Abhay (A Bereavement Story) - 7 in Gujarati Classic Stories by Pooja Bhindi books and stories PDF | અભય ( A Bereavement Story ) - 7

Featured Books
Categories
Share

અભય ( A Bereavement Story ) - 7

બાય માનવી. ટેક સર.

બાય અભય બપોરે મળ્યા.

પણ બંનેમાંથી કોઈને ખબર નહતી કે આ બંનેની છેલ્લી મુલાકાત હતી!


દિલ્હી ૨૦૧૮,

માનવી, હેલો ક્યાં ખોવાઇ ગઇ?પ્રતીકે માનવીને હચમચાવતાં પૂછ્યું. માનવી તંદ્રામાંથી બહાર આવી.
ખુલી આંખે સપના જોતી હતી કે શું?

ના..હું એક્ચ્યુઅલી…માનવી બોલતાં બોલતાં રડી પડી.

માનવી,તને એ વાતનું વધારે ખોટું લાગ્યું .

યાર આઈ એમ સો સો સોરી.હું જ સામેથી ના પાડી દઇશ મમ્મીને. પણ પ્લીઝ તું રડ નહીં.

માનવીએ શાંત થતાં કહ્યું, “ના પ્ર..તીક.હું એ..ટલે ન..નહીં રડતી.”

તો શું થયું?પ્રતીકે માનવીને પાણી આપતાં પૂછ્યું.

માનવીએ હોસ્પિટલ તરફ આંગળી ચીંધતા કહ્યું, “સાક્ષી હોસ્પિટલ. ત્યાં હું અને અભય છેલ્લી વાર મળ્યા હતાં.એ મને કહીને ગયો હતો કે પાછો આવશે પણ…માનવી ફરી રડી પડે છે.

પ્રતીક તેને રડવા દીધી. થોડી વાર પછી તેણે માનવીનાં માથાપર હાથ ફેરવ્યો.બસ માનવી હવે કેટલું રડીશ. માનવીએ શાંત થવાનો પ્રયત્ન કર્યો.

માનવી મારી સામે જો.પ્રતીકે માનવીનું મોં ઉંચુ કર્યું.
"જો તું આવી રીતે રડ્યા જ રાખીશ તો કેમ ચાલશે.જો તારે એને સજા દેવડાવી છે તો તારે સ્ટ્રોંગ બનવું જ જોશે.જો તું જ આમ વારે ઘડીએ હિંમત હારી જઇશ તો તારા લક્ષ્યનું શું થશે?માનવી, યુ હેવ ટૂ બી સ્ટ્રોંગ."

હમમ…

ગુડ. ચાલ હું તને ઘરે મુકી જાવ. કાલથી આપડે ડ્યૂટીએ હાજર પણ થવાનું છે.


આજે માનવી, પ્રતીક અને રિયાની ડ્યૂટીનો પહેલો દિવસ હતો. ત્રણેય પોતાની ડ્યૂટીને લઈને ખુબ જ ઉત્સાહિત હતાં. તેઓ ઓફિસ પહોંચ્યાં.

ગુડ મોર્નિંગ મેમ.ત્રણેય જેવાં એસીપી બગ્ગા ઓફિસમાં આવ્યાં તેવાં બોલી ઉઠે છે.

વેરી ગુડ મોર્નિંગ.આઈ હોપ યુ ઓલ વિલ ગીવ યોર બેસ્ટ ઇન એવરી સિચ્યુએશન.

યસ મેમ.

ગુડ. મારી સાથે આવો.

પહેલાં દિવસથી જ ત્રણેય હિંમત અને જુસ્સાથી પોતાની ડ્યૂટી પર લાગી જાય છે. જોતાં જોતાં વીસ દિવસ કેમ વીતી ગયાં એ ખબર જ ન પડી.

આજે એસીપી મેડમે બધાને થોડાં વહેલાં બોલાવ્યા હતા.
એસીપી બગ્ગાએ પ્રતીકને એક ફાઇલ આપી.

પાંચ દિવસ પછી આ કેસની સુનવાઈ છે.મારે આ કેસને લગતી બીજી અમુક બાબતોમાં ધ્યાન દેવું જરૂરી છે. તેથી આરોપીને જેલથી કોર્ટ સુધી લઇ આવવાની જવાબદારી હું તને સોપું છું.

બગ્ગામેમની વાત સાંભળી માનવી દુઃખી થઇ જાય છે. જે કેસને એણે છેલ્લા છ વર્ષથી પોતાના જીવનનું એક માત્ર લક્ષ્ય બનાવ્યું હતું એ લક્ષ્ય પુરો કરવાનો મોકો શું એને નહીં મળે.

માનવીને ઉદાસ જોઇને પ્રતીકે કહ્યું,“મેમ, મેં આ કેસની વિગતો તપાસી છે.ગઇ વખતે જ્યારે કેસની સુનવાઈ હતી ત્યારે આરોપીની વાન પર હૂમલો થયો હતો.જેમાં આરોપી જખમી થયો હતો.જેના લીધે સુનવાઈ પાછી ધકેલવી પડી. અને મને લાગે છે કે એ લોકો આરોપીને છોડાવવા પાછો પ્રયત્ન જરૂર કરશે. જો તમે પરમિશન આપો તો હું મારી સાથે માનવીને લઇ શકું છું?પ્રતીકે પૂછ્યું.

ઓકે. તમે બે હશો તો વધારે સારું રહેશે અને રિયા તું મારી સાથે રહીશ.પણ યાદ રાખજો હું આ કેસમાં નાની એવી ભુલ પણ સહન નહીં કરું.

ઓકે મેમ.ત્રણેયે એકી સાથે જુસ્સાથી જવાબ આપ્યો.


માનવી પોતાની ડ્યૂટી પુરી કરીને ઘરે પહોંચી.જમી લીધાં બાદ તેણે કેસની ફાઇલ હાથમાં લીધી. તેમાંથી જે જરૂરી લાગી તે બધી માહિતીની નોંધ કરતી ગઇ.ફાઇલમાં છેલ્લે એક સ્કુલનો ફોટો હતો. માનવીનું ધ્યાન એ ફોટા તરફ ગયું. એ બિલ્ડિંગમાં મોટા અક્ષરે લખ્યું હતું.‘શ્રી એ.પી.સિંઘ. સ્કુલ’.એ સ્કુલ કે જ્યાં તે અને અભય સાથે ભણ્યાં હતાં.જ્યાં બંનેની ન જાણે કેટલીયે નાની-મોટી મધુર સ્મૃતિઓ હતી.



દિલ્હી 2012,

અભય સાત વાગ્યાની આસપાસ સ્કૂલે પહોંચ્યો.આજે તેના પ્રિય વક્તા આવાનાં હતાં તેથી તે ખુબ જ ખુશ હતો.