Life Nectar - 2 in Gujarati Motivational Stories by soham brahmbhatt books and stories PDF | જીવન અમૃત - 2

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

જીવન અમૃત - 2

'' જીવન અમૃત ''

- સોહમ બ્રહ્મભટ્ટ

પાંચમો ઉપાય :-

આપણે મન ને સ્થિર અને શાંત કરવાના સામાન્ય ઉપાય જોયા હવે આગળ થોડું વધારે જોઈએ.

આગળના માર્ગદર્શનના પાલનથી જીવન એક એવા અધ્યાય તરફ આગળ વધશે જેમાં માત્ર સુખ , શાંતિ ની પ્રાપ્તિ થશે...

સવારે ઉઠો એટલે ...જ્ઞાન મુદ્રામાં આંખ બંધ કરી ‘’ઓમ’’ નું ઉચ્ચારણ કરો...અથવા કોઈ મેડીટેશન મંત્રને તમારા મોબાઈલ ફોનમાં શરુ કરો....

‘’ શ્રી વક્રતુંડ મહાકાય કોટી સૂર્ય સમપ્રભ ,નિર્વિઘ્નમ ગુરુમે દેવ શુભ કાર્યેસુ સર્વદા ‘’ મંત્રનું બને એટલું ઉચ્ચારણ કરો..પછી ધીમે ધીમે મનને એક જગ્યા એ સ્થિર કરી ધ્યાનમાં બેસો.....ધ્યાનમાંથી ઉભા થયા પછી જે સુખનો અને મનની શાંતિનો અનુભવ થશે જે તમે ક્યારે પણ નહી અનુભવ્યો હોય...જો તમે વિદ્યાર્થી છો .તો આ મંત્રને પાકો કરી એનું ઉચ્ચારણ કરવું..જેનાથી સરસ્વતીનો વાસ થશે અને મનને સ્થિર કરશે ....જીવનમાં એકાગ્રતા , ધ્યેય સિદ્ધની ભાવના પ્રગટ થશે.....

‘’ या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रावृता |

या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना |

या ब्रह्माच्युतशंकरप्रभृतिभिर्देवै : सदा वन्दिता

सा माँ पातु सरस्वती भगवती नि : शेषजाड्यापहा || ''

આ મંત્રનું ઉચ્ચારણ કરવાથી મનમાં વિદ્યાનો ભાવ પ્રગટ થશે...મંત્રને મોબાઈલમાં સર્ચ કરી ઈયરફોન દ્વારા પણ સાંભળી શકો છો..પછી નીચેના મંત્ર થી ધ્યાનમાં આગળ આવીએ...

ગુરુ બ્રહ્મા , ગુરુ વિષ્ણુ ,ગુરુ દેવો મહેશ્વરા: |

ગુરુ: સાક્ષાત પરબ્રહ્મ ,તસ્મૈ શ્રી ગુરુવે નમ:

આ મંત્રો દ્વારા તમારામાં આધ્યત્મિક પરિવર્તન આવશે...તમારી આજુબાજુનું વાતાવરણ હકારાત્મક ઉર્જાઓ ભેરેલું બનશે...મુનિ , તપસ્વી , સાધુ , સંતની જેમ તમારા એક આધ્યાત્મિક ભાવના પ્રગટ થશે...આત્મવિશ્વાસ , ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે...તમારી આજુબાજુ રહેલી ઉર્જા તમારા મનને સ્પર્શ કરી તમારું મન તંદુરસ્ત અને પ્રફુલ્લિત બનાવશે...

મનમાં જાગૃતતા લાવવા માટે ( Awareness exercise )

જુદા જુદા સમયે શરીરની ગતી જુદી જુદી જોવા મળે છે..જયારે આપણે શાંત બેઠા હોય ત્યારે શ્વાસની ગતી ધીમી હોય છે મનના તંતુઓ શાંત અને સ્થિર હોય છે ..જયારે ગભરાહટ , ચિંતામાં હોઈ ત્યારે શ્વાસની ગ

...તી ટૂંકી અને મનના તંતુઓ અસ્થિર થવા લાગે છે...પરંતુ જયારે આપણે સવારે ઉપર આપેલ ક્રિયા કરીએ ત્યારે આપણા મનના ભાવો સ્થિર ,,શ્વાસની ગતી લાંબી અને ધીમી થાય છે...મનના તંતુઓ સ્થિર કક્ષાએ આવી ...હકારાત્મક ભાવ પ્રગટ થાય છે..આપણા પૂર્વજ , સંત , સાધુ આશીર્વાદ રૂપ આપણને આ એક ભેટ આપી છે...ધ્યાન કરતી વખતે બસ એકજ વાતનો વિચાર કરવો કે હું પુરષાર્થી છું ..હું હાર માનવાવાળો નથી ...જીવનના દરેક ધ્યેયને સિદ્ધ કરીશ...ક્રોધનો ત્યાગ કરી એક સુખમય જીવનની પ્રાપ્તિ કરીશ..

હવે આ દરેક ક્રિયા કરવાની સાથે જીવનમાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જેમકે.....

આપણી આદતો જ આપણા જીવવાનો એક રસ્તો નક્કી કરે છે ..આપણે રોજ શું કરીએ છીએ ? કેવા લોકોની વચ્ચે રહીએ છીએ ? આપણી આજુબાજુ નું વાતાવરણ કેવું છે..? આખો દિવસ આપણે કેવી રીતે પસાર કરીએ છીએ એના પર પણ આધાર રાખે છે....

અમુક વાતો એવી હોય છે જે આપણને અંદરથી જનજોળી નાખે છે..મનને વ્યાકુળ કરી નાખે છે..જેનાથી આપણે ખુલ્લી ને એ વાત કોઈ ને કહી પણ શકતા નથી...અમુક યાદો પણ એવી હોય છે જીવનમાં જે ભુલાતી નથી..બહુજ કોશિશ કરીએ છીએ આપણે પોતાને બદલવાની પણ એ થઇ શકતું નથી...હવે અમુક એવી વાત કહું જે તમને જીવનમાં સ્ટેબલ બનાવશે...અંદરથી મજબુત બનાવશે.... જે તમારા એક હકારાત્મક ઉર્જાને જન્મ આપવા મદદ કરશે..તમારું મન તમને મોટીવેશન આપશે....સેલ્ફ મોટીવ બનશો...

સૌથી પહેલા તમે પોતાને પ્રૂફ કરવાનું છોડી દયો..કોઈ ની પણ સામે ક્યારેય તમારી સારાયને ના મુકો...કે હું એવો છું હું તેવો છું ...કારણકે લોકો હંમેશા આપણને એના હિસાબે જ ટ્રીટ કરે છે..તમે ગમે તેટલી કોશિશ કરી લ્યો એની સામે સારું દેખાવાની પણ એને જે જોવું હશે એ જોશે..

જે તમને પ્રેમ કરે છે એ તમારામાં લાખો ખરાબ આદતો હોવા છતાં તમને પ્રેમ કરશે...અને જે નથી કરતા તે લાખ સારા ગુણ હોવા છતાં પણ નહી કરે ..લોકોની સામે ઇમ્પ્રેશન પાડવાનું છોડી દયો..કારણકે એ એવું બતાવે છે કે તમે ફાલતું રસ લ્યો છો કોઇપણ બાબતમાં.... પોતાની ઇમ્પ્રેશન જ એવી બનાવો કે કોઈની સામે નજર મેળવાની જરૂર ના રહે ...તમારો રુવાબ એ વ્યક્તિને તમારા તરફ આકર્ષે...એના માટે મનમાં હકારાત્મક ઉર્જા હોવી અનિવાર્ય છે...

બીજી સૌથી અગત્યની વાત ...મુવ ઓન કરવું...જીવનમાં મોટી સફળતા હાંસિલ કરવા માટે હરએક જગ્યાએ તમારે સમાનો કરવો પડશે...એક વાતને મગજમાં નાખી દયો કે આ દુનિયાનું બીજું નામ પરિવર્તન છે..જો એક જગ્યા એ રુકી ગયા તો એ જ જગ્યા એથી બરબાદ થવાનું શરુ થઇ જશે...

જો તમારાથી કોઈ ભૂલ થઇ ગઈ છે ...જો તમે કોઈનું દિલ દુભાવ્યું છે ...અથવા તો તમારું દિલ કોઈએ દુખી કર્યું છે તો બસ માફી માંગી અથવા તો માફી આપી જીવનમાં આગળ વધો...તમારી ભૂલમાંથી એક નવી વસ્તુને શીખો....એને જીવનમાં એપ્લાઇ કરો...અને સતત આગળ વધતા રહો....કોઈ ચીજમાં અટકી જવાથી મન એમાંજ અટકી જાય છે...તમારી કંઇક કરવાની ઈચ્છા હશે તો પણ તમે નવું કઈ નહિ કરી શકો એટલે આગળ વધો ...દરેક પરિસ્થિતિ માંથી મુવ ઓન કરી જીવનને એક નવા રસ્તે લઇ જવાનો મોકો આપો....

કારણકે તમારું મુવ ઓન કરવું એ તમને અને તમારા ચાહવા વાળા માટે તમારું એક નવું રૂપ બતાવશે...વીતી ગયેલા દિવસો...જૂની યાદો ...ભૂલથી થઇ ગયેલી ભૂલ ...કોઈનું સાથ છોડી જતું રહેવું ...એ આપણી સામે વારંવાર આવ્યા કરે છે...આપણે ને આપણા મનને રોકવા માટે પણ આપણે એ દરેક વસ્તુઓને ઇગ્નોર કરી લાઈફમાં ફોકસ કરવાનું છે કે આપણે આ દુનિયામાં શેના માટે આવ્યા છીએ ? આપણા માતા પિતા આપણા માટે શું કર્યું છે ? હું શેના માટે જીવું છું ? એવી દરેક વસ્તુ પર ધ્યાન દેવાનું જે તમને ખુશી આપે....તો જ તમે તમારા જીવનમાં સુકુન ને મેળવી શકશો....

સાથે પોતાને એક એવો વ્યક્તિ બનાવો જે બીજાની સફળતામાં ખુશ થાય ...સકસેસ પાર્ટી ઇન્જોય કરો કારણકે તમારી આજુબાજુ માત્ર સફળ લોકો જ હશે જે તમારામાં એક હકારાત્મક ઉર્જાને જન્મ આપશે અને જીવનમાં કંઇક કરવાની પ્રેરણા આપશે...સફળ લોકોની વચ્ચે રહ્વાથી ઓટોમેટીક એવી વસ્તુ કરવાની પ્રેરણા આપણને મળશે જે આપણે ક્યારેય જીવનમાં વિચારી પણ ના હોય...

તમે એકવાર એવા વ્યક્તિ સાથે રહો જેણે જીવનમાં કંઈ જ હાંસિલ ના કર્યું હોઈ અને એકવાર એવા વ્યક્તિ સાથે જેણે જીવનમાં બધું જ મેળવ્યું છે જેનાથી તમને એ બંનેના વ્યક્તિત્વ વચ્ચેના તફાવતનો ખ્યાલ આવશે ...એમના વિચારોનો ખ્યાલ આવશે...

ઘણા લોકો એક્સક્યુઝ બહુ કરતા હોય છે આજે મારી પાસે આ નથી પેલું નથી ...હું આ ના કરી શકું ...અને ઘણા લોકો એની પાસે જે હોય ત્યાંથી જ શરૂઆત કરે છે..હવે તમે સમજી ગયા હશો કે આ બન્નેમાંથી કોણ સફળ થશે ...એટલે જ પોતાને સફળ વ્યક્તિની વચ્ચે રાખવું ખુબજ જરૂરી છે...

ખુબ અગત્યની વાત..ક્યારેય પોતાને બીજા સાથે સરખામણી ના કરો..એમાં થાય એવું કે આપણે આપણી વર્તમાન સ્થિતિને બીજા કોઈની વર્તમાન સ્થિતિ સાથે સરખામણી કરીએ છીએ ...ક્યારેય આપણા જીવનનું પહેલું ચેપ્ટર બીજાના દસમાં ચેપ્ટર થી ક્યારેય સરખાવું જોઈએ નહી..આપણી સૌથી મોટી તકલીફ જ એ છે કે આપણે પોતાને બીજા જેવા જોવા લાગીએ છીએ...ખરેખર તો દરેક મનુષ્ય અલગ અલગ હોય છે..જીવનમાં એક વાત યાદ રાખો કોઈ તમારી જેવું નથી કે કોઈ જેવા તમે નથી...એજ તમારી સૌથી મોટી પાવર છે...

પોતાની ખુશી પોતાનાથી રાખો .....તમે જ છો ...આ દુનિયાના રાજા પણ હકારાત્મક રીતે....તો આ વાત ને સમજો અને જીવનમાં ઉતારો.....આવતા ભાગમાં કાંઇક નવું લઇ આવીશ...તમારો અમુલ્ય અભિપ્રાય જણાવશો....