-: આત્મશક્તિ :-
આ સંસારમાં શક્તિનું વર્ચસ્વ છે. શક્તિના બળે જ મનુષ્ય સંસારમાં વિચરણ કરી શકે છે, વિકાસ કરી શકે છે.આપણે લોકો શક્તિની ઉપાસના કરીએ છે. શક્તિનો સંગ્રહ કરીએ છીએ. આપણી શક્તિને વધારવા અને વિકસિત કરવા માટે જાતજાતના ઉપાયો કરીએ છીએ. પરંતુ શું આ શક્તિ હંમેશા આપણને સાથ આપે છે ? એ જરૂરી નથી.આજે જે શક્તિશાળી છે તે આગામી સમયમાં કમજોર પણ થઈ શકે છે અને આજે જે કમજોર દેખાઈ રહ્યો છે તે કાલે શક્તિશાળી પણ બની શકે છે.
શક્તિનાં વિવિધ રૂપ છે, જેમ કે- શારીરિક શક્તિ, માનસિક શક્તિ, આર્થિક શક્તિ, સામાજિક શક્તિ,આધ્યાત્મિક શક્તિ વગેરે. જે શક્તિઓને આપણે જોઈ શકીએ છીએ, તે સ્થૂળ શક્તિઓ છે. જે શક્તિઓને આપણે જોઈ શકતા નથી, પરંતુ તે પોતાનો પ્રભાવ બતાવે છે, તે સુક્ષ્મ શક્તિઓ છે. કેટલીક શક્તિઓ બ્રાહ્ય હોય છે અને કેટલીક આંતરિક, પરંતુ સૌથી મહત્વપૂર્ણ શક્તિ આપણા અંતરાત્માની આંતરિક શક્તિ હોય છે જે હંમેશા આપણી સાથે રહે છે અને ક્યારેય આપણાથી અલગ થતી નથી.
મોટાભાગના લોકોનું ધ્યાન બાહ્ય શક્તિઓ અને સ્થૂળ શક્તિઓ તરફ વધારે હોય છે અને તેઓ તેના તરફ સહજતાથી આકર્ષિત થઇ જાય છે. જેમ કે, આજે પણ લોકો એમ માને છે કે જેની પાસે ધન-દોલત છે, પ્રસિદ્ધિ છે, ઘણી બધી સંપત્તિ છે, તે ખૂબ શક્તિશાળી લોકો છે. હંમેશાથી દુનિયા કાર્ય ને શક્તિ માની રહી છે અને તેને સ્વીકારતી રહી છે. એટલા માટે દુનિયાના લોકો આ પદને અપનાવવા તરફ વધારે આકર્ષિત થાય છે. મોટાભાગના લોકો આને મેળવવા ઇચ્છે છે પરંતુ આ એક પ્રકારની બાહ્ય શક્તિ છે અને તેની એક નિશ્ચિત હદ છે.
ખૂબીઓ સાથે તેમાં કેટલાક અવગુણ પણ હોય છે. જેમ કે તે- લાંબા સમય સુધી વ્યક્તિને ખુશી આપી શકતીનથી અને તેથી તેને સારો માણસ બનાવી શકતી. તે વ્યક્તિને ક્યારેય સંતોષ પણ આપી શકતી નથી. હા, એ જરૂર છે કે વ્યક્તિ પોતાની આ બાહ્ય શક્તિને વધારવાની ભરપૂર કોશિશમાં લાગેલો રહે છે અને પોતાની વાસ્તવિક અને મૂળભૂત શક્તિને ભૂલી જાય છે, તેને નજર અંદાજ કરે છે.
આપણી આત્મશક્તિ આપણને ભલે ને અન્ય શક્તિઓની જેમ ન દેખાય, પરંતુ તે આપણા વ્યક્તિત્વ પર,આપણી વિચારણા અને ક્રિયા-કલાપો પર જબરદસ્ત પ્રભાવ પાડે છે. તેનો પ્રભાવ પણ બહુ દૂરગામી હોય છે. આ પ્રભાવના બળે સામાન્ય જેવી દેખાતી વ્યક્તિ મહામાનવ બને છે. અને લોકોના દિલોદિમાગમાં પોતાની અમીટ છાપ છોડે છે. આ શક્તિના બળે જ વ્યક્તિ કોઈ પણ પ્રકારનાં સંકટ અને ઝંઝાવાતો સામે ઝઝૂમવામાં ગભરાતો નથી, સહેજ પણ વિચલિત થતો નથી અને કઠિનમાં કઠિન પરિસ્થિતિઓનો અડીખમ ઊભો રહીને સામનો કરે છે.
આ આત્મશક્તિ સામે દુનિયાનાં બધા ઐશ્વર્ય-સુખ-સુવિધાના સાધન મહત્વહીન દેખાય છે. એવી જબરજસ્ત ઉર્જા અને ચમક હોય છે- આત્મશક્તિમાં. આત્મશક્તિની ઉપાસના કરનારને કોઈ સાધનની આવશ્યકતા નથી હોતી, તે કોઈ સાધન વિના પોતાના વ્યક્તિત્વને એટલું ચુંબકીય બનાવે છે કે તમામ સાધન બધા લોકો ત્યાં જ ખેંચાતાં ચાલ્યા આવે છે,તેના એક ઈશારા પર લોકો કંઈ પણ કરવા તૈયાર થતા હોય છે.
આપણા દેશને ગુલામીની જંજીરના મુક્યું દાદા એટલે સન્માનિય મહાત્મા ગાંધીનું વ્યક્તિત્વ કંઈક આ પ્રકારની આત્મશક્તિથી સંપન્ન હતું અને તેઓ દ્વારા અહિંસાનો માર્ગ અપનાવવા જતાં અંગ્રેજોએ તેમની સામે ઝૂકવું પડયું હતું.પરાજિત થવું પડ્યું હતું. જ્યારે તેમનું મૃત્યુ થયું, ત્યારે તેમની પાસેથી જે સામગ્રીઓ પ્રાપ્ત થઈ તેમાં તેમના ચશ્મા, બે જોડી ચંપલ અને એક ચરખો, એક ઘડિયાળ અને એવી જ કંઈક બીજી સામાન્ય ચીજો મળી, કંઇક વિશેષ- બહુમૂલ્ય કહેવાથી કોઈ પણ ચીજ તેમની પાસેથી ન મળી, કારણ કે એ બહુમૂલ્ય ચીજ જે તેમની પાસે હતી તે સૂક્ષ્મ અને અદ્રશ્ય આંતરિક શક્તિ હતી.
આ આંતરિક શક્તિના બળે કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ બનાવી શકે છે. પોતાના મહત્વને જાણી શકે છે,અને પોતાની ક્ષમતાઓનો સાચો ઉપયોગ કરી શકે છે. પરિસ્થિતિઓ ગમે તેટલી વિષમ કેમ ન હોય, આ શક્તિની આગળ તેણે ઝૂકવું જ પડે છે તેનું ઉદાહરણ સૌથી ઝડપે મેરેથોન દોડવીર જ્યોફ્રી મુટાઇના જીવનથી જાણી શકાય છે.
એમ નથી કે કોઈ વિશેષ વ્યક્તિમાં એ અંદરની તાકાત કે આત્મશક્તિ હોય છે. બધા લોકોમાં એ શક્તિ વિદ્યમાન છે, પરંતુ બધા લોકો તેને ઓળખી શકતા નથી અને તેથી તેનો ઉપયોગ કરી નથી શકતા. જે વ્યક્તિ જેટલો વધારે આત્મસ્થ રહે છે, તે એક થઈ શકે છે તેટલા જ વધારે પ્રમાણમાં તેને જાણી શકે છે, પ્રાપ્ત કરી શકે છે અને જે વ્યક્તિ જેટલો સ્યયંમથી દૂર હોય છે કે તેના સંપર્ક નથી એટલું જ દૂર થઈ જાય છે, પરંતુ તેમ છતાં તેના વિશે જાણીને જો તેને પ્રાપ્ત કરવાનો અને અનુભવ કરવાનો પ્રયાસ કરવામાં આવે તો આપણે પણ સ્વયંને બહુ સશ્કત વ્યક્તિસંપન્ન બનાવી શકીએ છીએ.
આ આત્મશક્તિને વિકસિત કરવા માટે કેટલીક શરતો છે જેનું આપણે પાલન કરવાનું હોય છે. જેમ કે, તેનો વિકાસ ત્યારે થાય છે, જ્યારે વ્યક્તિના ઇરાદા પ્રામાણિક હોય, તે યોગ્ય માર્ગ પર ચાલે, સચ્ચાઈનો સાથ આપે, પોતાના કર્તવ્યો પ્રત્યે ઇમાનદાર રહે. આ માર્ગ પર ચાલીને વ્યક્તિ પોતાની આત્મશક્તિને મહત્વ આપે છે, તેના વિકાસ માટે પ્રયત્ન કરે છે, તો તેના વ્યક્તિત્વનું આપોઆપ નિર્માણ થતું જાય છે તથા દેશ-સમાજ અને મનુષ્યના પ્રત્યે તે સંવેદનશીલ થઇ જાય છે અને તેની સાથે જ તેનું મન પ્રફુલ્લિત થઇ જાય છે, ખુશીથી ભરાઇ જાય છે.
આપણા દેશમાં કેટલાક એવા મહાપુરુષ થઈ ગયા છે જે આત્મશક્તિ અને આંતરિક શક્તિના સ્વામી રહ્યા છે.જેમકે સ્વામી વિવેકાનંદ, શ્રી રામ કૃષ્ણ પરમહંસ, શ્રી અરવિંદ, પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા, આચાર્યજીએ તેમનું પ્રખર વ્યક્તિત્વ દિવ્ય આંતરિક શક્તિ વગેરેનો પ્રભાવ એવો હતો કે આજે પણ તેમના રૂમ ઉપર જવાથી એ દિવ્ય ઉર્જાનું અહેસાસ થાય છે. તેમની સામાન્ય દેખાતી સામગ્રીઓ લોકોને અનેરી ઊર્જાઓનું સ્નાન કરાવે છે. એકરીતે આજે પણ તેમનું વ્યક્તિત્વ સંપૂર્ણપણે જીવિત છે અને લોકો માટે તેમનું જીવન પ્રેરણા સ્તોત્ર છે.
આ રીતે પોતાને ખુદને ઘડવા માટે ક્યાંક કંઈક વિશેષ પામવા માટે ક્યાંય બીજે જવાની જરૂર નથી, પરંતુ પોતાની જ આંતરિક શક્તિને ઓળખવાની જ અને તેને પરિષ્કૃત કરવાની, વિકસિત કરવાની જરૂર છે. કેવળ આ આત્મશક્તિની ઉપાસનાથી જ વ્યક્તિને એ બધુ મળી જાય છે, જેની તેને આવશ્યકતા-જરૂરિયાત હોય છે.
DIPAKCHITNIS(dchitnis3@gmail.com)