LOVE BYTES - 72 in Gujarati Horror Stories by Dakshesh Inamdar books and stories PDF | લવ બાઇટ્સ - પ્રકરણ-72

Featured Books
  • انکہی محبت

    ️ نورِ حیاتحصہ اول: الماس… خاموش محبت کا آئینہکالج کی پہلی ص...

  • شور

    شاعری کا سفر شاعری کے سفر میں شاعر چاند ستاروں سے آگے نکل گی...

  • Murda Khat

    صبح کے پانچ بج رہے تھے۔ سفید دیوار پر لگی گھڑی کی سوئیاں تھک...

  • پاپا کی سیٹی

    پاپا کی سیٹییہ کہانی میں نے اُس لمحے شروع کی تھی،جب ایک ورکش...

  • Khak O Khwab

    خاک و خواب"(خواب جو خاک میں ملے، اور خاک سے جنم لینے والی نئ...

Categories
Share

લવ બાઇટ્સ - પ્રકરણ-72

લવ બાઇટ્સ
પ્રકરણ-72
સ્તવન, આશા, મયુર અને મીહીકા બધાં મૂવી જોવા જવાનો પ્રોગ્રામ બનાવીને નીકળવાની તૈયારી કરવા માંડ્યા. ત્યાંજ સ્તવનનાં ગળામાં રહેલો મણી ફરકવો ચાલુ થયો અને સ્તવને એને હાથ લગાડ્યો અને એનાં આખાં શરીરમાં જાણે ધ્રુજારી પ્રસરી ગઇ. એને થયું હમણાં થોડો વખત પહેલાં તો સ્તુતિ સાથે વાત થઇ ગઇ છે એને સ્તુતિએ બધી કહેલી વાત યાદ આવી ગઇ એણે મણીને ચૂમી લીધો અને પાછો અંદર મૂકી દીધો. મણીને ચૂમ્યા પછી એનામાં અગમ્ય આનંદનો સંચાર થયો એણે ફરી મણી કાઢીને બે-ત્રણવાર ચૂમી લીધો અને ત્યાંજ આશાએ કહ્યું સ્તવન ચાલો પછી ટીકીટ નહીં મળે આપણે અચાનક જ નક્કી કર્યું છે.
સ્તવને કહ્યું અરે 3 થી 6 નો શો છે મળી જશે કેમ ચિંતા કરે છે ? એણે આનંદનાં અતિરેકમાં આશાને ચૂમી લીધી. આશાએ વ્હાલથી સ્તવનને ચૂમી લીધો અને બંન્ને જણાં હાથ પકડીને મયુર મીહીકા સાથે મૂવી જોવા જવા નીકળી ગયાં.
*************
વામનભાઇએ હાથમાં રહેલો ગ્રંથ જોયો અને તેઓ આર્શ્ચયમાં ડૂબી ગયાં એમણે કોમ્યુટર પર કામ કરતી સ્તુતિને પૂછ્યું અરે બેટા આ ગ્રંથ અહીં સેવારૂમમાં હતો મેં જોયો આ ગ્રંથને તું વાંચે છે ? તને ખબર છે ? આ ગ્રંથ શેનો છે ? એનાં માટે આપણામાં પાત્રતા જોઇએ. એમનેમ એનામાં રહેલ વાતો નહીં સમજાય. આ એક ગૂઢ શાસ્ત્ર છે આ અગોચર વિદ્યા છે એને સમજી પચાવવા માટે શક્તિ જોઇએ.
સ્તુતિએ એનાં પિતા તરફ જોયું અને સાવ શાંત ચહેરે કહ્યું હાં પિતાજી હું જાણું છું હું એ વાંચી રહી છું અને એનાં વાંચન, મનન પછી મને ઘણી સમજ પડી છે અને એનાં માટે મારી પૂરી પાત્રતા કેળવાઇ છે.
પાપા આ ગ્રંથ અને આ વિદ્યાને જાણ્યાં પછી મને ખૂબ શાંતિ મળી છે મારું દર્દ પીડા ભૂલી રહી છું અને.. પછી એ બોલતી અટકી ગઇ.
વામનરાવ કહ્યું દીકરા તું એક સ્ત્રી છે એને આ જ્ઞાન મેળવવા માટે તારી પાત્રતાં કેવી રીતે નક્કી કરી ? આ ગ્રંથ દ્વારા પાત્રતા મેળવવા એની સિધ્ધી સિધ્ધ હસ્ત કરવા માટે મેં કેટલી ભક્તિ કેટલું ધ્યાન અને તપ કર્યા છે.
સ્તુતિએ કહ્યું પાપા તમારી પાસે આ ગ્રંથ હતો એ મને ખબર નહોતી હું ધીમે ધીમે મારી પીડા દૂર કરવા ખૂબ પ્રાર્થના કરતી હતી મને અગમ્ય અનુભવ થતાં હતાં. સેવારૂમમાં રહેલાં કબાટમાં મેં કંઇક જાણવા વાંચવા ઘણાં પુસ્તકો જોયાં એમાં આ ગ્રંથ હાથમાં આવતાંજ મારાં શરીરમાં કોઇ અગમ્ય તદમ્ય ઇચ્છા થવા લાગી હતી અને મેં એ ગ્રંથને જોયો પછી એને જોવા વાંચવાની તલપ લાગી હતી.
પાપા સ્ત્રી કે પુરુષ છે તો માનવ ઇશ્વરનાં સંતાન તમે સ્ત્રી તરીકે ઉલ્લેખ કર્યો પણ મને બધી વાત સમજાય છે. હું સંપૂર્ણ પવીત્ર તન મનથી થયાં પછી સ્નાનાદી પરવારીને આ ગ્રંથને વાંચુ છું સમજવા પ્રયત્ન કરુ છું એનાંથી મારાં મનમાં અનંત શાંતિ વ્યાપે છે.
સ્ત્રી તરીકે તમારો ઇશારો સમજુ છું પણ મારાં એ દિવસોમાં હું સેવારૂમમાં નથી જતી કે નથી આ ગ્રંથને સ્પર્શ કરતી પાપા મેં તમારાં કુળમાં ઘરમાં જન્મ લીધો છે આપણે બ્રાહ્મણ છે મારાંમાં આપોઆપ એવાં સંસ્કાર પરોવાયા છે કે મને એની સમજ છે. મેં અગાઉ પણ તમારી મદદ લીધી હતી ચર્ચા કરી હતી પણ મેં તમને જણાવ્યું નહોતું પણ પાપા હવે તમે મારી વાત શાંતિથી સાંભળો.
પાપા હું તમને મારાં અનુભવ કહું છું આ ગ્રંથ વાંચવાનો ચાલુ કર્યા પછી મને મારાં આ જન્મ પહેલાનાં જન્મોનો એહસાસ થયો છે જાણકારી મળી છે મારી આંખોની સામે બધાં જન્મોનો હિસાબ ઇતિહાસ એક ચિત્રપટની જેમ જોઇ રહી છું બધું ફરી રહ્યું છે મને એનો કોઇ અગમ્ય આનંદ છે.
વામનભાઇનાં ચહેરાં પર મિશ્ર હાવભાવ આવી ગયાં એમણે થોડી નારાજગી સાથે કહ્યું બેટા એ બધુ જાણવાથી તું શાંતિ મેળવી રહી છે ? એ જાણકારી પછી તારી પીડા વધી ના ગઇ ? હું આટલા વર્ષોનાં તપ પછી પણ એ નથી મેળવી શક્યો મને આનંદ છે કે તું આ સિધ્ધી સિધ્ધહસ્ત કરી શકી છે. પણ એ સિધ્ધી સાચી છે ? તારી પાસે કે તારાં તન મનમાં કોઇ મેલી શક્તિ પણ આવી શકે છે તને એનાં પ્રભાવમાં લઇ શકે છે. એમનાં કામ તારી પાસે કરાવી શકે છે. અને તું કોઇ નિર્દોષને એનો ભોગ બનાવી શકે છે આ શક્તિઓ કોઇ સિધ્ધ હસ્ત યોગી કે અઘોરીજ પચાવી શકે છે. આનાં વિષેનું પુરું જ્ઞાન અને જાણકારી મેળવવી જરૂરી છે હવે આ જાણીને મારી ચિંતા વધી ગઇ છે. દિકરા તારી સલામતી જોખમાઇ શકે છે વળી તું એક સ્ત્રી છે તારો કોઇપણ રીતે ઉપયોગ થઇ શકે છે તું કોઇ મેલીશક્તિની વાસનાનો શિકાર થઇ શકે છે.
સ્તુતિએ થોડાં હાસ્ય સાથે કહ્યું પાપા તમારી ચિંતા તમારી જગ્યાએ યોગ્ય છે પણ હું સ્ત્રી હોવાં છતાં પુરી સાવધાન છું પાત્રતા ધરાવું છું ઇશ્વરે અમને સ્ત્રીઓને અજબ શક્તિ આપી છે વાસના અને પ્રેમ વચ્ચેનો ફરક સમજી શકીએ છીએ વળી હું કોઇ પરેશાની કે મુશ્કેલીનો સામનો કરી શકુ છું.
પાપા આ ગ્રંથમાં શરૂઆતમાંજ સમજાવેલું છે આ સૃષ્ટિનાં કર્તાહર્તા ઇશ્વરને પણ એમની માયા, કામકાજ કરવા માટે શક્તિની જરૂર છે. મહાદેવ જે આપણાં ઇષ્ટ દેવ છે એમને પણ એમની લીલા કરવા માટે. દુષ્ટો અને અસુરોનો નાશ કરવા માટે માઁ (શક્તિ)ની જરૂર પડી છે. પડે છે હું સ્ત્રી છું પણ શક્તિ સ્વરૂપ છું શક્તિજ સર્વોપરી છે મનમાં આવતાં વિચાર કે એનાં દ્વારા ઘરેલાં સંકલ્પ શક્તિ વિના સફળ નથી થતાં.
પાપા મને કોઇ શક્તિ મદદ કરી રહી છે મને હજી પણ ખબર નથી કે એ શક્તિ કોણ છે ? શું છે ? મને કોઇ સાક્ષાત્કાર નથી થયો પણ પૂરા એહસાસ છે પળ પળ એનાં સંકેત છે આવું કહીને હું એવું જતાવવા નથી માંગતી કે તમારીથી વધુ હું શ્રેષ્ઠ છું તમે તો સાધક છો સિધ્ધપુરુષ છો તમારાંમાં મારાંથી અનેક ગણું જ્ઞાન છે પણ પાપા મને આ ગ્રંથ દ્વારા ઘણું જાણવા શીખવા મળ્યુ છે મને એ શક્તિ જે રીતે દોરવણી આપે છે શીખવે છે એ પ્રમાણે વર્તવુ એનાંથી મારાં ઘણાં પ્રશ્નોનો ઉત્તર મળી ચૂક્યો છે.
વામનરામવ થોડીવાર સ્તુતિની સામેજ જોઇ રહ્યાં પછી એ ગ્રંથ સેવારૂમમાં એની જગ્યાએ મૂકી આવ્યા અને સ્તુતિને કહ્યું તે હવે આ ગ્રંથ ભણવાનો સમજવાનો પ્રયત્ન શરૂ કરીજ દીધો છે એનાં ફળ કે સિધ્ધી જે તું એહસાસ ના નામે મને કહી રહી છે તો હું વચ્ચે નહીં આવું હું તને હમણાં એવું કંઇ પણ નહીં પૂછું કે તું અત્યાર સુધી તારાં જન્મો વિશે શું જાણી ચુકી છે ? પણ આ અગોચર વિશ્વની સાથે સાથે આપણે જીવીએ છીએ એ વાસ્તવિક વિશ્વ છે એમાં લોકો સાથેનાં વ્યવહાર કે વાતચીતમાં વચ્ચેના લાવીશ એમાં તારી સલામતી અને ભલુ છે. કોઇની સાથે કોઇ પ્રયોગ ના કરીશ એ ખૂબજ ખતરનાક અને જોખમ ભર્યુ છે જરૂર પડે અઘોરીજી પાસેથી માર્ગદર્શન લેજે.
તારી નોકરી લાગી છે એમાં મન પરોવાઇ અને વાસ્તવિક જીવનમાં તને કોઇ મુશ્કેલી ના આવે એનું ધ્યાન રાખજે. સમય આવ્યે હું તને પૂછીશ કે તને શું જાણવા મળ્યું ? કારણ કે આ ગ્રંથનાં જ્ઞાનની એનાં અંગેનો પ્રશ્નો પૂછવાની જાણવાની મર્યાદા છે એ હું મર્યાદા તોડવા નથી માંગતો મારી દીકરી છું એટલે હું જેટલું જાણું છું એનાં આધારે તને સમજાવી રહ્યો છું આટલા વરસોથી અથાગ મહેનત અને તપ છી પણ તારા જેટલી સિધ્ધી નથી મેળવી શક્યો. પ્રભુ આપણાં મહાદેવ અને માઁ શક્તિ તારી રક્ષા કરે. એમ બોલીને તેઓ બહાર નીકળી ગયાં સ્તુતિ એમને જતાં જોઇ રહી......
**************
થીયેટર પહોચીને સ્તવને આશાને પૈસા આપ્યા. આશા 4 ટીકીટ લઇને આવી ગઇ સમય થતાં બધાં થીયેટરની અંદર ગયાં. અને એમની સીટ પર બેસી ગયાં અને સ્તવનને મહેસુસ થયું કે.......
વધુ આવતા અંકે - પ્રકરણ -73