી ઊભાં થયાં અને કાંચની મોટી વિન્ડો પાસે જઈને બહાર દેખાતાં ફાઈટર પ્લેન પાર્ક કરવાનાં વિશાળ કમાનઆકાર હેંગરો તરફ જોવાં લાગ્યાં.

“યુ નો ધિસ મિશન...!” હેંગરો તરફ જોઈ રહીને એ કે સિંઘ એવાંજ ટેન્શનભર્યા સ્વરમાં બોલ્યાં “હાઉ ડેન્જરસ ઈટ ઈઝ...!”

“ઈટ શુડ બી...!” અભિમન્યુ શાંતિથી બોલ્યો.

એ કે સિંઘે પાછાં ફરીને અભિમન્યુ સામે જોયું અને મલકાયાં.

“ડોન્ટ વરી સર...!” પૃથ્વી સાંત્વનાં આપતો હોય એમ બોલ્યો “વી વિલ કમ્પ્લીટ ધિસ મિશન...!”

“મને મિશનની ચિંતા નથી બોય્ઝ...!” પાછાં પોતાની ચેયર તરફ શાંતિથી વૉક કરીને આવતાં-આવતાં એ કે સિંઘ બોલ્યાં.

“તો પછી જે પ્લેન અમે ફલાય કરવાનાં છો એની કરો સર...!” પૃથ્વી ટોંન્ટ મારતો હોય એમ બોલ્યો “કેમકે મિગ-21 બાઈસન ખટારાં ફાઈટર પ્લેન છે...! ફ્લાઈંગ કોફીન કે’વાય છે...!”

એ કે સિંઘ હળવું હસ્યાં, અભિમન્યુ પણ હળવું હસ્યો.

“Honestly…! મને પ્લેનની પણ ચિંતા નથી બોય્ઝ...!” એ કે સિંઘ થોડું વધી હસીને બોલ્યાં.

“આઈ નો સર...!” અભિમન્યુ તેમનો ઈશારો પામી ગયો હોય એમ ખંધું સ્મિત કરીને બોલ્યો “ધેર ઈઝ સમથિંગ મોર....! એન્ડ ઈટ્સ નોટ અબાઉટ ધિસ મિશન...!”

***

“હફ્ફ...હફ્ફ.....!” વહેલી સવારે દોડવાં નીકળેલો અભિમન્યુ હાંફી રહ્યો હતો.

“ઓયે...! બસ...! આટલુંજ...!? થાકી ગ્યો...!” ઘૂંટણ પકડી કમરમાંથી વળીને હાંફી રહેલાં અભિમન્યુને પૃથ્વીએ જોડે આવીને પૂછ્યું.

બંને સાથે એરફોર્સનું ફોર્મ ભર્યું હતું અને Written એક્ઝામ ક્લિયર કરી લીધી હતી. ત્યાર પછી એરફોર્સની ફિઝિકલ એક્ઝામની તૈયારીના ભાગરૂપે બંનેએ વહેલી સવારે સાડાં ચાર વાગે દોડવાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

“હજી તો તું માંડ દોઢસો મીટર દોડ્યો હોઈશ….!” ટોંન્ટ મારતો હોય એમ પૃથ્વી બોલ્યો “ટાર્ગેટ ખબર છેને…!? 2 કિલોમીટરની દોડ ....એ પણ ખાલી 6 મિનિટ 30 સેકન્ડમાં....!?”

અતિશય અઘરી કહેવાતી એરફોર્સની ફિઝિકલ એક્ઝામમાં લગભગ દોઢેક કિલોમીટરની દોડ છએક મિનિટમાં પૂરી કરવાની હતી. આ સિવાય અન્ય શારીરિક કસરતો જેવીકે પુશ અપ્સ, પુલ અપ્સ વગેરે પણ કરી બતાવાંની હતી. અત્યારસુધી એકેય વાર એક પુશ અપ પણ જેણે નહોતો માર્યો એવાં અભિમન્યુ માટે આટલી લાંબી દોડ અને થકવી નાંખે એવી કસરતો કરવી ફક્ત અઘરીજ નઈ પણ સહનશક્તિ બહારની વાત હતી.

અભિમન્યુ એક સીધોસાદો એવરેજ યુવાન હતો. આવી બધી કસરતો વગેરે તેનાં માટે ગજા બહારની વસ્તુ હતી. તે સ્કૂલમાં હતો ત્યારે પણ PTનાં પિરિયડો લગભગ દર વખતે સ્કીપ કરતો, જેનાં માટે અનેકવાર તે પેરેન્ટ્સ અને ટીચરનો ઠપકો દરવખતે સાંભળતો.

પૃથ્વી સાથે દોડવાં જવાની પ્રેક્ટિસ અભિમન્યુએ છેલ્લાં કેટલાંક દિવસોથી શરૂ કરી હતી. જોકે આ માટે સૌ પ્રથમ અભિમન્યુએ સવારે વહેલાં ઉઠવાની આળસનો “ભોગ” આપવો પડ્યો હતો. શરૂઆતનાં બે-ત્રણ દિવસ કસરતની બાબતમાં દરેક આળસું ગુજરાતીની જેમજ અભિમન્યુ શિયાળાની ઠંડીની મીઠી ઊંઘમાંથી ઉઠીને એલાર્મ બંધ કરીને પાછો સૂઈ જતો હતો. જોકે ત્રીજા દિવસે છેવટે પૃથ્વી તેને જોરજબરદસ્તી ખેંચી લાવ્યો.

પૃથ્વીએ બે કિલોમીટરનો ટાર્ગેટ સેટ કર્યો હતો, જેથી એક્ઝામ વખતે વાંધો નાં આવે. જોકે આજે લગભગ પાંચેક દિવસની પ્રેક્ટિસ પછી અભિમન્યુ માંડ સોએક મીટર એકધાર્યું દોડી શક્યો હતો. હજી ઘણી લાંબી “દોડ” તેણે લગાવવાની હતી.

“યાર....!”

“હુંફ..હુંફ...!”

“કોઈ...બીજી એક્ઝામનું સેટ કરને...!” હાંફતા હાંફતા અભિમન્યુ બોલ્યો “આખું બે કિલોમીટર...”

“હુંફ..હુંફ.. હુંફ..હુંફ”

“એકધાર્યું....!”

“હુંફ..હુંફ..”

“નઈ મેળ પડે....!” અભિમન્યુ માંડ બોલ્યો.

પોતાનું ગળું સુકાતું હોવાનું અભિમન્યુએ અનુભવ્યું.

“તો પછી તું રેહવાદે...!” પૃથ્વી બોલ્યો “ઉત્તરાને હું જ પરણી જઈશ...!”

“તારી તો..!” પૃથ્વીને મારવાં અભિમન્યુ પાછળ દોડ્યો.

“અને સુહાગરાત પણ હુંજ મનાઈશ હાં..હાં…..!” ચીડવતો હોય એમ પૃથ્વી અભિમન્યુથી ફાસ્ટ દોડતાં-દોડતાં બોલ્યો.

***

“All set…!”

મિગ-21 બાઈસન** ફાઈટર પ્લેનમાં પાઈલટની સીટ ઉપર આગળ બેઠેલાં અભિમન્યુએ પોતાની પાછળ નેવિગેટરની સીટમાં બેઠેલાં પૃથ્વીને પૂછ્યું.

“શું set બ્રો…!?” પૃથ્વીએ સહેજ ચિડાઈને ટોંન્ટ માર્યો “આ મિગ-21 બાઈસન છે...! ચાલીસ વર્ષ જૂનું પ્લેન...! આટલી જૂનીતો લોકો કાર પણ નઈ ચાલાવતાં....!”

અભિમન્યુથી હસાઈ ગયું અને તે માથું ધૂણાવીને આગળ પોતાનું હસવું કંટ્રોલ કરી રહ્યો. પૃથ્વીની વાત સાચી હતી.

***વાયુસેનાંએ મિગ-21 બાઈસન પ્લેન લગભગ ચાલીસેક વર્ષ પહેલાં ખરીદ્યા હતાં. અનેકવાર આધુનિક ફાઈટર પ્લેન ખરીદવાની વાયુસેનાંની માંગણીને કાયમ તત્કાલીન સરકારોએ લટકાએ રાખી હતી. પેઢીઓ પુરાના આવાં પ્લેન અનેક ટેકનિકલ ખામીઓથી ભરેલાં હતાં. જેને લીધે અનેકવાર તેઓ ફ્લાઈટ દરમિયાન તૂટી પડતાં અને અનેકવાર વાયુસેનાંના હોનહાર પાઈલટો માર્યા જતાં. આજ કારણ હતું કે મિગ વિમાનો “ફ્લાઈંગ કોફિન” (ઊડતી શબપેટી) કહેવાતાં હતાં.

“તો શું યાર...! મને તો ડર છે...! કે આપડે મિશન શરૂ થાય એ પહેલાં ટેક ઑફ વખતેજ મરી જાશું...!” પૃથ્વી રોષ ઠાલવતો હોય એમ બોલ્યો.

“વી આર ઈન્ડિયન એરફોર્સ બ્રો...!” પાછું માથું કરીને હસતાં-હસતાં અભિમન્યુએ પૃથ્વીને કહ્યું અને પોતાનું ઑક્સીજન માસ્ક પોતાનાં મોઢાં ઉપર ચઢાવ્યું.

“આપણે દુશ્મનો સાથે પણ લડીએ છે...!” અભિમન્યુ બોલ્યો અને પ્લેનને રનવે ઉપર દોડાવવાં માટે કોકપિટમાં તેની ડાબી બાજુએ રહેલું થ્રોટલ કહેવાતું હેન્ડલ ધીરે-ધીરે ઉપર કરવાં લાગ્યો “અને મુશ્કેલીઓ સાથે પણ...!”

એટલું કહીને અભિમન્યુએ થ્રોટલ આખું ઉપર કરી દીધું.

ફાઈટર પ્લેને ટેક ઑફ માટે યોગ્ય સ્પીડ પકડી લીધી હોવાથી પ્લેન તરતજ રનવે ઉપરથી ઊંચકાયું અને હવામાં અદ્ધર થયું.

રોકેટ જેવી સ્પીડ ધરાવતું મિગ-21 હવામાં સડસડાટ આગળ વધ્યું અને જોત-જોતાંમાં એરફોર્સના એરબેઝ ઉપર કંટ્રોલ ટાવરમાં હાજર એરટ્રાફિક કંટ્રોલ કરનાર અધિકારીઓની નજરથી ઓઝલ થઈ ગયું. હવે એક પછી એક મિશનમાં ભાગ લેનારાં બધાંજ વિમાનો ટેક ઑફ કરવાં માંડ્યાં.

બધાંજ હવે રેડિયો ચેનલ દ્વારાં કૉન્ટૅક્ટમાં રહેવાનાં હતાં.

“બીપ...બીપ....બીપ...!” અભિમન્યુનું પ્લેન હજીતો કેટલાંક કિલોમીટર આગળ ગયું હતું ત્યાંજ તેનાં પ્લેનના કોમ્પ્યુટરની નાની સ્ક્રીનમાં ચેતવણી આપતી સિગ્નલ દેખાવાં લાગી અને સાથે-સાથે હળવો અવાજ સાથે “બીપ” સંભળાવા લાગ્યું.

“what’s this sound..!” એરબેઝમાં મિશન કંટ્રોલરૂમમાં હાજર એ કે સિંઘ રેડિયો ચેનલમાં એ અવાજ સાંભળીને ચોંકી ગયાં અને અભિમન્યુ સાથે વાત કરવાં માટે માઇક હાથમાં લઈને બોલવાં લાગ્યાં.

“F**k…!” ડાયલ ઉપરની વૉર્નિંગ જોઈને અભિમન્યુનાં મોઢાંમાંથી ગાળ નીકળી ગઈ.

પૃથ્વીએ કહ્યાં મુજબ “ઘરડા” થઈ ગયેલું એ મિગ વિમાન તૂટી પડશે એવી આશંકાએ પાછળની સીટમાં બેઠેલાં પૃથ્વી સહિત એરબેઝમાં મિશન કંટ્રોલ રૂમમાં બેઠેલાં સૌ કોઈનો જીવ અદ્ધર થઈ ગયો.

***

** - નોંધ: મિગ-21 બાઈસન સામાન્ય રીતે સિંગલ સીટર ફાઈટર પ્લેન છે. પરંતુ વાર્તા લખવાં અહિયાં તેને ડબલ સીટર બતાવાં જેટલી છૂટછાટ લેવાંમાં આવી છે.

*** - મિગ-21 બાઈસનની આ વાત સો ટકા સાચી છે. એટ્લેજ વાયુસેનાના સર્વોચ્ચ અધિકારી એર માર્શલ શ્રી ધનોઆ સરે મિગ-21 વિમાનો વિષે “આટલી જૂનીતો લોકો કાર પણ નઈ ચાલાવતાં....જેટલાં જુનાં પ્લેન અમે ચલાવીએ છીએ” એવો ટોંન્ટ માર્યો હતો.

****

Instagram@Krutika.ksh123