"વિસામો"
'આ અંત નહીં પણ સુખની ક્ષણ છે'
જ્યારે મનુષ્ય સખત પરિશ્રમ વાળુ કાર્ય કરતો હોય છે ત્યારે તે ખુબ ઠાકી જાય છે. આથી તેને કામનાં વચ ગાળામાં થોડાં સમય માટે વિસામો લેવો પડે છે. આ જ વિસામાનાં સમયમાં તેને સાચું સુખ અને આનંદનો અનુભવ થતો હોય છે, જે પોતાનાં શરીરથી મન સુધી કઈક અલગજ અનુભવ થતો હોય છે.
ઘણાં સંતો જ્યારે પગપાળા યાત્રા કરવાં નિકળે છે ત્યારે તે ઘણાં અંતરો સુધી ચાલતાં હોય છે અને જ્યારે આ સંતોનાં પગ થાકે છે ત્યારે તે થોડાં સમય માટે ઠાકને ઉતારવાં માટે ઝાડની નીચે વિસામો લે છે. તે ઝાડનો છાયડો અને અદભુત થંડી હવાઓ તેને આરામ કરવામાં મદદ કરે છે.
એવાજ જ એક સંત ભરબપોરનાં સમયે એક ગામમાંથી નિકળી રહ્યાં હતાં અને ખુબજ થાકી ગયેલાં હતાં. આથી તેને આરામ કરવાની જરૂર હતી. તે ગામનાં પાદરે આવેલાં એક લીલાં છમ ઝાડની નીચે પોતાનાં બેસવાનું આસાન પાથર્યુ અને તે વિસામો કરવાં માટે આડાં પડીને સુઈ ગયાં.
ગામનાં બે ખેડૂત ભાઈ ખેતરેથી ઘરે જવાં નિકળ્યાં હતાં અને તે સંતને ઝાડ નીચે જોયાં. એક ખેડૂત ભાઈએ બીજાને કહ્યું ચાલો તેની પાસે જઈએ અને વાત ચીત કરીએ પણ એક ખેડુત ભાઈએ ના પાડી અને તે ઘરે જવા નીકળી ગયાં. પરતું બીજા એક ખેડૂત ભાઈ તેની પાસે ગયાં પણ સંત સૂતેલાં હોય છે અને તે વિસામાનો આનંદ લઈ રહ્યા હતાં. આ દ્રશ્ય જોઈને તે ભાઈનાં મનમાં પણ આનંદની લાગણી હતી અને સંતની બાજુમાં બેસી ગયાં.
તે ભાઈએ વિચાર્યુ કે સંત ઘણી લાબી યાત્રા કરવાં નીકળ્યા લાગે છે એટલે થાકીને અહિયાં વિશ્રામ કરી રહ્યાં હશે. થોડાં સમય પછી સંત જાગે છે અને બાજુમાં તે ભાઈને બેઠેલાં જોવે છે. હવે સંત તે ભાઈને જોઈને કોઈ પ્રશ્ન નથી પુછતાં પરંતુ તે ભાઈ સંતને નમન કરીને કહે છે તમે ઘણા થાકી ગયેલાં લાગો છો. તો મારાં ઘરે આવીને વિશ્રામ કરો. હું પણ ઘરે જ જઈ રહ્યો છે.
પણ સંતે તરત જ તે ભાઈને ના પાડી અને કહ્યું આ ઝાડ નીચે કુદરતનાં ખોળામાં જે વિસામાનો આનંદ અને સુખ મળે છે તે બીજે ક્યાંય નથી મળતું. તે ભાઈ પાસે પાણીની બોટલ હતી આથી તેણે સંતને આપી અને કહ્યું આનાથી તમે તમારુ મુખ ધોઈ લો અને પાણી પીવો. તો સંતે તે ને સહજ ભાવે ગ્રહણ કરી લીધું અને પોતે તેની સાથે થોડાં સમય માટે વાતચીત કરે છે. કારણ કે ખેડૂત ભાઈનું સાસારિક જીવન અને સંતનું એકાંતિક જીવન હતું.
ખેડુત ભાઈનાં મનમાં એક પ્રશ્ન હતો એટલે તેણે સંત ને પૂછયું કે આપણાં જીવનનું લક્ષ્ય શું હોય છે ?
સંતે સરળતાથી કહ્યું કે બેટા, જીવનનું લક્ષ્ય તો કોઈ પણ નથી જાણતું પરંતુ "મારા મતે તે લક્ષ્ય આ જીવનને સારી રીતે કોઈ ને દુઃખ કે હાની ના પહોચે તે જ રીતે જીવન જીવવાનું હોય છે". પરંતુ બીજાનાં મંતવ્ય થોડા અલગ હોય શકે છે.
સાથે સંત એક ઉદાહરણ આપીને કહયું કે આજે આ ઝાડ પણ તે જ કર્મ કરી રહયું છે. જે પોતે પ્રખર તાપ સહન કરીને બીજાને છાયડો અને ફળ-ફુલ આપે છે અને પોતાનું જીવન જીવી રહ્યું છે. જે બીજાને કોઈ હાની પહોચાડતું નથી. આ જ તે ઝાડનાં જીવનનું લક્ષ્ય છે.
ભાઈને આ વાત સાંભળીને ઘણો આનંદ થયો અને જીવનનુ લક્ષ્ય શું હોય છે તેનો જવાબ પણ મળી ગયો. તે સંતને પ્રણામ કરે છે અને ઘરે જવાં માટે આભાર પાઠવે છે. સંત પણ પોતે પોતાની યાત્રા પર જવા નીકળે છે.
આનંદ
થાકેલ મનુષ્યને વિસામો જોઈએ,
ભુખ્યાં મનુષ્યને ભોજન જોઈએ,
તરસ્યાં મનુષ્યને પાણી જોઈએ,
દુ:ખી મનુષ્યને સુખ જોઈએ,
નિષ્ફળ મનુષ્યને સફળતા જોઈએ,
પણ, સંતોષી મનુષ્યને હંમેશા એકાંત જોઈએ.
આથી હમેશાં મનુષ્યએ સુખી અને અનંત આનંદીત રહેવું હોય તો આ ભૌગોલિક વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ. સુખી મનુષ્ય તે જ છે જે એકાતિક જીવન જીવે છે.
જે મનુષ્ય એકાતિક જીવન જીવે છે તેને સુખ અને દુ:ખની અસરથી પર રહે છે અને તે હમેશાં સંતોષી રહે છે.
મનોજ નાવડીયા
Manoj Navadiya
E-mail: navadiyamanoj62167@gmail.com