prem no pagarav - 6 in Gujarati Motivational Stories by Jeet Gajjar books and stories PDF | પ્રેમ નો પગરવ - ભાગ ૬

Featured Books
Categories
Share

પ્રેમ નો પગરવ - ભાગ ૬

આપણે આગળ જોયું કે ભૂમિ રાત્રે અગિયાર વાગ્યે છૂપી રીતે ઘર થી બહાર પોતાની સ્કુટી લઈને નીકળે છે. પાછળ પંકજ તેનો પીછો કરે છે. રસ્તામાં ભૂમિ તેની ફ્રેન્ડ પ્રિયા ને પણ સાથે લે છે. હવે જોઈએ આગળ....

ભૂમિ ની સ્કુટી એક બંગલા પાસે ઊભી રહી અને બંગલાની અંદર પ્રવેશ કરી તેણે સ્કુટી ને પાર્કિગમાં પાર્ક કરી. ત્યાં ઘણી કાર અને સ્કૂટી ઓ પાર્ક કરેલી હતું. ભૂમિ તે બંગલા ની અંદર પ્રવેશી. પંકજે રિક્ષા વાળા ને ત્યાં થોડીવાર ઊભા રહેવાનું કહ્યું. અને હું પાંચ મિનિટ માં આવું છું મારી રાહ જોઇશ આટલું કહી પંકજ તે બંગલાની અંદર પ્રવેશ્યા.

બહુ મોટો બંગલો હતો. ગેટ પાસે કે બહાર ગાર્ડન માં કોઈ માણસ કે ગાર્ડ હતું નહિ. પંકજ કોઈ જોઈ નહિ જાય તે રીતે છૂપી રીતે બંગલાની અંદર જવા લાગ્યો. ત્યાં તેને મ્યુઝિક નો અવાજ સંભળાયો તે દિશામાં પંકજ ગયો. ત્યાં જઈને જુએ છે તો એક મોટી પાર્ટી જેવું લાગી રહ્યું હતું. ઘણી યુવાન છોકરીઓ એકદમ ટૂંકા કપડાં પહેરી ને યુવાન છોકરાઓ સાથે ડાન્સ કરી રહી હતી તો કોઈ ત્યાં ટેબલ પર બેસીને ડ્રીંક કરી રહ્યાં હતાં.

ભૂમિ તેની એક ફ્રેન્ડ સાથે એક ટેબલે બેસી ને ડ્રીન્ક કરવા લાગી ગઈ. પંકજ થોડીવાર દૂર બેસીને આ બધું જોઈ રહ્યો. વિચાર કરવા લાગ્યો.. કે ક્યાં કિશોરભાઈ અને ક્યાં ભૂમિ...? આવી થઈ ગઈ છે આજની ઉવા પેઢી...!!!

ભૂમિ ને ખબર ન પડે તે પહેલા પંકજ બંગલાની બહાર નીકળી, રિક્ષામાં બેસીને ઘરે ગયો અને સૂઈ ગયો. ભૂમિ પણ તેના નિર્ધારિત સમય પર ઘરે આવીને સૂઈ ગઈ.

સવાર થયું એટલે પંકજ તેના સમય મુજબ ઊઠીને તૈયાર થઈ ગયો અને ભૂમિ ના તૈયાર થવાની રાહ જોવા લાગ્યો. ભૂમિ તો આ ઘરની મહારાણી હતી એટલે બધા ઉઠી જાય પછી છેલ્લે તે ઊઠે. "મોડી ઊઠે જ ને રોજ રાત્રે જોને પાર્ટીમાં જાય છે."!!! રોજ ની જેમ ભૂમિ પંકજ ના કૉલેજ તરફ જવાની હતી એટલે ભૂમિ ઊઠીને ફટાફટ તૈયાર થઈ અને પંકજ ને કહ્યું ચાલ.... પંકજ. હું તને તારી કોલેજ મૂકી આવું.

પંકજ હવે જાતે કોલેજ જવા માંગતો હતો. તેને કોલેજ જવાનો રસ્તો બરોબર યાદ રહી ગયો હતો. થોડે સુધી રિક્ષા કરી લેતો પછી ત્યાં થી ચાલતો કોલેજ હતો, પણ આજે વાત કરવાનો મોકો મળ્યો હોય તેમ પંકજે ભૂમિ ને સાથે આવવાની હા પાડી. બસ પછી સ્કુટી બહાર કાઢી અને તેની સ્કુટી પાછળ પંકજ બેસી ગયો. બને કૉલેજ તરફ રવાના થયા.

આજે જાણે મૂંગા ને વાચા મળી હોય તેમ પકજ આજે ભૂમિ સાથે ઘણી વાતો કરવાનો હતો
રસ્તા માં પંકજ રાતે બનતી ઘટના ની વાત છેડે છે.
"ભૂમિ તું ડ્રીન્ક કરે છે."?
આ સાંભળી ને ભૂમિ ને ધ્રાસકો પડ્યો. કોઈ ને આ વાત ની હવા પણ મળી નથી ને થોડા દિવસ થી આવેલો પંકજ ને આ બધી વાત ની કેમ ખબર પડી ગઈ..!

ભૂમિ સમજી ગઈ મારી પોલ ખુલ્લી ગઈ છે. એટલે પહેલા પંકજ ને ધમકાવવા લાગે છે.
હું કઈ એવી છોકરી નથી હો...તું મારી પર ખોટો આક્ષેપ નાખી રહ્યો છે. ગુસ્સામાં ભૂમિ પંકજ ને કહેવા લાગી.

ભૂમિ એ સ્કુટી ઉભી રાખી એટલે પંકજે તેની સામે નજર થી નજર મિલાવી ને કહ્યું. ભૂમિ મે તને કાલે રાત્રે તારી ફ્રેન્ડ પ્રિયા સાથે પેલા મોટા બંગલામાં બધા યુવાનો પાર્ટી કરી રહ્યા હતા ત્યાં તું ગઈ હતી અને ત્યાં તે ડ્રીંક પણ કર્યું મે મારી નરી આંખે જોયું છે.

ભૂમિ ને ખ્યાલ આવી ગયો કે સાચે પંકજ ને ખબર પડી ગઈ છે કે હું ડ્રીંક કરું છે. એટલે પંકજ ને પહેલા કોઈને કહે નહિ તે માટે તેને મનાવવો યોગ્ય લાગ્યો.
ભૂમિ એ પંકજ સામે મીઠી સ્માઇલ કરી ને બોલી મહેરબાની કરીને કોઈને કહીશ નહીં. યાર... તું કહીશ તેમ કરીશ.. બસ.

સ્કુટી સ્ટાર્ટ કરી ફરી બંને કોલેજ તરફ રવાના થયા. રસ્તામાં પંકજ તેને સમજાવે છે.
તું આ ડ્રીંક કરવાનું છોડી દે. તારા માટે યોગ્ય નથી પણ ભૂમિ માનતી નથી. પંકજ વિચારે છે ભૂમિ ને ગમે તે ભોગે આ લત છોડાવી પડશે. હજુ આટલી વાત થઈ ત્યાં કોલેજ આવી ગઈ એટલે બંને વધુ વાતો કરી શક્યા નહિ. પંકજ કોલેજ માં દાખલ થયો અને ભૂમિ તેની સ્કુટી લઈને આગળ નીકળી ગઈ.

રાત થઈ બધાં સૂઈ ગયા, પંકજ આજે કઈક અલગ કરવા જઈ રહ્યો હતો. લાગે એવું કે ભૂમિ ને સુધારવા જઈ રહ્યો હોય.

પંકજ શું કરવા જઈ રહ્યો હતો અને તે ભૂમિ ને આ લત માંથી છોડાવી શકશે તે જોઈશું આગળ ના અંકમાં ....

વધુ આવતા ભાગમાં....

ક્રમશ....