love of friends friendship in love - 6 - last part in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 6 - (અંતિમ ભાગ - કલાઇમેક્સ) દોસ્તોનાં પ્યારનો ખુલાસો

Featured Books
Categories
Share

દોસ્તોનો પ્યાર અને પ્યારમાં દોસ્તી - 6 - (અંતિમ ભાગ - કલાઇમેક્સ) દોસ્તોનાં પ્યારનો ખુલાસો


કહાની અબ તક: રઘુ અને પ્રિયા એકમેક સાથે ગહેરી દોસ્તીના સંબંધમાં છે. બંને એકમેકને અન્ય સાથે જોઈને ગુસ્સે થાય છે. પણ છેલ્લે પ્રિયા એ બધાઓની વાતો કરવા ના કહી દે છે. સુહાનીની બર્થડે પર સુહાની રઘુને પહેલાં જ કેક ખવડાવે છે તો પ્રિયા રડી પડે છે. એ ત્યાંથી નીકળી જાય છે. રઘુ બહુ જ ચિંતાતુર થઈ જાય છે. એવામાં જ પ્રિયાનો કોલ આવે છે એ કહે છે કે એ સારી રીતે ઘરે આવી ગઈ છે અને કોલ કટ કરી દે છે. રઘુ સામેથી કોલ કરીને એણે કહે છે કે સુહાની એ તો જસ્ટ એણે કેક જ તો ખવડાવ્યો છે, પણ પ્રિયા તુરંત જ સાબિત કરી દે છે કે સુહાની રઘુને પ્યાર કરે છે. એ જયેશ સાથે જવાનું કહે છે તો રઘુ એની પર ગુસ્સે થાય એ પહેલાં જ પ્રિયા એણે પ્રપોઝ કરી દે છે! આશ્ચર્ય ને લીધે જ્યારે રઘુ સામે જલ્દી કઈ બોલ્યો નહિ તો પ્રિયા એણે કહે છે કે એનાં દિલમાં તો સુહાની હશે એમ!

હવે આગળ: "આઈ લવ યુ... આઈ લવ યુ... આઈ લવ જસ્ટ યુ!" રઘુ એ પણ કહી જ દીધું!

"ઓહ યુ લવ જસ્ટ મી!" પ્રિયા એ એક આહ ભરી તો રઘુ ફોનથી જ એણે અનુભવી રહ્યો હતો.

"સારું ચાલ બાય! જો આ ગાર્ડનમાં વોચમેન પણ મને ઘડિયાળનો ઈશારો કરે છે!" રઘુ એ કહેવું જ પડ્યું.

"કાલે... આપને જ્યાં ગયા હતા, એ જ હોટલમાં આપને કાલે પણ જઈશું... ઓકે બાય! ગુડ નાઈટ! આઈ લવ યુ!" રઘુ એ કહ્યું.

"આઈ લવ યુ ટુ! બાય! ગુડ નાઈટ!" પ્રિયા એ પણ કહ્યું તો કોલ કટ કર્યો.

🔵🔵🔵🔵🔵

"વૉટ! જયેશ સુહાનીને પ્યાર કરે છે!" પ્રિયાએ પીધેલા જ્યુસની પિચકારી બનીને બહાર નીકળતા રઘુ જોઈ રહ્યો હતો. બંને એ જ રેસ્ટોરન્ટમાં હતા.

"રિલેક્સ..." રઘુ એ એનાં રૂમાલથી પ્રિયાનાં મોંને સાફ કર્યું.

"કેમ, જયેશ તારો છે?!" રઘુ એ એક અલગ જ અદાથી પૂછ્યું!

"ઓ! એવું કઈ જ નહિ! મને નહોતી ખબર કે એ સુહાનીને પ્યાર કરે છે!" પ્રિયા એ કહ્યું તો એનાથી થોડું હસી જવાયું.

"અચ્છા..." રઘુ ખરેખર તો જાણી જ ગયો હતો કે પ્રિયાને ઓલરેડી ખબર હતી જ કે જયેશ સુહાનીને પ્યાર કરે છે અને એટલે જ એ હસી પડી!

"જો બચ્ચા... તને ઝટકો એટલા માટે નહિ લાગ્યો કે જયેશ કોણે લવ કરે છે, તને ઝટકો એટલા માટે લાગ્યો કે એ વાત મને પણ ખબર છે!" રઘુ એ કહ્યું.

"ઓહો! બોલ તો તને કેવી રીતે ખબર છે?!" પ્રિયાએ પૂછ્યું.

"જયેશ ઇઝ માય ફ્રેન્ડ... એણે તો મને ત્યારે જ કહી દીધેલું જ્યારે એણે પહેલી વાર સુહાનીને જોઈ હતી!" રઘુ એ કહ્યું.

"બાય ધ વે, તને કેવી રીતે ખબર છે?!" રઘુ એ પૂછ્યું.

"એટલે અમે જ્યારે બહાર ગયા હતા... ત્યારે જ એણે મને કહેલું. એણે મને કહેલું કે હું સુહાનીને બહુ જ પ્યાર કરું છું." પ્રિયાએ કહ્યું.

"હા... પણ મારે તો તને જેલસી ફીલ કરાવવા માટે બહુ જ મસ્ત ટાઈમ મળી ગયો હતો!" પ્રિયાએ ઉમેર્યું!

"હા હવે!" રઘુ એ સાફ સાફ રીતે વાત બદલવા જ કહી દીધું હતું.

"હા તો એટલે જ તું અને જયેશ તને સુહાની સાથે જમવા ગયા હતા!" પ્રિયાએ કહ્યું.

"હા... બટ પ્યાર એક તરફથી થોડો થાય... જો સુહાની પણ જયેશને પ્યાર કરે તો બંનેનો પ્યાર સફળ થાય ને!" રઘુ એ કહ્યું.

"એ બધું એક બાજુ... પણ સુહાની તો તને પ્યાર કરે છે! હવે તો તું મારા જેવીને થોડું હા કહેવાનો છે!" ઉદાસીથી પ્રિયાએ કહ્યું.

"એકક્યુઝ મી! પહેલી વાત તો એ કે આ શું મારા જેવી! તું બહુ જ મસ્ત છું! તને બીજા લોકો પસંદ કરે કે ન કરે! ઈવન તું પોતે ખુદને જેવી લાગે તેવી બટ હું તને બહુ જ પ્યાર કરું છું! આઈ જસ્ટ લવ યુ! ઓકે!" રઘુએ કહ્યું.

"ઓકે, બાબા! ચાલ આ જ્યુસ પી લે તો! બેટા, આટલો ગુસ્સો નહિ કરવાનો!" કોઈ નાના છોકરાને કહેતી હોય એમ સાવ સહજતાથી અને નાટકીય અદાથી પ્રિયાએ કહ્યું તો રઘૂનો ગુસ્સો ગાયબ તો થઈ જ ગયો સાથે જ એક સ્માઈલ પણ એનાં ફેસ પર આવી ગઈ!

રઘુને હસતા જોઈને પ્રિયા પણ હસવા લાગી.

"સુહાની કોણે લવ કરે છે, આઈ ડોન્ટ કેર! જયેશ કોણે લવ કરે છે, આઈ ડોન્ટ કેર!" રઘુએ કહ્યું.

"આઈ જસ્ટ વોન્ટ ટુ ટેલ યુ ધેટ, આઈ લવ યુ! એન્ડ આઈ લવ જસ્ટ યુ! જસ્ટ યુ!" રઘુએ ભારપૂર્વક કહ્યું.

"જસ્ટ યુ!" આ બે શબ્દો જ નહિ પણ પ્રિયા માટે તો જાણે કે સ્વર્ગની જ ચાવી ના હોય!

(સમાપ્ત)