The Author કાળુજી મફાજી રાજપુત Follow Current Read અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 2 By કાળુજી મફાજી રાજપુત Gujarati Horror Stories Share Facebook Twitter Whatsapp Featured Books तेरा...होने लगा हूं - 14 देशमुख निवास रात का वक्त मोक्ष काया के कांप ते होठों को ह... कहानी एक परी की... कुछ दोस्त कम वक्त के लिए मिलकर भी खास बन जाते है और जिंदगी म... स्वयंवधू - 35 धोखा सुहासिनी उसे लिविंग रूम से निकालकर गलियारे में ले जाने... शोहरत का घमंड - 115 आर्यन की आँखें गुस्से से लाल होती है और वो बहुत ही गुस्से मे... बन्धन प्यार का - 35 "नरेश"आवाज सुनकर नरेश ने देखा था "अरे आकाश तू?"कॉलेज के साथी... Categories Short Stories Spiritual Stories Fiction Stories Motivational Stories Classic Stories Children Stories Comedy stories Magazine Poems Travel stories Women Focused Drama Love Stories Detective stories Moral Stories Adventure Stories Human Science Philosophy Health Biography Cooking Recipe Letter Horror Stories Film Reviews Mythological Stories Book Reviews Thriller Science-Fiction Business Sports Animals Astrology Science Anything Crime Stories Novel by કાળુજી મફાજી રાજપુત in Gujarati Horror Stories Total Episodes : 5 Share અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 2 (15) 2.1k 4.9k જ્યારે મારી આંખ ખુલી ત્યારે મારી પાસે મારી મમ્મી બેઠી હતી તેણે મને દેખીને મોઢા ઉપર સ્મિત લાવી ને પૂછ્યું બેટા હવે તને સારું છે ને મેં આ માથું હલાવીને મેં જવાબ આપ્યો હા મમ્મી મને હવે સારું છે મારા મનમાં એક સવાલ આવ્યો મને અહીં કોણ લઈ આવ્યું? મેં મમ્મીને પ્રશ્ન કરતા પૂછ્યું મમ્મી મને અહીં કોણ લઈ આવ્યું ? હું ........અહીં કેવી રીતે આવ્યો ? મારા મનમાં ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા હતા પણ તેના જવાબ મારી પાસે નહોતા આટલામાં તો મારા પપ્પા આવી ગયા અને તેમણે મને જોઈને બોલી ઉઠ્યા: બધા પ્રશ્નોના ઉત્તર ઘેર જઈને મળશે આમ અમારા બધા વચ્ચે વાર્તા લાભ થઈ રહ્યો હતો તેમાં અમારા ફેમિલી ડોકટર માળી સાહેબ આવ્યા અને બોલ્યા કાળું હવે તને કેવું છે સારું છે ને જલ્દી સાજો થઈ જઈશ ફરીથી તોફાન કરવા માટે તેમણે મને ઠપકો આપતા કહ્યું મેં પ્રશ્ન કરતાં કહ્યું પપ્પા મને અહીં કોણ લાવ્યું? એ તો ભલું થાય એલા મહેશદાસ નું મોડી રાત્રે લગ્ન વિધિ પતાવીને ઘેર આવી રહ્યા હતા તને રસ્તામાં બેભાન પડેલો જોઈને દવાખાને લઈ આવ્યા. હું તો તમનો ખુબ જ આભારી છું. પપ્પાએ મને જવાબ આપતા કહ્યું આટલામાં તો માળી સાહેબ બોલ્યા શરીરમાં ગ્લુકોઝ ઘટી જતા બેભાન થયો હતો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માટે આવતીકાલે ફરી એકવાર બતાવવા આવવું પડશે ફરી એક બાટલો ચડાવો પડશે હવે તમે ઘરે જઈ શકો છો પછી અમે રિક્ષા કરી ને ઘેર આવ્યા પણ મારા મનમાં હજી એ ઘણા બધા પ્રશ્નો થતા હતા પરંતુ યથાવત જવાબ મારી પાસે ન હતા હું તમને મારા પરિવારથી પરિચય કરાવું મારા પરિવારમાં હું એકનો એક દીકરો હોવાથી મને બધા લાડ- પ્રેમ થી રાખતા અમે ૮ ભાઈ બહેનો છીએ સાત બહેનો મારાથી મોટી અને હું સૌથી નાનો અને સૌનો લાડકવાયો છું. ઘણીવાર હું ભગવાનને એક જ પ્રાર્થના કરું છું મારા પરિવારને સદાય ખુશ રાખજે હું બહુ જ નસીબદાર છું મને આવા સરસ મજાના મમ્મી પપ્પા અને બહેનો નો પ્રેમ મળ્યો. આમ બધા વિચાર કરતાં-કરતાં હું ઘેર આવ્યો ત્યાં તો મારી બહેન શોભા રડતા રડતા મને કહ્યું ભાઈ તને શું થયું હતું? તું ક્યાં ?ખોવાઈ ગયો હતો. મને તારી ઘણી ચિંતા થતી હતી. મારાથી તેને રડતી જોઈને રહેવાયું નહીં અને હું પણ રડતા રડતા મેં કહ્યું કે મને તારા ભાઈને કઈ થાય તું છે ને મારી બેન મારાસાથે મને કંઈ નહીં થાય આમ કહીને અમે બંને ભાઈ-બહેન રડી પડ્યા રડતા રડતા એ બોલી તું તો અમારી સાત બહેનો છાયડો છે બ્રહ્માણી માતા તારા રખો કરે ભાઈ અમને રડતા જોઈને મારી મમ્મી અમને છાના રાખ્યા. મારી બહેન શોભા ભણવા તથા ઘણી બધી બાબતમાં મારી મદદ કરતી જેમ કે તે મારી બહેન નહીં પણ એક ગુરુ તથા એક મિત્ર અને બહેન નો પ્રેમ આપતી. હું તેને નીંગરકી કહીને ચીડવતા તો આ નામની ઉપાધિ ગાયો ચારતા રાજસ્થાન ના ગોવાળીયા આપી હતી વાત એમ હતી કે હું લગભગ ચોથા ધોરણમાં ભણતો હતો મારી બેન શોભા પણ સાતમા ધોરણમાં ભણતી હતી શનિવારના દિવસે વહેલી નિશાળ હોવાને કારણે બાર વાગે નિશાળથી છૂટીને અમે બંને ભાઈ-બહેન ઘર તરફ આવી રહ્યા હતા ત્યાં સામેથી ગાયોનું ધણ લઈને ગોવાળિયાઓ પણ આવી રહ્યા હતા ઘણો તડકો થઈ ગયો હતો મને પણ બહુ તરસ લાગી હતી મેં મારી બહેન શોભાને કયું હું ગોવાળિયાઓ પાસે પાણી પીવા જાઉં છું તેણે કહ્યું જા પણ જલ્દી પાછો આવજે મે કહ્યુ હા પણ મારી બેન નું મન ન માન્યું એટલે તે પણ મારી સાથે આવી પાંચ ગોવાળિયા માના એક ગોવાળિયા પૂછ્યું "એ છોરા તારું નામ કાવ હે રે"........ કાવ કરવા આવ્યો હે રે......... મેં કહ્યું મને ઘણી તરસ લાગી હતી એટલે અહીં પાણી પીવા આવ્યો છું ગોવાળિયા એ મારા માથા ઉપર હાથ ફેરવી કયું બડો ફૂટરો છોરો હે.. રે જા પિલે પાણીડો ત્યાર પછી મેં પાણી પી લીધું શોભા ને કહ્યું નીંગરકી પઢાઇ કરે અમને તો કઈ સમજણ ના પડી પણ મેં મારી બહેન શોભા નું નામ નીંગરકી છાપી લીધું. જ્યારે હું એને નીંગરકી કહેતો તે ગુસ્સે થઈને કહેતી હું મમ્મીને કહી દઈશ તારું ત્યારે પાછી મમ્મી કહેતી તારો નાનો ભાઈ છે તારી સાથે મજાક કરે છે આમ અમે ભાઈ-બહેન એકબીજાને ચીડાવતા.આમ મારો પરિવાર ખુશખુશાલ રહે છે પણ આજે બધા ઘણા દુઃખીથઈ ગયા હતા કારણ કે મારી સાથેઆવું ક્યારેય ન બન્યું હતું મારા મનમાં હજી સુધી એ વિચારો આવતા હતા તે એક હકીકત એ હતી કે મારો ભ્રમ હતો પણ મારો ભ્રમ ના હોઈ શકે વાસ્તવમાં એ છોકરી કોણ હતી? મારા મનમાં વિચારોનું જાણે યુદ્ધ ચાલી રહ્યું હતું એટલા માં તો મારી બહેન આવી ગઈ મને કહે ભાઈ શું વિચાર કરે છે?મેં કહ્યું કઇનહિ આમઅમસ્તો બેઠો હતો લે હું તારા માટે સરસ મજાની ખીર લઈ આવી છું તને તો ખીર કેટલી પસંદ છે હા લાવ પણ મારુમન ખીર ઉપર જાણે નહોતો આમ તો હું ખીર દેખીને તો બહુ જ અ આકળો થઈ જતો જાણે કે મારૂ સર્વસ્વ મળી ગયું આજેએનાઉપર બિલકુલ પણ મન નહોતું પણ ખીર ના પીવું તો બહેન નારાજથશે આમ કરીને મે ખીર પી લીધી મારી બહેન મારા માથાઉપર હાથ ફેરવીને કહ્યું થોડી વાર સુઈ જા આરામ કરી લે એટલે બધું સારું થઈ જશે ને માથું હલાવીને હા કયું પણ આજે જાણે ઊંઘ તો બહુ દૂર વાત છે આંખ પણ નહોતી પલકતી મનમાં એક જ વિચાર આવી રહ્યો હતો.એ ફરીદા કોણ હતી તેના મમ્મી-પપ્પા મળ્યા હશે કે નહીં ? ફરીદા અચાનક ગાયબ કેવી રીતે થઈ મારા સાથે શું થઈ રહ્યું છે. એલો ભયાનક ચહેરા વાળી કોણ હતી? સાચે જ મેં ભૂત દેખ્યું. આમ બધા વિચાર કરતા કરતાં મારી નજર દીવાલે ટાંગે લી ઘડિયાળ ઉપર પડી રાત્રે ૨:૩૦ મિનિટ બતાવી રહી હતી. જેવું મેં સુવા માટે કરવટ બદલી અચાનક મારા રૂમમાં લાઈટ ઝબકારા થવા લાગ્યા મેં વિચાર્યું કેહું સ્વીચ બંધ કરી લો લાઈટ માં કંઈક ફોલ્ટ હશે પણ ત્યાં તો મારી નજર બાજુના ઘરમાં પડી. ત્યાં. તો લાઈટ કમ્પલસરી હતી મેં વિચાર્યું વાયર બીજા માં ફોલ્ટ હશે મને હવે બહુ ઊંઘ ચડી ગઈ તી એટલે પથારી તરફ સુવા જઈ રહ્યો હતો જેવો હું સુવા ગયોએટલામાં તો પાછી લાઈટ આવી ગઈ મે મન ને મન માં માવિચાર્યું કે સારું હવે લાઈટ તો આવી ગઈ ફરીથી લાઈટ તો ઝબકારા મારવાડી મેં ટોર્ચ લઈને main switch . બંધ કરી નાખી અને સુઈ ગયો થોડી વારમાં મને એવું લાગ્યું કે મને ઠંડી લાગે છે મારી ઊંઘ ઊડી ગઈ અને હું પથારીમાંથી ઉભો થયો અચાનક તેજ હવા ના કારણે બારી અથડાવા લાગી મેં વિચાર્યું વરસાદ આવતો હશે પણ જેવી બારી બંધ કરવા ગયો તો એકદમ બધું શાંત થઈ ગયું હવે મને થોડી બીક લાગવા માંડી મેં પથારી પાસે પડેલી ટોર્ચલઈન રૂમમાંઆમતેમ મારવા માંડ્યો પરંતુ મને કઈ ન દેખાયું તેથી મેં રાહતની સાસ લીધો . અચાનક ટોર્ચ અજવાળું પણ બંધ થઈ ગયું મેં ટોર્ચ અને ચાલુ કરવાની ઘણી કોશિશ કરી તે પણ ચાલુ નથી થઈ મને એવો અહેસાસ થયો કે કોઈ બારી પાસેથી મને જોઈ રહ્યું છે મેં કન્ફર્મ કરવા બારી પાસે ગયો તો હું ચોંકી ગયો ત્યાં તો ફરીદા હતી પણ તે ભયાનક રૂપ ધારણ કર્યું હતું તેના કપડા ઉપર લોહી ટપકી રહ્યું હતું મોઢા ઉપરના લાગેલા ઘાવ તેના બે મોટા મોટા દાંત તેમાં ટપકતુ લોહી ચંદ્રના પ્રકાશ ના લીધે એક છવાળુ દેખાતું હું એકદમ થીજાય ગયોતેણે મારી સામે જોઈને જોરજોરથી હસવા લાગીતેના હસવાનો અવાજ રૂમમાં પડઘો પાડવા થી ૪ ગણો સંભળાઈ રહ્યો હતો. હું ચીસો પાડવાની કોશિશ કરું છું પણ તે પણ ન થઈ રહી હતી દૂર-દૂર કુતરાના રડવાનો અવાજ સિવાય તેનો હાસ્ય નો અવાજ સિવાય બીજું કઈ સંભળાઈ રહ્યું નહોતું મારું હૃદય તેજી થી ધડકી રહ્યું હતું હવે શું કરવું મને કઈ ખબર પડતી ન હતી મેં મારી આંખો બંધ કરી લીધી એકદમ થી એવું લાગ્યું કે હવે બધું શાંત થઈ ગયું છે જેવી મેં આંખ ખોલી ત્યાં તો એ ભયાનક ચહેરો મારી સામે જ હતો મારુ હૃદય કાંપી ઊઠ્યું.તેણે મારી પાસે આવીને બોલી મારે ન્યાય જોઇએ છેઅને આ ન્યાય તુ અપાવીશ હું કઈ બોલી શકું એવી અવસ્થામાં ન હતો થોડીવાર પછી મહેસુસ કર્યું કે હું પથારી પર સૂતો છું અચાનક હું પથારીમાંથી ઊભો થઈ ગયો ખરેખર હું મૂંઝવણમાં મુકાઇ ગયો હતો આ બધું મારી સાથે શું થઇ રહ્યું છે? એ ભયાનક સપનું હતું કે હકીકત સપનું તો ન જ હોઈ શકે આમ બધા વિચાર કરતા કરતાં મારી નજર ઘડિયાળ ઉપર પડી રાત્રિના ચાર વાગી રહ્યા હતા અનુસરે ભાગ ૩ માં લેખક: કાળુજી મફાજી રાજપુત ફોન નં: 9081294286 ‹ Previous Chapterઅજાણી જગ્યાની મુલાકાત - ભાગ 1 › Next Chapter અજાણી જગ્યા ની મુલાકાત - ભાગ 3 Download Our App