Laghu Kathao - 17 in Gujarati Short Stories by Saumil Kikani books and stories PDF | લઘુ કથાઓ - 17 - બ્લડી પેરેડાઈઝ

Featured Books
  • इश्क दा मारा - 46

    यूवी गीतिका का हाथ छोड़ देता है और गीतिका वहां से चली जाती ह...

  • इंटरनेट वाला लव - 97

    भूमि की मुंह दिखाई. . .अरे भूमि जी आप चुप क्यों बैठे है. जरा...

  • चुप्पी - भाग - 3

    क्रांति अपने पिता का आखिरी फ़ैसला सुनकर निराश अवश्य हुई लेकि...

  • Dangerous Ishq - 1

    मुंबई सपनो का शहर, एक मायानगरी।रोज़ देख अगर मां बाबा को मालु...

  • प्यार का एहसास

    अभिमन्यु, गौरव, अतुल,और मुस्कान कॉलेज की कैंटीन में बैठे हुए...

Categories
Share

લઘુ કથાઓ - 17 - બ્લડી પેરેડાઈઝ


બ્લડી પેરાડાઈઝ

મનીષા પશુપતિનાથ ના મંદિર માં આજે સવાર ના 6 વાગ્યા માં દર્શને આવી હતી. એના ચહેરા પર એક પ્રકાર નો થાક અને હાર દેખાતી હતી અને એમાં થી એ બહાર આવવા માંગતી હતી. અને એ માટે એનું સહુ થી ગમતું સ્થળ હતું પશુપતિનાથ નું મંદીર.

જેવો એને પહેલો પગથિયો ચઢીયો અને એના કાન માં એની નાનપણ ની મંદિર ના પટાંગણ ગુંજતી કિલકારીઓ સંભળાવા મંડી અને એના કારણે એના મન અને ચહેરા પર થોડી શાંતિ વર્તાઈ. અને હોઠો પર એક હલકું ફુલકું સ્મિત ચડી આવ્યું.

પણ ત્યાન્જ એજ પટાંગણ ની સામે થી એક વેન માં એ 15 વર્ષ ની ભૂલકી ને પાંચ માણસો શમી સાંજે ઉઠાવી ગયા ને કોઈ માણસ મદદ એ ન આવ્યું એ દ્રશ્ય પણ સામે આવી ગયું અને એની આંખો માંથી પાણી આવી ગયું..

" તારી પવિત્ર સ્થળે હું રમી ને મોટી થઈ અને તારી જ પવિત્ર સ્થળે થી મને 5 રાક્ષશો નર્ક માં લઇ ગયા.. આ કેવો ન્યાય પ્રભુ.? કોઈક ની સ્વર્ગ ની ખેવના બીજા ને નર્ક માં પહોંચાડે અને તું આમ સાવ શાંત રહે..?? "

આમ મનોમન પશુપતિનાથ ભગવાન સાથે મનીષા વાત , ફરિયાદ કરતી રહી અને છેલ્લે હવે નું જીવન આનંદ થી નહીં તો કાંઈ નહીં પણ શાંતિ થી નીકળી જાય એવી પ્રાર્થના કરી.

બે મહિના પછી:

મનીષા પોતના ઘર માં , પોતાના બેડરૂમ માં આરામ કરી રહી હતી ત્યાં 9122 સિરીઝ પર થી એના ઉપર કોલ આવ્યો. નંબર જોઈ ને જાણી ગઈ કે એ મુંબઈ થી કોલ આવ્યો છે એટલે એને ફોન ઉપાડ્યો નહિ.. સાથે એણે રિંગ બંધ થતાં ની સાથે જ ફોન સ્વીચ ઓફ કરી કાર્ડ કાઢી નાખ્યું. અને એજ દિવસે લોકલ ડીલર પાસે થી બીજું કાર્ડ ખરીદી લીધું. અને જૂનો કાર્ડ કાતરે થી કાપી ને તળાવ માં ફેંકી દીધો સાથે એ ફોન પણ કેરોસીન નાખી સળગાવી ને ફેંકી દીધો.

એ જાણતી હતી કે જયાં સુધી ફોન હશે મુંબઈ ના લોકો એને પાછા ઉઠાવી શકે છે.

12 વર્ષ ના નર્ક વાસ દરમિયાન એ પોતાના ફેમિલી ના તમામ વ્યક્તિ ઓ ગુમાવી ચુકી હતી. એટલે મનીષા એ નેપાળ છોડી જરૂરી સમાન લઈ ને ભારત ના સિક્કિમ થી થઈ ને મેઘાલય પહોંચી ગઈ.

ભાષા , રીત રિવાજ લગભગ સરખું હોવા થી મનીષા માટે મેઘાલય પહોંચવું સરળ હતું. ત્યાં એક કોમ્પ્યુટર કેફે માં નાનકડી પોતાના જરૂરિયાત મુજબ ની નોકરી એ શોધી લીધી.

હવે એને પૂરતો વિશ્વાસ હતો કે એ નર્ક માં થી એ તદ્દન બહાર આવી ગઈ છે અને હવે એ નવી જિંદગી જીવશે. અને થયું પણ એવું. 12 વર્ષ ની યાતના બાદ એના પશુપતિનાથ ભગવાન એ એની પ્રાર્થના સાંભળી હતી.

પણ મુંબઇ માં કાંઈક અલગ જ ઘટના ઘટી હતી જેના લીધે મુંબઈ થી મનીષા ને કોલ આવ્યો હતો, ને કોલ હતો , ચંદ્રશેખરન ના ખાસ માણસ કોટા સ્વામી મધુરમાલી નો. ચન્દ્રશેખરન એટલે મુંબઇ નો "બ્રોથલ નેટવર્ક એન્ડ સ્કિન ટ્રાફિકિંગ નો બાદશાહ"..

મનીષા એક ખોલી માં રહેવા માટે ની સગવડ કરી લીધી હતી. મુંબઇ ની રેડલાઈટ એરિયા ના 12 વર્ષો ની સંઘર્ષ ભરી જિંદગી એ એને કોઈ પણ પરિસ્થિતિ માં રહેતા શીખવી દિધી હતી.

એ કોમન બાથરૂમ માં નાહવા બેઠી હતી અને એને પોતાની પીઠ ઉપર ગરમ પાણી રેડયું અને મોઢા માંથી સિસકારી નીકળી ગઈ. આ સિસકારી છેલ્લા 6 વર્ષો થી રોજ સવારે નીકળતી હતી. નાહી ધોઈ ને એને શરીર સાફ કરતા પોતાની પીઠ પર લાગેલા 1.5 ઇંચ બાય 1.5 ઇંચ નો કટ માર્ક જોયો રોજ ની જેમ. અને મનોમન એ ચન્દ્રશેખરન અને એના માણસો ને અને એ વ્યક્તિ ને જેની ડિમાન્ડ ને કારણે પોતાની આ હાલત થઈ એને ગાળો દેતી અને પ્રાર્થના કરતી કે પોતાના કરતા એ લોકો 10 ગણું હેરાન થાય. અને આ પ્રાર્થના પણ ફળી હતી..

એ ડિમાન્ડિંગ કલાઇન્ટ હતો અનુશમન મહેરા.. જેની માટે આજ થી 6 વર્ષ પહેલાં 21 વર્ષીય સુંદર મનીષા ની પીઠ ની 1.5 ઇંચ ચામડી ગ્રાફટિંગ કરી ને અંશુમન ને પહોંચાડવા માં આવી હતી એના પ્રાઇવેટ ઓર્ગન ના સ્કિન પ્રોબ્લેમ ને સોલ્વ કરવા માટે.. બળજબરી કરી ને , મનીષા ની ઈચ્છા વિરુદ્ધ..

એના 6 વર્ષ બાદ , ન્યુ લાઈફ NGO ની ટિમ એ પોલીસ ની મદદ લઇ ને રેડ પડાવી અને બ્રોથલ હાઉસ ને બંધ કરાવ્યું અને દરેક છોકરી ઓ ને એમના ઘરે સુરક્ષિત પહોચડવા નું કામ કર્યું. પણ સ્કિન ટ્રાફિકિંગ પર બ્રેક ન લાગી શકી.

અને આજે એજ અંશુમન મહેરા માટે જ ફરી થી મુંબઇ થી મનીષા ને કોલ આવ્યો હતો. પણ હવે મનીષા એમની રિચ થી બહાર હતી.

નેપાળ પહોંચી ને તરત જ મનીષા એ સ્કિન સ્પેશિયલિસ્ટ ને આ બતાવ્યું અને જવાબ માં જાણવા મળ્યું કે આ નિશાન રુજાઈ ને મટી જશે પણ ડાઘ રહી જશે.

મનીષા એ એ ડાઘ અને એના દર્દ સાથે જીવતા શીખી લીધું હતું.

પણ અહીં મુંબઇ માં અંશુમન ની હાલત બગડી હતી. સ્કિન ગ્રાફટીંગ દરમિયાન અને એના પછી પણ મેડીકલી ખૂબ ધ્યાન રાખવા છતાં પણ અંશુમન ને ગુપ્ત ભાગ માં ચેપ થઈ જાવા થી ફરી થી સ્કિન રિપ્લેસમેન્ટ કરવા ની ફરજ પડી હતી.

મહેરા ઇન્ફ્રા નો એક માત્ર સંતાન જેને પૈસા ન જોરે સઘળું સુખ મળતું હતુ એ લગભગ 10 લાખ ખર્ચ્યા બાદ પણ પોતાના એક અંગ ને લઈ ને ભિખારી જેવી હાલત માં હતો. કારણ પુરુષ અંગ માટે યુવાન સ્ત્રી જેની ચામડી નરમ અને સ્મૂધ હોય એની સ્કિન લીધી હતી.

હવે ચંદ્રશેખરન ના માણસો મનીષા ની જેમ જ બીજું કોઈ શિકાર ગોતી રહ્યા છે.

અને મનીષા એ પોતાની ડાયરી માંથી જેમાં એને ભવિષ્ય માં એના માટે કામ લાગે અને ભૂતકાળ માં મદદ કરનાર ન્યુ લાઈફ ngo ના લીડ એક્ટિવિસ્ટ અનુપ્રિયા શર્મા નો નંબર લખી રાખ્યો હતો એને કોલ કરી સ્કિન ટ્રાફિકિંગ વિશે ની જાણકારી આપવા નો નિર્ણય કર્યો.

એ બીજા યુવાનો ની જિંદગી બગાડવા નહોતી માંગતી. જે રેકેટ ના કારણે એને 12 વર્ષ અંધકારમાં ગયા એના શિકાર બીજા કોઈ થાય એવું નહોતી ઈચ્છતી..

એ દિવસ પછી ના 5 મહિના બાદ...

અનુપ્રિયા તરફ થી બે લેટર મેઘાલય ના એના કામ ના સરનામે મળ્યા. જેમાં એક ન્યુઝ હતી કે અંશુમન જેને એની (મનીષા ની) સ્કિન લગાવવા માં આવી હતી એ ગુજરી ગયો છે કારણ કે એના ઇન્ફેક્શન માં કોઈજ સુધાર નહોતો.

બીજું કે મનીષા ની માહિતી અનુસાર એમને ફરી રેડ પડાવી અને ચંદ્રશેખરન ની સ્કિન ટ્રાફિકિંગ રેકેટ પર હાથ ફેરવ્યો અને અત્યારે એની આખી ટિમ જેલ માં છે. અને આ આખા અનુભવ ઉપર એ એક બુક લખી રહી છે.. જેનું નામ એને આપ્યું છે "બ્લડી પેરેડાઈઝ... ધ ડાર્કનેસ ઓફ એલિટ નિડ્સ"..

આ વાંચી મનીષા ને એક જંગ જીત્યાં જેવી ખુશી મળી અને મનોમન પશુપતિનાથ ભગવાન ને ધન્યવાદ કહ્યા..

******************* સમાપ્ત***************

નોંધ: ઉપરોક્ત વાર્તા સત્ય ઘટના આધારિત છે.

રેફરેન્સ: ડેક્કન ક્રોનિકલ્સ. કોમ સાઈટ. ગૂગલ. 12 માર્ચ 2017 ન્યુઝ લિંક..