Mahabharata ... a study. in Gujarati Moral Stories by वात्सल्य books and stories PDF | મહાભારત... એક અભ્યાસ.

Featured Books
Categories
Share

મહાભારત... એક અભ્યાસ.

ભગવાન મનુ ના વંશ માં નહુષ નામે મહાન પરાક્રમિ રાજા થઇ ગયો. Lતેને 6 પુત્રો હતા.અને બીજાં નંબર ના પુત્ર યયાતીને ગાદી વારસ બનાવ્યો.મહાભારતનું મૂળ કહીએ તો આ રીતે છે, જે જાણવું પ્રત્યેક વ્યક્તિને જરૂરી છે.વિશ્વામિત્ર અને નૃત્યાંગના મેનકા થકી શકુંતલા થઇ. શકુંતલાના પાલક પિતા કણવ ઋષિ હતા.શકુંતલાઅને દુષ્યંત ને પરણી અને તેનાથી સર્વદમન થયા. સર્વદમનનું બીજું નામ "ભરત"હતું. આ ભરત થકી આપણા દેશનું નામ ભરત (ભારત )પડ્યું માનવામાં આવે છે. મહાભારતમાં એક પાત્ર કુરુરાજાનું આવે છે. કુરુરાજા એ અજમીઢ નો પૂત્ર હતો. કુરુરાજાએ જે જગ્યા સાફ કરી ચોખ્ખું મેદાન તૈયાર કરેલું તે મેદાન આજે કુરુક્ષેત્ર નામે મહાભારત નું યુદ્ધ આ ઠેકાણે થયું હતું. જો કે હાલ હરિયાણા રાજ્યનું કુરુક્ષેત્ર મહત્વનું મોટું શહેર છે.અજમીઢ એ હસ્તી રાજાના પૂત્ર નો પૂત્ર (પૌત્ર )હતો. તે પેઢીમાં એક પ્રતીપ રાજા થઇ ગયો. પ્રતીપ રાજા એ કુરુરાજાની પાંચમી પેઢીએ થયો.રાજા હસ્તિ એ ભરત (સર્વદમન)નો પિતા દુષ્યન્ત પુરુરાજાની 18 મી પેઢીએ થયો.પુરુરાજા એ શર્મિષ્ઠા અને યયાતી નો પૂત્ર હતો.શર્મિષ્ઠા એ અસૂર રાજા વૃષપર્વાની પુત્રી હતી.જે યયાતી ને પરણી હતી. દેવયાની એ શુકરાચાર્યની પુત્રી થાય. યયાંતીએ 1000 વરસ ભોગ ભોગવીને સૌથી નાના પૂત્ર પૂરું ને યાઁવન અને રાજગાદી આપી. પૂરું રાજાનો પુત્ર જન્મેજય (પહેલો )થયો અને તેની બરાબર 18મી પેઢીએ દુષ્યન્ત નો પુત્ર ભરત અને તેનો પુત્ર ભૂમન્યુ અને તેનો પુત્ર સુહોત્ર અને તેનો પુત્ર હસ્તી જેણે હસ્તિનાપુર વસાવ્યું.જે આજનું હસ્તિનાપુર પાંડવકાલીન રાજધાની હતું.હસ્તી નો પુત્ર વીંકુંઠ ન અને તેનો પુત્ર અજમીઢ (બીજો )અને તેનો સંવરણ અને તેનો કુરુ થયો. કુરુ નો વિદુરથ અને તેનો અનશ્વા તેનો પરીક્ષિત (પહેલો )અને તેનો ભીમસેન તેનો પુત્ર પ્રતિશ્રવા અને તેનો રાજા પ્રતીપ થયો.અને તેનો પુત્ર શાંતનું થયો. શાંતનું ગંગા ને પરણ્યા એટલે તેનો. પુત્ર દેવવ્રત થયો આપણે જેને "ભીષ્મપિતામહ" થી જાણીયે છીએ. શાંતનું રાજાના બીજાં લગ્ન સત્યવતી માછી કન્યા સાથે થયાં હતાં. તેના થકી બે પુત્ર થયા ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. સત્યવતીના બે પુત્ર અપુત્ર હતા. પ્રથમ પુત્ર યુદ્ધમાં મરાયો અને બીજો પુત્ર મદગીમાં મૃત્યુ પામ્યો.વિચિત્રવીર્ય ના 3 પુત્ર થયા.બે ધ્રુતરાષ્ટ્ર્ર, પાંડુ અને દાસી થકી જે પુત્ર થયો તે વિદૂર.બીજી બાજુ ભીષ્મ આજીવન કુંવારા રહેવાની પ્રતિજ્ઞા ને કારણે તે પરણ્યા નહીં. ભીષ્મ એક વખત કાશીરાજા સામે યુદ્ધ લડ્યા તે યુદ્ધમાં તેમની તરણ પુત્રીઓ જીતી લાવ્યા. જેનું નામ અંબા, અંબિકા,અંબાલિકા હતું. જેણે તેમના ભત્રીજાઓને અંબિકા અને અંબાલિકા એમ બેઉ કન્યા વિચિત્રવીર્ય સાથે ભીષ્મએ પાણી ગ્રહણ કરાવ્યું. અંબા ને અગ્રહ્ય કરી કાશીરાજાને પાછી સોંપી. આ બેઉ ના કુખે લાંબા સમય સુધી પુત્ર ના થતાં ભીષ્મ એ વેદવ્યાસ ના વીર્ય ને નિયોગ પદ્ધતિથી દ્રુતરાષ્ટ્ર્ર અને પાંડુનો જનમ થયો. અને તેની દાસી થી દાસી પુત્ર વિદૂર નો જન્મ થયો.ચિત્રાંગદ ગાંધર્વો ની લડાઈ માં મોત થયું.તેમને પુત્ર ન્હોતો.મહાભારતના યુદ્ધ માં 18 અકશુહિણી સૈન્ય હતું.21870 રથી,21870 હાથી સવાર,65610 ઘોડેસવાર,109350 ભૂમિદલ મળી કુલ 218700 એક અક્ષહિણી પ્રમાણે 18 વડે ગુણાકાર કરીએ અને 3936600 ઉભઇપક્ષ ગણતાં કુલ માનવ યોદ્ધાઓ 7872200 જેટલાં વીર યોદ્ધાઓ લડતા હતા. આ યુદ્ધ 18 દિવસ ચાલ્યું હતું. કૌરવો પક્ષે નારાયણી સેના પણ હતી. (મહાદેવ ધોરીયાણી લિખિત મહાભારતમાંથી આ માહિતી એકત્ર કરી છે.)આ મહાભારત કાવ્ય ના રચયિતા વેદ વ્યાસ છે. તે દ્વીપ(દરિયાયી બેટ માં વસતા હતા )માં રહેતાં એટલે દ્વૈપાયન કહેવાયા.તેમનો વર્ણ શ્યામ હતો. તેથી તે કૃષ્ણ દ્વૈપાયન કહેવાયા. વેદનો પ્રચાર(વ્યાસ )કર્યો તેથી તે વેદવ્યાસ કહેવાયા. વાંસ ના જંગલ વાળા બેટ માં વસતા હતા તેથી 'વ્યાસ ' કહેવાયા.શ્રીમદ ભગવદગીતા ના અધ્યાય 18 છે. મહાભારત નું યુદ્ધ 18 દિવસ ચાલ્યું. અર્જુન નાં મુખ્ય નામ 18 છે મુખ્ય યોદ્ધાઓ 18 હતા.18 સૈન્ય ટીમ નાં લીડર 18 હતા. મુખ્ય ઋષિ 18હતા. મુખ્ય રાજાઓ 18 હતા આ બધું અર્ક એટલે 18 નું ખાસ મહત્વ રહ્યું. ભગવદગીતાનાં 18 અધ્ધ્યાય માં આપણને 700 શ્લોક મળ્યા અને દુનિયાના તમામ પ્રશ્નોના જવાબ આ "ભગવદગીતા' માં છે.(ખુબ મહેનત કરી આ માહિતી એકત્ર કરી છે મિત્રો આપણા દરેક બાળકોને આ માહિ નથી તો તેમને પણ સંભળાવો, વાંચો.) આભાર
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )