One unique biodata - 14 in Gujarati Motivational Stories by Priyanka Patel books and stories PDF | એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૪

Featured Books
  • રેડ સુરત - 6

    વનિતા વિશ્રામ   “રાજકોટનો મેળો” એવા ટાઇટલ સાથે મોટું હોર્ડીં...

  • નારદ પુરાણ - ભાગ 61

    સનત્કુમાર બોલ્યા, “પ્રણવ (ૐ), હૃદય (નમ: ) વિષ્ણુ શબ્દ તથા સુ...

  • લગ્ન ને હું!

    'મમ્મી હું કોઈની સાથે પણ લગ્ન કરવાના મૂડમાં નથી, મેં નક્...

  • સોલમેટસ - 10

    આરવને પોલીસ સ્ટેશન જવા માટે ફોન આવે છે. બધા વિચારો ખંખેરી અન...

  • It's a Boy

    સખત રડવાનાં અવાજ સાથે આંખ ખુલી.અરે! આ તો મારો જ રડવા નો અવાજ...

Categories
Share

એક અનોખો બાયોડેટા - (સિઝન-૧) ભાગ-૧૪

સલોનીએ દેવને ફોન કર્યો.પણ દેવ પોતાનો ફોન ચાર્જ કરવા મૂકીને બહાર હોલમાં ટીવી જોતો હતો એટલે એને સલોનીના ફોનની ખબર રહેતી ન હતી.ટીવી જોતા જોતા દેવ સોફા પર જ સુઈ ગયો હતો.સવારે ઉઠીને કોલેજ જવા તૈયાર થઈ ફોનમાં ખીસામાં મૂકી જલ્દી જલ્દીમાં કોલેજ માટે નીકળી ગયો.દેવ ગાડીનું પાર્કિંગ કરતો હતી ત્યાં એને નિત્યા મળી.

"હાઇ, ગુડ મોર્નિંગ"નિત્યા બોલી.

"ગુડ મોર્નિંગ"દેવ પણ સામે બોલ્યો.

"સલોનીનો મેસેજ આવ્યો તો તારા ફોનમાં?"નિત્યાએ પૂછ્યું.

"મજાક ઉડાવે છે મારી?"દેવને લાગ્યું નિત્યા મજાકમાં એવું બોલી એટલે એને પૂછ્યું.

"અરે ના,સાચું કહું છું એનો મારામાં સોરીનો મેસેજ આવ્યો છે એટલે મને લાગ્યું તને તો આવ્યો જ હશે. આફ્ટરોલ તમે સારા મિત્રો છો"

"મને ખબર નથી.કાલે ઘરે ગયા પછી હું ફોન ચાર્જમાં મૂકી હોલમાં ટીવી જોતો હતો અને પછી ત્યાં જ સોફા પર સુઈ ગયો અને આજ તો જોયો જ નથી"દેવ એક્સ્પ્લેન કરતા કહ્યું.

"હવે જો તો આવ્યો જ હશે તારામાં પણ"નિત્યાએ ચેક કરવાનું કહ્યું.

"હા,જોવું"

દેવ ફોન ઓપન કરીને જોયું તો સલોનીના ત્રણ મિસકોલ હતા અને સોરીનો મેસેજ પણ આવેલો હતો.પણ દેવે નક્કી કર્યું હતું કે સામે કોઈ જવાબ નહીં આપે.

"દેવ મને લાગે છે કે તારે ફોન કરવો જોઈએ,બાકી તારી મરજી"નિત્યા એ કહ્યું.

"વિચારીશ હાલ ટાઈમ નથી.ફ્રી પડીશ ત્યારે કરીશ ઈચ્છા હશે તો"દેવે જવાબ આપ્યો.
*
નકુલ એના મમ્મી જ્યોતિબેન સાથે સલોનીના ઘરે ગયો.દરવાજા પાસે પહોંચીને ડોરબેલ વગાડી પણ કોઈ દરવાજો ખોલ્યો નહીં.નકુલે અને જ્યોતિબેને એકબીજાની સામે જોયું અને નકુલ ફરી એક વાર ડોરબેલ વગાડવા જતો જ હતો એટલામાં સલોનીના ઘરના સેવકે દરવાજો ખોલ્યો અને અંદર આવવા માટે કહ્યું.

"સલોની ક્યાં છે?"નકુલે પૂછ્યું.

"ઓહ તો તમે નકુલ સાહેબ છો ને?"સેવક બોલ્યો.

"હા.પણ તમને કઈ રીતે ખબર.હું તમને નથી ઓળખતો"નકુલ બોલ્યો.

"નકુલ સાહેબ તમે મને નથી ઓળખતા પણ હું તમને બહુ જ સારી રીતે ઓળખું છું.સલોની બેબીએ મને કહ્યું હતું કે તમે આવવાના છો. એ તમારા વિશે બહુ જ વાતો કરે છે"

જ્યોતિબેનને નવાઈ લાગી આટલા મોટા બિઝનેસમેનની દીકરી ઘરના નોકરને એના બોયફ્રેન્ડ વિશે કહ્યું.

"મિસ્ટર એન્ડ મિસિસ મહેતા ઘરે નથી?"જ્યોતિબેને પૂછ્યું.

"હા,એ ઘરે છે પણ...."સેવક અચકાતા બોલ્યો.

"પણ શું?"જ્યોતિબેને પૂછ્યું.

"તમે બેસો હું મોટા સાહેબ અને મેડમને બોલાવીને આવું"આટલું કહીને સેવક મિસ્ટર એન્ડ મિસિસ મહેતાને અને સલોનીને બોલાવવા ગયો.

સલોની અને એના મમ્મી-પપ્પા ત્રણેય નીચે આવ્યા અને સેવક સલોનીના કહ્યા મુજબ ચા-નાસ્તાની તૈયારી કરવા ગયો.

સલોની સિફોનની આછા પીળા રંગની સાડીમાં બહુ જ સુંદર લાગતી હતી.સલોની આવીને જ્યોતિબેનના પગે પડી અને પછી સામેના સોફા પર મિસ્ટર એન્ડ મિસિસ મહેતા બેસ્યા હતા એમની બાજુમાં જઈને બેસી.

મિસિસ મહેતા અને જ્યોતિબેને એકબીજાને નમસ્કાર કહ્યા.પણ મિસ્ટર મહેતા હજી પણ ફોનમાં કઈક કરી રહ્યા હતા.નકુલે ઉભા થઈને મિસિસ મહેતાને પગે લાગ્યો અને પછી મિસ્ટર મહેતાને પગે લાગવા જતો હતો એટલામાં મિસ્ટર મહેતાના ફોનમાં કોઈનો ફોન આવ્યો એટલે એ ઉભા થઈને બહાર જતા રહ્યા. જ્યોતિબેનને મિસ્ટર મહેતાનું આ વર્તન બિલકુલ ના ગમ્યું પણ એ ચૂપ રહ્યા.

"તે સવારે કહ્યું હતું એ જ નકુલ છે ને આ?"મિસિસ મહેતાએ સલોનીને પૂછ્યું.

જ્યોતિબેનને નવાઈ લાગી કે આ છોકરીએ નકુલ વિશે હજી આજે સવારે જ એના મમ્મી-પપ્પાને કહ્યું હશે.

"હા,મમ્મી એ જ છે"સલોની એ જવાબ આપ્યો.

"હાઇ મિસ્ટર નકુલ જાની"મિસિસ મહેતા બોલ્યા.

"હાઇ મેમ"નકુલે પણ સામે કહ્યું.

"મેં તમારા વિશે સાંભળ્યું છે.તમે નાની ઉંમરે જ બહુ જ સારી રીતે બિઝનેસ સંભાળ્યો છે,વેલ ડન"

"થેંક્યું મેમ"

ત્યારબાદ જ્યોતિબેન અને મિસિસ મહેતા એ થોડી વાતો કરી એટલામાં સેવક ચા-નાસ્તો લઈને આવ્યો અને નકુલને અને જ્યોતિબેનને આપ્યો.થોડીવારમાં મિસિસ મહેતાના ફોનમાં ફોન આવ્યો તેથી એ વાત કરવા ઉભા થઈને થોડા દૂર ગયા અને ફોન પત્યા પછી પાછા આવીને કહ્યું,"આઈ એમ સો સોરી,મારે એક અરજન્ટ મીટિંગ છે તો મારે જવું પડશે"

"પણ મમ્મી"સલોનીએ એમને રોકતા કહ્યું.

"સોરી બેટા, અરજન્ટ છે"એટલું જ કહેતા મિસિસ મહેતા ત્યાંથી નીકળી ગયા.

જ્યોતિબેનને થોડું અપમાન જેવું લાગ્યું એટલે એ પણ બોલ્યા,"નકુલ મને લાગે છે આપણે પણ જવું જોઈએ"

"આંટી થોડી વાર બેસો ને"સલોનીએ જ્યોતિબેનને રોકતા કહ્યું.

"પછી કોઈ વાર આવીશું બેટા,જ્યારે તારા મમ્મી-પપ્પાને સમય હોય ત્યારે"જ્યોતિબેને ટોન્ટ મારતા કહ્યું.અને પછી નકુલ અને જ્યોતિબેન નીકળી ગયા.

સલોનીને મનમાં થયું કે આજ મારી લાઈફનું આટલું મોટું ડિસીઝન લેવાનું હતું છતાં પણ મારા માં-બાપને મારા કરતાં વધારે બિઝનેસ વહાલું છે.સલોનીને આમ જોઈને સેવકને પણ ખૂબ દુઃખ થયું.

(મણીકાકા:-સલોનીના ઘરના સેવક.સલોનીના માં-બાપ પાસે એની કોઈ પણ વાત સાંભળવાનો સમય ન હતો એટલે એ મણીકાકા સાથે બધી જ વાત શેર કરતી.સલોની માટે મણીકાકા એના માં-બાપથી પણ વધીને હતા.)

ઘરે જતા નકુલે એની મમ્મી જ્યોતિબેનને પૂછ્યું,"કેવી લાગી સલોની તમને?"

"બેટા,સાચું કહું તો મને સલોની સારી લાગી પણ એના મમ્મી-પપ્પા એ આપણી સાથે જે વ્યવહાર કર્યો એ મને બિલકુલ ના ગમ્યો"

"હા,મને પણ કંઈક ગડબડ જેવું લાગ્યું"

"તું હજી સરખી તપાસ કર એમના વિશે.કેમકે આપણે ખાલી સલોની સાથે જ નહીં પણ એના પરિવાર સાથે સંબંધ જોડવાનો છે"

"હા મમ્મી,કદાચ તમે સાચું કહો છો"

"નકુલ તું જાતે પણ સલોનીને મળીને પૂછ આ બાબત પર.મને લાગે છે કે મિસ્ટર એન્ડ મિસિસ મહેતાને આ સંબંધ જોડવાથી કઈક પ્રોબ્લેમ હશે એટલે જ એમને આપણી સાથે આવો બીહેવ કર્યો"

"ઓકે મમ્મી"

નકુલે સલોનીને મેસેજ કરીને મળવા માટે એક કોફી શોપમાં બોલાવી.સલોની નકુલને મળતાની સાથે જ બોલી,"સોરી,મારા મમ્મી-પપ્પાના આજના વર્તન માટે"

"ઇટ્સ ઓકે"નકુલે શાંતિથી કહ્યું.

"આંટી એ શું કહ્યું,એમને હું ગમી કે નહીં"સલોની એ જાણવાની આતુરતાથી પૂછ્યું.

"હજી એમણે મને કોઈ જવાબ નથી આપ્યો"

"હમ"સલોની ઉદાસ થઈ ગઈ અને બસ આટલું જ બોલી શકી.

"ઇફ યૂ ડોન્ટ માઈન્ડ,એક વાત કહું"

"હા"

"તારા મમ્મી-પપ્પાને હું પસંદ નથી કદાચ,એટલે આજ એમને આવો બીહેવ કર્યો હશે"

"પસંદ-નાપસંદ ની વાત તો ત્યારે આવે ને જ્યારે એને તને સરખો જોયો હોય"

"મતલબ?"નકુલને સમજ ન પડતા પૂછ્યું.

"એમને મારા માટે ટાઈમ જ નથી,હું શું કરું છું,ક્યાં જાઉં છું,કોની જોડે ફરું છું એ જાણવાનો એમની પાસે સમય જ ક્યાં છે.એ બંનેને તો ફક્ત બિઝનેસ માટે સમય છે.હું તારી સાથે ભાગી જાઉં તો પણ એ જાતે મને શોધવા ના આવે એમના ચમચાઓને મને શોધવા મોકલે"સલોનીને આટલું બોલતા બોલતા આંખોમાં પાણી આવી ગયા.

"તો તારી એમના સાથે વાત જ નથી થતી?"નકુલે સલોનીને પૂછ્યું.

"અમે એક જ ઘરમાં રહીએ છીએ પણ છતાં એક-બીજાને મળવા માટે પહેલા સૂચના આપવી પડે.અમુક વાર તો મળવા આવું કે નહીં એ પ્રશ્નનો જવાબ આવતા જ અઠવાડિયું થઈ જાય"

"મને અને મમ્મીને તમારા સેવકની વાતો પરથી એવું લાગ્યું કે તું તારા મમ્મી-પપ્પા કરતા એમના જોડે વધારે વાત કરતી હોઈશ"

"હા તમે લોકો સાચું સમજ્યા.મણીકાકા જ છે એ ઘરમાં જેના લીધે મને મારા ઘરમાં વળીને પાછા જવાની ઈચ્છા થાય છે.એ મારા માં અને બાપથી પણ વધીને છે મારા માટે"

નકુલ અને સલોની ૬ મહિનાથી એકબીજાના ગલફ્રેન્ડ-બોયફ્રેન્ડ હતા.પણ સલોનીની લાઈફની આ સાઈડ વિશે નકુલને આજે જ ખબર પડી.એને મનમાં થયું કે આ હસતી ખેલતી છોકરી જેને બહારથી જોઈને એમ લાગતું કે એ બહુ ઘમંડી છે એ છોકરી એના મનમાં આટલું દુઃખ લઈને ફરે છે અને એની એક ઝલક પણ કોઈને જતાવતી નથી.કદાચ એના અમુક ખરાબ વર્તનનું કારણ એના ઘરનું વાતાવરણ જ હશે.

"ચલ હવે રડવાનું બંધ કર,નહીં તો તારો મેકઅપ ખરાબ થઈ જશે"નકુલે સલોનીનો મૂડ બદલવા મજાક કરતા કહ્યું.

"હમ"સલોની બસ આટલું જ બોલી શકી.

થોડીવાર બંનેમાંથી કોઈ કઈ જ બોલ્યું નહીં પછી અચાનક સલોનીએ નકુલને પૂછ્યું,"તારી મમ્મી આપણા સંબંધ માટે ના કહેશે તો"

"હું એમણે સમજાવીશ તારી આ પરિસ્થિતિ વિશે.મને પાક્કું ખબર છે કે એ તને પુરી જાણી જશે પછી હા જ પાડશે"

"અને કદાચ મારા મમ્મી-પપ્પાના આવા નેચરને લીધે ના કહ્યું તો"

"તો હું એમને ફરીથી સમજાવીશ.એમની ખુશી મારી ખુશીમાં છે એ માની જ જશે"

"ઓકે"

"તે દેવ અને નિત્યા સાથે વાત કરી"નકુલે વાત બદલતા પૂછ્યું.

"હા,દેવને ફોન કર્યો હતો પણ એને ના ઉપાડ્યો"સલોની બોલી.

"અને નિત્યા?"

"એને પણ મેસેજ કર્યો હતો"

"પાક્કું"

"લે આ ફોન વોટ્સએપ ચેટમાં જોઈ લે.સામે એનો રીપ્લાય પણ આવ્યો છે ઇટ્સ ઓકે"સલોનીએ નકુલને ફોન આપતા કહ્યું.

"એની જરૂર નથી.મને તારા પર વિશ્વાસ છે"નકુલે સલોનીના હાથ પર હાથ મુકતા કહ્યું.

"દેવને સાચે જ ખોટું લાગ્યું હશે?"સલોનીએ નકુલને પૂછ્યું.

"દેવ એવો ફ્રેન્ડ છે નઈ કે આટલી નાની વાતમાં ફોન ના ઉપાડે. ચાલ આપડે એમની કોલેજમાં જઈએ.જોઈએ તો ખરા પ્રોફેસર સાહેબ કેવું ભણાવે છે"

"ઓકે"

નકુલ અને સલોની જાગૃતિ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા.ત્યાં એમણે સૌથી પહેલા નિત્યાને જોઈ અને એની પાસે જઈને નકુલ બોલ્યો,"હાઇ પ્રોફેસર સાહીબા"

"હાઇ નકુલ,હાઇ સલોની"નિત્યા બોલી.

એટલામાં મોહનકાકા આવ્યા અને નિત્યાને એક ફાઇલ આપતા કહ્યું ,"લો મેડમ તમે મંગાવી હતી એ ફાઇલ"

"થેંક્યું,મોહનકાકા"નિત્યા બોલી.

"દેવ ક્યાં છે"સલોની નિત્યાને પૂછ્યું.

"એ આવતો જ હશે.એનો લેક્ચર બસ પતવા જ આવ્યો છે. ચાલો તમે બંને મારા કેબીનમાં બેસો"

ત્યારબાદ સલોની અને નકુલ નિત્યાના કેબિનમાં ગયા.નિત્યાએ કોઈને ફોન કર્યો અને કહ્યું,"દેવ સરનો લેક્ચર પતે એટલે એમને કહેજે કે મારા કેબિનમાં આવે.એમને મળવા કોઈ આવ્યું છે"

"પણ દેવ સર તો હાલ જ કોલેજની બહાર જવા નીકળી ગયા"સામેથી અવાજ આવ્યો.

"ઓકે"

"શું થયું દેવ ક્યાં ગયો?"નકુલે પૂછ્યું.

"ખબર નથી કદાચ કંઈક કામ હશે"

શું દેવ સલોની અને નકુલને કોલેજમાં આવતા જોઈ ગયો હશે એટલે એ જતો રહ્યો હશે?

નકુલના મમ્મી જ્યોતિબેન નકુલ અને સલોનીના મેરેજ માટે માની જશે?